Last Update : 20-August-2012, Monday

 
 

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતના સિનિયર બેટ્સમેનના અણધાર્યા ગુડબાયથી અનેક પ્રશ્નો સર્જાયા છે

 

ગાંગુલીની ધોનીને સલાહઃ કેપ્ટને તેના ખેલાડીઓ સાથે વાત કરવા હંમેશા તૈયાર રહેવું જોઇએ

ભારતીય બોર્ડની પણ પરદા પાછળની ભુમિકા અંગે આશંકા

કોલકાતા,તા.૧૯
ભારતના દિગ્ગજ બેટ્સમેન લક્ષ્મણે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી અગાઉ અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દેતા ક્રિકેટ વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૃ થઇ છે. ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ વિવાદ સર્જે તેવી કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, કેપ્ટન ધોનીના અને પસંદગીકારોના વર્તનને કારણે લક્ષ્મણ નારાજ હતો અને તેના જ કારણે તેણે અચાનક આવો આકરો નિર્ણય લઇ લીધો હતો.
ક્રિકેટના કેટલાક વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બીસીસીઆઇએ પણ અંદરખાને લક્ષ્મણને એવો સંકેત આપી દીધો હતો કે ન્યુઝીલેન્ડ સામેની આ શ્રેણી તેની કારકિર્દીની અંતિમ શ્રેણી છે, જેના કારણે રોષે ભરાયેલા લક્ષ્મણે સામે ચાલીને શ્રેણી અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ લક્ષ્મણની નિવૃત્તિ બાદ ફરી વખત કેપ્ટન ધોની પર નિશાન સાધ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, નિવૃત્તિની પત્રકાર પરીષદમાં લક્ષ્મણને એવું કહેવું પડયું કે કેપ્ટન ધોની સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ સ્થિતી નિરાશાજનક છે. કોઇ પણ કેપ્ટને તેના તમામ ખેલાડીઓ સાથે વાત કરવા માટે ૨૪ કલાક ઉપલબ્ધ રહેવું જોઇએ. તેણે સામે ચાલીને તેમની સાથે વાત કરવી જોઇએ. જો કે આ કોમેન્ટ બાદ એ વાત તો સ્પષ્ટ છે કે કેપ્ટન ધોનીએ તેના સિનિયર સાથી લક્ષ્મણને પુરતું સમર્થન પુરૃ પાડયું નહતુ. જો કે વિવાદ સર્જાયા બાદ ગાંગુલીએ ેફેરવી તોળતા કહ્યું હતુ કે, લક્ષ્મણને ધોનીનું સમર્થન મળતું નહતુ તેવું તો મેં કહ્યું જ નહતું.
ગાંગુલીએ તો શ્રીકાંતની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ પર પણ નિશાન સાધતા કહ્યું હતુ ક ે, લક્ષ્મણે તત્કાળ અસરથી નિવૃત્તિ લઇને પસંદગીકારોને સ્પષ્ટ અને સજ્જડ સંદેશો આપ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીને ફેરવેલ સિરિઝ તરીકે લેવાને બદલે તેમાં યુવા ખેલાડીને તૈયાર થવાનો મોકો આપ્યો છે. આ તેના માટે મુશ્કેલ નિર્ણય હતો પણ તેણે ગૌરવભેર તેને અપનાવ્યો હતો. તેને આ પ્રકારનો નિર્ણય લેવા બદલ સલામ કરવી પડે. દેશના અને ટીમના હિતમાં તેણે વ્યક્તિગત સન્માન કે ગૌરવનો વિચાર કર્યા વિના અચાનક જ ક્રિકેટને ગુડબાય કહી દીધુ હતુ.
ચીફ સિલેક્ટર શ્રીકાંતની મુખ્ય કમજોરી કોમ્યુનિકેશન છે તેમ ગણાવતા ગાંગુલીએ કહ્યું કે, પસંદગીકારોએ અગાઉથી જ લક્ષ્મણને જણાવી દેવું જોઇએ કે તેઓ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીને તેની ફેરવેલ સિરિઝ તરીકે જોઇ રહ્યા છે. લક્ષ્મણ જેવો સિનિયર ખેલાડી માત્ર બે ટેસ્ટની શ્રેણી માટે સખત ફિટનેસ ટ્રેનિંગ કરે તેવી અપેક્ષા રાખી ન શકાય.
પસંદગીકારોએ ઇશારામાં જ આ વાતને હજુ હમણાં જ વ્યક્ત કરી હતી. મને લાગે છે કે પસંદગીકારોના આ પ્રકારના વર્તનને કારણે જ લક્ષ્મણને આઘાત લાગ્યો હશે. કેટલાક ક્રિકેટ ચાહકો માને છે કે , બોર્ડના વલણથી પણ લક્ષ્મણ નારાજ હતો, જેના પરિણાંમે તેણે તત્કાળ આ નિર્ણય લીધો હતો.
તાજેતરમાં ભારત ઈંગ્લેન્ડ અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નાલેશીભર્યા દેખાવ સાથે હાર્યુ હતુ. બંને પ્રવાસમાં ભારત એક પણ ટેસ્ટ જીત્યું હતુઅને હરિફ ટીમે ક્લિન સ્વિપ કરી હતી. જો કે તે નિષ્ફળતા માટે દ્રવિડ અને લક્ષ્મણ જેવા સિનિયરોને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.ગાંગુલીએ ઊમેર્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હું કોમેન્ટેટર તરીકે હતો. ત્યાંની ગ્રીન ટોપ વિકેટ પર ઇશાંત ચાર ટેસ્ટમાં માત્ર ચાર જ વિકેટ લઇ શક્યો છતાંતેની સામે કોઇએ આંગળી ના ચિંધી અને એકમાત્ર લક્ષ્મણને ટાર્ગેટ કરવામાં આવ્યો. કોઇની હકાલપટ્ટી માટે ઉંમરને ધ્યાનમાં ન લેવી જોઇએ. આ પોલીસીથી તમે સારી ટીમ તૈયાર ન કરી શકો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved