Last Update : 19-August-2012, Sunday

 
દિલ્હીની વાત
 

યુપીએનું તકદીર ઃ વળતાં પાણી?
નવી દિલ્હી,તા.૧૮
લાંચરુશ્વતના આક્ષેપોનું સુનામી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારને લાંબા સમયથી ક્ષોભમાં મૂકી રહ્યું છે. કોલસાની ખાણો, પાવર અને એવિએશન વિષેનો કેગ રીપોર્ટ આથી વધુ કવેળાએ આવી શક્યો હોત નહિ. અન્ના હજારે અને બાબા રામદેવ જેવા નાગરિક અધિકારવાદીઓની અસરમાં ઓટ આવી રહી છે એવા સમયે ઉપરોક્ત રીપોર્ટ આવ્યા છે, પરંતુ તેઓ નવેસરથી જુસ્સો પ્રાપ્ત કરશે. 'પ્રામાણિક પી.એમ. બધાથી વધુ કમનસીબ છે. કોલસા મંત્રાલયનો હવાલો એમની પાસે હતો ત્યારે કહેવાતા 'કોલગેટ'ના મૂળિયાં નખાયા હતા. ભાજપના નેતૃત્વના વિરોધ પક્ષને કેગના ઘટસ્ફોટના આધારે એમનું રાજીનામું મગાવાની સારી તક મળી ગઈ છે.
ભાજપના સદ્દનસીબે, ઓછો આર્થિક વિકાસ, કંગાળ રોજગારી સર્જન ને ફૂગાવાએ દેશકાળના ચિત્રને મલિન કર્યું છે એવા સમયે કોંગ્રેસની 'આમ આદમી પીચ' પર ફટકાબાજી કરવા માટે મુદ્દો મળી ગયો છે.
કોંગ્રેસમાં ચૂંટણીઓનો ગભરાટ
સંસદનું ચોમાસુ સત્ર કોંગ્રેસ માટે આકરું સાબિત થવાનું છે. કાયદા ઘડવાની પ્રક્રિયાને ભારે ફટકો પડશે. વિપક્ષ એની ગરમી જાળવી રાખશે તો ચાલુ સત્ર પણ ભારે પડી શકે, પરંતુકોંગ્રેસ માટે આ બધાથી વિશેષ મુળ ચિંતાનું કારણ ભાજપશાસિત ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવી રહેલી ચૂંટણી છે. રાજકીય પંડિતોના મતે કોંગ્રેસ કેગના તારણોને અનુમાન આધારિત ગણાવે, અતિશયોક્તિભર્યા લેખાવે તો લાંચરૃશ્વત વિરોધી જામેલા માહોલમાં એની એ સમજુતી ખાસ કારગત નહિ નિવડે.
ઇશાનની ચૂંટણી મહાચિંતા
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવી રહેલી ચૂંટણી ઉપરાંત ત્રિપુરા મેઘાલાય અને નાગાલેન્ડના ત્રણ ઇશાન રાજયોમાં આવી રહેલી ચૂંટણી પણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહેશે. એનું કારણ આસામમાં વંશીય હિંસાના જુવાળને ખાળવામાં છતી થયેલી અયોગ્યતા કોંગ્રેસના નેતાઓને મોટી ચિંતા એ છે કે બેંગ્લોર અને ચેન્નાઇથી પાછાવળેલા ઇશાની વિદ્યાર્થીએ કોંગ્રેસને મોટી ધોબી પછાડ આપનારા સાબિત થઇ શકે.
સી ડબલ્યુજી. તપાસ દિશા વિહિન
બે વર્ષના વ્હાણાં વીતી ચુક્યા છે. અને ૧૬ પ્રથમદર્શી અહેવાલ નોંધાયા હોવા છતાં સીડબલ્યુજી (કોમનવેલ્થ ગેમ્સ) કૌભાંડની તપાસમાં કોઇ પ્રગતિ નથી. અત્યાર સુધી સીબીઆઇએ એક કેસમાં આરોપનામુ ઘડયું છે. અને પૂર્વ પ્રસારભારતીના સીઇઓ બી.એસ.લાલ્લી સામેનો કેસ પુરાવાના અભાવે બંધ કરી દીધો છે. સીબીઆઇ વર્તુળોના જણાવ્યા પ્રમાણે વધુ ત્રણ કેસની તપાસ પૂરી થવા આવી છે, પરંતુ અનામ રહેવાની શરતે એક સીબીઆઇ અધિકારીએ જણાવ્યું કે આ માત્ર શરૃઆત છે. કારણ કે અન્ય ઘણી તપાસનો કોઇ દિશાદોટ નથી.
આવું ક્યાં સુધી ચાલશે ?
પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળે લગભગ ત્રણ સપ્તાહ થયા, છતાં કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટમાં રજુ થતી કોંગ્રેસની વિવિધ સમિતિઓમાં હજીય એમનું નામ ચમકતુ રહ્યુ છે. વેબસાઇડમાં હજી ય દર્શાવાયા મુજબ પ્રણવ કોંગ્રેસની કરોબારી સમિતિ, પક્ષની શિસ્ત સમિતિ, ઢંઢેરા સમિતિ, કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઉપરાંત લોકસભામાં ગૃહના નેતા અને પં.બંગાળના સાંસદ છે..
કુરિઅન દોડમાં મોખરે
સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ રાજ્યસભાના નાયબ અધ્યક્ષપદ પર આંખ માંડીને બેઠા છે ત્યારે કોંગ્રેસ એ સ્થાને પી.જે. કુરિઅનને બેસાડવાની એની વાતમાં કોઇ પીછેહઠ દર્શાવી રહી નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા શરદ પવારે કુરિઅનની પસંદગી સામે વાંધો રજુ કર્યો હોવા છતાં આ સ્થિતિ છે. દરમિયાન આ હોદ્દે રહેલા નાયબ અધ્યક્ષ કે રહેમાન ખાનની નવી જવાબદારીઓ વિષે ભારે ઉત્સુકતા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved