Last Update : 20-August-2012, Monday

 

નોન એસી સ્લીપર ક્લાસમાં મુસાફરી માટે ફોટો આઈડી ફરજિયાત બનશે

હાલમાં એસી ક્લાસ, તત્કાળ અને ઔઈ-બુકિંગ માટે ફોટો આઈડી જરૃરી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૯
રેલવે મંત્રાલયે હવે નોન એસી સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ઓળખપત્ર ફરિયાદ કરવાનું વિચાર્યું છે. દલાલો દ્વારા ટિકિટો ખરીદીને પ્રવાસીઓને ઊંચા ભાવે વેચવાના દૂષણને ડામવા આ પગલું લેવામાં આવશે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર નોન એસી આરક્ષિત વર્ગમાં મુસાફરી કરનાર માટે અન્ય ઓળખપત્ર સાથે રાખવાના નિયમને અંતિમ સ્વરૃપ આપી દેવાયું છે અને ટૂંક સમયમાં જ એ વિશે જાહેરાત કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું ''બીજાના નામે ટિકીટ ખરીદીને મુસાફરી કરતા લોકોને અટકાવવા આ પગલા લેવામાં આવશે.''
અગાઉ ફેબુ્રઆરીમાં રેલવેએ એસી ક્લાસના મુસાફરો માટે ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. તત્કાલ અને ઈ-ટિકીટ સાથે મુસાફરી કરતા લોકો માટે પણ મુસાફરી દરમિયાન ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે એ વખતે નોન-એસીમાં મુસાફરી કરતા પ્રવાસીઓને આ નિયમમાંથી બાકાત રખાયા હતા. જેમનો આ વખતે આ નિયમ અંતર્ગત સમાવેશ કરાશે. હવેથી રિઝર્વેશન હેઠળ મુસાફરી કરતા તમામ મુસાફરોએ ટ્રેનમાં માન્ય ઓળખપત્ર સાથે રાખવું પડશે.
એક વખત આ નિયમની જાહેરાત થયા બાદ સ્લીપર ક્લાસમાં કોઈપણ વ્યક્તિ ઓળખપત્ર વિના મુસાફરી કરતો માલુમ પડશે તો તેને ટિકિટ વગર પ્રવાસ કરતો ગણીને દંડ વસૂલવામાં આવશે. કમ્પ્યૂટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સીસ્ટમ (પીઆરએસ) અથવા ઈન્ટરનેટ સહિતના સ્લીપર ક્લાસના તમામ મુસાફરોને ફોટાવાળું ઓળખપત્ર રાખવું ફરજિયાત બનશે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ સિરિયલ નં. સહિતનું ઓળખપત્ર, માન્ય શાળા/કોલેજ દ્વારા અપાયેલ વિદ્યાર્થીનું ઓળખપત્ર, રાષ્ટ્રીયકૃત બેન્કોની ફોટા સાથેની પાસ બુક, આધાર કાર્ડ અને બેન્કો દ્વારા અપાયેલ લેમિનેશનવાળા ફોટા સાથેના ક્રેડીટ કાર્ડમાંથી કોઈપણ એક પુરાવો ઓળખ માટે રજૂ કરવાનો રહેશે.
સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે ઓળખપત્ર સાથે રાખવાના નિયમનો ફેલાવો કરવા ટૂંક સમયમાં ઝૂંબેશ શરૃ કરવામાં આવશે. જે અંતર્ગત રેલવે ટિકીટ પર આ સંદેશ છાપવામાં આવશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved