Last Update : 20-August-2012, Monday

 

કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ

ભૂતપૂર્વ સુરેશ જૈન માર્ચમાં કરાવેલી બાયપાસ સર્જરી બાદ સમયાંતરે ખરાબ તબિયતનું કારણ ધરી જામીન લંબાવવાની અરજી કરાવી રહ્યા હોવાનો આરોપ

મુંબઈ તા. ૧૯
૧૬૯ કરોડ રૃપિયાના જલગાંવ હાઉસિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ ગૃહ નિર્માણ પ્રધાન તથા ધારાસભ્ય સુરેશ જૈનને માર્ચ મહિનામાં જ્યારથી ન્યાયિક હિરાસતમાં લેવામાં આવ્યા છે ત્યારથી તેઓ જુદી-જુદી હોસ્પિટલમાં ખરાબ તબિયતને કારણે સારવાર હેઠળ છે. આ કારણે જ કૌભાંડના ભોગ બનેલા તમામ લોકોનો ગુસ્સો ઘણો વધી ગયો છે.
જલગાંવના રહેવાસીઓનો મુખ્ય ગુસ્સો એ બાબતે છે કે ખુદ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ તેમની હાર્ટ સર્જરી પછી દસ દિવસમાં કામ પર લાગી ગયા હતા અને એ જ રીતે ઉદ્ધવ ઠાકરે આઠ દિવસ પૂરતા જ હોસ્પિટલમાં રોકાઈને પાર્ટીના કાર્યોમાં પરોવાઈ ગયા હતા. તેમ છતાં ૨૨ માર્ચે કરાવેલી સર્જરી બાદ લગભગ પાંચ મહિના થવા આવ્યા હોવા છતાં સુરેશ જૈન હજી હોસ્પિટલમાં જ આરામ ફરમાવી રહ્યા છે.
સુરેશ જૈન શિવસેના-બીજેપીની સરકારમાં કેબિનેટ પ્રધાન હતા અને જ્યારે જલગાંવ હાઉસિંગ કૌભાંડ થયું ત્યારે તેઓ ગૃહનિર્માણ પ્રધાન હતા. ૧૦ માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦ દિવસ બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા હતા. માર્ચ ૨૨ના રોજ તેમની તબિયતને ધ્યાનમાં રાખી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ૨૫ માર્ચે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી રજા મેળવ્યા પછીના એક મહિના સુધીમાં ફરી પોલીસ શરણે થવાશે એક સ્થાનિક કોર્ટે સુરેશ જૈનને આદેશ આપ્યો હતો. જોકે ત્યાર પછી તેઓ ઘણી ખાનગી હોસ્પિટલમાં સારવાર કે આરામ કરવાના કારણોસર દાખલ થયા છે.
મે મહિનામાં તેમણે જામીન લંબાવવાની અરજી કરી હતી અને કેઈએમ હોસ્પિટલના મેડિકલ બોર્ડે કરેલી તપાસ બાદ છ અઠવાડિયા સુધી તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ કારણે તેમની જામીન ત્રણ અઠવાડિયા લંબાવી દઈ પાંચ જુલાઈએ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ તારીખના પંદર દિવસ પહેલાં તેમણે ફરી જામીન લંબાવવાની અરજી કરી હતી, પણ એ ફગાવી દેવામાં આવી હતી. તેમ છતાં કોર્ટે તેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મેળવવાની અનુમતિ આપી હતી. ૩૦ જુલાઈએ ફરી તેમણે જામીન લંબાવવાની અરજી કરી હતી અને આ વખતે પણ એને રદ કરવામાં આવી હતી.
સુરેશ જૈન વિરુદ્ધ કેસ કરનારાઓને લાગી રહ્યું હતું કે તરત જ તેમને જેલના અધિકારીઓને રીપોર્ટ કરવાનું કહેવામાં આવશે, પણ ૨૧ ઓગસ્ટની તારીખ પાડી તમામ મેડિકલ રીપોર્ટ કોર્ટમાં બતાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે અસંતોષ વધુ તીવ્ર બન્યો છે. સુરેશ જૈનને ખાનગી હોસ્પિટલમાં જ મળી રહેલી સારવાર પર પણ ઘણા પ્રશ્નાર્થ મૂકાયા છે.
જોકે અત્યારે જસલોક હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા સુરેશ જૈનના ડોક્ટરોએ કહ્યું છે કે તેમની મુશ્કેલી ઘણી ગંભીર છે અને દર અઠવાડિયે તેમના રિપોર્ટ કોર્ટને મોકલવામાં આવે છે અને રિકવરી થતા જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જોકે એમ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે મહિનાઓ પહેલાં જ કેઈએમ હોસ્પિટલની મેડિકલ ટીમે તેમની તબિયતને સારી બતાવ્યા પછી પણ આ મુશ્કેલીઓ બતાવવામાં આવી રહી છે અને તેમને જલદી ડિસ્ચાર્જ આપવામાં નથી આવી રહ્યું.

સુરેશ જૈનનો હાઉસિંગ કૌભાંડ
૧૯૯૭માં જલગાંવથી ધારાસભ્ય બનેલા સુરેશ જૈને ઝૂંપડપટ્ટીમાં રહેનારાં માટે ૯ કરોડ રૃપિયાની એક હાઉસિંગ સ્કીમ જાહેર કરી હતી.
હુડકોને ૯ જગ્યાઓ બતાવવામાં આવી હતી. જોકે કોઈ પણ તંત્રની જવાબદારી હેઠળની નહોતી એની અવગણના થઈ હતી.
હુડકોએ ૧૩.૫ ટકાના વાર્ષિક વ્યાજ હેઠળ ૭ કરોડ રૃપિયા આપ્યા હતા.
સુરેશ જૈનનો દીકરો જે કંપનીમાં એમડીના હોદ્દા પર હતો એ ખાનદેશ બિલ્ડર્સને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.
માત્ર ૧૫૦૦ મકાન બાંધવામાં આવ્યા હતા પણ મ્યુનિસિપલ કાઉન્સિલ એડ્વાન્સ પેમેન્ટ કરતી રહી.
૨૦૧૧માં તપાસ બાદ આ કૌભાંડ ૧૬૯ કરોડ રૃપિયા જેટલી રકમનો થઈ ગયો છે એ જાહેર થયું.
એક વર્ષમાં જ સુરેશ જૈન અને રાજ્યના કેબિનેટ પ્રધાન ગુલાબરાવ દેવકર પર ચાર્જશીટ ફાઇલ થઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved