Last Update : 20-August-2012, Monday

 

ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા

સોનામાં આગેકૂચઃ દક્ષિણ આફ્રિકામાં ઉત્પાદન ઘટતાં પ્લેટીનમના ભાવો ઉછળ્યાઃ સોના તથા પ્લેટીનમના ભાવો વચ્ચેનો તફાવત સંકડાયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના- ચાંદી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધી હતી સામે ચાંદીના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૩૦થી ૩૫ ઉંચકાયા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના રૃ.૩૫ ઘટયા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૦૪૦ વાળા આજે રૃ.૩૦૦૭૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૧૭૫ વાળા રૃ.૩૦૨૧૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૫૪૬૬૫ વાળા આજે ઘટી રૃ.૫૪૬૩૦ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૬૧૬.૫૦ ડોલરવાળા ૧૬૧૬.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઉંચા રહેતાં તથા તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતા હાજરમાં ટાંચી આવકો વચ્ચે સોનામાં એક બાજુ તહેવારોની ખરીદી જળવાઈ રહી હતી જ્યારે બીજી બાજુ નવી વેચવાલી છૂટીછવાઈ રહી હતી. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૨૮.૨૬થી ૨૮.૨૭ ડોલર વાળા આજે ઘટીને ૨૮.૧૧થી ૨૮.૧૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈ બજારમાં પણ આજે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઉછાળે નફારૃપી વેચવાલી નિકળી હતી. સામે નવી ઔદ્યોગિક માંગ પણ ધીમી પડી હતી. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૦૦ ઘટી રૃ.૫૪૧૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં ચાંદી વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૬૦ ઘટી રૃ.૫૩૬૪૦ રહ્યાના સમાચારો હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો ત્યાં રૃ.૧૦૦૦ ઘટી રૃ.૬૫થી ૬૬ હજાર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૨૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૪૪૦ રહ્યા હતા. વિશ્વબજારમાં હવે યુરોપ, ચીન તથા અમેરિકામાં આર્થિક વિકાસને વેગ આપવા ત્યાંની સરકારી કેવા પગલા ભરે છે તેના પર વિશ્વના બુલીયન બજારની નજર રહી છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મરકેલે યુરોપના દેશોને ઉગારવાના પ્રયત્નોને સમર્થન આપતાં વિશ્વબજારમાં યુરો વધ્યો છે. યુરો સામે ડોલર ઘટયો છે. દરમિયાન, સાઉથ આફ્રીકામાં પ્લેટીનમની ખાણોમાં ઉત્પાદન ઘટતાં વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવો ઉછળી પાંચ સપ્તાહની નવી સપાટીએ ૧૪૫૦ ડોલર બોલાયાના સમાચારો હતા. પ્લેટીનમના ભાવો વધતાં વિશ્વબજારમાં સોના તથા પ્લેટીનમના ભાવો વચ્ચેનો તફાવત ઘટયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved