Last Update : 21-August-2012, Tuesday

 
રાજકીય નેતાઓ અને સરકારની નિરસતાથી
મહુવા મ્યુનિ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવાનો પ્રશ્ન છ વર્ષથી લટકતો

સિવિલનો દરજ્જો આપવા મુદ્દે સિવિલ લડત સમિતિ દ્વારા કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું

 
મહુવા, તા.૨૦
ભાવનગર જિલ્લાના મહુવાની મ્યુનિ. સંચાલીત હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવાનો પ્રશ્ન સરકારના આરોગ્ય વિભાગ અને રાજકીય નેતાઓની નિષ્ક્રિયતાથી છેલ્લા છ વર્ષથી લટકતો રહ્યો છે ત્યારે તાજેતરમાં મહુવા ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી દરમ્યાન સિવિલનો દરજ્જો આપવા મુદ્દે સિવિલ લડત સમિતિ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના સૌથી મોટા તાલુકા મથક એવા મહુવા તાલુકામાં ગરીબ લોકોને મફતમાં સારવાર મળી રહે તેવી એક પણ મોટી હોસ્પિટલ નથી. હાલમાં મહુવા મ્યુનિ સંચાલિત હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન હોવાથી મહુવા પંથકના દર્દીઓને ભાવનગર સુધી ધક્કા ખાવા પડે છે ત્યારે મ્યુનિ સંચાલિત હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવે તો મહુવા સહિત અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોના ગરીબ દર્દીઓને પૂરતી અને સમયસર સારવાર મળી શકે તેમ છે.
જ્યારે મ્યુનિ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવા મુદ્દે લોકો છેલ્લા છ વર્ષથી લડત ચલાવી રહ્યાં છે. પરંતુ સરકારના બહેરા કાંને લોકોની રજૂઆત સંભળાતી નથી અગાઉ મહુવા સિવિલ લડત સમિતિ દ્વારા સિવિલના દરજ્જા મુદ્દે તબક્કાવાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું તેમ છતાં સરકાર દ્વારા માત્ર ઠાલા વચનો આપી મહુવા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને આરોગ્યલક્ષી સેવા માટે ગરીબ દર્દીઓને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.
મહુવા ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યાન સિવિલ હોસ્પિટલના મુદ્દે લડત સમિતિ દ્વારા ૪૬ સામાજીક, રાજકીય, ધાર્મિક સંસ્થાઓની સહીઓ સાથેનું આવેદનપત્ર રાજ્યના કૃષિ મંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તાકીદે સિવિલનો દરજ્જો આપવાની માગ ઉઠાવી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved