Last Update : 20-August-2012, Monday

 

અંગ્રેજો-મોગલો દુકાળમાં ખજાનો ખુલ્લો મૂકતા, આજે ક્રૂરતાની ચરમસીમા
નેતાઓના લખલૂંટ તમાશા વચ્ચે ભૂખમરાથી મોતને ભેટતી ગાયો

ગોંડલના સુલતાનપુરમાં ભૂખમરાથી ચાર ગાયોનાં મોત, નધણિયાતા પશુઓને ઘાસચારો ફાળવવામાં સરકારની ગૂનાહિત લાપરવાહી

ગોંડલ, રવિવાર
સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે હજુ મેઘમહેર નહીં થતાં દૂષ્કાળનાં જીવલેણ ખપ્પરમાં અબોલ પશુધન હોમાવા લાગ્યું છે. સુલતાનપુરમાં ભૂખમરાથી ચાર ગાયોનાં કરૃણ મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઇ છે. આમ છતાં નિંભર સરકારી તંત્રએ હજુ પણ ઘાસચારો ફાળવવામાં ક્રૂર લાપરવાહી દાખવી છે. અંગ્રેજો-મોગલો તો દૂકાળમાં ખજાનો ખુલ્લો મુકતા હતા પણ આજે મખમલી રાજગાદીઓ પર બીરાજમાન સત્તાધીશોએ ક્રૂરતાની ચરમસીમા બનાવી દીધી છે. નેતાઓના લખલૂંટ તમાશા વચ્ચે ભૂખમરાથી પશુઓ મોતને ભેંટવા લાગ્યા છે.
ચોમાસાનાં ત્રણ મહિના વિતી ગયા હોવા છતાં વરસાદ નહીં વરસતા સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોનાં સીમ-વગડામાં ઘાસ ઉગ્યું નથી. ગૌચરમાં પણ હરીયાળીને બદલે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.
પરિણામે પશુઓનાં પેટ ભરવાનો પ્રશ્ન ઉભો થતાં પશુપાલકો ચિંતાતૂર બન્યા છે. ઘણા માલધારીઓ તો પોતાના પશુઓને ઢોરવાડે કે ગૌશાળાઓમાં મુકવા લાગ્યા છે. જ્યારે કેટલાક માલધારીઓ તો પશુઓને નિર્જન સ્થળે તરછોડવા લાગ્યા છે. આવા નધણિયાતા પશુઓની હાલત દયનીય બની છે. પેટ ભરવા માટે અબોલ પશુઓ ઠેર ઠેર રઝળી રહ્યા છે.
પાણીના અવેડા પણ ભરાતા નહીં હોવાથી પશુઓ તરસ પણ છીપાવી શકતા નથી. આવી કપરી સ્થિતિની જાણ હોવા છતાં સરકાર દ્વારા ઘાસચારો ફાળવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ગોંડલ તાલુકાના સુલતાનપુરની વાત કરીએ તો છેલ્લા આઠ દિવસમાં ભૂખમરાથી ચાર ગાયોના મોત થઇ ચૂકયા છે. જયારે ખોરાકની શોધમાં એક ગાય એંસી ફૂટ ઉંડા કુવામાં ખાબકતાં મોતને ભેટયાનો બનાવ બહાર આવ્યો છે. સુલતાનપુર પંથકમાં સાવ વરસાદ નહીં વરસતાં લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે અને મુંગા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે.
અમુક સેવાભાવી લોકો ઢોરવાડા બનાવીને પશુઓ માટે નિરણની વ્યવસ્થા કરી રહ્યા છે પણ સરકારનો સહયોગ મળતો નથી.
વળી, આવા ઢોરવાડામાં પશુઓને આશરો મળશે અને જીવ બચી જશે એવી આશાએ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક માલધારીઓ પોતાના માલઢોરને છુટા મુકીને ભાગવા લાગ્યા છે. પરિણામે આવા બીનવારસુ પશુઓ તો ભૂખમરાથી રીબાઇને મોતના મુખમાં ધકેલાવા લાગ્યા છે. જેઓ મરવાના વાંકે જ જીવી રહ્યા છે.
સુલતાનપુરમાં ચાર ગાયોના મોત તો ભૂખમરાથી જ થયા હોવાની પશુ ડોકટરે પણ પુષ્ટી આપી છે. જયારે મામલતદાર શ્રી દવેએ જણાવ્યું હતું કે હાલ દુષ્કાળ સંદર્ભે કલેકટર સમક્ષ ઘાસચારાની માંગણી મુકી છે. જેથી તાત્કાલીક ધોરણે દસ હજાર કીલો ઘાસચારો મંજુર થઇ ગયો છે પણ હજુ ફાળવાયો નથી. જે જથ્થો આવતા જ વિતરણ કરવામાં આવશે. અત્યારે તો મામલતદાર કચેરી પાસે ઘાસચારાનો કોઇ સ્ટોક નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved