Last Update : 20-August-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૮-૨૦૧૨ સોમવાર
અધિક ભાદરવા સુદ ત્રીજ
કોઇ સ્થળે વરસાદ ખેંચાય? પાણીની ખેંચ?

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ઉત્તરા ફાલ્ગુની સાંજના ૫ ક. ૧૧ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ઋતુ રા.દિ.શ્રા/૨૯
માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા સુદ ત્રીજને સોમવાર
- અનાવૃષ્ટિ, કોઇ સ્થળે વરસાદ ખેંચાય, પાણીની ખેંચ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ ફરવરદીન માસનો ૩ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી, ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. અન્યના કામ અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય.
વૃષભ ઃ આપના કામમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામ અંગેની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં સાનુકૂળતા રહે. વધારાનું કામ થાય.
મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં, શેરોની કામગીરીમાં, ધાતુના વેપાર, ધંધામાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં આવક થાય. ધંધો વધે.
કર્ક ઃ આપના કુટુંબ, પરિવારના કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે પરંતુ સગા સંબંધી- મિત્રવર્ગથી ચિંતા-ખર્ચ જણાય.
સિંહ ઃ આપના ધંધામાં, આવકમાં વધારો થાય. નોકરીમાં યશ, સફળતા મળે. ઉપરી અધિકારી, સહકાર્યકરથી સાનુકૂળતા રહે.
કન્યા ઃ શરીરમાં કળતર, અસ્વસ્થતા, કંટાળો છતાં તમારે તમારું કામ કરવું પડે. કૌટુંબીક પ્રશ્નમાં, પરિવારના પ્રશ્નમાં ચિંતા રહે.
તુલા ઃ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે. ખર્ચ થાય. પરંતુ કામમાં પ્રગતિ, સફળતા, ફાયદો-લાભ થવાથી આનંદ અનુભવો.
વૃશ્ચિક ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધો-આવક થાય. જુના સંબંધો તાજા થાય. નોકરીમાં અન્યના સહકારથી રાહત રહે.
ધન ઃ આપના નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે પરંતુ કામના ઉકેલથી હળવાશ રહે. આવક થાય, અન્ય કામ થઇ શકે.
મકર ઃ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ- મુલાકાતથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં વધારો થાય પરંતુ કામ ઉકેલી શકો.
કુંભ ઃ શારિરીક કષ્ટ પીડા, સુસ્તી-બેચેની છતાં તમારે તમારા રોજીંદા કામકાજમાં ધ્યાન આપવું પડે. વાહન ધીમે ચલાવવું.
મીન ઃ આપના પુત્રપૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં આનંદ રહે. ધર્મકાર્ય થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૦ ઓગસ્ટ
આજની તારીખે શરૃ થઇ રહેલ આપનું જન્મવર્ષ કૌટુંબીક પ્રશ્નોમાં ચિંતાનું રહે તે સિવાય યશ-ધનમાં વધારો થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. આંખમાં દર્દપીડાથી સંભાળવું.
* નોકરી-ધંધામાં સંઘર્ષ, રૃકાવટ, ચિંતા છતાં તમારી મહેનત અનુસાર ફળ પ્રાપ્ત કરી શકો. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પંચોતેર દિવસ નોકરી-ધંધામાં સંઘર્ષના રહે. નાણાંકીય પ્રશ્ને જવાબદારીમાં સાવધાની રાખવી પડે.
* વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં, પરિવારના પ્રશ્નમાં આ વર્ષ સામાન્ય રહે. ભાઇભાંડુની ચિંતા અનુભવાય. માતૃપક્ષની ચિંતા રહે.
* સ્ત્રી વર્ગને કામની વ્યસ્તતાના કારણે શાંતિ-રાહત જણાય નહીં. પરંતુ જસ-માન-સન્માન મળે.
* વિદ્યાર્થી વર્ગને ભણવા માટે સ્થળાંતર થાય.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ સવારે ઉઠીને બધે તપાસ કરી આવીને પપ્પા છગનને પૂછવા લાગ્યો, ‘‘પપ્પા, પપ્પા, તમે મને મારા બર્થડે ઉપર સાયકલ લઈ આપેલી એ જડતી નથી.’’
‘‘બેટા,’’ છગને કહ્યું, ‘‘એ તો મેં વેચી દીધી.’’
‘‘કેમ, વેચી દીધી ?’’ લલ્લુ બોલ્યો.
‘‘તારી બર્થડે પાર્ટીનું બીલ ચુકવવા...’’ છગને કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved