Last Update : 20-August-2012, Monday

 

કૌલસા કૌભાંડથી મનમોહનની સાફ છબિ ખરડાઇ

ડો. મનમોહન સિંહ હસ્તક રહેલા કોલસા મંત્રાલય દ્વારા કોલ બ્લોકની હરાજી વગરની ગેરકાયદેસર ફાળવણીમાં ૧.૮૬ લાખ કરોડ રૃપિયાનું થયેલું નુકસાન યુપીએના બન્ને કાર્યકાળ દરમ્યાનનો સૌથી મોટો કાળો ધબ્બો ગણવામાં આવી રહ્યો છે

સ્પેક્ટ્રમ કાંડ હોય કે કોમનવેલ્થ ગેમ્સ વખતે થયેલી ગેરરીતિ, ડો. મનમોહન સિંહને ફક્ત એક નબળા શાસક તરીકે જ ગણવામાં આવતા હતા અને એ દરમ્યાન જ કોંગ્રેસે સરકાર બચાવો આંદોલન તરીકે વડાપ્રધાનની સાફ સુથરી છબીને આગળ ધરીને નુકસાન ઘટાડવાની કોશિશ કરી હતી. વિપક્ષના આક્રમક અંદાજ સામે ગમેતેમ કરીને આ સરકારે પોતાની હાલકડોલક થતી હોડીને કિનારા સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી.
હવે ખુદ વડાપ્રધાનના સંચાલન હેઠળ રહેલા કોલસા મંત્રાલયના કાર્યકાળ દરમ્યાન થયેલી હરાજી વગરની ગેરકાયદેસર કોલ બ્લોકની ફાળવણીમાં થયેલા છબરડાં આ હોડીમાં એક મોટું ગાબડું પાડવા માટે સક્ષમ છે. આ કારણે જ હવે કહી શકાય કે કોંગ્રેસ હાઇકમાન્ડ અને યુપીએના સાથી પક્ષોએ એક પછી એક બચાવ તૈયાર રાખવા પડશે અને શુક્રવારે કેગ દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ એની શરૃઆત પણ થઈ ગઈ છે.
૧.૮૬ લાખ કરોડ રૃપિયા. આ રકમ એટલી મોટી છે કે જો એનો સીધો લાભ સરકારને થયો હોત તો એના ખર્ચથી આવનારા ૧૪ વર્ષ સુધી સ્વાસ્થ્ય માટેના કેન્દ્રીય સરકારના બજેટ વિશે ચિંતા ન કરવી પડી હોત. એ જ રીતે દેશના બાળકોને આવતા આઠ વર્ષ સુધી શિક્ષણ મળી રહ્યું હોત. કોંગ્રેસના પ્રવક્તા કે ખુદ ડો. મનમોહન સિંહ સહિતના તમામ વ્યક્તિઓ કેગના રિપોર્ટને ગેરમર્ગે દોરી જનારા અહેવાલ તરીકે ગણાવે, પણ એક વાત તો ચોક્કસ છે કે ખાનગી કંપનીઓને ફાળવવામાં આવેલી કોલસાની ખાણ એટલા પ્રશ્નો લઈને આવી છે કે એમાંથી બહાર નીકળવું જ સૌથી મોટા પરાક્રમને પાર પાડવા જેવું રહેશે.
સંસદના ચોમાસુ સત્રની શરૃઆતમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે યુપીએના બીજા શાસનકાળને નાજાયઝ ઠરાવ્યું હતું અને કોંગ્રેસના સર્વેસર્વા ગણવામાં આવતા સોનિયા ગાંધીએ અભૂતપૂર્વ વિરોધ અને ગુસ્સો બતાવ્યો હતો ત્યારે વિપક્ષે પીછેહઠ કરવી પડી હતી.
જોકે હવે મંગળવારથી શરૃ થતા આગામી સેશનમાં વિપક્ષના તીખા અને આકરા પ્રહારો સામે બે-બે હાથ કરવા યુપીએ સરકારે તૈયાર રહેવું પડશે એ તો ચોક્કસ છે.
શુક્રવારથી જ બીજેપી અને સીપીએમ દ્વારા એક જ વાતનું રટણ ચાલી રહ્યું છે કે વડાપ્રધાને ઓફિસને કોઈ પણ ભોગે અલવિદા કહેવું જોઈએ. એક વાત જે યુપીએ સરકાર સાથે સંકળાયેલા તમામ લોકોને ખૂંચતી હશે એ એ છે કે આ બાબતે કોઈ પણ રક્ષણાત્મક દલીલ ઘણી ટેક્નિકલ છે અને ખરડાયેલી લોકલાગણી પર મલમપટ્ટી માટે એ અધૂરી જ નીવડશે. આ ઉપરાંત અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ દલીલો વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો જેટલી મજબૂત નહીં હોય એ પણ ચોક્કસ છે.
અદાણી, એસ્સાર ગુ્રપ, આર્સેલર મિત્તલ, ડીબી ગુ્રપ, જિન્દાલ અને ટાટા સ્ટીલ જેવી ખાનગી કંપનીઓને ફાળવવામાં આવેલી કોલસાની ખાણના બ્લોક માટે સરકારના કાયદા મંત્રાલય અને કોલસા મંત્રાલય વચ્ચેની પણ તકરારો બહાર આવી છે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની હરાજી વગર આ ફાળવણી મુદ્દે બચાવ કરવામાં આવ્યો છે કે જો ટેન્ડર મગાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હોત તો એમાં માઇનિંગને લગતા કાયદામાં ધરખમ ફેરફારો કરવા પડયા હોત. આ આખી પ્રક્રિયાને ખૂબ જ લાંબી ગણી પાવર ઇન્ડસ્ટ્રીમાં કોલસાની વધતી જતી માગણી વિરુદ્ધ લેવામાં આવેલા પગલા તરીકે જોવામાં આવી હતી. જોકે ગેરરીતિને ડામવા માટે કાયદા મંત્રાલયે બીજા વિકલ્પો પર પણ ધ્યાન દોર્યું હતું. એ બાબતે કોલસા મંત્રાલય સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત પણ થઈ હતી. એવું પણ નહોતું કે એક વખત આપેલી સલાહ બાદ પણ એ દિશામાં કામ ન થયું તો કાયદા મંત્રાલયે પડતું મૂક્યું હતું.
કાયદા મંત્રાલયે ૨૦૦૪ બાદ ૨૦૦૬માં પણ આ જ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી અને જણાવવામાં આવ્યું હતું કે વધુ પારદર્શક પ્રક્રિયાની જરૃરિયાત છે, પણ કોલસા મંત્રાલયને વધુ એક વખત વિચાર કરવાની જરૃરિયાત નહોતી લાગી. એક રીતે આ બાબત પૂરેપૂરી સાબિતી આપે છે કે આ આખા કૌભાંડને એક નહીં તો બીજી રીતે કોલસા મંત્રાલયની છડેચોક નિષ્ફળતા તરીકે ગણી શકાય. જે પગલાં નિયમોમાં થોડા ફેરફારો કરીને લઈ શકાયા હોત એની અવગણના કરવાથી આ આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમ કહી શકાય.
કુહાડીને કોઈ પણ સંજોગોમાં શોધી એના પર પગ વારંવાર પછાડવા જેવી આ વાત કહી શકાય. જે કોલસો આ ખાનગી કંપનીઓ તેમને ફાળવવામાં આવેલી ખાણમાંથી કાઢી શકશે એ આવતા પચીસ વર્ષ સુધી ૫૦,૦૦૦ મેગા વોટના વિજ-ઉત્પાદન પૂરતો છે અને વિજસંકટની લટકતી તલવાર સામે ઝઝૂમવા એ કેટલી આધારભૂત નીવડી શકે એનો તાળો મેળવવા માટે મહાન ગણિતશાસ્ત્રી હોવાની જરૃર નથી.
ભ્રષ્ટાચારના મુદ્દે ડો.મનમોહન સિંહની સરકાર અત્યારે કાદવમાં ખૂંપી ગયેલી હોય એમ કહી શકાય. જેટલી પણ કોશિશ એમાંથી બહાર નીકળવાની થઈ રહી છે એટલા જ તેઓ અંદર ફસાતા જઈ રહ્યા છે.
આ વર્ષે પંજાબ અને ગોવામાં તો કોંગ્રેસ અને યુપીએના સાથીદારોએ થપાટ ખાધી જ છે અને હવે તેમની નાક બચાવવાનો સવાલ આવી ગયો હોય એવું કહી શકાય. એમાં પણ કોંગ્રેસ માટે જે રાજ્યો ગઢ ન કહી શકાય એવા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ ડિસેમ્બર મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે.
અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે આસામ તથા ઉત્તર-પૂર્વીય રાજ્યોના નાગરિકોની સલામતી અને મુસ્લિમો સામે આક્રમક વિરોધ તથા ભૂતકાળના ભ્રષ્ટાચારના મુદ્દાઓ નરેન્દ્ર મોદી માટે ચૂંટણીમાં કોંંગ્રેસને આડે હાથ લેવાના હથિયાર જેવા હશે. જોકે હવે ખુદ વડાપ્રધાનને જ સૌથી મોટા કૌભાંડના સુત્રધાર તરીકે ઠરાવી તેમની સામેના ચૂંટણીપ્રચાર બાદ લોકલાગણીને પોતાના તરફ વધુ મજબૂત કરવાનો તેમનો પૂરેપૂરો પ્રયાસ રહેશે.
આ ઉપરાંત ઘણા નિષ્ણાતોના મત મુજબ ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણીને અણ્ણા હઝારેની ચળવળ બાદ પ્રતિષ્ઠા પાછી મેળવવા માટેની કોંગ્રેસની છેલ્લી તક ગણવામાં આવે છે અને એની પૂરેપૂરી અસર ૨૦૧૪માં આવી રહેલા લોકસભાની ચૂંટણી પર પણ પડશે એ પણ એક હકીકત તરીકે સ્વીકારવામાં આવી છે.
જોકે ડિસેમ્બરમાં બીજેપીની જીત થશે તો કોંગ્રેસના પહેલાંથી જ કપરાં ચઢાણ વધુ અઘરા બનતા જશે અને એમાં આ કૌભાંડો મરણતોલ પ્રહાર ન બની જાય એ રીતે તૈયારી કોંગ્રેસે અત્યારથી કરવી રહી.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved