Last Update : 21-August-2012, Tuesday

 

રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે

પાવર ક્ષેત્રની લોનના રિકાસ્ટથી બેન્કોની NPA ચિંતાજનક

મુંબઇ,સોમવાર
છેલ્લા કેટલાક મહિનાઓમાં રૃપિયા ૫૦,૦૦૦ કરોડની લોન રિકાસ્ટ (પુનર્રચના) કરાવા છતાં લોન રિકાસ્ટની ગતિ હળવી થાય તેવું જણાતું નથી. અત્યારસુધી રાજ્ય વીજ બોર્ડોને બેન્કોની રૃપિયા ૩ લાખ કરોડની લોનમાંથી માત્ર એકતૃતિયાઁશ જેટલી લોનનું જ અત્યારસુધી રિકાસ્ટ થયું છે અને રિકાસ્ટની બીજી અનેક દરખાસ્તો આવી રહી છે.ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદકોને પૂરી પડાયેલી લોન્સને મુદ્દે વિશ્લેષકો ચિંતીત છે.
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો ખાનગી ક્ષેત્રની રૃપિયા ૫૬૦૦૦ કરોડની લોન સામે જોખમ રહેલું છે એમ ક્રિસિલે ગયા વર્ષના અંતે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું. તામિલનાડુ તથા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ વીજદરમાં વધારો કર્યો છે છતાં વીજ પૂરવઠા ખર્ચ અને વીજદર વચ્ચે વ્યાપક તફાવત છે. વીજ ક્ષેત્રે રહેલા પડકારોનો સામનો કરવામાં સરકારની આશક્તિને કારણે આગામી બે-ત્રણ વર્ષમાં નોન-પરફોર્મિંગ લોન્સમાં નોંધપાત્ર વધારો થવાની એક રિસર્ચ પેઢીએ તેના અહેવાલમાં શકયતા વ્યકત કરી છે. વીજ ઉત્પાદન ક્ષેત્રે નવી ૪૦-૫૦ જીડબ્લ્યુ ઉત્પાદનક્ષમતા ઉમેરનાર કંપનીઓ પોતાના ઋણની ચૂકવણીમાં નિષ્ફળ જાય તેવી શકયતા રહેલી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
હજુ વધુ રિકાસ્ટ આવી રહ્યું છે એટલું જ નહીં, રિકાસ્ટ થયેલા પોર્ટફોલિઓમાં પણ નિષ્ફળતાઓ આવવાની શકયતા રહેલી છે. ઉદાહરણ તરીકે કિંગફિશર એરલાઈન્સના રૃપિયા ૮૦૦૦ કરોડના બોરોઈંગ્સને રિસ્ટ્રકચર્ડ કરાયા બાદ પણ જુનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૨૫ ટકા કામગીરી કરતી હોવા છતાં એરલાઈન્સે રૃપિયા ૬૫૦ કરોડની ખોટ કરી છે. આમ તેની રિસ્ટ્રકચર્ડ લોનને પણ ભરપાઈ કરી શકશે કે કેમ તે સામે શંકા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
કોર્પોરેટ ડેટ્ રિસ્ટ્રકચરિંગ (સીડીઆર) વિભાગ પાસે આવેલી અરજીઓ પર નજર નાખીએ તો માઈનિંગથી હોટેલ ક્ષેત્રની દરેકે દરેક કંપનીઓ લોનના રિપેમેન્ટમાં હળવાશ માગી રહી છે. જુનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એસબીઆઈએ રૃપિયા ૫૬૦ કરોડ રિસ્ટ્રકચર્ડ કર્યા હતા અને બીજા રૃપિયા ૩૦૦૦ કરોડની યાદી તૈયાર થઈ રહી હતી એમ એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીએ બેન્કના ત્રિમાસિક પરિણામ બાદ જણાવ્યું હતું. આજ રીતે આઈસીઆઈસીઆઈ બેન્કે રૃપિયા ૩૫૦ કરોડ રિસ્ટ્રકચર્ડ કર્યા હતા.
રાજ્ય વીજ બોર્ડોને આપેલી લોન્સમાંથી બેન્ક ઓફ બરોડાએ ચાલીસ ટકા લોન્સ રિસ્ટ્રકચર્ડ કરી છે. રાજ્ય વીજ બોર્ડો પાસેના રૃપિયા ૩૦૦૦ કરોડના ઋણના પેમેન્ટને કેવી રીતે હળવું કરી શકાય તેના પર યુનિયન બેન્ક વિચારી રહી છે. આન્ધ્ર બેન્કની કુલ એસેટસમાં રિસ્ટ્રકચર્ડ લોન્સનો આંક જુન ૨૦૧૨ના અંતે પાંચ ટકા પર પહોંચી ગયો છે જે જુન ૨૦૧૧ના અંતે ૩.૭૦ ટકા રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ના અંતે રિસ્ટ્રકચર્ડ કરાયેલી લોન્સનો ૃઆંક રૃપિયા બે લાખ કરોડ પર પહોંચી જવાનો અંદાજ છે. જુન ૨૦૧૨ના ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોની એસેટ કવોલિટી ઘણી જ કથળી હોવાનું જણાવ્યું હતું. ૨૬ બેન્કોના પરિણામોની કરાયેલી સમીક્ષામાં તેમની કુલ એનપીએમાં વાર્ષિક ધોરણે ૬૨ ટકા વધારો થયો છે જે તેમની કુલ એસેટસના ૩.૫૪ ટકા છે.

લોનનું પુનઃગઠન

બેંક

ચોથો ત્રિમાસિક

પ્રથમ ત્રિમાસિક

-

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

સ્ટેટ બેંક

૫૧૩૪

૫૬૪

બેંક ઓફ બરોડા

૫૧૩૯

૭૭૧

પંજાબ નેશનલ બેંક

૮૫૦૦

૧૨૩૯

ICICI બેંક

૧૧૮૬

૩૫૦

એક્સીસ બેંક

૫૮૮

૬૨૮

યુનિયન બેંક

૩૩૨૬

૧૬૪૧

કેનેરા બેંક

૪૫૦૪

૬૦૧૦

સેન્ટ્રલ બેંક

૭૪૬૭

૨૬૭૪

આંધ્ર બેંક

૨૪૦૦

૭૫૧

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved