Last Update : 23-July-2012, Monday

 

દુષ્કાળની કુદરતી આપદાનો કઈ રીતે સામનો કરી શકાય?

 

દેશના ઘણા ખરા વિસ્તારોમાં અને આપણા રાજ્યમાં દુષ્કાળનો બિહામણો પડછાયો વધવાની સાથે તેની પ્રતિકૂળ અને પ્રજાપીડન અસરોનો આરંભ થઈ ચુક્યો છે. અપાણાં રાજ્યમાં સતત સારા દશ વર્ષ પછી દુષ્કાળનો પડછાયો પણ આકરો અને અસહ્ય જણાય છે. રાજ્ય સરકાર દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી રહી છે. કેન્દ્રના કૃષિ પ્રધાન શ્રી શરદ પવાર અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી રમેશ જયરામના નેતૃત્વ નીચે કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાત લઈને દુષ્કાળની સ્થિતિ અંગેની વિગતો જાણીને તાત્કાલિક રીતે દુષ્કાળને પહોંચી વળવા માટે નાણાંકીય રકમ જાહેર કરીને ગુજરાતને દુષ્કાળરાહત માટે પુરતી રકમ આપવાનો સધિયારો આપેલ છે. ખાસ કરીને પીવાનું પાણી, પશુઓનો ચારો, અને રોજગારી આ ત્રણ બાબતો પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવેલ છે.
દુષ્કાળ એ ગંભીર કુદરતી આપદા છે. આ પ્રકારના આપદાના સમયે આપદ્ગ્રસ્તોને તમામ રીતે મદદ કરીને બેઠા કરવાના પ્રયાસો કરવા જોઈએ. આ માટે માત્ર સરકાર જ નહીં પણ સક્ષમ અને સંપન્ન તમામ વર્ગોએ પ્રયાસો કરવા જોઈએ. આપદ્ ગ્રસ્તોને મદદ કરીને આપદધર્મ અદા કરવો તે રાજધર્મ, સમાજધર્મ, સંસ્થાધર્મ અને લોકધર્મ છે. અગાઉના સમયમાં દુષ્કાળના સમયમાં રાજાઓ પોતાના અન્નભંડારો લોકો માટે ખુલ્લા મુકી દેતાં હતાં. રાજ ખજાનાનો ઉપયોગ આપદ્ ગ્રસ્તો માટે થતો. મહાજનો, સમાજના શ્રેષ્ઠીઓ, સંપન્ન લોકો પણ આપદ્ ગ્રસ્તો માટે ઉદાર સખાવત કરતાં હતાં. માત્ર માણસ માટે જ નહીં પણ પશુઓ માટે વ્યવસ્થા થતી હતી. તે સમયે ઘણાં જ રાજ્યોમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. ત્યાંથી સમગ્ર શહેરના લોકોને પીવાનું પાણી આપવામાં આવતું. પશુઓના નિભાવ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા થતી હતી.
દુષ્કાળના સમયમાં કોઈ ભુખમરાનો ભોગ ન બને તે માટે રાજ્ય, સમાજ, ધર્મસ્થાનો અને નગરશ્રેષ્ઠીઓ દ્વારા ખાસ કાળજી લેવાતી અને ઠેર ઠેર અન્નક્ષેત્રો, સદાવ્રતો શરુ કરતાં. આવા આપત્તિના સમયે સમયે 'ટુકડો ત્યાં પ્રભુ ઢુંકડો' એ અન્નપૂર્ણા મહામંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવતો હતો. સંત વર્ષ કબીરજીએ પણ કહેલ કે ''કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબકી બંદગી ઔર ભૂખે કો અન્ન દે'' આ રીતે અન્નદાન એજ શ્રેષ્ઠદાન છે. અને તેેનાથી વિધાતાએ લખેલ લેખ પણ બદલી શકાય છે. તેવી એક શ્રધ્ધાપૂર્વક માન્યતા છે પણ આ તો અગાઉની વાત થઈ. સાંપ્રત સમયમાં દુષ્કાળની આપદાને કઈ રીતે પહોંચી શકાય અને તે માટે કોણે શું કરવું જોઈએ. તેના પર પ્રગાઢ ચિંતન અને ત્વરીત કાર્ય કરવાની તાતી જરૃર છે.
અગાઉ એક એવી વ્યાપક માન્યતા હતી કે દુષ્કાળમાં અનાજનું ઉત્પાદન ઘટતાં તેની કારમી અછત સર્જાતાં અનાજના અભાવે લોકો ભૂખમરાનો ભોગ બને છે. અને ભૂખમરાના કારણે મરણ પણ થાય છે. પરંતુ અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. અમર્ત્ય કુમાર સેને કેટલાંક દુષ્કાળો અને તેની અસરોનો અભ્યાસ કરીને જણાવેલ કે દુષ્કાળના સમયે અનાજની અછતના પ્રશ્નો નથી પણ અનાજની ખરીદ શક્તિના પ્રશ્નો હોય છે. અનાજ તો મળે છે પણ તે ખરીદવાના લોકો પાસે નાણાં નથી.
દુષ્કાળમાં ખેતીમાં પાક નિષ્ફળ જતાં ખેતીમાં રોજગારી અસર બિનકૃષિ ક્ષેત્રો પર થતાં ત્યાં પણ રોજગારી ઘટે છે. આથી દુષ્કાળમાં સૌથી વધારે ગંભીર પ્રશ્ને રોજગારી હોય છે. આથી સરકારે ત્વરીત રીતે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રોજગારી આપવા માટેની વિવિધ કામગીરી હાથ ધરીને લોકોને રોજગારી આપીને આવક વૃધ્ધિ દ્વારા ખરીદશક્તિ વધારીને ભૂખમરા અને અર્ધ ભૂખમરામાંથી બચાવી શકાય. કેન્દ્ર સરકાર પ્રમાણે દેશમાં અનાજનો પુરતો જથ્થો છે. તેથી અનાજની અછતના પ્રશ્નો નહીં સર્જાય. પણ તે ખરીદવા માટેના નાણાં લોકોને મળે તે માટે વ્યાપક રીતે રોજગારલક્ષી રાહતકામો શરુ કરવા જોઈએ.
રોજગારી માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારીની બાહેંધરીના કાર્યક્રમનો અમલ થાય છે. તેમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની ખાત્રી આપવામાં આવે છે. તે વધારીને ૧૫૦ દિવસ કરાશે. તેથી પાંચ મહીના તો આ કાર્યક્રમ ધ્વારા જ લોકોને રોજગારી મળી જાય અને છ થી ચાર મહિના પશુપાલન, ગૃહઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, દ્વારા રોજગારી મળી શકે. પણ મનરેગાનો તેમ રોજગારલક્ષી રાહત કાર્યોનો અમલ પ્રમાણીકતા અને મિશન ભાવનાથી થવો જોઈએ. ૧૯૯૯માં સતત દુષ્કાળો પડેલ ત્યારે સૌરાષ્ટ્રના સંદર્ભમાં આ લખનાર દ્વારા દુષ્કાળ પર વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવેલ તેમાં ઘણી જ જગ્યાએ રાહત કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરાતી હતી તેમ જાણવા મળેલ. રોજગારી મસ્ટરમાં ખોટા નામો ઉપરાંત પુરતું વેતન પણ સમયસર ચુકવાતું ન હતું. આથી કેટલાંક વિસ્તારોમાં તો લોકોને ખરેખર દૈનિક ૨૫ પૈસા જેવું જ વેતન મળતું! જ્યારે તેમનાં નામે વધારે રકમ વેતન ચુકવણાં તરીકે ઉધારવામાં આવતી. આ પ્રકારની ગેરરીતિઓ દુષ્કાળ રાહતમાં ક્યાંય પણ ન થાય તે માટે સરકાર, લોકો, સંસ્થાઓને પ્રહરી તરીકે કામ કરવું જોઈએ.
રાહત કામોમાં હવે પછીના દુષ્કાળ નિવારક કામોને અગ્રીમતા આપવી જોઈએ. એટલે કે જે રીતે થાય તે રીતે જળસંચયની કામગીરી કરવી જોઈએ. આ માટે હાલના ડેમો, તળાવો, નદીઓ, સરોવરો ઊંડા અને વધારે પહોળાં કરવા ઉપરાંત નવા ચેકડેમો, તળાવો, સરોવરો, પાળાઓ, બંધો, આડબંધો, ભૂગર્ભ ટાંકાઓ, ખેત તળાવડીઓ વગેરેનું વ્યાપક રીતે બાંધકામ કરવા ઉપરાંત કુવા/બોર રીચાર્જની વ્યાપક કામગીરી હાથ ધરવી જોઈએ. એવું ગામમાં સરેરાશ ૭૫ ચેકડેમો, ૫૦૦ ખેત તલાવડી, ૫૦ તળાવો, ૫ આડબંધોનું આયોજન કરવા ઉપરાંત શહેરોમાં ૧૦ મોટા ડેમો અને દરેક ઘરમાં/મકાનમાં વરસાદના પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકાઓ અને અગાઉ જે વાવ, તળાવ કે પાણીના સંગ્રહસ્થાનો હતાં તેને પુનઃ સ્થાપિત કરવા જોઈએ. દરેક સોસાયટી/શેરીમાં વરસાદના પાણીના સંગ્રહ માટે પણ વ્યવસ્થા થવી જોઈએ.
આમ હાલના દુષ્કાળ રાહત કામોમાં તમામ સ્તરે જળસંચયના કામોને ટોચ અગ્રતા આપી ગામ અને શહેર પ્રમાણે લક્ષ્યાંકો નક્કી કરીને તે પ્રમાણે કામગીરી થાય તો આવનરા સારા ચોમાસામાં સર્વત્ર જયસંચય થતાં 'સુજલામ્ સુફલામ્'ને સાકાર કરીને દુષ્કાળની અસરોને ઓછી કરી શકીએ.
દુષ્કાળમાં બીજો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન છે. તાત્કાલીક રીતે ગામડાઓ અને શહેરોમાં પાણીના જીવંત સ્રોતો છે તેનું સંકલન કરીને તેને એક જગ્યાએ એકત્રિત કરીને તેમાંથી લોકોને પીવાનું પાણી આપવું જોઈએ. એજ રીતે જે નદીઓમાં ઘણું જ પાણી છે તેને કેનાલ કે પાઈપ લાઈન ધ્વારા શહેરો અને ગામોમાં લાવીને લોકોને જળ વિતરણ કરી શકાય. નર્મદાના તીરે રાજ્યમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય. દુષ્કાળમાં ખેતીમાં સૌથી વદારે અસર થાય છે. ૫૮ ટકા ઉપરાંત લોકો ખેતીમાં નભે છે. તેથી તેઓની રોજગારી પર અસર થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં બિનકૃષિ ક્ષેત્રો જેમ કે ગ્રામોદ્યોગ, કલા-કારીગરી, મરઘા-બતકા ઉછેર, ફીશરીઝ, ગૃહ અને કુટિર ઉદ્યોગો, સ્વરોજગાર ક્ષેત્રો, ખાદ્ય પ્રક્રીયાત્મક ઉદ્યોગો વિકસાવીને ખેતી પરનું રોજગારીનું અવલંબન ઘટાડવું જોઈએ. આમ થાય તો દુષ્કાળમાં ખેતીમાં, રોજગારી ન મળે તો આ બધા ક્ષેત્રોમાં રોજગારી મળી શકે.
દુષ્કાળની કુદરતી આપદાના સમયે સમગ્ર સમાજ, બિન સરકારી સંગઠનો, ઉદ્યોગો, નગર શ્રેષ્ઠીઓ, મહાજનો, મંદીરો, મઠો, સાંસ્કૃતિક સંગઠનો વગેરેએ એકમ મળીને ગરીબો માટે રસોડાઓ શરૃ કરી તેઓને બન્ને સમય ભોજન આપવું જોઈએ. શરમને કારણે જે લોકો રાહત રસોડાનો લાભ ન લઈ શકે તેવાઓને અનાજ, કઠોળ, ચા-ખાંડ વગેરે જીવન જરૃરી વસ્તુઓ આપવી જોઈએ. આ ઉપરાંત વસ્ત્રો, શિક્ષણ આરોગ્ય, સ્ત્રીઓ અને બાળકો વગેરે માટે વિશિષ્ટ સહાય આપવી જોઈએ.
જે વિસ્તારો/રાજ્યોમાં દુષ્કાળથી ત્યાંથી ઘાસચારો લાવીને પશુ પાલકોને રાહતદરે આપવો જોઈએ. સમાજ અને સંગઠનોએ ગૌશાળા અને અબોલ પશુઓના નિભાવ માટેની સર્વાંગી વ્યવસ્થા કરવી જોઈએ.
આ ઉપરાંત વ્યાપક રીતે જંગલ સ્થાપન કામગીરી દ્વારા અત્યારથી જ વૃક્ષોના વાવેતર માટેના ખાડાઓ, પાળાઓ, પાણી વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. દુષ્કાળની આપદામાં કોઈ આત્મહત્યા ન કરે તે માટે આવા લોકોને ત્વરીત રીતે રાહત આપવી જોઈએ. ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદ આવે અને દુષ્કાળના પ્રશ્નો ઘટે તેવી પ્રાર્થના કરીએ.

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved