Last Update : 23-July-2012, Monday

 

યીસ્ટ અને ફુડ ઈન્ડસ્ટ્રીઝ વિશે જાણકારી

 

સુક્ષ્મ-જીવાણુંઓમાંથી ખોરાક બનાવવાની પ્રક્રિયા હજારો વર્ષ પહેલા વિકસેલ છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારના ખોરાક અને પીણાઓ બનાવવા માટે થતો આવ્યો છે. વર્ષો પૂર્વે જ્યારે દૂધનો વપરાશ થવા લાગ્યો અને આ દૂધ પડી રહેવાથી દૂધ જાડું થતું ગયું તેવું માનવીએ જાણ્યું ત્યારે માનવ સહજ આ પ્રક્રિયાની શોધમાં પડયો ત્યારે જાણવા મળ્યું કે દૂધના પડી રહેવાથી તેમાં જીવાણુંઓની વૃદ્ધિ થાય છે અને તેના કારણે દૂધ જાડું થતું જાય છે. આ શોધને લોકોએ યોગાર્ટ નામ આપ્યું આ રીતે થયેલ પ્રક્રિયામાં જીવાણુંઓની હાજરી દૂધમાં હોવા છતાં આ જાડું દૂધ પીવા માટે યોગ્ય હતું તેવું જાણ્યા પછી તેનો વપરાશ યોગાર્ટ તરીકે થતો આવ્યો છે.
આજે ઘણી ઈન્ડસ્ટ્રીઝ સુક્ષ્મ જીવાણુંઓનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે છે. તેમાં મુખ્ય પીણાઓ, ડેરી, બ્રેવરીઝ છે. ડેરી ઉદ્યોગમાં સુક્ષ્મ-જીવાણુંઓના રોલની શરૃઆત ખેતરથી થાય છે. જ્યાં ગાય-ભેંસ ઘાસ ખાય છે. આ ઘાસનું ગાયના શરીરમાં રહેલા સુક્ષ્મ-જીવાણુંઓ દૂધમાં રૃપાંતર કરે છે. સાથે તેની પાચન શક્તિમાં વધારો કરે છે. તે એક જાતની પ્રાણી શરીરની ફેક્ટરી જ છે.
આ રીતે દૂધના ઉત્પાદન બાદ તેમાં અલગ અલગ પ્રકારનાં સુક્ષ્મ-જીવાણુંઓ વડે જુદાજુદા પ્રકારના ખોરાક બનાવી શકાય છે. જેમકે યોગાર્ટને બનાવવા માટે લેકટિક એસિડ અને જીવાણુંઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે દૂધને જમાવવામાં મદદ કરે છે અને યોગાર્ટ પ્રકારનો સ્વાદ પણ આપે છે.
ચીઝ ઃ- ચીઝ બનાવવાના પ્રોસેસમાં પેચ્યુરાઈઝડ દૂધને એક વેસલ્સમાં ભરવામાં આવે છે. ત્યારબાદ તેને કન્ટીન્યુસ સ્ટરીંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં સુક્ષ્મ-જીવાણુંઓને ઉમેરવામાં આવે છે. સાથે એસિડીક રીએકશન આપી ચીજ મેળવવામાં આવે છે.
બેકરી ઉદ્યોગ ઃ- બેકરી ઉદ્યોગમાનાં ઉત્પાદનોનું એક મહત્વનું પ્રોડકટસ પાઊ છે. તેમાં સુક્ષ્મ-જીવાણુંઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના સુક્ષ્મ-જીવાણુંને યીસ્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના યીસ્ટ લોટને આથો આપવાનું કામ કરે છે. લોટ કે કણક યીસ્ટના કારણે ફુલે છે જે ઓક્સીજનની સાથે સંયોજનના પરિણામે કાર્બનડાયોકસાઈડ ગેસ ઉત્પન્ન કરે છે. આ ગેસથી બબલ બની પાવને ફુલાવે છે.
પાંઉ બનાવવા માટે લોટ, પાણી, સોલ્ટ, એમોનિયમ બાય કાર્બોનેટ અને યીસ્ટના મિશ્રણ અને ગરમીની મદદથી પાઉં તૈયાર થાય છે.
યીસ્ટ શું છે ? યીસ્ટ એક જાતનું ફર્મેન્ટીંગ એજન્ટ છે. યીસ્ટનો ઉપયોગ વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝમાં વિવિધ રીતે કરવામાં આવે છે. અને તેના પ્રકારો પણ અલગ અલગ હોય છે. જેવાકે બેકર યીસ્ટ, ડીસ્ટલરી યીસ્ટ, ફોડર યીસ્ટ, ફુડ યીસ્ટ અને ઈન એકટિવ ડ્રાયડ યીસ્ટ સાથે તેના ગુણધર્મો પણ અલગ અલગ હોય છે. તે વિશે જાણીએ.
* બેકર યીસ્ટઃ- વાઈટ અથવા યેલો વાઈટ, સોફટ, જલદીથી માસને તોડી શકે તેવું, ખટાશ પ્રકારની વાસવાળુ, આ યીસ્ટના બીજા ત્રણ પાસા હોય છે તેના વિશે. (૧) કોમ્પ્રેસ યીસ્ટ (૨) એકટીવ ડ્રાયડ યીસ્ટ (૩) ઈનસ્ટન્ટ ડ્રાયડ યીસ્ટ.
* કોમ્પ્રેસ યીસ્ટઃ- આ યીસ્ટમાં ૬૮ થી ૭૦ ટકા મોઈલ્યર હોય છે. સેલ્ફ લાઈફ ૧૦ થી ૧૫ દિવસ સુધીની હોય છે.
* એકટિવ ડ્રાયડ યીસ્ટઃ- ફ્રેશ એકસ્ટ્રયુડેડ વેક્યૂમ ડ્રાયડ હોય છે. તેના કારણે બેકર યીસ્ટમાં રહેલ ૬૮ થી ૭૦ ટકા મોઈશ્વરને બદલે ૬ થી ૮ ટકા જેટલું જ મોઈશ્ચર હોય છે. સેલ્ફ લાઈફ છ મહિના હોય છે.
* ઈનસ્ટન્ટ ડ્રાયડ યીસ્ટઃ- ઈનસ્ટન્ટ એકટિવ ડ્રાયડ પીસ્ટ જે હાઈ ફર્મેન્ટેશન ટેકનોલોજી છે. તેના ખૂબ જ નાના પાર્ટીકલ હોય છે. તેમાં ૪ તી ૬ ટકા મોઈશ્ચર હોય છે. સેલ્ફ લાઈફ અન્ડર વેક્યૂમ રૃમ ટેમ્પ્રેસરે એક વર્ષ સુધીની હોય છે.
* ડીસ્ટલરી યીસ્ટઃ- આ યીસ્ટનો ઉપયોગ ફર્મેન્ટ મોલાસિસ અને કાર્બોહાઈડ્રેટ મેન્યુફેકસરીંગ ઈન્ડસ્ટ્રીયલ અને પોટેબલ આલ્કોહોલ માટે થાય છે.
* કલ્ચર યીસ્ટઃ- ડીસ્ટલરી પોતાની રીતે જ આ યીસ્ટ જોઈતા પ્રમાણે પોતેજ બનાવે છે. કારણ કે મોલાસિસના રેટ ઉંચા જતા હોવાને કારણે કોસ્ટ એડજેસ્ટ માટે ડે ટુ ડેનું પ્રોડકશન લેબ સ્કેલ ઉપર કરે છે.
* ફોડર અને ફુડ યીસ્ટઃ- આ બન્ને પ્રકારની યીટ નોર્મલ કન્ડીશનમાં ગમે તે ફુડમાં વાપરી શકાય છે જેવા કે ફર્મેન્ટેશનને લગતા, તેની સેલ્ફ લાઈફ ઉંચી હોય છે.
* ઈન એકટિવ ડ્રાઈડ યીસ્ટઃ- આ યીસ્ટમાં ઉંચા પર્સન્ટેડ પ્રોટેઈન, અને વિટામિન, મિનરલ્સ જેવા સોર્ચીસ હોય છે. આ યીસ્ટ ઉંચી ગુણવતા ધરાવે છે.
* લાઈસન્સઃ- ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરિટીઝ ઈઝ એ મસ્ટ

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved