Last Update : 19-August-2012, Sunday

 

સર્વે સર્વાને જ પરવડે ચૂંટણી સર્વે!

- મન્નુ શેખચલ્લી

 

ગુજરાતમાં આવનારી ચૂંટણીના હિસાબે જાતજાતના ચૂંટણી સર્વે ચાલી રહ્યા છે. અહેવાલ મુજબ એમાંના મોટાભાગના સર્વે કાં તો બોગસ હોય છે કાં તો સર્વે કરાવનાર પાર્ટી કે નેતાને ખુશ કરવા માટે જ થતા હોય છે.
આજે એવા સર્વેની ગમ્મતો...
* * *
એક કિટલી પર ત્રણ સર્વે કરનારા યુવાનો ચ્હા પીવા બેઠા છે. એક કહે છેઃ
‘‘યાર, મેં સર્વેમાં વેઠ ઉતારી છે એની મારા બોસને ખબર પડી ગઇ, કારણ કે મારા બધા આંકડા ૨૫ ટકા, ૫૦ ટકા, ૭૫ ટકા અથવા ૧૦૦ ટકામાં જ આવે છે.
‘‘તો બોસને શી રીતે ખબર પડી?’’
‘‘મેં ચાર જ જણનાં ફોર્મ ભરેલાં!’’
બીજો કહે છે ‘‘સાલા, હું પણ પકડાઇ ગયો. મારા બધા આંકડા ૩૩.૩૩ ટકા, ૬૭.૩૩ ટકા, ૯૯.૯૯ ટકા એવા જ આવે છે... કારણ કે મેં ત્રણ જ જણનાં ફોર્મ ભર્યાં છે!’’
ત્રીજો કહે છે ‘‘તમે બંને ડોબાઓ છો. મારા આંકડાઓ તો ૧૮.૨, ૧૯.૧૦, ૨૨.૮૭, ૪૪.૫૦, ૬૭.૭૦, ૮૨.૧૯ એવા બધા જ આવે છે.’’
બંનેઃ કેવી રીતે?
ત્રીજો કહેઃ સિમ્પલ. હું કોઇના ફોર્મ ભરતો જ નથી. સીધી ટકાવારીના આંકડા જ લખી નાંખું છું.!
* * *
ધારાસભ્ય ટેન્શનમાં હતા ‘‘પેલા સર્વેનો રીપોર્ટ આવી ગયો?’’
સેક્રેટરીઃ ‘‘યસ, આવી ગયો. એમાં એક વાત ખરાબ છે અને એક વાત બહુ જ સારી છે.’’
ધારાસભ્યઃ શું?
સેક્રેટરીઃ સર્વેના હિસાબે તમારા મત વિસ્તારના લોકોને તમારો ચહેરો યાદ જ નથી ! પણ સારી વાત એ છે કે હવે તમે તદ્દન બીજા જ નામે ઉમેદવારી નોંધાવો તો તમને કોઇ નહિ ઓળખી શકે!
* * *
પાર્ટી ઓફિસમાં બેઠેલા નેતાજી આગળ ઊભેલો કાર્યકર ફોન પર હાથ રાખીને કહી રહ્યો છેઃ
‘‘સાહેબ, પેલી સર્વે એજન્સીમાંથી ફોન છે. કહે છે કે જો તમે બાકી રહેલા ૫૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ નહિ મોકલાવો તો અમે દિલ્હીમાં એવો રિપોર્ટ મોકલીશું કે તમને ટિકિટ આપવામાં આવશે તો તમે ૧૦,૦૦૦ વોટથી હારી જશો!
* * *
સર્વે એજન્સીનો બોસ એના કર્મચારીઓને ખખડાવી રહ્યો છેઃ
‘‘ગધેડાઓ! ત્રણ મહિના સુધી સર્વે કર્યા પછી તમે મને એમ કહેવા માગો છો કે જનતાનું મન કળી શકાતું નથી? અલ્યા, અક્કલના ઓથમીરો, નથી કળી શકાતું એટલે જ તો આપણને આ પાંચ-પાંચ લાખના સર્વે કોન્ટ્રાક્ટ મળે છે!’’

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved