Last Update : 20-August-2012, Monday

 

સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ

 

- વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે સાબરમતી જેલના ૩૦ જેટલા કેદીઓ ફોટોગ્રાફીની તાલીમ બાદ સર્ટિફીકેટ મેળવીને રોજગારી મેળવવા માટે તેઓ ફોટોગ્રાફીને વ્યવસાય બનાવી સમાજમાં સ્વનિર્ભર બની શકશે.

૧૯મી ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવાય છે. ત્યારે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે સાબરમતી જેલના ૩૦ કેદીઓએ મેળવેલી ફોટોગ્રાફીની તાલીમ બાદ તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફીમાં પોતાના પગ માંડી શકશે. છેલ્લા એક વર્ષથી શહેરની એક સંસ્થા દ્વારા જેલના ૩૦ જેટલા કેદીઓને ફોટોગ્રાફી વિશે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં કેમેરાના પ્રકાર, લાઇટંિગ, એન્ગલ તથા કેમેરાના વિવિધ ફંક્શન વિશે માહિતગાર કરવામાં આવતા હતા. ઉપરાંત નવા ડિઝિટલ કેમેરાના ફંક્શન વિશે નોલેજ આપવામાં આવતુ હતું. એક વર્ષ બાદ આ તમામ કેદીઓને ફોટોગ્રાફીનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. જેથી કેદીઓ ફોટોગ્રાફીને પોતાનો વ્યવસાય બનાવીને રોજગારી મેળવી શકશે.
આ અંગે આકાશ અગ્રવાલ કહે છે કે, જેલના કેદીઓ સજા ભોગવ્યા બાદ સમાજમાં પરત ફરે ત્યારે સ્વનિર્ભર બને તે માટે તેમને ફોટોગ્રાફીની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. આજે તેમની તાલીમને એક વર્ષ થઇ ચુક્યું છે. આ તમામ કેદીઓ અત્યારે સારી ફોટોગ્રાફી કરી શકે છે તથા એક પ્રોફેશનલ ફોટોગ્રાફર જેટલું નોલેજ પણ ધરાવે છે. કેમેરાના ફંક્શનથી માંડીને સબજેક્ટ એન્ગલ અને લાઇટંિગ આ તમામ બાબતોથી તેઓ માહિતગાર છે. ફોટોગ્રાફી ક્ષેત્રમાં આગળ વઘીને તેઓ સ્વનિર્ભર બની શકશે અને સમાજમાં પણ સ્થાન મેળવી શકશે.
આ અંગે ઘનશ્યામભાઇ રાઠોડ કહે છે કે, ફોટોગ્રાફી વિશે મનેં થોડુ ઘણું નોલેજ હતું. પણ કેમેરા ક્યારેય હાથમાં પકડ્યો હતો નહીં. જેલમાં સજા કાપવાની સાથે ઘણુ શીખવા મળ્યું છે. જે વસ્તું રોજબરોજ આપણી નજર સામે હોવા છતાં આપણે તેને ઓપરેટ નથી કરી શકતા એવા કેમેરા ઓપરેટ કરવાની મજા અલગ જ છ.ે વ્યક્તિ ધારે તો ફોટોગ્રાફીના માઘ્યમથી સારી આવક મેળવી શકે છે. એક વર્ષની તાલીમમાં મને ફોટોગ્રાફીની મોટાભાગની તાલીમ મળી છે. કેમેરાની અંદર પણ એનેક વસ્તુઓ છુપાયેલી છે પણ ફોટોગ્રાફી કરતાં પહેલા આ તમામ ફંક્શન શીખવા જરૂરી છે. એન્ગલ, લાઇટ, ફોટોગ્રાફીના મહત્વના અંગો છે અને આ ઉપરાંત સારા ફોટોગ્રાફ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ પણ અમને શીખવામાં આવ્યું છે. આ એક વર્ષ દરમિયાન ફોટોગ્રાફર પ્રાણલાલ મહેતાએ અમને ફોટોગ્રાફીના સફળ અનુભવોથી વાકેફ પણ કર્યા હતા.
જ્યારે મોહમ્મદ સલીમ કહે છે કે, ફોટોગ્રાફી એ એક આર્ટ છે જે માનસિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની વાત આવે ત્યારે તમારા સંયમની કસોટી લેવાતી હોય એવું લાગે છે. કારણ કે તેમાં કેમેરો તો તમારા હાથમાં હોય છે પણ કેમેરા સિવાયની તમામ હલચલ તમારા સબજેક્ટના હાથમાં હોય છે. નોર્મલ ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફરને સમય મળી રહે છે. જ્યારે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં સેકન્ડોની રમત હોય છે. મારી એવી ઇચ્છા છે કે હું પણ એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનું. છેલ્લા એક વર્ષમાં ફોટોગ્રાફી ક્ષેત્રની તમામ બાબતો વિશે માહિતગાર થયો છું એક ફોટો ખેચવા માટે એક ફોટોગ્રાફર કેટલું સઘર્ષ કરે છે તેવી તમામ બાળતો જેલમાં રહીને શીખવા મળી છે.
જો કે, જેલમાં સજા ભોગવી રહેલા મોટાભાગના કેદીઓ જેલામાં જેલ સુઘારણા કાર્યક્રમ હેઠળ કંઇ ને કંઇ વ્યવસાય કે તાલીમ મેળવતા હોય છે. ત્યારે ફોટોગ્રાફીના માઘ્યમ દ્વારા ફોટોગ્રાફીની તાલીમ લીઘેલા કેદીઓ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા અને સ્વનિર્ભર થવા માટે ફોટોગ્રાફીને પોતાનો વ્યવસાય બનાવી શકશે. જો કે, આ તમામ કેદીઓને ફોટોગ્રાફીની તાલીમનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved