Last Update : 19-August-2012, Sunday

 

નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા

- સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા પાંચ યંગસ્ટર્સ દ્વારા સોશ્યલ એક્ટીવીટીના ભાગરૂપે એક એસોસિએશન બનાવવામાં આવ્યું છે. જેમાં દુકાનદાર અને ગ્રાહક સંકળાયેલા રહે છે. કસ્ટમરને આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાંથી આ કાર્ય પાર પડે છે.

અમદાવાદના યંગસ્ટર્સ વિવિધ સોશ્યલ સાઈટ્‌સની સાથે સોશ્યલ એક્ટિવિટી સાથે પણ જોડાયેલા રહે છે. એનું તાજુ ઉદાહરણ અત્યારે સાયન્સ સીટી ખાતે રહેતા ઘુ્રવ પટેલ, નિરવ પટેલ, ચૈતસ શાહ, નિલ પાઠક, અને કેવલ પટેલે પૂરુ પાડ્યુ છે . ફ્રી સમયમાં ગ્રાહકો અને દુકાનદારોને ફાયદો થાય તથા સાથે સાથે સોશિયલ એક્ટિવિટી પણ થાય એ પ્રકારનું મેનેજમેન્ટ આ યંગસ્ટર્સ દ્વારા કરાયું છે. ‘સોલા એસોશિએશન’ ના નામે ચાલુ કરવામાં આવેલા એસોશિએશન દ્વારા ઈન્ટરનેટ પર એક વેબસાઈટની મદદથી ફ્રી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવનારે પોતાની તમામ માહિતી આપવાની હોય છે. ઓન લાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ આ ગ્રાહકને એક સોલા એસોશિએશનનું કાર્ડ આપવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહક સાયન્સ સીટીની એ દુકાનો કે જે આ સોલા એસોશિએશનમાં રજીસ્ટર હોય તેમાં જઈને દુકાનદારો દ્વારા નક્કી કરવામાં આવતા ૫, ૧૦, કે ૨૦ ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો કે, એસોસિએશનમાં જોડાવા માટે ૧૧૦૦ રૂપિયાની વાર્ષિક ફી રાખવામાં આવી છે. આ ફંડમાંથી જ ગ્રાહકોને તેમના ડિસ્કાઉન્ટ કાર્ડ આપવામાં આવે છે. ઉપરાંત કસ્ટમરને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોય એ ડિસ્કાઉન્ટેડ પૈસા એસોસિએશનમાં જમા થાય છે. જેનો ઉપયોગ વિવિઘ સોસિયલ એક્ટીવીટીમાં કરવામાં આવે છે.
નવાઇની વાત તો એ છે કે, આ ડિસ્કાઉન્ટેડ પૈસાનો ઉપયોગ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી વિવિઘ સ્કૂલોમાં વૃક્ષારોપણ, કોઇ સોસાયટીમાં કોઇ મુશ્કેલી હોય તો તેના ઉપયોગ અર્થે, જરૂરિયાતમંદ બાળકો હોય તેના અભ્યાસઅર્થે કે ટ્યુશન ફી વગેરેમાં ખર્ચ કરવામાં આવે છે.
આ અંગે ઘુ્રવ પટેલ કહે છે કે, અત્યાર સુધીમાં અમે આ એસોશિએશનને લઈને આશરે ૩૦૦ કાર્ડ વહેંચ્ય છે. અમારા વિસ્તારના પ૦થી પણ વઘુ દુકાનદારો આ એસોસિએશન સાથે સંકળાયેલા છે. એસોસિએશનમાં મેમ્બર થયેલા દુકાનદારોએ જે ડિસ્કાઉન્ટ નક્કી કર્યુ હોય તે પણ દુકાનદારો દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે. કોઇ પણ દુકાનદાર કે ગ્રાહક જ્યારે એસોસિએશનમાં જોડાવા માટે આવે ત્યારે ખાસ કરીને તેમનું બ્લડગૂ્રપની માહિતી મેમ્બરકાર્ડમાં ભરાવવામાં આવે છે. બ્લડગૂ્રપની માહિતી એટલા માટે લેવામાં આવે છે કે જ્યારે કોઇ પણ મેમ્બરને બ્લડની જરૂર પડે ત્યારે એને અન્ય પર આધાર રાખવો પડે નહીં અને એસોસિએશન દ્વારા જ બ્લડની સુવિઘા મળી રહે.
જ્યારે નિરવ પટેલ કહે છે કે, એસોસિએશનનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેમાં સ્થાનિકો પોતાના વિસ્તારની કોઇ પણ ફરિયાદ કરી શકે તેવી સુવિઘા પણ છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે, કોઇ પણ સ્ટુડન્ટ હોય તેને અભ્યાસમાં તકલીફ ના પડે. સ્કૂલમાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓને જો સ્કૂલ ફી કે પછી ટ્યુશન ફી આપવાની હોય અને અમને ઘ્યાન દોરવામાં આવે તો જે તે સ્ટુડન્ટ્‌સની મદદ કરી શકાય.
તો બીજી તરફ ચૈતશ શાહ કહે છે કે, કેટલાંક યંગસ્ટર્સ પોતાના ફ્રી સમયમાં ગપ્પા મારતા હોય છે કે પછી હરવા ફરવા કે પછી સિનેમા જોવા મળતા હોય છે. પરંતુ અમે મિત્રોએ સાથે મળીને કંઇક નવું કરવાનું વિચાર્યું અને આ એક અમારો પ્રયાસ છે. જેના દ્વારા સોશ્યલ એક્ટિવીટી પણ થાય છે અને કેટલાંક જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે મદદ પણ કરવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved