Last Update : 23-July-2012, Monday

 

ખાડે ગયેલા અર્થતંત્રને બેઠું કરવા નાણામંત્રી A To Z પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ખરા ?

 

નાણાં મંત્રી તરીકે ત્રીજી ઇનિંગ્સ ખેલી રહેલા પી. ચિદમ્બરમના માથે આ વખતે તો કાંટાળો તાજ છે. માંદા પડેલા અર્થતંત્રને બેઠું કરવા તેમણે એકાદ બે નહિ બલ્કે અઢળક પગલા ભરવાના છે. વૈશ્વિક સ્તરની અને ઘરઆંગણાની પ્રતિકૂળતાને લઈને હાલ અર્થતંત્રની સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્ર પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તો બીજી તરફ રોકાણકારો પણ શેરબજારથી દૂર થઈ ગયા છે. અર્થતંત્રની જેમ શેરબજારને પણ ચેતનવંતુ બનાવવા પણ નાણામંત્રીએ કમર કસવી પડશે. આ ઉપરાંત ઊંચા વ્યાજદર, ફુગાવો, કાળું નાણું, ટેક્સ વિવાદ, રીટેલ ક્ષેત્રે એફડીઆઇ સહિતની અનેક પ્રતિકૂળતાઓ દૂર કરીને નાણામંત્રીએ અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવાની છે.
અત્રે નાણાંમંત્રીએ કઈ કઈ પ્રતિકૂળતાઓને નાથવા કમર કસવી પડશે તેની A To Z યાદી રજૂ કરાઈ છે. આપણે ઇચ્છીએ કે નાણામંત્રી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે અને અર્થતંત્રની ગાડી ઝડપથી પાટા પર ચઢી જાય.
AGRICULTURE & વરસાદની ખેંચ, દુકાળ જેવી સ્થિતિના કારણે કૃષિ ક્ષેત્ર પર ગંભીર અસર થવા પામી છે. ભારતની કુલ વસતિના બે તૃતિયાંશ લોકો એટલે કે ૮૦૦ મિલિયન ભારભર્યા કૃષિની આવક પર નભે છે.
BLACK MONERY ઃ ઘણા લાંબા સમયથી કાળા નાણાંનો મુદ્દો દેશના અર્થતંત્રને ખોખલું કરી રહ્યો છે. આ મુદ્દે સરકાર પણ ભીંસમાં મૂકાઈ છે. હાલમાં જ આ મુદ્દે સંસદનું સત્ર ખોરવાઈ જવા પામ્યું હતું.
COALITION & જોડાણોવાળી સરકારના કારણે વારંવાર રાજકીય અસ્થિરતા ડહોળાતી હોય છે જેના કારણે અર્થતંત્રને સ્પર્શતા મહત્ત્વના નીતિવિષયક નિર્ણયો લેવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.
DOWNGRADE & ઘર આંગણાની અને વૈશ્વિક પ્રતિકૂળતાના કારણે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાઈ ગઈ છે અને અનેક મુદ્દે પીછેહઠ થવા પામી છે. જેના પગલે વૈશ્વિક રેટિંગ એજન્સી દ્વારા ભારતના રેટિંગને ડાઉનગ્રેડ કરવાની ચીમકી અપાઈ છે.
EMI ઃ ઉંચા વ્યાજદરને કારણે તમામ પ્રકારની લોનનો માસિક હપ્તો વધતો ને વધતો જ જાય છે જેના કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.
યુરો ઝોનની દેવા કટોકટીની ભારતના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે.
FDI & રીટેલ ક્ષેત્રે એફડીઆઇના મુદ્દે લાંબા સમયથી કોકડું ગુંચવાયેલું છે. અનેક મતમતાંતરના કારણે આ મુદ્દે હજુ સુધી ચોક્કસ નિર્ણય લઈ શકાયો નથી.
GDP & સંખ્યાબંધ નકારાત્મક પરિબળોના કારણે અર્થતંત્રને સ્પર્શતા તમામ પરિબળો નકારાત્મક બન્યા છેેે જેના કારણે જીડીપી વૃદ્ધિદરમાં પણ પીછેહઠ થઈ છે અને આગામી સમય માટે પણ નીચો લક્ષ્યાંક રજૂ કરાયો છે.
GAAR & જનરલ એન્ટી એવોઇડન્સ રૃલ (ગાર)ની દરખાસ્ત રજૂ થઈ ત્યારથી આ મુદ્દે અનેક પ્રતિકૂળતાઓ સર્જાઈ છે. આ મુદ્દાને લઈને એફઆઇઆઇ પણ નિરાશ થઈ છે.
HOUSEHOLD INCOME & ખાદ્ય ચીજવસ્તુઓ સહિત અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થવાના કારણે ખર્ચમાં સતત વધારો થયો છે. બચત નામનો શબ્દ હવે અદ્રશ્ય થઈ ગયો છે.
INFLATION & સતત વધતા ફુગાવાને અંકુશમાં રાખવા રિઝર્વ બેંક દ્વારા સતત ૧૩ વખત ચાવીરૃપ દરોમાં વધારો કરાયો હોવા છતાં ફુગાવો અંકુશમાં આવ્યો નથી.
JOBS & વિવિધ પ્રતિકૂળતાઓની કોર્પોરેટ ક્ષેત્ર તેમજ નાના- મોટા ધંધા રોજગાર પર અસર થતા છટણીમાં થયેલો વધારો, બીજી તરફ બેરોજગારી પણ વધી.
KEYS To GROWTH & સંખ્યાબંધ નકારાત્મક પરિબળોથી તમામ ક્ષેત્રની વૃદ્ધિ પર થયેલા પ્રતિકૂળ અસર પુન વૃદ્ધિ માટેની ચાવી માટે હવે નાણાંમંત્રીની નજર.
LOAN & ઉંચા વ્યાજદરના કારણે તમામ પ્રકારની લોન મોંઘીદાટ બની છે. જેના પગલે સંખ્યાબંધ વિસ્તરણ યોજનાઓ ખોરવાઈ ચૂકી છે.
MONSOONS & જૂન માસથી શરુ થયેલી ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાઈ જતા દેશના કેટલાક ભાગમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે, તાજેતરમાં થયેલા વરસાદથી થોડી રાહત થઈ છે પણ સમૂળગું ચિત્ર બદલાયું નથી.
NPA & સતત ઉંચા વ્યાજદરને કારણે લોન મોંઘીદાટ બનતા ડિફોલ્ટરની સંખ્યામાં વધારો થવા સાથે બેંકોની એનપીએમાં (નોન પરફોર્મિંગ એસેટ્સ) પણ અસહ્ય વધારો થતા સર્જાયેલું પ્રતિકૂળ વાતાવરણ.
OPEN LETTERS & સ્વચ્છ વહીવટ માટે રાજકારણીઓએ સંયુક્ત રીતે સરકારને સમક્ષ ખુલ્લી માંગણી કરી હતી. તેમાં બિઝનેસના હિત જાળવવાની પણ રજૂઆત હતી છતાં આજે ચિત્ર ઘૂંઘળું જ છે.
PLOICY PARALYSIS ઃ રાજકીય અસ્થિરતાભર્યા વાતાવરણના કારણે નીતિ વિષયક નિર્ણય લેવામાં ઢીલના કારણે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર
પેટ્રોલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું તો બીજી તરફ ઓટો સેક્ટર પર ગંભીર અસર.
QUARTERLY GROWTH & વિવિધ પ્રતિકૂળતાને કારણે કોર્પોરેટ ક્ષેત્ર તેમજ અર્થતંત્રનો ક્વાર્ટરલી ગ્રોથ (ત્રિમાસિક વૃદ્ધિ) ખોરવાઈ ગઈ. જાન્યુઆરી- એપ્રિલ ત્રિમાસિકમાં તે ૫.૩ ટકાની ૧૦ વર્ષની નીચી સપાટીએ.
RUPEE & વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો તળિયાની સપાટીએ ઉતરી ગયો. જેના કારણે સરકારને તથા કોર્પોરેટ ક્ષેત્રને ભારે નુકસાન.
SENSEX & નીતિ વિષયક નિર્ણયના અભાવે તેમજ વૈશ્વિક પ્રતિકૂળતાઓ પાછળ શેરબજારમાં મંદી, રોકાણકારોને ભારે નુકસાન થતા વિશ્વાસની કટોકટી.
TURN AROUND & નાણાં મંત્રી તેમજ સરકારે ખાડે ગયેલા અર્થતંત્રને બેઠું કરવા ચોક્કસ નિર્ણય લેવો પડશે. આ નિર્ણય તમામ સ્તરે ટર્નએરાઉન્ડ માટે મહત્ત્વના પુરવાર થશે.
UNDER RECOCERIES & સરકાર હસ્તકની રિફાઇનરીઓ જે બળતણ વેચે છે તે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે વેચે છે જેના કારણે ડિઝલ- પેટ્રોલ પરની સબસીડીનું ભારણ વધતું જાય છે.
VODA PHONE & વોડાફોન- હચ સોદાના મુદ્દે ઉદ્ભવેલી ટેક્સની પ્રતિકૂળતાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ નારાજ. કેટલાક દેશોએ રોકાણ પાછું ખેંચવાની આપેલી ચીમકી.
WAL MART & અમેરિકન સુપરસ્ટોર એશિયાના ત્રીજા ક્રમાંકના મોટા અર્થતંત્રમાં પ્રવેશવા તૈયાર, પરંતુ નીતિ વિષયક નિર્ણયોના અભાવે ઉદભવેલ પ્રતિકૂળ સ્થિતિ.
X-FACTOR & નિકાસ ક્ષેત્રે સ્પર્ધાત્મક સ્થિતિને વેગ આપવા બનતા તમામ પગલા ભરવા અનિવાર્ય.
YELLOW METAL & ભારત સમગ્ર વિશ્વમાં સોનાની સૌથી વધુ આયાત કરે છે. જેના પગલે હુંડિયામણનો પ્રશ્ન ઉદ્ભવતો સરકાર માટે ચિંતાનો વિષય છે. રિઝર્વ બેંકે પણ તાજેતરમાં સોનાના સામાજિક વ્યવહારો ઘટાડવા તાકીદ કરી હતી.
ZUKERBERG GENERATION & માર્ક ઝુકરબર્ગની શોધ ફેસબુક પર ભારતનો ૨૫ વર્ષથી અંદરનો અડધો અઢધ યુવાવર્ગ જોડાયેલો છે. આ ઇન્ટરનેટ જનરેશનની શક્તિનો ઉપયોગ કરવા નાણાં મંત્રાલયે સંશોધનાત્મક ઇનોવેટીવ પગલા ભરવા જોઈએ.

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved