Last Update : 21-August-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૦૮-૨૦૧૨, મંગળવાર
અધિક ભાદરવા સુદ ચોથ - વિનાયક ચોથ
જૈન - મહિનાનું ઘર

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૩ ક. ૧૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ હસ્ત બપોરના ૩ ક. ૫૬ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૩ ક. ૧૬ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાૠતુ રા.દિ.શ્રા./૩૦
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા સુદ ચોથને મંગળવાર.
- વિનાયક ચોથ, સુર્ભિક્ષ.
- વિષ્ટી બપોરના ૨ ક. ૫૦ મિ. સુધી
- મહાપાત વૈદ્યુતિ ૨૨-૪૨ થી ૨૮-૦૮ સુધી.
- જૈન, મહિનાનું ઘર.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૪ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કમિશન, દલાલી, એજન્સીના કામમાં, સીઝનલ ધંધામાં આપને સાનુકૂળતા રહે. ધંધા માટે બહાર જવાનું થાય. નોકરીમાં વ્યસ્તતા રહે.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના, મકાન, વાહનના કામકાજમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઉતાવળ કરવી નહીં.

 

મિથુન ઃ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ખર્ચ થાય. પોતાના અંગત કામમાં વિલંબ થાય. સીઝન સેલના ધંધામાં ચંિતા રહે.

 

કર્ક ઃ પરદેશના, બહારગામના કામની ચંિતા કે અન્ય ચંિતા હળવી થતા રાહત અનુભવો. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.

 

સંિહ ઃ આકસ્મિક ધંધો આવી જાય. આવક થાય. પત્ની-સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી ધંધામાં, વધારાનું કામ કરી શકો.

 

કન્યા ઃ આપને વિચારોની દ્વિધા, સુસ્તી, આળસ, કંટાળો છતાં નોકરી, ધંધાના કામમાં ક્ષણિક કોઈ લાભ, ફાયદો થઈ શકે.

 

તુલા ઃ આપના નોકરી-ધંધાના કામ માટે યાત્રા પ્રવાસ થાય. વ્યવહારિક, સામાજીક કામ થાય. ધર્મકાર્યથી ખર્ચ થાય પરંતુ આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ પ્રતિકૂળ સંજોગો છતાં નોકરી-ધંધાનું, ઘર પરિવારનું કામ થઈ શકે. ધંધો, આવક થાય. સંતાનનું કામ ઉકેલાય.

 

ધન ઃ દ્વિધા-ચંિતા-ઉચાટ તમારા રોજીંદા કામમાં અનુભવો. નોકરી-ધંધાના કામમાં આપને હરિફવર્ગથી રૂકાવટ જણાય.

 

મકર ઃ પત્ની, પુત્ર પૌત્રાદિકના સહકારથી આપનું પોતાનું અંગત કામ તેમજ નોકરી-ધંધાનું કામ સ્વસ્થતાથી કરી શકો.

 

કુંભ ઃ આજે આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળવું પડે. નોકરી ધંધામાં નુકસાન-વિવાદથી સંભાળવું. કાનૂની કામમાં વિવાદ રહે.

 

મીન ઃ સ્વસ્થતાથી તમારું કામ કરી શકો. અન્યને મદદ કરી શકો. નોકરી ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે. પ્રગતિ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૦૮-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ પ્રતિકૂળતામાં રાહત આપનારું રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પિતૃપક્ષની, વડીલવર્ગની ચંિતા જણાય. નોકરી-ધંધાના કામમાં, પ્રગતિમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો. ભાગીદારીવાળા ધંધામાં નુકસાન-વિવાદ થાય.

 

- વર્ષારંભે ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, શુભકામ થાય. સંતાનના વિવાહ લગ્નના, વિદ્યાભણતરનો ખર્ચ થાય, નાણાંકીય ખેંચ-મુંઝવણ છતાં પ્રસંગ ઉકેલાતા આપ હળવાશ રાહત, શાંતિ અનુભવો.

 

- નવા નવા ધંધામાં, નોકરીમાં પ્રારંભમાં યશ, સફળતા મળે, આવક થાય, પરંતુ વર્ષાંતે ચંિતા, નુકસાન-મુંઝવણ-વિવાદના ચક્કરમાં અટવાઈ પડો.

 

- પત્ની-સંતાનના સહકારથી, ભાગ્યબળથી મકાન, વાહનની કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય.

 

- સ્ત્રી વર્ગને વર્ષ આનંદ-ઉત્સાહનું રહે. પરંતુ વર્ષાંતે પિતૃપક્ષની ચંિતા રહે.

 

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે સમયનો વ્યય કરવો નહીં

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શિક્ષક છગને ટેલિફોનમાં લલ્લુના પપ્પા મગનને કહ્યું, ‘‘તમારો દિકરો ભણવામાં સાવ ઠોઠ છે...’’
‘‘બને નહીં, સાહેબ !’’ મગને કહ્યું, ‘‘એની રિપોર્ટ નોટ વાંચો તો !’’
શિક્ષક છગને ફોન પર વિષયવાર માકર્સ કહ્યા, ‘‘સાયન્સમાં ૭ માર્ક, ઈંગ્લીશમાં ૮ માર્ક, ગુજરાતીમાં ૪ માર્ક અને મેથ્સમાં ૬ માર્ક, ટોટલ ૨૫ માર્ક...’’
‘‘સાહેબ,’’ પપ્પા મગને કહ્યું, ‘‘ટોટલ તો ઘણો સારો છે... પચ્ચીસ માર્ક... આટલા તો એને કદી મળ્યા જ નથી... તો પછી સાહેબ, તમે એને ઠોઠ કઈ રીતે કહી શકો ?’’

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved