Last Update : 23-July-2012, Monday

 

રિટર્નમાં પછીના વર્ષ માટે જેટલી વેરાશાખ ખેંચી હોય, તેટલી જ વેરાશાખ આકારણીમાં ખેંચવી જરૃરી નથી

 

પછીના વર્ષ માટે વેરાશાખ ખેંચવા અંગે ખૂબ જ અગત્યનો ચૂકાદો
હાલની, માનનીય જસ્ટીસ શ્રી કમલભાઈ મહેતાની અધ્યક્ષતાવાળી, માનનીય ગુજરાત મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલે વેપારને લાભદાયક ઘણા ન્યાયી ચૂકાદાઓ આપ્યાં છે. તેમાં અત્રે આપેલ ચૂકાદો શીરમોર સમાન છે.
ભરવાપાત્ર વેરો જે રિટર્નમાં બતાવેલ હોય અને આકારણીમાં તેનાથી વધુ રકમ ભરવાપાત્ર નક્કી થાય, તો વેટ ખાતું તેટલી વઘ તથા તે ઉપર વ્યાજ તથા દંડ લગાડી મોટું લેણું ઊભું કરે છે. ને રિટર્નમાં પછીના વર્ષ માટે ખેંચેલી વેરાશાખ અકબંધ રાખે છે. આ રીત ગેરકાયદેસર જાહેર થઈ છે.
તા. ૧લી એપ્રિલ, ૨૦૦૬થી ગુજરાત મૂલ્યવર્ધિત વેરા કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા તળેના રિટર્નમાં જે વેરાશાખ, ભરવાપાત્ર વેરા સામે સરભર થઈ શકી નથી અને પછીના સમય માટે તેને આગળ ખેંચી હોય તેવી વિગત રિટર્નમાં બતાવવી પડે છે.
આમ, મળવાપાત્ર વેરાશાખ, રીટર્નમાં ભરવાપાત્ર બતાવેલ વેરાની રકમ કરતા વધુ થતી હોય, તે કિસ્સામાં જે વાર્ષિક રીટર્ન ભર્યું, તેમાં તેટલી વધ, પછીના નાણાંકીય વર્ષમાં બાદ માંગવા માટે આગળ ખેંચવામાં આવે છે. Carry Forward કરવામાં આવે છે.
ખાતાનો અભિગમ
જ્યારે વેપારીની આકારણી થાય છે, ત્યારે વેપારીએ રિટર્નોમાં વેરાની જેટલી રકમ ભરવાપાત્ર બતાવી હોય, તેના કરતા વધુ વેરાની રકમ ભરવાની થાય, તો તેવા કિસ્સામાં, આકારણી કરનાર અધિકારી પછીના નાણાંકીય વર્ષ માટે રિટર્નમાં દર્શાવેલ વેરા શાખની રકમ, જેમની તેમ જ રાખે છે. અને ભરવાપાત્ર વેરાની જે રકમ, રિટર્નમાં બતાવેલ છે તેના કરતા આકારણીમાં જે ભરવાપાત્ર રકમ વધી, તેટલી રકમ પર વ્યાજ અને દંડ લગાવે છે.
દાખલા તરીકે રિટર્ન મુજબ વેરાશાખ બાદ કર્યા પછી ભરવાપાત્ર વેરો દસ લાખ હોય, અને આગળ ખેંચેલ વેરાશાખ સાત લાખ હોય અને આકારણી થતા, ભરવાપાત્ર વેરો તેર લાખ નક્કી થાય તો, જે ત્રણ લાખ ભરવાપાત્ર વધ્યા, તે આગળ ખેંચેલ વેરાશાખમાંથી ઓછા કરી, શૂન્ય લેણું બતાવવાની જગ્યાએ, ત્રણ લાખનું માંગણું ઊભું કરવામાં આવે છે અને પછી તે ઉપર વ્યાજ અને દોઢસો ટકા દંડ લગાવી, અને ખાસ્સુ મોટુ માંગણુ કરવામાં આવે છે.
પ્રથમ અપીલ
આવા એક કિસ્સામાં, મોહન લેન્ડ માર્ક પ્રા. લી. નામના વેપારીને વેરો, વ્યાજ તથા દંડનું માંગણું ઉપસ્થિત કરેલું, જે સામે વેપારીએ અપીલ કરેલી.
વેપારીની દલીલ એવી હતી, કે વેટના કાયદાની કલમ ૧૩ મુજબ વેપારીને જે કાંઈ વેરો ભરવાપાત્ર થતો હોય, તે સામે મળવાપાત્ર વેરાશાખ સરભર કરી શકે છે. અને તેથી આકારણીમાં વેરો ભરવાની જે જવાબદારી વધી, તે જવાબદારી પછીના વર્ષ માટે આગળ ખેંચેલ વેરાશાખ ઘટાડીને સરભર કરવી જોઈએ.
પરંતુ સામાન્ય રીતે થાય છે તે પ્રમાણે વિવાદીની રજૂઆત, કાયદાકીય જોગવાઈ મુજબ સમજવાને બદલે, તેની રજૂઆત નામંજૂર કરવામાં આવેલ.
ટ્રીબ્યુનલ સમક્ષ બીજી અપીલ
વેપારીએ અપીલ નામંજુર કરતા આદેશ સામે માનનીય મૂલ્ય વર્ધિત વેરા સમક્ષ, બીજી અપીલ દાખલ કરી.
માનનીય ટ્રીબ્યુનલ સમક્ષ વેપારી તરફે એવી દલીલ કરવામાં આવી કે મૂલ્યવર્ધિત વેરા નિયમો પૈકી નિયમ ૧૮ના પેટા કલોઝ (૨)(બી) મુજબ એ બાબત સ્પષ્ટ છે કે ચાલુ વર્ષની જે કાંઈ વેરાની જવાબદારી થતી હોય તે સામે મળવાપાત્ર વેરા શાખ સરભર કર્યા બાદ, જો કોઈ વેરાશાખ બાકી રહે તો તેટલી બાકીની વેરાશાખ જ પછીના વર્ષમાં ખેંચી શકાય. પરંતુ એવું ના કરી શકાય કે, આકારણી મુજબ, જે વેરો વધ્યો તેનું તથા વ્યાજ અને દંડનું માંગણુ ઉભુ કરવાનું, અને પછીના વર્ષ માટે રીટર્નમાં આગળ ખેંચેલ રકમ જેટલી વેરાશાખ આગળ ખેંચવી.
સરકાર તરફથી માનનીય સરકારી પ્રતિનિધિશ્રીએ ખાતાકીય આદેશનો જોરદાર બચાવ કર્યો અને તેવી રજૂઆત કરતી કે વિવાદીએ પોતે પછીના વર્ષ માટ જે રકમ આગળ ખેંચી તેટલી રકમ પછીના વર્ષ માટે ખેંચવી જોઈએ. અને તેમ કરતા જે કાંઈ માંગણું ઉપસ્થિત થાય તે ઉપર કાયદાકીય જોગવાઈઓ મુજબ વ્યાજ તથા દંડ લગાડે છે તે બરાબર છે.
માનનીય ટ્રીબ્યુનલનો ચૂકાદો
માનનીય, ગુજરાત મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલે એવો ચૂકાદો આપ્યો કે ગુજરાત મૂલ્યવર્ધિત વેરા કાયદા તળે જે નિયમો ઘડવામાં આવ્યા છે તે પૈકી નિયમ ૧૮માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે કે જે વર્ષની આકારણી થાય, તે આકારણી મુજબ જે કાંઈ વેરો ભરવાની જવાબદારી થતી હોય તે મળવાપાત્ર વેરાશાખ સામે સરભર (adjust) કર્યા પછી પણ જો મળવાપાત્ર વેરાશાખની રકમ વધુ થતી હોય તે વધ જ પછીના વર્ષ માટે આગળ ખેંચી શકાય.
માનનીય ગુજરાત મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલે સ્પષ્ટ ચૂકાદો આપ્યો છે કે આકારણી કરનાર અધિકારી એક બાજુ વધુ ભરવાપાત્ર નક્કી થયેલ વેરો તથા તે ઉપર વ્યાજ દંડ લગાડી માંગણું ઉપસ્થિત કરે, અને બીજી બાજુ સરભર કરવાપાત્ર વેરાશાખ પછીના વર્ષ માટે ખેંચવાનો હુકમ કરે, તે કાયદા વિરુદ્ધની કાર્યવાહિ છે.
આથી માનનીય ટ્રીબ્યુનલે વિવાદી કંપનીની દલીલ માન્ય રાખીને સમગ્ર મળવાપાત્ર વેરાશાખ સામે, ભરવાપાત્ર વેરો બાદ કરવો. તેવો નિર્ણય આપ્યો, એટલે કે રીટર્નમાં પછીના વર્ષ માટે ખેંચેલ વેરાશાખ જેટલી વેરાશાખ. પછીના વર્ષ માટે ખેંચવી જ પડે તેવું કાયદામાં કોઈ બંધન નથી.
આવો જ આદેશ માનનીય ટ્રીબ્યુનલે કોસમોસ ઈન્ટરનેશનલ લી. વિ. ગુજરાત રાજ્ય S. A. No. 829 of 2011 ના કેસમાં તા. ૧૨-૭-૨૦૧૨ના રોજ આપેલ છે.

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved