Last Update : 23-July-2012, Monday

 

મોટા શહેરોમાં ઘોડાગાડી પાછી ખેંચાઇ છે ઃ મુંબઇમાં કેસ ચાલે છે
મૃત ઘોડાની કોઇ કિંમત નથી, માટે રીબાય છે

 

 

મુંબઈમાં પ્રાણીઓના રક્ષણ માટેના કેસો કોર્ટમાં છે. તે બસ ચાલ્યાજ કરે છે. મુંબઈમાંથી ઘોડાગાડી હટાવી લેવી જોઈએ એવી માગ કરાઈ રહી છે. ઘોડાગાડી ખેંચતા ઘોડા બીમાર છે, દરેક પક્ષના વકીલો, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર દરેક સંમત હોવા છતાં આ બાબતે કેસો ચાલ્યાજ કરે છે, ચાલ્યાજ કરે છે. ન્યાયમૂર્તિએ તાજેતરમાં એવો હુકમ કર્યો છે કે માગ માટે ઘોડાઓને થોડા સમય માટે રોડપરથી પાછા ખેંચી લેવા અને ફરી પાછા તેમને રોડપર ફરતા કરવા. દરેક જણ જાણે છે કે શહેરમાં ઘોડાગાડીનો સમય હવે પુરો થયો છે. જો કે ઘોડાગાડી રોડપરથી પાછી ખેંચવામાં હવે થોડા મહિનાની જ વાર છે. ક્યાંતો કોર્ટ આવો ઓર્ડર કરશે કે સ્થાનિક સત્તાવાળાએ જાગૃત્તિ બતાવશે. દિલ્હીમાં તો ઘોડાપર પ્રતિબંધ છેલ્લા ત્રણ વર્ષથી છે. મુંબઈએ પણ વહેલા-મોડા આવો નિર્ણય લેવો પડશે અને એવુંજ અન્ય શહેરો પણ કરશે.
તાજેતરમાં હું કાશ્મીર ગઇ હતી. હું લલીત હોટલ ખાતે રોકાઈ હતી. ત્યારે ગરમી સખત હતી અને હું આકુળ-વ્યાકુળ થઈ ગઈ હતી. હોટલ પાસે એક સફેદ ઘોડો અને ઘોડાગાડી હતા. સખત ગરમીમાં પણ તે પ્રવાસીઓને ખાસ કરીને બાળકોને લઈને ઉબડ-ખાબડ રોડપર વારંવાર ઉપર-નીચે જતો હતો. મને લાગે છે કે આ ઘોડો એકાદ વર્ષ જીવશે. આ ઘોડા પાસેથી વધુ પડતું કામ લઈને તેની આવક પર જીવતું કુટુંબ તેની સાર-સંભાળ માટે પૈસા ખર્ચવા તૈયાર નહોતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના રીપોર્ટમાં કોર્ટને જણાવ્યું છે કે ઘોડાના તબેલામાંથી એટલી બધી વાસ આવે છે કે તેના નજીકમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ બધા તબેલા ગેરકાયદેસર છે કેમ કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૯૭૪થી કોઈનેય તબેલાનું લાયસન્સ નથી આપ્યું. આ તબેલાઓ ગંદા, બીન આરોગ્યપ્રદ સ્થિતિવાળા અને સખત વાસ મારતા હોવાના કારણોને આગળ ધરીને તેમને નોટીસ પણ આપવામાં આવી છે. બીએમસીએ નોંધ્યું છે કે ૧૫૮ ઘોડાઓ ખુબ ઓછા તબેલાઓ વચ્ચે રહે છે. એક તબેલામાં ૯૩ ઘોડા રહે છે. આ અંગે નોટીસ પણ આપવામાં આવી હતી અને ૨૦૧૦-૧૧ દરમ્યાન ૧૮ ઘોડાઓ જપ્ત કરાયા હતા.
જોકે મુંબઈના ઘોડાઓને તબેલા સિવાયની બીજી સમસ્યાઓ પણ નડે છે. ઘણાં ઘોડા તબેલામાં નથી રહેતા. તે તાપ, ટાઢ અને વરસાદમાં ખુલ્લામાં ઊભા રહે છે. તેમના મરતા સુધી તે આવી સ્થિતિમાં હોય છે. ઘણાં ઘોડાઓને બ્લેક કે વ્હાઈટ (સફેદ) કલરથી રંગી નખાતા હોવાથી તે સ્કીન-એલર્જીથી પીડાય છે. ઘણાં ઘોડાની નાળ કાઢી નાખી હોય છે કેમ કે લોકો તેને નસીબવંતી-લકી સમજીને કાઢી લે છે. આ નાળ કાઢી લેતાં તેને ઈજા થાય છે અને દર્દપણ ખૂબ થાય છે તેમને થયેલી ઈજા તેમના શરીર પર નથી દેખાતી પણ તેને સખત દુખાવો થતો હોય છે.
ઘોડાની નાળ તૈયાર કરવાની સુઝ મોટા ભાગના સુથારો પાસે નથી હોતી. તેથી તે નબળી ક્વોલીટીનું લોખંડ, અન્ય ધાતુઓ, બરબચડી સપાટી વાળી નાળ વાપરે છે જેથી ઘોડાને ચાલતી કે દોડતી વખતે ઘણી મુશ્કેલી પડે છે.
શહેરમાં કોઈપણ આશરો એવો નથી કે જ્યાં બિમાર ઘોડાને સાજોના થાય ત્યાં સુધી રાખી શકાય !! ઘોડાઓ અવાર-નવાર કાર અને બસની ટક્કરનો ભોગ બને છે. આ અકસ્માતમાં ઘોડો ઘણીવાર મૃત્યુ પામે છે તો ક્યારેક વાહન ચાલકને પણ ઈજા થાય છે. મુંબઈમાં ગઈ બીજી જુલાઈએ બનેલી એક ઘટનામાં જ્યારે એક ઘોડો રોડપર ફસડાઈ પડયો ત્યારે ટેક્ષીની ટક્કરથી મોતને ભેટયો હતો. ઘોડાના માલિકે રેડસિગ્નલ તોડયું હતું. ઘોડાને પ્રવાસીઓ માટે સવારીનો આનંદ કરાવવા નરીમાન પોઈન્ટ ખાતે લઈ જવાતો હતો. ડિસેમ્બર ૨૦૧૧માં એક ઘોડાગાડી અને તેના ચાલક પર બસ ફરી વળતાં બંનેને ઈજા થઈ હતી. ઘોડાની પીઠ તુટી ગઈ હતી. ગત્ નવેમ્બરમાં ઠાણે ખાતે એક ધોડાને બસે ટક્કર મારી હતી. જેના કારણે ઘોડો રોડની એકતરફ પડી ગયો હતો અને ગોડાગાડીનો માલિક ફુટપાથ પર ફેંકાઈ ગયો હતો. બંનેને ઈજા થઈ હતી. કલકત્તામાં પણ આવા અકસ્માતો થાય છે. તાજેતરમાં કલકત્તામાં એક ઘોડાને મીની બસે ટક્કર મારતા માર્યો ગયો હતો. ઘોડા પાસે વધુ પડતું કામ લેવાય છે. તેમની કાર્યક્ષમતા ઓછી થતા તેમને છુટા મુકી દેવામાં આવે છે જ્યાં તે ભૂખ-તરસના માર્યા મોતને ભેટે છે. મુંબઈના બીચ પર આવા ઘણાં ઘોડા છોડી મુકવામાં આવે છે. કાયદા અનુસાર જોવા જઈએ તો દરેક ઘોડા માટે લાયસન્સ જોઈએ જ તેેેને તેનું આરોગ્ય બરાબર ચેક કર્યા પછી રોગ વિરોધી રસી આપ્યા પછી લાયસન્સ આપવું જોઈએ. જોકે કોઈ શહેરના વહિવટકારો આવી કોઈ દરકાર કરતા નથી. જોકે શહેરોમાં ઘોડાના માલિકો ઘોડાની સારી સારવાર કરતા હોયતો પણ શું તેને ત્યાં રહેવા દેવા જોઈએ ? તેનો જવાબ ના માં છે. ભારતમાં ઘોડાના નિષ્ણાત વેટરનરી ડોક્ટર તરીકે મહાલક્ષ્મી રેસકોર્સના ડો. ફીરોઝ ખંભાતાનું નામ આવે છે. તે મધ્ય-પૂર્વના પ્રાણીઓની પણ સારવાર કરે છે. મુંબઈના ઘોડાઓના સર્વે કરવા એમ તેમને જણાવ્યું હતું. તેમના અહેવાલમાં એમ જણાવાયું હતું કે કોઈપણ ઘોડાને જીંદગીભર બેસવા દેવાતો નથી કે પડી રહેવા દેવાતો નથી કેમ કે તે માટે તેમની પાસે કોઈ જગ્યા નથી. આ એક ખૂબ ઘાતકી પગલું છે. આનો અર્થ એ થયો કે જ્યારથી તે જનમ્યા છે ત્યારથી મૃત્યુ પામ્યા સુધી તે ઊભા રહે છે. વિચારો કે તમારી આવી સ્થિતિ હોય તો !! જે ઘોડાઓ ખેતરમાં કામ કરે છે તે રોજ બેસે પણ છે અને પડી પણ રહેવા દેવાય છે. તેમણે તેમના અહેવાલમાં એમપણ લખ્યું છે કે કોઈપણ ઘોડાને સખત સપાટી પર ચલાવવો ના જોઈએ કેમ કે તેથી તેને સાંધા પર દુઃખે છે અને દરેક પગલે સખત દર્દ થાય છે. સિમેન્ટ-કોંક્રિટના રોડ ઘોડા માટે ખુબ ખરાબ છે. ઘોડાને આવા કોંક્રિટના રોડ પર ચલાવવાથી તેને ઓસ્ટીઓરાઈથીસ જેવા રોગ થાય છે. તેને સાંધા પર સોજો આવે છે અને સખત દુઃખાવો થાય છે. ઘોડાને સખત સપાટી જોઈએ છે પણ તે માટીની બનેલી હોવી જોઈએ. માલ ખેંચનારા ઘોડાઓની સારવાર તે છેલ્લા ૨૫ વર્ષથી કરી રહ્યા છે. આવા ઘોડા લીગામેન્ટ અને સાંધાના દુઃખાવાથી પીડાતા હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે કોંક્રિટના રોડપર તેને ચલાવવા એ ખૂબ ઘાતકી કહેવાય. દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘોડાગાડી પર પ્રતિબંધ મુકતા આદેશમાં જણાવ્યું હતું કે જ્યારે માર્ગો પર લાખ્ખો વાહનો દોડતા હોય ત્યારે પ્રાણી દ્વારા ચાલતા વાહનોને રોડપર ફેરવવાનો કોઈ અર્થ નથી. આવા પ્રાણીઓને સખત ગરમી અને ઠંડીમાં ફેરવવામાં આવે છે. પીસીએ એક્ટ ૧૯૬૦ હેઠળ માન્ય થયેલા વજન કરતાં વધુ વજન તેની પાસે ખેંચાવવામાં આવે છે. ઘોડાગાડીના કારણે ઘણાં અકસ્માતો થયા છે. જેનાથી ઘોડાને અને રાહદારીઓને ઈજા થઈ છે. ઘોડાની લાદના કારણે અસ્વચ્છતા ઊભી થાય છે અને ચેપીરોગની સ્થિતિ ઊભી થાય છે. આ પ્રાણીને તેમના માલિકો તંદુરસ્ત અને પોષણવાળો આહાર આપવાની સ્થિતિમાં નથી હોતા. આ પ્રાણીને રાત્રે રાખવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી હોતી. મોટા ભાગના સમય કરતાં વહેલા મરી જાય છે. જેને પ્રી-જોરયોયર્ડ ડેથ કહે છે તેમના હાડકાની કોઈ કિંમત ઉપજતી ના હોવાથી તેમના મૃતદેહ તરફ કોઈ ખાસ ધ્યાન નથી આપતું. એટલે જ તેમને શહેરમાંથી ખસેડવા જોઈએ.
હું ઈચ્છું છું કે મુંબઈના માનનીય ન્યાયમૂર્તિ તેમના મન અને હૃદયને વાંચે. જેમ દિલ્હીમાં કરાયું છે એમ ઘોડાના માલિકને સ્કુટર આપવા જોઈએ. ઘોડાના ઘણા માલિકોને આવકનો અન્ય સ્ત્રોત ઉભો કરી આપવો જોઈએ. પરંતુ હવે આ મુદ્દે નિરાકરણનો સમય આવી ગયો છે કેમ કે તે સમગ્ર ભારતમાં પણ લાગુ કરી શકાય.

 

 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved