Last Update : 20-August-2012, Monday

 

સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૪૧૧ના ટેકાએ ૧૭૮૭૭ કુદાવતા ૧૮૦૫૫, નિફ્ટી ૫૨૭૭ના સપોર્ટે ૫૪૨૨ કુદાવતા ૫૪૭૭ જોવાશે

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કોર્પોરેટ ઇન્ડિયાના જૂન ૨૦૧૨ અંતના ત્રિમાસિકના પરિણામો એકંદર સાધારણથી નબળા નીવડયા હોવા છતાં ફ્રન્ટલાઇન- ઇન્ડેક્ષ હેવીવેઇટ નિફ્ટી-૫૦, સેન્સેક્ષ-૩૦ના શેરોમાં સિસ્ટેમેટિક ખરીદી કરીને તેજીના ઇન્ડેક્ષ બેઝડ ચક્રને ગતિમાન રાખી સળંક ત્રીજુ સપ્તાહ પોઝિટીવ બંધ આપ્યું છે. ક્યારેક હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી તો ક્યારેક ટાટા મોટર્સ, ઇન્ફોસીસ, ટીસીએસમાં ખરીદી અને છેલ્લે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટી શેરોના જોરે ઇન્ડેક્ષની મજબૂતી કાયમ રાખવામાં સફળ રહેલા વિદેશી ફંડો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ ગત સપ્તાહના અંતિમ દિવસે કોલસાની ખાણોનું લિલામ નહીં યોજી ખાનગી કંપનીઓને અધધ... રૃા. ૧.૮૬ લાખ કરોડનો ફાયદો અને પાવર પ્રોજેક્ટોની ખાનગી કંપનીઓને ફાળવણીમાં બીડીંગ પ્રક્રિયામાં અમુક કંપનીઓની તરફેણ કરી કરોડોનો ફાયદો કરાવ્યાના કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (સીએજી)ના રીપોર્ટ છતાં ઇન્ટ્રા-ડે આંચકો પચાવી બજાર ફરી પોઝિટીવ ઝોનમાં આવી ગયું. આમ નેગેટીવ પરિબળોને નજરઅંદાજ કરીને વિદેશી ફંડો-એફઆઇઆઇ ભાવિ આર્થિક સુધારા અને ખરાબ સમય બાદ સારા સમયની દૂરંદેશીએ અત્યારે સેન્સેક્ષ-નિફ્ટીની મજબૂતી ટકાવી ઉજ્જવળ ભાવિ- ફંડામેન્ટલ ધરાવતા શેરો પોતાના રોકાણ પોર્ટફોલીયોમાં વધારી રહ્યા છે. ઇન્ડેક્ષ બેઝડ મર્યાદિત તેજીના વર્તમાન દિવસોથી રીટેલ રોકાણકારો જેઓ સંખ્યાબંધ સેકન્ડલાઇન સ્મોલ-મિડ કેપ શેરોમાં રોકાણ કરીને અટવાયા છે, એ રોકાણકારોની નિરાશા ખંખેરવા હવે સેબી અને સરકાર ફરી તેજીનો નવો તખ્તો ગોઠવી રહ્યાના સંકેતો મળવા લાગ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડો-આઇપીઓ ધોરણોમાં સેબીના ફેરફારો- વ્યાપક તેજી માટે હજુ આર્થિક સુધારા જરૃરી
મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ રીટેલ રોકાણકારોનો પ્રવાહ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ તરફ વાળવા અને આ માટે ફરી એન્ટ્રી લોડ લાદવાના સ્થાને વિકલ્પરૃપ મ્યુચ્યુઅલ ફંડો-એસેટ મેનેજમેન્ટ કંપનીઓને વધારાનો ખર્ચ રોકાણકારો પાસેથી વસૂલવાની અને સર્વિસ ટેક્ષનું ભારણ કંપનીઓને બદલે અંતિમ રોકાણકારો પર લાદવાના લીધેલા નિર્ણય હાલતુરંત બૂમરેંગ સાબીત થઇ રોકાણકારોની નિરાશા ખંખેરવામાં મદદરૃપ થાય એવી શક્યતા નહિવત છે. એએમસી કંપનીઓ વધારાના ખર્ચ વસૂલવા તખી તેમના ડીસ્ટ્રીબ્યુટરોને પ્રલોભન વધારી શકે એવા આ નિર્ણય છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં તળીયે ગયેલા વળતરથી નિરાશ રોકાણકારો આ રોકાણ સાધન તરફ ઝડપી પાછા ફરે એવી શક્યતા ઓછી છે. જ્યારે આઇપીઓમાં રીટેલ રોકાણકારોનો વ્યાપ વધારવા અને વધુ પ્રાઇસ બેન્ડ પાંચ દિવસ પૂર્વે જાહેર કરવાનો નિર્ણય પાદર્શક્તા સાથે એપ્લીકેશન કરવાનો ખર્ચ ઓછો કરવા ઇ-આઇપીઓ માટેની મંજૂરીનો નિર્ણય આઇપીઓ માર્કેટને નવજીવન આપવા સરાહનીય પગલાં છે. ટૂંકમાં સરકાર સેકન્ડરી માર્કેટ સાથે હવે પ્રાઇમરી માર્કેટ સંબંધિ ફેરફારો લાવી આગામી લોકસભા ચૂંટણી પૂર્વે તેજીનો તખ્તો ગોઠવવા તૈયાર થઇ રહી છે, પરંતુ હજુ આ પગલાં પૂરતા નથી. નાણા પ્રધાન પી. ચિદમ્બરમે એફઆઇઆઇને મોટાપાયે રોકાણ કરવા આકર્ષવા સાથે ફુગાવા-મોંઘવારીને અંકુશમાં રાખવાના પડકારને ઝીલી આર્થિક સુધારા લાગુ કરવા જરૃરી છે.
એફઆઇઆઇની એક તરફી ફ્રન્ટલાઇન શેરોમાં ખરીદી હવે સેકન્ડલાઇન શેરોમાં ફેલાશે!
આર્થિક સુધારા પૂર્વે ચોમાસાની ચિંતા હળવી બની રહ્યાના ચોમાસાની પ્રગતિના રીપોર્ટ અને ગત મહિને જુલાઇનો ફુગાવાનો આંક ૭ ટકાની અંદર ૬.૮૭ ટકા આવી જવાથી સરકારને થોડી રાહત થઇ છે, પરંતુ હજુ ક્રુડ ઓઇલના ઉંચા ભાવનું જોખમ હોઇ સરકાર- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની ઉતાવળના મૂડમાં નથી. હાલ તુરંત સટ્ટાકીય પરિબળોને અંકુશમાં રાખીને ફુગાવાને ડામવા માગતી સરકાર પણ આર્થિક જીડીપી વૃદ્ધિના અંદાજ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિએ ઘટાડીને ૬.૭ ટકા મૂકી હાલ તુરંત નિરાશ કર્યા છે. પરંતુ એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારો આ પડકારરૃપ અને મોટોવર્ગ બજારમાં રોકાણ કરવાથી દૂર રહેતો હોય ત્યારે વેલ્યુબાઇંગની તકો ઝડપતા રહી પોતાના રોકાણ પોર્ટફોલીયોને મજબૂત બનાવતા હોય છે. જે અત્યારે તેમની ઇન્ડેક્ષ બેઝડ મજબૂત પકડ સાથે કેટલાક શેરો સતત ઉંચા જતા ભાવોમાં જોવાઇ રહ્યું છે. એફઆઇઆઇ- વિદેશી રોકાણકારોને નડતર 'જીએએઆર'ની જોગવાઇ રદ કરવાની સરકારને ભલામણ અને પી. ચિદમ્બરમ પણ આ જોગવાઇને લાવવાના મુડમાં નથી, ત્યારે આગામી સપ્તાહમાં ૨૨થી ૨૪ ઓગસ્ટ દરમિયાન મોરિશીયસ સાથે સંધિ મુદ્દે થનારી સમીક્ષા પર સ્પષ્ટતા બાદ શક્ય છે કે એફઆઇઆઇની તરફેણમાં આ સ્પષ્ટતા બજારમાં ઇન્ડેક્ષ બેઝડ તેજીનો વ્યાપ વધારશે. જેથી સંભવિત આ ડેવલપમેન્ટ સાથે ફંડામેન્ટલી સારા શેરોમાં પસંદગી કરી રોકાણ વિકલ્પ અપનાવી શકાય.
ડાર્ક હોર્સ ઃ વિમ પ્લાસ્ટ લિમિટેડ ઃ ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ડેટ ફ્રી, પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ મેળવતી, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૨૧૮, ઇપીએસ રૃા. ૪૮ થકી મજબૂત બોનસ ઉમેદવાર ૬૦ ટકા કમ ડિવિડન્ડ, શેર રૃા. ૨૭૦ ભાવે ઉપલબ્ધ
રૃા. ૧૦ પેઇડઅપ એનએસઇ કોડ વીમ પ્લાસ્ટ, બીએસઇ ૫૨૬૫૮૬ લિસ્ટેડ વિમ પ્લાસ્ટ લિમિટેડ માર્ચ, ૨૦૦૧માં ૫૧.૩૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, એપ્રિલ ૨૦૦૧થી જૂન ૨૦૦૧ ત્રણ મહિનામાં હજાર ભાવે બજારમાંથી ૨૭ ટકા શેરો એટલે કે કુલ પેઇડ અપ ૬૦ લાખ શેરોમાંથી, જે ૩૦,૮૦, ૧૯૦ શેરો પ્રમોટર્સ પાસે હતા, તેમાં નવા ૧૬,૧૮,૨૬૬ શેરો ખરીદી સેબીના ધારાધોરણો મુજબ હાલ પ્રમોટર્સ પાસે ૭૫ ટકા હોલ્ડિંગ છે. જે કંપની પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર ``CELLO'' બ્રાન્ડ અને ``CELLO'' બ્રાન્ડ બોલ પેન્સ બનાવતી કંપની વિમ પ્લાસ્ટ લિમિટેડે શરૃઆત પશ્ચિમ ભારતમાં દમણમાં પ્રથમ પ્લાન્ટ સ્થાપી, બીજો પ્લાન્ટ ઉતર ભારતમાં બદી- હિમાચલમાં ત્રીજો પ્લાન્ટ દક્ષિણ ભારત ચેન્નઇમાં સ્થાપી કુલ ત્રણ પ્લાન્ટ ધરાવે છે. કંપનીના પ્રતિનિધિએ આજરોજ શનિવાર ૧૮, ઓગસ્ટ ૨૦૧૨ના વાત કરતા જણાવેલ છે કે કંપનીને પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી રિશી બંકિમ શીપ ઉડયાન, પરગનાસ કોલકતા ખાતે જમીનની ફાળવણી તથા ઉત્પાદનની મંજૂરી મળી ગઇ છે. આ પ્લાન્ટમાં ટૂંકસમયમાં ડીસેમ્બર સુધીમાં ઉત્પાદન ચાલુ થઇ જશે. કંપની માત્ર પૂર્ણપણે ઋણ-ડેટ મુક્ત છે, એટલું જ નહીં, હાલ કંપની પાસે રૃા. ૧૦૮ કરોડથી વધુ નેટવર્થ છે. કંપની તેના ચોથા પ્લાન્ટ દ્વારા ભારતના પૂર્વમાં દાખલ થઇ બધા ઝોનમાં મેન્યુફેક્ચરીંગ સવલત ધરાવતી થઇ જશે. આ ચારે CELLO બ્રાન્ડની ગુડવીલમાં ઉમેરો કરી આંતરિક નાણાસ્ત્રોત થકી વિસ્તરણ થશે. જે ચોથા પ્લાન્ટ થકી ક્ષમતામાં વાર્ષિક ૪૦૦૦થી ૫૦૦૦ ટનનો ઉમેરો થશે. હાલ જાહેર થયેલા વાર્ષિક રીપોર્ટમાં કંપનીના ચેરમેનશ્રી ઘીસુલાલ રાઠોડે શેરધારકોને જણાવેલ છે કે, પૂર્ણ થયેલા માર્ચ ૨૦૧૨ના વર્ષમાં ત્રણેય પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તણ પૂર્ણ થઇ ગયું છે. વર્ષ દરમિયાન કંપની નવી ૨૫ પ્રોડક્ટસ રેન્જ બહુપયોગ સાથે દાખલ કરી છે અને વર્ષ ૨૦૧૨-૧૩માં કોલકતા ખાતે મેન્યુફેક્ચરીંગ યુનીટ ચાલુ થઇ જશે. અને કંપની દેશમાં મંદી, ફુગાવો, ફોરેક્સ અફડાતફડી, કાચામાલના વધતા ચંચળતા બતાવતા ભાવો, રાષ્ટ્રીય અને પ્રાદેશિક ઉત્પાદકો તરફથી તીવ્ર હરિફાઇમાં વિમ પ્લાસ્ટ દ્વારા સળંગ સારુ વોલ્યુમ અને માર્જીન હાંસલ કરાયું છે, આગળ પણ ઝડપી વિકાસના પંથે આગળ વધવા નવતર ઉત્પાદનો- પ્રોડક્ટસ સાથે વિસ્તરણ માટે સજ્જ બની રહી છે. કંપની ઋણ મુક્ત હોવાથી સફળતા મળતી રહેવાની છે, તેવો વિશ્વાસ પણ ગત શનિવારે ૧૧, ઓગસ્ટ, ૨૦૧૨ના જાહેર કરેલ છે.
વેચાણ ઃ કંપનીનું વેચાણ વર્ષ ૨૦૦૮માં રૃા. ૭૮.૩૭ કરોડ, વર્ષ ૨૦૦૯માં ૧૭.૩૭ ટકા વૃદ્ધિએ રૃા. ૯૨.૯૭ કરોડ, વર્ષ ૨૦૧૦માં ૪૧.૯૦ ટકા વૃદ્ધિએ રૃા. ૧૩૦.૪૮ કરોડ, વર્ષ ૨૦૧૧માં ૨૧.૨૦ ટકા વૃદ્ધિએ રૃા. ૧૫૮.૦૫ કરોડ, વર્ષ ૨૦૧૨માં ૨૭.૪૮ ટકાની વૃદ્ધિએ રૃા. ૨૦૧.૪૭ કરોડ હાંસલ કર્યા બાદ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના એપ્રિલથી જૂન ૨૦૧૨માં વેચાણ ૫૨.૭૪ ટકા ઉછાળો મેળવેલ છે. જે નહીં ગણીને છેલ્લા ચાર વર્ષની સરેરાશ વેચાણ વૃદ્ધિ ૩૦.૭૫ ટકા ગણીએ તો પણ કંપની માર્ચ, ૨૦૧૩ના પૂરા થનાર વર્ષમાં વેચાણ રૃા. ૨૬૩.૪૩ કરોડ અપેક્ષીત છે. જેમાં પૂર્વ ભારત કોલકતાના પ્લાન્ટનું અપેક્ષીત વેચાણ ગણતરીમાં લીધું નથી.
ચોખ્ખો નફો અને ઇપીએસ ઃ વર્ષ ૨૦૦૮માં ચોખ્ખો નફો રૃા. ૩.૧૧ કરોડ, ઇપીએસ રૃા. ૫.૧૯, વર્ષ ૨૦૦૯માં ચોખ્ખો નફો રૃા. ૮.૦૧ કરોડ, ઇપીએસ રૃા. ૧૩.૩૩, વર્ષ ૨૦૧૦માં ચોખ્ખો નફો રૃા. ૧૭.૦૧ કરોડ, ઇપીએસ રૃા. ૨૮.૩૫, વર્ષ ૨૦૧૧માં ચોખ્ખો નફો રૃા. ૧૮.૨૫ કરોડ, ઇપીએસ રૃા. ૩૦.૪૧, વર્ષ ૨૦૧૨માં ચોખ્ખો નફો રૃા. ૨૨.૭૫ કરોડ, ઇપીએસ રૃા. ૩૭.૯૦ હાંસલ કર્યા છે.
ડિવિડન્ડ ઃ વર્ષ ૨૦૦૮માં ૩૦ ટકા, વર્ષ ૨૦૦૯માં ૩૫ ટકા, વર્ષ ૨૦૧૦માં ૪૦ ટકા, વર્ષ ૨૦૧૧માં ૪૫ ટકા, વર્ષ ૨૦૧૨માં ૬૦ ટકા.
બુક વેલ્યુ ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૮૧.૦૮, વર્ષ ૨૦૦૯માં રૃા. ૯૦.૩૨, વર્ષ ૨૦૧૦માં રૃા. ૧૧૪, વર્ષ ૨૦૧૧માં રૃા. ૧૩૯.૦૬, વર્ષ ૨૦૧૨માં રૃા. ૧૭૦ થઇ છે.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રથમ ત્રિમાસિકના પરિણામ વેચાણ ૫૨.૭૪ ટકા ઉછાળાએ રૃા. ૫૯.૭૨ કરોડ થકી ચોખ્ખો નફો ૫૨.૭૬ ટકા વૃદ્ધિ અને ૧૦.૯૨ ટકા એનપીએમ થકી રૃા. ૬.૫૨ કરોડ મેળવી ઇપીએસ રૃા. ૧૦.૮૬ નોંધાવી છે. પૂર્ણ વર્ષમાં કંપની કોલકતા યુનીટના વેચાણ આવકને ગણ્યા વગર રૃા. ૨૬૩.૪૨ કરોડ અને ૧૦.૯૨ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો ચોખ્ખો નફો રૃા. ૨૮.૭૭ કરોડ તથા ઇપીએસ રૃા. ૪૮ અપેક્ષીત છે. જેથી વર્ષ ૨૦૧૨-૧૩ જે કંપનીનું સિલ્વર જ્યુબિલી વર્ષ છે, તેમાં બુક વેલ્યુ રૃા. ૨૧૮ને આંબી સિલ્વર જ્યુબિલી વર્ષમાં ૧૦૦ ટકા અપેક્ષીત ડિવિડન્ડ સાથે ઉદાર બોનસ પણ અપેક્ષીત છે.
આમ શૂન્ય વ્યાજ ખર્ચ ધરાવતી ડેટ ફ્રી (ઋણ મુક્ત) ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, રૃા. ૧૦૮ કરોડની નેટવર્થ ધરાવતી, સળંગ પાંચ વર્ષમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૨૧૮ થકી મજબૂત બોનસ ઉમેદવાર, કંપનીના ભાવિ બાબતે ચેરમેને વ્યક્ત કરેલા પોઝિટીવ વિશ્વાસ તથા વિસ્તરણના આંકડા જોડયા વિના અપેક્ષીત ઇપીએસ રૃા. ૪૮ સામે હાલ શેર રૃા. ૨૭૦ ભાવે માત્ર ૫.૬૨ના પી/ઇએ એનએસઇ, બીએસઇ પર ઉપલબ્ધ છે. જે પ્લાસ્ટિક ઉદ્યોગની રીસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝના ૪૬ના પી/ઇ, ઇપીસી ઇન્ડસ્ટ્રીઝના ૪૦ના પી/ઇ, સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝના ૧૭ના પી/ઇ તથા પૂર્ણ પ્લાસ્ટિક પ્રોડક્ટસના સરેરાશ ૧૨ના પી/ઇ પ્રમાણે માત્ર ૧૨નો પી/ઇ આપીએ તો પણ રૃા. ૫૭૬ને આંબી શકનાર હાલ માત્ર રૃા. ૨૭૦ ભાવે ૬૦ ટકા કમ-ડિવિડન્ડ ઉપલબ્ધ છે. જે ટૂંકા, મધ્યમ, લાંબા ગાળા માટે ધ્યાનમાં લઇ શકાય.
નાણા પ્રધાનની પીએસયુ બેંકો સાથે મીટિંગ, મોરીશીયસમાં સંધિ પર ચર્ચા પર નજર ઃ નિફ્ટી ૫૪૨૨ કુદાવતા ૫૪૭૭
નવું સપ્તાહ પણ સોમવારે રમઝાન ઇદ નિમિત્તે શેરબજારો બંધ રહેનાર હોઇ ચાર દિવસનું ટૂંકુ હોવા છતાં ૨૨થી ૨૪ ઓગસ્ટ મોરિશીયસમાં ભારત-મોરિશીયસની સંયુક્ત પેનલ દ્વારા ડબલ ટેક્ષેશન અવોઇડન્સ સંધિની સમીક્ષા માટે સંખ્યાબંધ દરખાસ્તો પર ચર્ચા પર નજર અને નાણા પ્રધાન દ્વારા શનિવારે ૧૮ ઓગસ્ટના પીએસયુ બેંકોના અધ્યક્ષો સાથે બેંકોની વધતી એનપીએની ચિંતાએ યોજાનારી મીટિંગની ફળશ્રુતિ પર નજર રહેશે. નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૪૧૧ના ટેકાએ ૧૭૮૭૭ કુદાવતા ૧૮૦૫૫ જોવાશે. જ્યારે નિફ્ટી ૫૨૭૭ના ટેકાએ ૫૪૨૨ કુદાવતા ૫૪૭૭ જોવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved