Last Update : 23-July-2012, Monday

 

ગ્રે-ફીનીશ-યાર્નના વધતા ભાવ ઃ બજારમાં નાણાંની રોકકળ

કાપડ બજારમાં રમજાન અને કેરાલાની ઓનમની સીઝન પતી ગયેલ છે. પરંતુ આ તહેવારોની ઘરાકી ધાર્યા પ્રમાણે ચાલી નથી. આગળ ૪ મહિના લગ્નગાળો નથી અને અધિક મહિનાના લીધે મુખ્ય તહેવારો મોડા હોવાથી ઘરાકી ઓછી છે. દેશમાં વરસાદ અમુક જગ્યાએ ઓછો થવાના લીધે જીવન જરૃરીયાત વસ્તુઓના ભાવ વધવા પામેલ છે. ફુગાવો વધેલ છે. આના લીધે કાપડની ખરીદી ઉપર અસર થવા પામેલ છે. ક્રુડ ઓઈલના ભાવ પાછા વધવા પામેલ છે. આના લીધે આગળ પેટ્રોલના ભાવ વધારો તોળાઈ રહેલ છે. વ્યાજના દર ઘટવાના સંજોગ ઓછા છે. બજારમાં શરાફી વ્યવહાર ઓછા થઈ ગયેલ છે. આના લીધે બજારમાં નાણાં ભીડ અસહ્ય જોવા મળે છે. આમ જોવા જઈએ તો છેલ્લાં ૧ વર્ષથી નાણા ભીંડ પુષ્કળ છે. શેરબજાર અને પ્રોપર્ટી બજારની મંદીના લીધે કાપડ બજારના મોટા પ્રમાણમાં નાણા ત્યાં બ્લોક થઈ ગયેલ છે. ડોલરની સામે રૃપિયો પાછો ૫૫-૫૦ થી ૫૬ વચ્ચે આવી ગયેલ છે. આના લીધે આયાત મોંઘી અને નિકાસ સસ્તી થયેલ છે. પરંતુ કાપડની નિકાસને જ્યાં સુધી નિસ્બત છે ત્યાં સુધી વૈશ્વિક મંદીના લીધે નિકાસમાં વધારો થતો નથી છતાં સરકારે ૨૦૧૨-૧૩ માટેનો ટેક્ષટાઈલ નિકાસનો લક્ષ્યાંક ૨૨ ટકા વધારીને ૪૦.૫૦ અબજ ડોલરનો કર્યો છે. અગાઉ આ લક્ષ્યાંક ૩૮.૩૧ અબજ ડોલરનો હતો. જોકે છેલ્લાં નાણાંકીય વર્ષની ટેક્ષટાઈલ નિકાસ ૩૩.૩૧ અબજ ડોલરની થઈ હતી. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થશે. કપાસના વિસ્તારમાં વરસાદ ઓછો થવાના લીધે ઉત્પાદનમાં ઘટાડો અને કપાસના ભાવ રૃા. ૪૦,૦૦૦ની આસપાસ થયેલ છે. આના પરિણામે કોટન યાર્નના ભાવમાં ૧૦-૧૫ ટકા વધી ગયેલ છે. આના લીધે કાપડના કોસ્ટિંગ ઉંચા જતા ભાવમાં વધારો થવા પામેલ છે. પ્રોસેસ હાઉસેએ પણ ભાવમાં વધારો કરેલ છે. અમદાવાદ સ્થિત પ્રદુષર્ણના લીધે જે પ્રોસેસ હાઉસો બંધ હતા તે ચાલુ થઈ ગયેલ છે. વીવર્સ પાસે આગળ દિવાળીના પ્રોગ્રામ સારા આવી ગયેલ છે. મિલો પાસે સ્ટોક ઓછા છે અને મિલોએ ૫-૭ ટકા ફીનીશ માલોના ભાવમાં વધારો કરેલ છે. ગારમેન્ટના કારખાના પાસે હાથ ઉપર ઓર્ડર સારા છે. આગળ દિવાળી માટેના ઓર્ડર અત્યારથી જ આવતા ગારમેન્ટના કારખાના પાસે સારા કામકાજ છે. સ્પીનીંગ યુનિટો સારા નફામાં આવી ગયેલ છે. કપાસના ભાવ વધારાનો લાભ લઈ સ્પીનીંગ યુનિટોએ કોટન યાર્નના ભાવમાં વધારો કરેલ છે.
કાપડ બજારમાં નાની ડાઈડ ચેક્સના માલોની ડીમાન્ડ જળવાઈ રહેવા પામેલ છે. ડેનિમ પેન્ટ ઉપર નાની ડાઈડ ચેક્સની ફેશન ચાલે છે. ડેનિમમાં ડીમાન્ડ સારી છે. ડેનિમ બનાવતા યુનિટો પાસે સ્ટોક નથી. બલ્કે માલો વેચવા કરતા માલો વહેંચવા જેવી સ્થિતિ છે. લીનનમાં સારી ડીમાન્ડ જોવા મળે છે. લીનન ડુપ્લીકેટના માલો સારા ખપે છે. ટુ બાય ટુ રૃબિયાની ડીમાન્ડ સારી અને પ્રોડકશન ઓછું છે. તેથી રૃબિયાના ભાવ વધવા પામેલ છે. આગળ દિવાળી હોવાના લીધે રૃબિયાની ડીમાન્ડ હજુ વધવાના સંજોગ દેખાઈ રહેલ છે. બજારમાં પ્રીન્ટીંગ કરતા ડાઈગના માલોની ડીમાન્ડ વધુ જોવા મળે છે. આના લીધે જ પ્રોસેસ હાઉસ પાસે પ્રીન્ટીંગ પ્રોગ્રામ ઓછા થઈ ગયેલ છે. મોટા બેડશીટસમાં લોકલ તથા એક્ષપોર્ટના કામકાજ સારા છે. મોટા પનામાં પાકિસ્તાન હવે હરિફાઈમાં નથી. આના લીધે ઈન્ડીયાના મોટા પનાની બેડશીટસમાં એક્ષપોર્ટમાં ઈન્કવાયરી સારા પ્રમાણમાં છે. ૬૩ પનો અને ૯૦ પનાની બેડશીટસમાં રૃા. ૫-૧૦નો ભાવ વધારો થવા પામેલ છે. નિકાસમાં સાટીન બેડશીટસની ડીમાન્ડ ઘણી સારી છે. આ ઉપરાંત ૨૦૦ ટીસી, ૩૦૦ ટીસી, ૪૦૦ ટીસી, ૫૦૦ અને ૬૦૦ ટીસીમાં ૬ મહિના સુધીના બુકીંગથી પ્રોગ્રામ સેટ થયેલ છે. ટવીલમાં ૩૦/૩૦, ૧૨૪/૬૪-૬૩ પનો કોમ્બ બાય. કોમ્બના માલો રૃા. ૭૫માં વેચાણ થાય છે. કાપડ બજારમાં કોટન કાપડ વધુ ખપે છે. જ્યારે પોલીયેસ્ટર કાપડની ડીમાન્ડ કોટન કાપડ કરતાં નીચે છે. કાપડ બજારમાં પેમેન્ટના ધારાધોરણ બગડવા પામેલ છે. નાણાંભીડ કાયમની થઈ ગયેલ છે. પેમેન્ટ ધારો 'ગાંધી ધારો' એટલે ૧૦૦ દિવસના થઈ ગયેલ છે.
કાપડના ભાવ
નીચેના કાપડના ભાવ ગ્રે ક્વોલીટીના છે. એરજેટ લુમના માલોમાં ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૃા. ૭૦ અને ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૪/૯૬ ક્વોલીટી રૃા. ૯૦ના ભાવથી માલો વેચાય છે. ૬૩ પનો ૬૦/૬૦, ૧૩૨/૧૦૮ રૃા. ૭૫માં માલો મલે છે.
રેપીયર લુમ્સ યાર્ન હાઈડ શટીંગ્સ ૬૧ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ રૃા. ૧૧૦માં માલો મલે છે. યાર્ન ડાઈડ ચેક્સ ૫૮ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ લૂમના ભાવ રૃા. ૧૧૦, મીલોના પ્રોસેસ ભાવ રૃા. ૧૩૦ અને બજારભાવ રૃા. ૧૭૦-૧૯૦ થયેલ છે. ૪૦/૬૦ ૧૩૨/૮૬ ચેક્સ રૃા. ૧૪૦ ફીનીશ માલો વેચાય છે.

 

 

 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved