Last Update : 21-August-2012, Tuesday
|
|
|
|
|
|
|
|
ભાવનગરમાંથી રાજસ્થાનનો કુખ્યાત અપરાધી બે અપહૃત યુવતી સાથે ઝડપાયો |
ભરતનગર વિસ્તારમાં તેની ભાણેજ અને ભત્રીજી સાથે રહેતો હતો ઃ રાજસ્થાન પોલીસે તેના ઉપર ૫ હજાર ઇનામ જાહેર કર્યું હતું
|
ભાવનગર, સોમવાર
રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાનો ભાગેડુ અપરાધી ભાવનગરના ભરતનગર વિસ્તારમાંથી ઝડપાઇ જવા પામ્યો હતો. ઝડપાયેલ અપરાધી તેની સાથે બે યુવતીને ભગાડીને લાવ્યો હતો. અને તેના માથે રાજસ્થાન રાજ્યમાં હત્યા, બળાત્કાર, અપહરણના ૫૦થી વધુ ગુના બોલતા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના રાયધનુ ગામે રહેતા નરેશ ઉર્ફે નન્નુ ગણેશરામ જાટ પર રાજસ્થાન રાજ્યના હત્યા, બળાતક્માર, સહિતની કલમો તળે ૫૬ જેટલા ગુના બોલતા હતા. અને તેની ઉપર ૫૨ ૫ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનનો નામી શખ્સ પોલીસને હાથ તાળી આપી નાસતો-ફરતો હતો.
રાજસ્થાન પોલીસને મળેલ બાતમીના પગલે બે દિવસ પૂર્વે ભાવનગર આવી પહોંચી હતી. નરેશ ઉર્ફે નન્નુ તેની ભાણેજ અને ભત્રીજીને લઇ અપહરણ કરી નાસી છૂટયો હતો. જે ભાવનગરમાં યુવતીઓ સાથે છૂપાયો હોવાની બાતમી મળતા રાજસ્થાન પોલીસે એ.ડીવીઝન પોલીસનો સંપર્ક સાધી તળાજા રોડ પર ભરતનગર વિસ્તારમાં ભાડાની રૃમ રાખી નન્નુ યુવતીઓ સાથે રહેતો હોવાની વિગતો મળતા પોલીસે છાપો માર્યો હતો. જ્યાથી અપહૃત યુવતીઓ મળી આવી હતી. દરમિયાન નન્નુ હોસ્પિટલમાં સારવાર તળે હોવાનું જાણવા મળતા પોલીસે સર ટી. હોસ્પિટલમાં તપાસ કરતા તે નાસી છૂટયો હતો. બાદ પી.આઇ. જાડેજાને ભરતનગર વિસ્તારમાં નરેશ ઉર્ફે નન્નુ આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને પણ રેઇડ કરી ઝડપી પાડયો હતો. અને રાજસ્થાન પોલીસને સોપી દિધો હતો.
એ.ડીવીઝન પી.આઇ. જાડેજાએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજસ્થાનના અપરાધી ઉપર ૫ હજારનું ઇનામ હતું. અને ૫૬ જેટલા ગુનામાં સંડોવાયેલ હતો. યુવતીઓ લાપતા બનતા નાગોર જિલ્લા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થવા પામી હતી. વધુમાં તેમણે જણાવ્યુ ંહતું કે, ભરતનગર વિસ્તારમાં ભાડાનું મકાન રાખી છેલ્લા બે મહિનાથી રહેતો હોવાનંુ તેમણે જણાવ્યું હતું. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|