Last Update : 21-August-2012, Tuesday

 

અમદાવાદમાં વકરેલો મચ્છરજન્ય રોગચાળો

-સિવિલ કેમ્પસમાં ૨૩ દર્દીઓ

 


-સિવિલ કેમ્પસમાં ડેન્ગ્યૂના નવા ૩ દર્દી

 

૨૦ દિવસમાં મેલેરિયાના ૧૩૯૨ કેસ ઃ રાજ્ય સરકારની ટીમે આવીને હાઈરિસ્ક વિસ્તારોની લીધેલી મુલાકાત

અમદાવાદ, સોમવાર
શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ અને ફાલ્સીપેરમના પ્રકોપથી મ્યુનિ. તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. સિવિલ હોસ્પિટલના જ ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટસના આજના ડેન્ગ્યૂના નવા ૨ સાથે આંકડો ૨૩ને આંબી ગયો છે. આજના કુલ ૩ કેસમાં ૨ તબિબિ વિદ્યાર્થીઓ છે. જ્યારે ૧ એ જ વિસ્તારમાં કામ કરતાં ધોબીનો કેસ હોવાનું જાણવા મળે છે. ગઈ કાલે રવિવારની રજા રદ કરીને મેલેરિયા કર્મચારીઓને કામે લગાડવા પડયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગયા વર્ષની સરખામણીએ મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ચારથી પાંચ ગણો વધારો નોંધાતા ચિંતાની લાગણી ઉદ્ભવી છે. બીજી તરફ રાજ્ય સરકારના આરોગ્ય ખાતાની છ ટીમોએ છએ છ ઝોનમાં ફરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. અર્બન હેલ્થ સેન્ટર, લેબોરેટરીની મુલાકાત લઈ તેની કામગીરી ચકાસી હતી. કેટલાંક દર્દીઓને પણ મળીને તેમને પૃચ્છા કરી હતી. ઉપરાંત ઓગણજ, વેજલપુર, ચાંદખેડા, કાળીગામ, રાણીપ, સરદારનગર, નરોડા રોડ, બહેરામપુરા, સરસપુર સહિતના હાઈરિસ્ક વિસ્તારોની મુલાકાત લઈને માહિતી મેળવી આજે કમિશનરશ્રી ગુરૃપ્રસાદ મહાપાત્ર સાથે બેઠક યોજીને ચર્ચા-વિચારણા કરી હતી.
આ સર્વેક્ષણ દરમ્યાન જાણવા મળ્યું છે કે લોહીના સેમ્પલના પરીક્ષણમાં ૨નું પ્રમાણ સામાન્ય ગણાય છે, પણ અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં ૨.૦૫થી લઈને હાઈરિસ્ક વિસ્તારોમાં આ પ્રમાણ ૪ સુધી પહોંચી ગયું છે. ઉપરાંત ૪૫ ટકા જેટલાં દર્દીઓ તાવ ઉતરી ગયા પછી દવાનો કોર્સ પુરો કરતાં નહીં હોવાની ગંભીર ફરિયાદ પણ સપાટી ઉપર આવી છે.
ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં મ્યુનિ. અને સરકારની ટીમ ગઈ હતી પરંતુ મચ્છરના બ્રિડિંગના મૂળ સુધી પહોંચી શકી ના હતી. આ જ કેમ્પસમાં ગયા વર્ષે ફાટી નીકળેલા રોગચાળા બાદ તંત્રએ દાખવેલી બેદરકારીના કારણે ચાલુ વર્ષે પણ એની એ જ બાબતનું પુનરાવર્તન થયું છે. સફાઈની કામગીરી માટે મ્યુનિ.ના નિવૃત્ત ડે. કમિશનરને રાખ્યા બાદ અને સફાઈનો મોટો રકમનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે. ગયા વર્ષે મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા રાજ્ય સરકાર, મ્યુનિ. કોર્પોરેશન, અને સિવિલ હોસ્પિટલને નોટિસો ફટકારાયા બાદ પણ એ ઘટનામાંથી કોઈએ બોધપાઠ લીધો હોવાનું જણાતું નથી.
જ્યારે મ્યુનિ. કોર્પોરેશનમાં તમામ ઝોનના ડે. હેલ્થ ઓફિસરો માત્ર સફાઈના કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ, બિલો અને મંજુરીની ઝેરોક્ષના ગોટાળા વગેરેમાંથી ઉંચા આવતા નથી. લીંકવર્કરોની સંખ્યામાં ઘટાડો થયો છે. અરસપરસ સંકલનનો પણ અભાવ છે. જેના કારણે રોગચાળાની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને નાગરિકો તેનો ભોગ બની રહ્યાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved