Last Update : 20-August-2012, Monday

 

મોદીના જુઠ્ઠાણાનો છેદ ઉડાડતા પેટ્રોલિયમ મંત્રી સિંહ
ગુજરાતને દેશમાં સૌથી વધુ ૪૦ ટકા ગેસ ફાળવણી

સસ્તા દરનાં APM ગેસનો જથ્થો મહારાષ્ટ્ર- દિલ્હી કરતાં વધુ અપાય છે ઃ પ્રજા સાથે છેતરપિંડી ઃ પ્રજાના ખર્ચે કેન્દ્ર સરકારની બદનામી

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૧૯
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન આરપીએન સિંહે ગેસની ફાળવણી અને ભાવની બાબતે ગુજરાતને અન્યાય કરાઈ રહ્યો હોવાના મોદી સરકારના આરોપ તથા પ્રચારનો છેદ ઉડાડતા આંકડા રજૂ કરી જાહેર કર્યું છે કે, ગુજરાતની પ્રજાને ભરમાવવા માટે સરાસર ખોટો- જૂઠ્ઠો પ્રચાર થઈ રહ્યો છે અને જે કોઈ આ દુષ્પ્રચાર કરે છે તેઓ ગુજરાતની પ્રજા સાથે મજાક કરે છે, છેતરપિંડી કરે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય પ્રધાને રવિવારે અહીં પત્રકાર પરિષદમાં પુરાવારૃપ આંકડા રજૂ કરતા જાહેર કર્યું હતં કે, આખા ભારતમાં ૨૦૧૦- ૧૧માં કુલ મળીને પ્રતિદિન ૧૬૨.૧૦ મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર (MMSCMD) ઉપલબ્ધ ગેસનું વિતરણ 'ગેઇલ' દ્વારા થયું તેમાંથી એકમાત્ર ગુજરાતને ૬૩.૨૫ MMSCMD ગેસ અપાયો હતો જે કુલ ગેસની ઉપલબ્ધિમાંથી ૪૦ ટકા હિસ્સો હતો. આ કુલ ગેસમાંથી મહારાષ્ટ્રને ૧૬ ટકા ગેસ અને દિલ્હીને ૪ ટકા ગેસ અપાયો હતો. જ્યારે ૨૦૧૧-૧૨માં કુલ ઉપલબ્ધ ૧૫૩.૫૩ MMSCMD ગેસમાંથી ગુજરાતને ૫૧.૩ MMSCMD એટલે ૪૦ ટકા ગેસ અપાયો હતો, જેની સામે મહારાષ્ટ્રને ૨૪.૬૧ MMSCMD અને દિલ્હને ૮.૯૦ MMSCMD ગેસ આપવામાં આવ્યો હતો.
દિલ્હી- મુંબઈ કરતા સસ્તા ભાવનો APM (એડમિનીસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ)નો ગેસ ગુજરાતને ઓછો અપાતો હોવાના આરોપ- પ્રચારને પણ તોડી પાડવા કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યપ્રધાન જાહેર કર્યું હતું કે, ગેઇલ દ્વારા ૨૦૧૧-૧૨માં APM હેઠળ રૃા. ૪.૨ના ભાવે કુલ ૫૨ MMSCMD ગેસનું વિતરણ થયું હતું, જે પૈકી ગુજરાતને સૌથી વધુ ૧૧.૧૦ MMSCMD ગેસ એટલે કે ૨૧ ટકા ગેસ અપાયો હતો. જ્યારે આ જ APM ગેસ દિલ્હીને ૪.૩ ટકા, આંધ્રપ્રદેશને ૪.૩ ટકા તથા મહારાષ્ટ્રને ૯ ટકા એલોટ થયો હતો. આ સિવાય પણ કંટ્રોલ ભાવનો સબસિડાઇઝ્ડ ગેસ ૨૦૧૧-૧૨માં આખા દેશમાં ૬૫ MMSCMD વિતરણ થયો હતો, જેમાંથી પણ ગુજરાતને ૧૭.૭૦ MMSCMD એટલે કે ૨૭ ટકા ગેસ અપાયો હતો, જ્યારે આ જ ગેસ મહારાષ્ટ્રને ૯ ટકા અને દિલ્હીને ૮ ટકા અપાયો હતો.
તેમણે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે ૧૯૮૯માં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના હસ્તે આઇપીસીએલના ગાંધાર પ્રોજેક્ટમાં ક્રેકર પ્લાન્ટ કાર્યરત થયો ત્યારથી આજદિન સુધી ગુજરાતને દર વર્ષે કુલ ગેસમાંથી ૪૦ ટકા ગેસ અપાય છે અને ભવિષ્યમાં પણ અપાતો રહેશે, આ ગેસમાં કોઈ કાપ મૂકાયો નથી અને ક્યારેય મુકાશે પણ નહીં, એટલે ગેસની બાબતે જે કંઈ દુષ્પ્રચાર કે આરોપ ટી.વી. ચેનલો ઉપરથી જાહેરાતરૃપે વહેતા થયા છે, તે તદ્દન બેબુનિયાદ છે અને આ ખોટા પ્રચાર પાછળ કોનો હાથ છે તે અમે શોધી કાઢીશું એમ કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય પ્રધાને જાહેર કર્યું હતું.

 

ગુજરાતમાં વચેટિયા હાંકી કઢાય તો CNG સસ્તો થાય
દિલ્હીમાં વચેટિયા નથી એટલે ગ્રાહકોને સીધેસીધો સબસિડીવાળો ગેસ મળે છે ઃ કેન્દ્રીય પ્રધાન

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૧૯
દિલ્હીમાં 'ગેઈલ'ની પેટાકંપની દ્વારા જ સીએનજીનું વિતરણ થાય છે અને વેટ પણ નહિંવત છે, એટલે દિલ્હીમાં સસ્તો સીએનજી-ગેસ મળે છે, જ્યારે ગુજરાતમાં વિતરણનું કાર્ય બીજાં (અદાણી) સંભાળે છે, એટલે આ વચેટિયાંઓ મોટો નફો રળતાં હોઈ તથા ગુજરાતમાં સીએનજી ઉપર ૧૫ ટકા જેટલો ઊંચો વેટ વસુલ થતો હોઈ ગુજરાતમાં દિલ્હી કરતાં મોંઘો સીએનજી મળે છે, એવી સ્પષ્ટતા કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય પ્રધાને રવિવારે અહીં કરી હતી.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવતા કુલ ગેસ અને સસ્તા ભાવના સબસિડીવાળા ગેસનું ગુજરાતમાં મિશ્રણ થાય છે અને એમાંથી મોટો હિસ્સો ઉદ્યોગોને આપી દેવામાં આવે છે, એટલે મોંઘા ભાવના અને સસ્તા ભાવના ગેસનું ગુજરાતમાં મિશ્રણ થતું હોઈ સીએનજી ગેસ કે ડોમેસ્ટિક ગેસ ગુજરાતમાં મોંઘો પડે છે, જ્યારે દિલ્હીમાં સસ્તા ભાવનો ગેસ સીધેસીધો ગ્રાહકના હાથમાં જતો હોઈ તે ત્યાં ગ્રાહકોને સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved