Last Update : 23-July-2012, Monday

 

જોક્સ જંકશન

 

 

અધિક મહિનાની અધિક જોક્સ...
બદલો
અમેરિકા ઃ જો તમે અમારા દેશ પર હુમલો કરશો તો અમે તમારા દેશ પર હુમલો કરીશું.
ઈઝરાયેલ ઃ જો તમે અમારા દેશ પર હુમલો કરશો તો અમે તમને કચડી નાંખીશું.
પાકિસ્તાન ઃ જો તમે અમારા દેશ પર હુમલો કરશો તો અમે તમારા દેશમાં બોમ્બ ધડાકા કરાવીશું.
ભારત ઃ જો તમે અમારા દેશ પર હુમલો કરશો... તો અમે તમારી જોડે ક્રિકેટ રમવાનું બંધ કરી દઈશું !
* * *
બ્રેકિંગ ન્યુઝ
એન. ડી. તિવારીના બંગલે બે ડઝન કિન્નરોની ભીડ જામી છે ! બધા તાબોટા પાડીને માગણી કરી રહ્યા છે કે ૩૨ વર્ષ પહેલાં જન્મેલા બાબાની ખુશીમાં જે રકમ આપવાની થાય છે તે ૧૮ ટકા વ્યાજસહિત તાત્કાલિક ચૂકવવામાં આવે !
* * *
બ્રેકિંગ ન્યુઝ - ટુ
કોંગ્રેસ પાર્ટીમાં ગંભીરતાથી એવી વિચારણા ચાલી રહી છે કે એન. ડી. તિવારીને શૉ-કોઝ નોટિસ આપવામાં આવે કે તમે પાર્ટી-ચિન્હ 'હાથ'નો ઉપયોગ કેમ ના કર્યો ?
* * *
શાયરી
રોજ અડધી રાતે
કેમની આવે છે
સપનામાં તું...
શું તને ખરેખર
પોષાય છે રીક્ષાનું
દોઢું ભાડું ?
* * *
ફેસબુક ફન્ડા
'ફેસબુક' હવે ઘર બની ગઈ છે. જો તમે ૨૪ કલાકમાં અહીં ના આવો તો લોકો એમ સમજી લે છે કે કાં તો તમે મરી ગયા છો, બિમાર છો અથવા ક્યાંક ખોવાઈ ગયા છો.
* * *
વર્ણન
સ્ત્રી માત્ર એક જ વ્યક્તિની સૂચનાઓ ધ્યાનથી સાંભળે છે !
- એ છે ફોટોગ્રાફર !
* * *
બાબા ફન્ડા
બાબા રામદેવનું નવું સૂત્ર ઃ
જ્યારે ટોપથી મુકાબલો હોય ત્યારે તલવાર કાઢો અને જ્યારે પોલીસ પાછળ પડી હોય ત્યારે સલવાર કાઢો !
* * *
રાવણની શાયરી
જરા કલ્પના કરો કે રામ-રાવણ યુદ્ધ વખતે શ્રીરામ રથને બદલે નેનો કારમાં બેઠા હોત તો ?
તો રાવણ ગાતો હોત ઃ ''ચલાઓના 'નેનો' સે બાણ રે... જાન લે લો ના રામ રે !''
* * *
ગાંધીજીની સલાહ
ગાંધીજી એક નિર્દોષ માણસનો કેસ લડયા અને કોર્ટમાં જીતી ગયા. નિર્દોષ માણસ બચી ગયો. પણ એણે ગાંધીજીને એક સવાલ કર્યો ઃ
''ગાંધી બાપુ, આ તો સારું હતું કે તમે હતા એટલે હું બચી ગયો. પણ તમે ના હો ત્યારે અમને કોણ બચાવશે ?''
ગાંધીજી બોલ્યા ઃ ''મારા ફોટાવાળી નોટો...''
* * *
પુરુષ બિચારો
પુરુષ કેવો હોય છે ?
જ્યારે એ ગરીબ હોય છે ત્યારે એ પરણવાના વિચાર કરે છે અને જ્યારે પૈસાદાર થઈ જાય છે ત્યારે છૂટાછેડાનો વિચાર કરે છે.
જ્યારે એ ગરીબ હોય ત્યારે એની પત્ની એની સેક્રેટરી બની જાય છે અને જ્યારે એ પૈસાદાર થઈ જાય છે ત્યારે એની સેક્રેટરી એની પત્ની બની જાય છે.
* * *
ઈન્ડિયન અવકાશયાન
જરા જવાબ આપો ઃ આપણે ચંદ્ર પર ગુલાબ મોકલવું હોય તો શું કરવાનું ?
કશું નહિ. માત્ર કહેવાનું ઃ ''ગુલાબ-જા-મુન !''
સ્ટુડન્ટની ડેફિનેશન
સ્ટુડન્ટ એ નથી જે પરીક્ષા પહેલાં બુક વાંચે છે. સ્ટુડન્ટ એ છે જે પરીક્ષામાં નવી બુક લખે છે !
* * *
નવો જમાનો
કારમાં બેઠેલી મેડમને ભિખારી ઃ બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો...
મેડમ ઃ મેં તને ક્યાંક જોયો છે.
ભિખારી ઃ યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ !
* * *
SMS BUMPER
'ITCH-GUARD'is the only brand that can claim to have started their bussiness from 'SCRATCH'!

 

 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved