Last Update : 23-July-2012, Monday

 

ભાવ વધારા પાછળ કોમોડિટી વાયદા જવાબદાર છે ખરા?
ગમે તે કારણસર વાયદાના વેપારમાં સમાવિષ્ટ હોય તેવી જણસના ભાવમાં વધારો થાય ત્યારે ચારેબાજુથી એક જ અવાજ સંભળાય છે કે આ કોમોડિટી વાયદાના કારણે જ ભાવમાં વધારો થયો છે... તો શું

 

ભૂતકાળમાં તુવેર, અડદ, સોયાતેલ, ચણા, ગુવાર, ગુવારસીડ અને તાજેતરમાં બટાકાના વાયદા પર પ્રતિબંધ મુકાયો છે. આમ છતાંય તેના બજાર ભાવમાં કોઈ ફરક પડયો નથી. તો પછી ભાવ વધારા અને કોમોડિટી વાયદાને કોઈ લેવા-દેવા ખરા?
કોમોડિટી ઃ વાયદા અને હાજર બજારનું ચિત્ર
જણસ વાયદાના ભાવ હાજર ભાવ

જીરૃ ૧૯૬૨૫-૦૦ ૧૫૮૮૦-૦૦ -૧૯ ૧૬૫૦૦-૦૦ ૧૬૧૫૭-૦૦ -૨
સોયાબીન ૪૫૪૯-૫૦ ૩૯૩૪-૦૦ -૧૪ ૪૫૨૦-૦૦ ૪૫૪૫-૦૦ + ૦.૫૦
એરંડા ૪૭૪૦-૦૦ ૪૧૯૬-૦૦ -૧૧ ૪૨૭૧-૦૦ ૪૦૫૨-૦૦ -૫
ધાણા ૫૩૦૦-૦૦ ૪૬૯૪-૦૦ -૧૧ ૫૦૧૭-૦૦ ૪૭૮૧-૦૦ -૫
હળદર ૬૬૦૮-૦૦ ૫૮૭૦-૦૦ -૧૧ ૫૭૭૬-૦૦ ૫૪૭૬-૦૦ -૫
બટાકા ૧૩૨૦-૦૦ ૧૧૮૨-૦૦ -૧૦ ૧૧૯૦-૦૦ ૧૧૭૦-૦૦ -૨
ંમરચું ૬૩૨૪-૦૦ ૫૬૮૮-૦૦ -૧૦ ૫૯૫૭-૦૦ ૫૭૭૯-૦૦ -૩
મકાઈ ૧૫૧૮-૦૦ ૧૪૪૨-૦૦ -૫ ૧૩૮૬-૦૦ ૧૪૧૫-૦૦ + ૨
ઘઉં ૧૪૨૫-૦૦ ૧૩૭૩-૦૦ -૪ ૧૩૯૭-૦૦ ૧૪૦૯-૦૦ + ૦.૮૦
ખાંડ ૩૫૧૫-૦૦ ૩૪૮૧-૦૦ -૧ ૩૭૪૦-૦૦ ૩૬૨૮-૦૦ -૩
પામોલીન ૬૧૮-૦૦ ૬૧૩.૫૦ -૧ ૬૪૧-૦૦ ૬૨૮-૦૦ -૨
(તમામ આંકડા રૃપિયા/કિવન્ટલ દીઠ)

કોઈ એક મુદ્દાને લઈને ઘેટાશાહીનું વલણ અપનાવવું એ હવે નવી બાબત રહી નથી. ગમે તે ઘટના હોય પણ પાછળથી તો તે ઘટનામાં ઘેટાશાહી એટલે કે બધા એક સરખો જ વ્યવહાર અપનાવીને તેની પાછળ પડી જવાય છે. કોમોડિટી વાયદાની બાબતમાં પણ આવું જ થયું છે. ગમે તે કારણ હોય પરંતુ જે જણસમાં વાયદાના કામકાજ થતા હોય તે જણસના ભાવ વધે એટલે ચારેકોરથી એક સરખાં જ હોબાળો થાય છે. આ 'વાયદાના સોદા'ના લીધે ભાવમાં ભડકો થયો છે. વાયદાના સોદાએ દાટ વાળ્યો છે. સરકારે આ બધું બંધ કરાવી દેવું જોઈએ. ગમે ત્યાં બેઠા હોય, ઘર હોય કે ઓફિસ, પાનનો ગલ્લા હોય કે પછી પોળના ઓટલા પરની મિટીંગ, ચારેય બાજુ કોમોડિટી વાયદા પરજ તવાઈ આવતી હોય છે.
ચાલુ ૨૦૧૨ના વર્ષમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તો વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, સાથો સાથ અહીં એ પણ કહેવું પડે કે આ વખતનો ભાવ વધારો ખૂબ આકરો બની રહ્યો છે. કારણ એ જ કે આ વખતે એવી એક પણ વસ્તુ બચી નથી કે જેના ભાવ વધ્યા ન હોય. મોટાભાગની ચીજ-વસ્તુઓના ભાવમાં ભડકો થઈ જતા આ વખતે તો મધ્યમવર્ગના લોકોનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. આ વાત પણ એટલી જ વાસ્તવિક અને મહત્વની છે.
ફરી એકવાર આપણે મૂળ વાત પર આવીએ તો, ચાલુ વર્ષે ચોમાસાની ખેંચ અને તેના પગલે વાવેતર વિસ્તારમાં ઘટાડો થતા ઓછા ઉત્પાદનના હાઉ પાછળ બજારોમાં મોટા પાયે હલચલ જોવા મળી હતી. આગામી સમયમાં ઉદભવનારી મુશ્કેલીનો કેટલાક તત્ત્વોએ ફાયદો ઊઠાવ્યો હશે એ બાબત અલગ છે. જ્યારે ભાવમાં વધારો તો અગાઉથી થયેલો જ છે. તો પછી આ ટાણેજ ભાવ વધારાના મુદ્દાને લઈને કોમોડિટી વાયદા પર જ દોષ ઢોળવો એ કેટલું વાજબી છે?
અને જો દોષ ઢોળીએ પણ તાજેતરમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડતા વાવેતર વિસ્તારમાં વધારો થતા વિતેલા દસેક દિવસમાં જ કૃષિ વાયદાના તેમજ હાજર બજારના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હવે જો માત્ર વાયદાના કારણે જ ભાવમાં ઉછાળો નોંધાયો હોય તો તાજેતરમાં ભાવમાં ઘટાડો થવા પાછળનું કારણ શું? તાજેતરમાં વિવિધ કોમોડિટીના વાયદાના ભાવ ઊંચા જ રહ્યા છે. અને પણ લાંબા સમયથી. ગત સપ્તાહે મંદ પડેલા ચોમાસાએ પુનઃ જોર પકડતા સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
સખત નિયમનકારી પગલાંઓ અને ખરીફ પાકના મોટાભાગના ઉત્પાદન વિસ્તારોમાં ચોમાસુ સક્રિય બનવાને પગલે ગયા સપ્તાહમાં કૃષિ કોમોડિટીઝના વાયદાના ભાવ ૨૦ ટકા જેટલા દબાયા છે. જો કે વરસાદ મોડો પડતા ખરીફ વાવણી પર થયેલી અસરને કારણે ઉત્પાદન ઓછું આવવાના ભયે હાજરમાં ભાવ ઊંચા જળવાઈ રહ્યા છે. કોમોડિટીના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર બની શકે છે, કારણ કે તે ફુગાવાનું દબાણ ઘટાડી શકે છે. પોતે લીધેલા પગલાંઓ માટે પોતાની સામે બદલો લેવાઈ રહ્યો હોવાનું કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારના નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ને લાગી રહ્યું છે.
ચોમાસુ સક્રિય બનતા અને નિયમનકારી પગલાંઓને કારણે ભાવ દબાયા છે એમ સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. જો કે વાયદાની સરખામણીએ હાજરના ભાવમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ઊંઝા બજારમાં હાજર જીરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૬૧૫૭ આસપાસ બોલાઈ રહ્યો છે. આમ આ ભાવ ફરકનો ટ્રેડરો આર્બિટ્રેજ કરી લાભ લઈ રહ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત તથા કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ગયા સપ્તાહના અંતિમ ભાગમાં પડેલા સારા વરસાદને કારણે તેની ખાધ જે ૧૯ ટકા હતી તે હવે ઘટીને ૧૬ ટકા પર આવી ગઈ છે. નોંધપાત્ર વરસાદને કારણે ખેડૂતા ફેર વાવણી પણ કરવા લાગ્યા છે. જે કોમોડિટીઝના ભાવમાં અસાધારણ વધારો જોવા મળશે તેના વાયદાના વેપાર પર પ્રતિબંધ મૂકી ેદેવાશે એવી સરકાર તરફથી આવી પડેલી ચીમકીની પણ અસર જોવા મળી રહી હોવાનું વાયદા બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
આ વર્ષે વરસાદ ૯૦ ટકાથી ઓછો રહેશે એવી વેધશાળાની આવી પડેલી આગાહી બાદ કૃષિ કોમોડિટીઝના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કેટલીક કોમોડિટીના ભાવમાં તો વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. ભાવમાં અસાધારણ ઉછાળો ન આવે તે માટે આગોતરા પગલાં તરીકે વાયદા પંચે અનેક જણસોના વેપાર પરના માર્જીનમાં વધારો કરી નાખ્યો છે એટલું જ નહીં ભાવની વધઘટ પર બારીક નજર પણ રાખી રહ્યું છે.
હકીકતમાં તો ભાવ વધારા અને વાયદાના વેપારને ખાસ કોઈ સીધો સંબંધ જ નથી. હા, જેતે પરિબળની વાયદાના વેપાર પર અસર થતી હોય છે. પણ તેનાથી કોઈ ભાવ ઉછાળો થતો નથી. કોઈ ચીજ-વસ્તુના ભાવ ઉછળે તેની પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે. આ પરિબળો સ્થાનિક સ્તરના અને વૈશ્વિક સ્તરના પણ હોય છે. જ્યારે આ પરિબળોનું જોર વધે તે વખતે ભાવમાં વધારો થતો હોય છે. આ ભાવ વધારો માત્ર ખાદ્ય ચીજ વસ્તુઓમાં જ થતો હોય છે એવું નથી. અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો જ છે. અને આ બધી ચીજ વસ્તુઓ એવી છે કે જેમાં કોઈ વાયદાનો વેપાર થતો નથી.
ગત વર્ષ પર એક નજર કરીએ તો તે વખતે સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી ઉદ્ભવી હતી. આ આગઝરતી તેજીના મૂળમાં વૈશ્વિક પરિબળો હતાં. દેશભરના બજારોની સાથો સાથ આ બંને તેમની વસ્તુઓના વાયદામાં પણ તોફાની તેજી શમી ગઈ અને હાલ તે તેજી વેળાના ઊંચા ભાવ વર્ષ પછી પણ જોવા મળ્યા નથી. સોના-ચાંદીમાં ઉદભવતી આ તેજી તો હાજર બજારમાં અને વાયદામાં તેમજ વિશ્વભરમાં જોવા મળી હતી. માત્ર વાયદાના સોદાના કારણે આ તેજી ઉછળતી હોય તેમ નહતું.
આ રીતે જ ભૂતકાળમાં વધુ ઊંડા ઉતરીએ તો ૨૦૦૭માં સરકારે તુવેર અને અડદના વાયદા પર પ્રતિબંધ નાંખ્યો હતો તે આજ દિન સુધી ઉઠાવ્યો નથી. આમ છતાં તેના ભાવ ઉંચા જ છે. ૨૦૦૯માં ખાંડના વાયદા પર પણ પ્રતિબંધ નાખ્યો હતો. તે વેળાએ પણ ભાવમાં કોઈ ફેરફાર થયો નહતો. ત્યારબાદ, ગત વર્ષે ગુવાર અને ગુવારસીડના વાયદા પર પ્રતિબંધ નાખ્યો તે પછી પણ સ્થિતિ યથાવત જ રહી છે. તાજેતરમાંજ બટાકાના વાયદા પર પ્રતિબંધ નાંખ્યો છે છતાં, આજે પણ બટાકાના ભાવ એટલા જ છે. ખાસ કોઈ જ પરક પડયો નથી. આમ, અહીં એ બાબત ફલીત થાય છે કે વાયદાના વેપાર અને ભાવ વધારાને ખાસ કોઈ સંબંધ નથી. હા, એ બાબત છે કે વાયદામાં વેપાર ઊંચા થતા હોય છે.
થોડા સમય આ બૂમ ઊઠી તે વેળાએ કોમોડિટી નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશને પોતાનું સમગ્ર તંત્ર કામે લગાડી દીધું હતું. વિવિધ બજારોમાં થયેલા સોદાના સંપૂર્ણ નિરીક્ષણ અને તપાસ બાદ તે વેળાએ નિયામકે એમજ જણાવ્યું હતું કે કોમોડિટીઝના વાયદામાં કોઈ ગેરરીતિ આચરાયેલી નથી. તમામ સોદા નીતિ નિયમો મુજબ જ થયેલા છે. માત્ર પરિસ્થિતિને આધીન કેટલાક સોદામાં ઊંચા ભાવ જોવા મળ્યા હતા. અન્ય તમામ વાયદામાં રૃટીન કામકાજ હતા. આમ, ફોરવર્ડ માર્કેટ કમિશનનો આ રિપોર્ટ પણ એ બાબત સ્પષ્ટ કરે છે કે વાયદાના સોદા અને ભાવ વધારાને કોઈ સંબંધ નથી.
આ સમગ્ર બાબતના મૂળામાં વાત કરીએ તો, જ્યારે કોઈ વસ્તુની ખેંચ ઊભી થાય એટલે કે પૂરતો પુરવઠો ન હોય ત્યારે ભાવમાં ભડકો થાય છે. ભૂતકાળમાં ગુવાર અને ગુવારસીડમાં આવું જ થયું હતું. આ જણસની મોટે ભાગે નિકાસ થાય છે. તેના કારણે માલ ખેંચ ઉદભવતા ભાવ ઉછળ્યા હતા. હાજર બજારમાં ભાવ ઉંચા હોય તેથી સ્વભાવિક વાયદાના ભાવ ઉંચા જ હોય છે. અગાઉ સોના-ચાંદીની તેજી વખતે પણ આવું જ એટલે કે હાજર બજાર કરતા વાયદાના ભાવ ઉંચા જોવા મળ્યા હતા. આ જણસો પૈકી ગુવાર પર પ્રતિબંધ અમલી બન્યો હતો. તેમ છતાં તેના ભાવ નીચા ઉતર્યા ન હતા. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બજારમાં જ્યારે માલ ખેંચ ઉદ્ભવતી હોય ત્યારે ભાવમાં ભડકો થતો જ હોય છે. અને માલ ખેંચ કોમોડિટી વાયદાના કારણે જ ઉદ્ભવતી હોય તેવું નથી તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે.
અત્રે એ પણ નોંધનીય રહેશે કે એવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જેનું ક્યારેય પણ વાયદા સ્વરૃપે ટ્રેડિંગ થયું નથી. આમ છતાં પણ તે ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થયેલો છે. તો બીજી તરફ આ પણ એટલું જ સત્ય છે કે આપણા દેશમાં ઘઉં અને ચોખાનું મબલખ ઉત્પાદન નહીં બલ્કે વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં તેના ભાવમાં સરેરાશ ૭ ટકા જેટલો વધારો નોંધાયો છે. બોલો, હવે આમાં વાયદાના વેપારનો કોઈ વાંક ખરો?
કૃષિ લક્ષી ઉત્પાદનોમાં માંગ અને પુરવઠા વચ્ચે જે અસમતોલન પેદા થાય છે તે ભાવ નિર્ધારણ કરે છે. ભારતમાં ઘણા બધા સ્થળોએ કૃષિ ક્ષેત્રની અવગણના કરીને ખેતીને રાજકીય ઓપ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે એક તરફ ઘઉં-ચોખાનું વિક્રમી ઉત્પાદન થયું હતું તો બીજી તરફ તેલીબીયા અને કઠોળના ઉત્પાદનમાં સરેરાશ ૫ ટકા જેટલો ઘટાડો થયો હતો. કૃષિ લક્ષી ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે ઉદ્ભવતી ખાદ્યને આયાત કરીને સરભર કરવામાં આવે છે. આયાત પાછળ ઉંચો ખર્ચ થતો હોઈ તે કોમોડિટીના ભાવ ઉંચા જ મૂકવામાં આવે છે. આમ, આ મહત્વના મુદ્દાની ક્યારેય નોંધ લેવામાં આવતી જ નથી. ફક્ત ઘઉં ચોખાના વિક્રમી ઉત્પાદનની જ વાતો કરવામાં આવે છે.
આ પ્રકારના બીજી એક મહત્ત્વના મુદ્દા પર નજર કરીએ તો ઓછા પાકના કારણે બજારમાં જે જણસ-કોમોડિટીની તંગી સર્જાતી હોય છે. બીજી બાજુ સરકાર દ્વારા એમએસપીમાં (મીનીમમ સપોર્ટ પ્રાઈસ) કરાતા સતત વધારા તેમજ ખુલ્લા બજારમાંથી પ્રાપ્તિની નીતિના કારણે પાકની સમગ્ર પેટર્નમાં ફેરફાર થઈ ગયો છે. સરકાર અસમતોલન ઘટાડવાની દિશામાં પગલા ભરવાના બદલે અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અન્ય મુદ્દાઓમાં એક મુદ્દો વાયદાનો વેપાર પણ છે. ભૂતકાળમાં આ નીતિને કારણે જ કેટલાક જણસોના વાયદાના વેપાર પર પ્રતિબંધ અમલી બનાવાયો છે. નિયામક તંત્ર ભાવ સપાટી કેવી રીતે જાળવી રાખવી તે માટે પગલા ભરતું નથી. અને પાડાના વાંકે પખાલીને ડામ જેવા પગલા ભરે છે. આમ, જ્યારે જ્યારે ભાવ વધારો થાય ત્યારે કોમોડિટી વાયદાને જ દોષિત ગણવામાં આવે તે કેટલે અંશે વાજબી છે?
અત્રેએ ઉલ્લેખનીય રહેશે કે ભૂતકાળમાં એટલે કે ૨૦૦૭માં સરકારે નિષ્ણાંતો સાથે આ મુદ્દે એક કમિટિની રચના કરી હતી. આ કમિટિએ પણ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વાયદાથી ભાવમાં કે ફુગાવામાં વધારો થાય તે શક્ય નથી. તો પછી છાશવારે શું કામ એકના એક ઢોલ-નગારા પિટવામાં આવે છે? હકીકત તો એ છે કે આપણે કૃષિ ક્ષેત્રની અવગણના કરીએ છીએ. આપણું તંત્ર કૃષિ માટે સિંચાઈની અથવા તો પર્યાપ્ત પ્રમાણમાં અન્ય સમક્ષ તો ઉભી ખરી શકાતી નથી. આ મુદ્દાને લઈને જ સઘળી સમસ્યાઓ ઉદ્ભવે છે. આમ, આપણે મહત્ત્વની વાતને પ્રાધાન્ય આપવાને બદલે અન્ય પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ. કૃષિ ક્ષેત્રને લઈને ઉદ્ભવતી સમસ્યાઓ દૂર કરવા આપણે કૃષિ ક્ષેત્ર પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. માત્ર જોગવાઈઓ અને પેપરવર્કથી કામ નહીં ચાલે. તેના માટે ચોક્કસ, અસરકારક પગલા ભરવા પડશે. જો આવા નક્કર પગલા ભરાશે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવશે. નહીંતર જેવી છે તે પરિસ્થિતિ ભવિષ્યમાં પણ જોવા મળશે જ તેમ કહેવું જરા પણ અસ્થાને નથી.

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved