Last Update : 21-August-2012, Tuesday

 

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ
ગુજરાતમાં ૬૦ ટકા સગર્ભાઓ લોહતત્ત્વની ઉણપથી પીડાય છે

ગુજરાતમાં ૩પ ટકા સગર્ભાઓ જ લોહતત્વની ગોળીઓ લે છે ઃ રાજય સરકારે IAF ડોટ્સ કાર્યક્રમ શરૃ કરવો પડયો

ગાંધીનગર,સોમવાર
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં બહાર આવેલી હકિકત મુજબ ગુજરાતમાં ૬૦ ટકા સગર્ભાઓ લોહતત્વની ઉણપથી પીડાતી રહી છે. આથી રાજયના આરોગ્ય તંત્રે સગર્ભાઓને લોહતત્વની ગોળીઓ આપવા તાકીદે આઈએએફ ડોટ્સ પ્રોગ્રામ શરૃ કરવાનું આયોજન કર્યું છે.
દેશના દરેક રાજયમાં થતાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક હોવાની હકિકતો સામે આવી છે. નેશનલ રૃરલ હેલ્થ મિશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ સર્વેમાં એવી વિગતો બહાર આવી છે કે ગુજરાતમાં ૬૦ ટકા સગર્ભા મહિલાઓમાં લોહતત્વની ઉણપ(એનીમિયા) જોવા મળે છે. પરિણામે ગુજરાતમાં માતૃ મરણ અને શિશુ મરણનો દર ઉંચો રહેવા પામે છે.
અભ્યાસના તારણો મુજબ સગર્ભા અવસ્થામાં જો ૯૯ ટકા મહિલાઓ લોહતત્વની ગોળી પુરતા પ્રમાણમાં લે તો ૧૯ ટકા માતાની માંદગી તેમજ મરણનું પ્રમાણ ઘટાડી શકાય. પરંતુ સર્વે મુજબ ગુજરાતમાં માત્ર ૩પ ટકા જ મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન લોહતત્વની ગોળીઓ લે છે.
સર્વેના ઉક્ત આંકડાઓનું સ્પષ્ટ અર્થઘટન એ થાય કે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન લોહતત્વની જરૃરિયાત રહે છે. પરંતુ આ મહિલાઓને તેમના રોજીંદા ખોરાકમાં પૌષ્ટિક તત્વો મળતા નથી. ગુજરાતની લાખો પરિવારોની કેવી દારૃણ સ્થિતિ હશે કે મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન પણ લોહતત્વથી ભરપૂર, પૌષ્ટિક ખોરાક તેઓ તેમને આપી શકતા નથી.
જો કે આ સ્થિતિ નિવારવા નેશનલ રૃરલ હેલ્થ મીશન દ્વારા રાજયભરમાં સગર્ભાઓને લોહતત્વની ગોળીઓ આપવા માટે આઈએએફ ડોટ્સ પ્રોગ્રામ અમલી બનાવ્યો છે. જેમાં દરેક મહાનગરો, જિલ્લા અને તાલુકા મથકો તેમજ ગામડાંઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા મહિલાઓને ચોક્કસ સમયગાળા સુધી લોહતત્વની ગોળીઓ લેવડાવવામાં આવશે.

આરોગ્ય તંત્રમાં સ્ટાફની અછતની બીમારી હટશે?
ગુજરાતભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને અર્બન હેલ્થ સેન્ટરો, રેફરલ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો કે આરોગ્યના અન્ય કોઈપણ વિભાગમાં દિન-પ્રતિદિન સ્ટાફની અછત વધવામાં છે. અનુભવી કર્મચારીઓ રીટાયર્ડ થતાં આરોગ્યની ગુણવત્તાયુક્ત સેવાઓ મળવાનું બંધ થઈ રહ્યું છે. બીજી બાજુ ફીક્સ પગાર નામે શોષણ થતું હોવાથી ફીક્સ પગારવાળા તબીબો અને અન્ય કર્મચારીઓ પુરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. આમ પ્રજાને આરોગ્યની સેવામાં બન્ને બાજુથી માર પડી રહ્યો છે. પરિણામે આવા વિશેષ અભિયાનો ગમે તેટલા ચલાવાવમાં આવે તો પણ અસરકારક સાબિત થતા નથી.

પ્રસુતિ દરમિયાન પત્નીનું મોત થતા પતિએ ફાંસો ખાઇ લીધો
અમદાવાદ, સોમવાર
ઇસનપુરમાં રહેતા ૩૫ વર્ષીય ભરતભાઇ સોલંકીએ રવિવારે બપોરે ૪ વાગ્યે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની તપાસ કરી રહેલી ઇસનપુર પોલીસનું કહેવું છે કે- ભરતભાઇની પત્નીનું ૧૫મી ઓગષ્ટના રોજ પ્રસુતિ દરમિયાન મોત નિપજ્યું હતુ. જેના આઘાતમાં તેમણે પણ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ.ઔ
લોહતત્વની ઉણપ માતા અને બાળક બન્ને માટે હાનિકારક
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે લોહતત્વની ઉણપથી માતા અને તેના નવજાત શિશુ બન્ને માટે વિપરિત પરિણામો આવી શકે છે. લોહતત્વની ઉણપથી માતા અને નવજાત શિશુ મરણનો ભય તો રહે જ છે. પરંતુ જો બાળક બચી જાય તો શારીરિક ખોડખાપણ કે અન્ય કોઈ વિપરિત અસરોનો ભોગ બનવું પડે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved