Last Update : 20-August-2012, Monday

 

ભારત અને પાક.ના ગૃહ પ્રધાનો વચ્ચે ટેલિફોન પર થયેલી વાત
ભારતમાં કોમવાદી લાગણી ઉશ્કેરનારા સામે પાક. કડક હાથે કામ લે ઃ શિંદે

સામાજિક એકતા જોખમાવતા બળો સામે સખત પગલાંની સોનિયા ગાંધીની માંગણી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા પૂર્વોત્તર રાજ્યોના લોકોમાં ભય ફેલાવનારા અને સાંપ્રદાયિક લાગણા દુભાવનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા ભારતે આજે પાકિસ્તાનને નિર્દેશ આપ્યા હતા. આસામ હિંસા પછી દેશમાં સામાજિક એકતા જોખમાવતા બળો સામે કડક પગલાં લેવાની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ માંગ કરી હતી.
૨૦માં રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડ સમારંભમાં હાજર લોકોને સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે આસામમાં જે કંઇ થયુ છે તે ખુબ જ દુઃખ અને ચિંતાની બાબત છે. આ રમખાણો માટે જે કોઇ પણ જવાબદાર હોય તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.
પાકિસ્તાનનાં ગૃહ પ્રધાન રેહમાન મલિક સાથે ટેલિફોન પર વાત કરતા ભારતનાં ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ પાકિસ્તાનમાંથી અફવા ફેલાવવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ વાતચીતમાં તેમણે મલિકને જણાવ્યું હતું કે પાકિસ્તાનના કેટલાક લોકો સોશિયલ મિડિયા દ્વારા ખોટા ચિત્રો અને વાતો ભારતનાં લોકોને મોકલી રહ્યા છે. જેના કારણે ભારતીય લોકોની સાંપ્રદાયિક લાગણી દુભાઇ રહી છે અને તેમનામાં ભય પેદા થઇ રહ્યો છે.
ગૃહ પ્રધાન બન્યા પછી શિંદેએ પ્રથમ વખત પાકિસ્તાનના ગૃહ પ્રધાન મલિક સાથે વાત કરી હતી. શિંદેએ આવા તત્વો પર અંકુશ મેળવવા પાકિસ્તાન પાસે સહકારની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કેન્દ્રીય ગૃહ સચિવ આર. કે. સિંહે જણાવ્યું હતું કે કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં વસતા પૂર્વોત્તર રાજ્યોનાં લોકોમાં ભય ફેલાવતા એસએમએસ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા હતાં.
સિંહે જણાવ્યું હતું કે ૭૬ વેબસાઇટો શોધી કાઢવામાં આવી છે જેમાં ખોટી ઇમેજ અપલોડ કરવામાં આવી છે. મોટા ભાગની આ ઇમેજ પાકિસ્તાનમાંથી અપલોડ કરવામાં આવી હતી. શિંદેએ ટેલિફોન પર મલિકને ઇદની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ઉપરાંત આ વાતચીત દરમિયાન બંને પ્રધાનો વચ્ચે વિલંબિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને પ્રધાનો વચ્ચે મુંબઇ હુમલા અંગે પણ વાત થઇ હતી.
આતંકવાદને ડામવા માટે બંને પ્રધાનોએ એકબીજાને સહકાર આપવાની સંમતિ દર્શાવી હતી. શિંદેએ મલિક અને પાકિસ્તાનનાં લોકોને ઇદની શુભેચ્છા પાઠવી હતી. મલિકે પણ ભારતનાં ગૃહ પ્રધાનને રિવાઇઝ્ડ વિઝા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved