Last Update : 23-July-2012, Monday

 

કોમોડિટી કરંટ

સોનાની આયાતમાં ૩૦ ટકા ઘટાડાની સંભાવના

વૈશ્વિક બજારોમાં મજબૂતીના સંકેતો ઉપરાંત સટોડિયાઓએ જ ભારે માત્રામાં નીકળેલી તાજી લેવાલીને કારણે સોના બજારમાં તેજી છવાઈ છે. ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચરમાં ૪૨૫ લોટના વધેલા કારોબાર સાથે ભાવો ૩૦૫૦૦ની ઉંચી સપાટીએ ઉછળી રહ્યા છે. સોના- ચાંદીના ઉંચા ભાવોને કારમે ગોલ્ડ માર્કેટમાં આશાસ્પદ ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં સોનામાં ફરી આયાત ડયુટી વધવાના સંકેતોને કારણે જ્વેલર્સ વર્તુળોમાં નિરાશા છવાઈ રહી છે. ઘરાકી ઉપર પ્રતિકૂળ અસર પડવાની સંભાવના છે. જો કે સરકાર સોનાની આયાત ઘટાડવાના મૂડમાં જણાઈ રહી છે. સોનાની આયાત ડયુટી અગાઉ ૧૦૦ ગ્રામે ફિક્સ રૃા. ૩૦૦/- હતી ગત બજેટમાં સરકારે તેમાં વધારો કરીને વેલ્યુના બે ટકા તેમજ ચાંદીમાં પ્રતિ કિલોએ રૃપિયા ૧૫૦૦ ફિક્સ હતી જે વધારી છ ટકા કરતા બુલિયન માર્કેટમાં ભારે ભડકો થયો હતો. લગભગ અડધો મહિનો કારોબાર બંધ રાખીને વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો.
સોનાની આયાત ડયુટી વધતા સોનાની આયાત નોંધપાત્ર રીતે ઘટી હતી. એપ્રિલમાં ૪૮.૬ ટકા, મે માસમાં ૫૨.૮ ટકા તથા જૂન માસમાં ૬૩.૮ ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ જુલાઈ માસમાં સોનાની આયાતમાં અચાનક ૨૨ ટકાનો વધારો થતા સરકાર ચોકી ઉઠી છે અને સમીક્ષા અહેવાલ તૈયાર કરાવી રહી છે.
સોનાની આયાતની સાથે સાથે વપરાશ પણ કયા સેક્ટરમાં કેટલી વધઘટ ધરાવે છે તે બબતનો અહેવાલ આવ્યા બાદ ગોલ્ડ ઇમ્પોર્ટ વધારા સંદર્ભે સરકાર આગામી પગલા લઈને આયાત તેમજ વપરાશ ઘટાડવા કમર કસી રહી છે.
વર્ષ ૨૦૧૧માં ૯૬૭ ટનની સોનાની આયાત સામે આ વર્ષ ૨૦૧૨માં સોનાની આયાતમાં ૩૦ ટકા ઘટાડા સાથે લગભગ ૭૦૦ ટનની આસપાસ રહેવાની સંભાવના છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની આયાતનો કારોબાર ૨૦ ટકાના ઘટાડા સાથે રૃા. ૫૦૭૭૩ કરોડનો રહ્યો છે. જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન થયેલ ૨૯૪ ટન સોાની આયાત સામે આ વર્ષે ૩૮ ટકાના ઘટાડા સાથે ૧૮૧ ટનની આસપાસ સોનાની આયાત થઈ છે. જ્વેલરી માંગમાં પણ વેલ્યુ પ્રમાણે ૧૦ ટકાના ઘટાડા સાથે રૃા. ૩૪૯૫૦/- કરોડનો ઓછોે કારોબાર અને વોલ્યુમ પ્રમાણે અંદાજે ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૨૪.૮ ટન સુધી સીમિત રહ્યો છે.
સોનામાં આયાત ડયુટીના વઘારાથી રોકાણની દ્રષ્ટિએ પણ માગ તૂટી છે. ઇન્વેસ્ટ ડિમાન્ડ ૫૧ ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે માત્ર ૫૬.૫ ટન રહી છે. સોનાના અતિશય ઉંચા ભાવો કારમી મોંઘવારી, વરસાદની અછત જેવા ઘણા બધા કારણોને કારણે મધ્યમવર્ગીય તેમજ ગ્રામ્ય લેવલની સોનાની માંગ દિનપ્રતિદિન સતત તૂટી રહી છે. દેશના મોટા શહેરોમાં આવેલા જ્વેલરી શોરૃમોમાં થોડી ઘણી ઘરાકી જોવા મળે છે પરંતુ નાના શહેરો તથા નગરોમાં આવેલી જ્વેલર્સની દુકાનોમાં કાગડા ઉડ છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવા નાણામંત્રી ચિદમ્બરમના દેશના આર્થિક ચિત્રને વધુ મજબૂત કરવાના, રૃપિયાને ઘસાતો રોકવા જેવા લેવાનાર પગલાને કારણે સોના- ચાંદી બજારને સપોર્ટ મળે અને આગામી છ માસ દરમ્યાન સોનાની આયાતમાં વિશ્વભરમાં નંબર વનના સ્થાને રહેતું ભારત આ વર્ષે ચીન કરતા વધુ પાછળ રહે તેવી વકી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૧૨ના પ્રથમ છ માસિક ગાળા દરમ્યાન ભારતની ૩૮૩.૨ ટન સોનાની આયાત સામે ચીનની સોનની આયાત ૪૧૭ ટનની રહીને હાલમાં પ્રથમ નંબરે ચીન છે ચીનના મજબૂત આર્થિક ગ્રોથને કારણે દિન પ્રતિદિન ગોલ્ડ જ્વેલરીની માંગ સતત વધી રહી છે.
દરમ્યાન ચાલુ વર્ષ ચોમાસાની ધીમી ગતિના કારણે ગવારની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ગવારના મુખ્ય ઉત્પાદક રાજસ્થાન તથા ગુજરાતમાં ગવારનું વાવેતર વધીને દોઢું થયું છે. રાજસ્થાનમાં ગત વર્ષ ત્રણ મિલિયન હેક્રમાં ગવારનું વાવેતર થયું હતું જે આ વર્ષે ગવારના ઉંચા ભાવે મોટું વળતર મળવાની અપેક્ષાએ વાવેતર દોઢું થઈને ૪.૫ મિલિયન હેક્ટરમાં થયું છે. ગવાર સીડમાંથી નીકળતી ગવાર ગમનો પરંપરાગત ઉપયોગ, સોસ આઇસ્ક્રીમ તથા મીઠાઈઓની સાથે સાથે હાલમાં પેટ્રોલિયમ ઉદ્યોગમાં પણ વપરાશ વધતા માગ સતત વધી રહી છે. રાજસ્થાન ગુજરાતની સાથે સાથે હરિયાણા, પંજાબ, તથા મધ્યપ્રદેશ તેમજ કર્ણાટકના વિસ્તારોમાં પણ ગવારની ખેતી ખેડૂતોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ગત વર્ષે પંજાબ, હરિયાણામાંથી ૧.૩ મિલિયન ટન ગવાર સીડનું ઉત્પાદન થયું હતું. અમેરિકા તથા કેનેડા, ગવાર સીડના મુખ્ય વપરાશકાર હોવાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએથી પણ ડીમાન્ડ તેજ છે.

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved