Last Update : 21-August-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૯-૮-૨૦૧૨ રવિવારથી તા.૨૫-૮-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

તા. ૨૨થી શરદ ૠતુનો પ્રારંભ થાય છે તેથી આપના આરોગ્યની કાળજી રાખવી. સીઝનલ બિમારી, વાયરલ ઈન્ફેક્શનથી સંભાળવું. વાહન, શાંતિથી, ઘ્યેયથી ચલાવવું. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા, કંટાળો, આળસ અનુભવાય. શારિરીક-માનસીક શ્રમ, થાક અનુભવો. બહાર જવાનો કંટાળો આવે. તા. ૧૯ ઓગસ્ટ, રવિ- સગા સંબંધી-મિત્રવર્ગના, સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૦ સોમ- નોકરી-ધંધાનું કામ વ્યસ્તતાવાળું રહે. તા. ૨૧ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૨ બુધ- સાંસરીક પ્રત્યે ચંિતા, વિવાદ, અશાંતિ. તા. ૨૩ ગુરૂ- શાંતિથી પોતાના કામમાં ઘ્યાન આપવું. તા. ૨૪ શુક્ર- શારિરીક, માનસિક શ્રમ, થાક, કંટાળો અનુભવાય. તા. ૨૫ શનિ- આરોગ્યની કાળજી રાખવી. ગુસ્સો કરવો નહીં.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

આપના નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. યશ-સફળતા મળે, કામ ઉકેલાય. નોકર-ચાકર, કારીગરવર્ગ, ઉપરી અધિકારીથી સાનુકુળતા રહે. બહાર કે બહારગામ જવાનું થાય. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્યથી આનંદ રહે. પરંતુ પત્નીના આરોગ્યની ચંિતા કે સ્વભાવની કર્કરાશીના કરમો તમારા રોજીંદા કામમાં રૂકાવટ-મુશ્કેલ અનુભવો. તમને પણ ગુસ્સો આવી જાય. તા. ૧૯ ઓગસ્ટ, રવિ- કામકાજમાં રૂકાવટ, ચંિતા રહે. ૨૦ સોમ, નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૨૧ મંગળ- કામકાજમાં પ્રગતિ, ફાયદો, લાભ જણાય. ૨૨ બુધ- નોકર-ચાકર, કારીગરવર્ગ, ઉપરી અધિકારી, સહકર્મચારીથી સાનુકુળતા રહે. તા. ૨૩ ગુરૂ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૪ શુક્ર- નોકરી-ધંધાના કામ અંગે રૂકાવટ, ચંિતા રહે. તા. ૨૫ શનિ- સાંસરીક પ્રશ્નમાં રોજીંદા કામમાં ચંિતા જણાય.

 

મિથુન (ક.છ.ધ)

 

આપણા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય પરંતુ મકાન, જમીનના કામકાજમાં, વેપાર-ધંધામાં રૂકાવટ, નાણાંકીય અનુભવાય. સોના-ચાંદી-તાંબાના, કામના પ્લાસ્ટીકના વેપાર ધંધામાં ધંધો, આવક થાય. આકસ્મિક ધંધો થઈ જાય. પુત્ર-પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્યો, યાત્રા પ્રવાસ થાય. તા. ૧૯ ઓગસ્ટ રવિ- બહાર જવાનું થાય. તા. ૨૦ સોમ- નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૧ મંગળ, ચંિતા-ઉચાટ રહે. તા. ૨૨ બુધ- નોકરી-ધંધામાં સાનુકુળતા રહે. આવક થાય. તા. ૨૩ ગુરૂ- કામકાજમાં સફળતા, પ્રગતિ. તા. ૨૪ શુક્ર- વધારાના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૫ શનિ- સાગ સંબંધી, મિત્રવર્ગથી ખર્ચ, ચંિતા રહે.

 

કર્ક (ડ.હ.)

 

હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા- ઉચાટ-ચંિતા ન સહી શકો કે ન કોઈને કહી શકો. ટ્રાવેલ્સના ધંધામાં, મકાન બાંધકામના ધંધામાં, સોના-ચાંદી-તાંબાના- લોખંડના ધંધામાં ધંધો-આવક ન હોવાના કારણે નાણાંકીય ખર્ચ-મુઝવણમાં વ્યવહાર ચલાવવામાં તકલીફ પડે. પત્ની, સંતાન, પરિવારના પ્રશ્ને ચંિતા, બેચેની અનુભવો. તા. ૧૯ ઓગસ્ટ રવિ- વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામની વ્યસ્તતા રહે. તા. ૨૦ સોમ- બહારનું બહારગામનું કામ થાય. તા. ૨૧ મંગળ- નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૨ બુધ- આકસ્મિક ચંિતા-ઉપાધિ-વ્યથા. તા. ૨૩ ગુરૂ- હૃદય-મનને શાંતિ જણાય નહીં. તા. ૨૪ શુક્ર- વાણીમાં મીઠાસ-વ્યવહારમાં નમ્રતા રાખવી પડે. તા. ૨૫ શનિ- ઉતાવળમાં કોઈ નિર્ણય કરવો નહીં.

 

સંિહ (મ.ટ.)

 

આપના યશ-પદ-ધનમાં સાનુકુળ પ્રગતિ જણાય. તમારી મહેનત-દોડધામ સાર્થક થતી જણાય. પુત્ર-પૌત્રાદિકના સહકારથી આપનું કામ સાનુકુળતાવાળું રહે. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. ભૂતકાળની યાદો તાજી થાય. નોકરી-ધંધાના કામ માટે કોઈને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. તા. ૨૨મીએ શરદ ૠતુનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આરોગ્યની કાળજી રાખવી. માતા-પિતાની, વડીલવર્ગના આરોગ્યનું ઘ્યાન રાખવું. તા. ૧૯ ઓગસ્ટ રવિ- વધારાનું કામ ઉકેલાય. તા. ૨૦ સોમ- નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા.૨૧ મંગળ- કામકાજમાં પ્રગતિ, સફળતા. તા. ૨૨ બુધ- કામના ઉકેલથી રાહત. તા. ૨૩ ગુરૂ- નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય. તા. ૨૪ શુક્ર- ઉચાટ-દ્વિગ રહે. તા. ૨૫ શનિ- વડીલવર્ગના પ્રશ્ને, પરિવારના પ્રશ્ને ચંિતા રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

નકારાત્મક વિચારો-ચંિતા-વ્યથા પોતાના પોતાના કુટુંબ, પરિવારના કામકાજ અંગે ચાલ્યા કરે. હરો ફરો, કામકાજ કરો પરંતુ શાંતિથી ઉંઘી શકો નહીં. નોકરી-ધંધાના કામમાં જાવ-આવો પરંતુ કામની એકાગ્રતા જળવાય નહીં. આરોગ્યની અસ્વસ્છતા તમને તેમજ તમારા પરિવારને અસર કરી જાય. હરિફવર્ગના, ખટપટ ઈર્ષા પ્રપંચ કરનારના કારણો નોકરી-ધંધામાં તમે મુશ્કેલી-મુંઝવણ અનુભવો. ધંધો તમારા હાથમાંથી ઓછો થતો જાય. તા. ૧૯ ઓગસ્ટ રવિ- ચંિતા-ખર્ચ-ઉદ્વેગ. તા. ૨૦ સોમ- માનસિક પરિતાપ રહે. તા. ૨૧ મંગળ- શાંતિથી કામકાજ કરવું. તા. ૨૨ બુધ- કૌટુંબિક ચંિતા વ્યથા. તા. ૨૩ ગુરૂ- નોકરી-ધંધાના, ઘર, પરિવારના પ્રશ્નમાં શાંતિ જણાય નહીં. તા. ૨૪ શુક્ર- યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, રસ્તામાં આવતા-જતા સંભાળવું. તા. ૨૫ શનિ- વિવાદ, ચર્ચાથી દૂર રહેવું.

 

તુલા (ર.ત.)

 

તા. ૨૨ ઓગસ્ટથી શરદ ૠતુનો પ્રારંભ થાય છે. તેથી સીઝનલ બીમારી, વાયરલ, ઈન્ફેક્શનથી સંભાળવું. તે સિવાય નોકરી-ધંધાના કામ માટે ખર્ચ થાય, બહાર જવાનું થાય. જુના સંબંધો તાજા થાય. સાંસરીક પ્રશ્નમાં સાનુકુળતા રહે. પરંતુ કૌટુંબિક પ્રશ્નમાં વિવાદ, અપયશ, આપનાથી સંભાળવું. પુત્ર-પૌત્રાદિકના નોકરી-ધંધાની કામગીરી પ્રગતિવાળી સમકુટી રહેવાથી આનંદ રહે. ધર્મકાર્ય, આઘ્યાત્મિકમાં વધારો થાય. તા. ૧૯ ઓગસ્ટ રવિ- આનંદ, ઉત્સાહ રહે. તા. ૨૦ સોમ- ખર્ચ-ચંિતા. તા. ૨૧ મંગળ- સરકારી, કાનૂની કામમાં, બેંકના કામમાં જાગૃત્તિ રાખવી. તા. ૨૨ બુધ- માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. તા. ૨૩ ગુરૂ- કામકાજમાં પ્રગતિ, સાનુકુળતા. તા. ૨૪ શુક્ર- નકારાત્મક વિચારો-ચંિતા-બેચેની અનુભવયા. તા. ૨૫ શનિ- કૌટુંબિક તકલીફ, પરેશાની.

 

વૃશ્ચિક (ન.ય.)

 

ઓ ચંિતા બહાર કે બહારગામ જવાનું થાય. ખર્ચ, નુકસાની, ચંિતા, દોડધામ અનુભવાય. સરકારી, રાજકીય, કાનૂની કામગીરીમાં, બેંકના કામમાં, પરદેશના કામમાં, મકાન-વાહનના પ્રશ્નમાં ખર્ચ-ચંિતા અનુભવાય. પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. પુત્ર-પૌત્રાદિકને વાહન ચલાવવામાં સંભાળવું પડે. સાંસરીક પ્રશ્નમાં તમને ન ગમતા, નિર્ણયમાં મુશ્કેલી અનુભવાય. તા. ૧૯ ઓગસ્ટ રવિ- કામની વ્યસ્તતા રહે. તા. ૨૦ સોમ- નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૨૧ મંગળ- વિલંબમાં પટેલ કામ ઉકેલાય. તા. ૨૨ બુધ- યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં સંભાળવું. તા. ૨૩ ગુરૂ- આકસ્મિક ચંિતા-ઉપાધિ-અશાંતિ. તા. ૨૪ શુક્ર- ઉચાટ-દ્વિગ અશાંતિ પત્ની-સંતાન-પરિવારના પ્રશ્નો રહે. તા. ૨૫ શનિ- હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે.

 

ધન ઃ (ભ.ધ.ફ.ઢ.)

 

નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. આકસ્મિક કોઈ કામ થાય. ફાયદો-લાભ થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. કમિશન, દલાલી, એજન્સીના કામમાં, સીઝનલ ધંધામાં સાનુકુળતા રહે. પરંતુ અનાજ, કરીયાણાના ખાંડના, રૂ, સિમેન્ટના વેપર-ધંધામાં નુકસાન, બગાડ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. સોના-ચાંદીના ધાંધામાં જાગૃત્તિ- સાવધાની રાખવી આંખમાં, પેટ, કમરમાં દર્દપીડાથી સંભાળવું. તા. ૧૯ ઓગસ્ટ રવિ- કામકાજમાં સાનુકુળતા, બહાર જવાનું થાય. તા. ૨૦ સોમ- નોકરી-ધંધાનું કામ ઉકેલાય. તા. ૨૧ મંગળ- રોજીંદા કામમાં સાનુકુળતા. તા. ૨૨ બુધ- આકસ્મિક કોઈ કામ થાય. લાભ થાય. તા. ૨૩ ગુરૂ- નોકરી-ધંધાના કામ માટે કોઈને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. તા. ૨૪ શુક્ર- આરોગ્યની કાળજી રાખવી. તા. ૨૫ શનિ- તન-મન-ધનથી વાહનથી સંભાળવી.

 

મકર (ખ.જ.)

 

આપના હૃદય-મનની પ્રસન્નતા, આનંદમાં વધારો થાય તેવું કામ નોકરી-ધંધામાં જણાય. સરકારી-રાજકીય-આનાકાની કામમાં સાનુકુળતા રહે. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ મિત્રતા થાય. યાત્રા પ્રવાસ થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. પરંતુ વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. બહારનું ખાવાપીવામાં, સીઝનલ બિમારી, ઈન્ફેક્શનમાં પુત્ર-પૌત્રાદિકને બિમારી આવી જાય. તા. ૧૯ ઓગસ્ટ રવિ- શાંતિથી દિવસ પસાર કરી લેવો. તા. ૨૦ સોમ- કામકાજમાં પ્રગતિ, સાનુકુળતા. તા. ૨૧ મંગળ- નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૨૨ બુધ- સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં, ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૩ ગુરૂ- આનંદ ઉત્સાહ રહે. તા. ૨૪ શુક્ર- પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા. તા. ૨૫ શનિ- બહારનું ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા-ઉપાધિના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. ઉંમર લાયક વડીલવર્ગને ખાવાપીવામાં, પોતાના આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડે. રસ્તામાં આવતા-જતા, રસ્તો ક્રોસ કરતાં સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં મહેનત કરવા છતાં કામ ન ઉકેલતા તમે ચંિતા-મુંઝવણ-મુશ્કેલી અનુભવો. કોઈને મળવા જાવ કે તમને કોઈ મળવા આવે પરંતુ ચર્ચા-વિવાદમાં સમય-શ્રમનો વ્યય થાય. તા. ૧૯ ઓગસ્ટ- રવિ- પરિવારનું કામ થાય. તા.૨૦ સોમ- નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-ચંિતા રહે. તા. ૨૧ મંગળ- પોતાની કામગીરીમાં તકલીફ અનુભવો. તા. ૨૨ બુધ- યાત્રા-પ્રવાસ મુલાકાતમાં સંભાળવું પડે. તા. ૨૩ ગુરૂ- નોકરી-ધંધાના કામમાં લોભ-લાલચમાં તકલીફ થાય. તા. ૨૪ શુક્ર- ઉચાટ-ઉદ્વેગ રહે. તા. ૨૫ શનિ- શાંતિથી દિવસ પસાર કરવો પડે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપને શારિરીક-માનસિક અસ્વસ્થતાના કારણે શાંતિ, રાહત, જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા-ઉપાધિ આવી જાય. પુત્ર-પૌત્રાદિકતા-પરિવારના પ્રશ્ને, નોકરી-ધંધાના પ્રશ્ને વિવાદ-અશાંતિ-ચંિતામાં અટવાયેલા રહો. પડવા વાગવાથી, ચક્કરથી, ફેક્ચરથી સંભાળવું. રસ્તામાં આવતા જતા, રસ્તો ક્રોસ કરવામાં વાહન ચલાવવામાં સાવધાની રાખવી. વિવાદ-ઉશ્કેરાટ-ગુસ્સામાં, બોલવામાં તમે મુશ્કેલીમાં મુકાવ. તા. ૧૯ ઓગસ્ટ રવિ- સાધારણ. તા. ૨૦ સોમ- કામકાજમાં વ્યસ્તતા રહે. તા. ૨૧ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૨ બુધ- આકસ્મિક ચંિતા-ઉપાધિ. તા. ૨૩ ગુરૂ- તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. તા. ૨૪ શુક્ર- યાત્રા-પ્રવાસ-મુલાકાતમાં, રસ્તો ક્રોસ કરવામાં સાવધાની રાખવી. તા. ૨૫ શનિ- આક્ષેપ-અપયશ-વિવાદથી સંભાળવું.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

lagnavisha
 

Follow Us

Facebook Twitter
 
 
 

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved