Last Update : 19-August-2012, Sunday

 

રાજકારણ ફેસબુક, ટવીટર કે કેટલીક ટીવી ચેનોલના સહારે લડી શકાય નહીં
અસરકારક વહીવટ આજની તાતી જરૂર

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- બાબા રામદેવ વહેલા મોડા રાજકીય સ્ટેજ પર પ્રવેશશે અથવા ભાજપને ટેકો આપશે ઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોએ ઉભી કરેલી અવઢવ જોતા લાગે છે કે આપણે ચૂંટણી ટ્રેન્ડને બારીકાઈથી નિહાળવો પડશે

 

કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-ટુ સરકારે રાજકીય બ્લેક મેલીંગ સામે ઝુકવાની ના પાડતાં અણ્ણા હજારે અને તેમની ટીમે અચોક્કસ મુદતના ઉપવાસ પડતા મુકયા તા. નૈતિકતાના મુદ્દાને આધારે અણ્ણા હજારેએ રાજકીય સ્ટેજ પર પ્રવેશવાની વાત કરી ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેને આવકારી હતી. મને લાગે છે કે રાજકારણમાં જોડાવવું એ અણ્ણા હજારે માટે તકલીફભર્યું બનશે. કેમ કે સામાજીક નેતા તરીકે તે એમ માની લેતા હતા કે દરેકનો મને ટેકો છે પરંતુ ચૂંટણીનું રાજકારણ અલગ પ્રકારનું છે. દુઃખદની વાત તો એ છે કે જયારે અણ્ણા હજારે ‘હીરોમાંથી ઝીરો’ બની ગયા ત્યારે પણ તેમની ટીમ આક્ષેપબાજીની ગેમ રમતી હતી અને તેજાબી ભાષાનો પ્રયોગ કરતી હતી. પ્રજાનો ટેકો મળતો દેખાતો ન હોતો જે કે ભ્રષ્ટાચાર ગુનાખોરી અને શોષણના મુદ્દા ચંિતાજનક છે પરંતુ વિવાદો અને ઉહાપોહથી આગળ કશું વધતું નથી.
અણ્ણા હજારેે પાસે મર્યાદિત વિકલ્પો છે. રાજકારણમાં પ્રવેશવાના તેમના નિર્ણયને સૌએ આવકાર્યો છે. તેમણે દેશભરનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો છે. તે સારી વાત છે. કેમ કે રાજકારણ ફેસબુક, ટવીર કે કેટલીક ટીવી ચેનોલના સહારે લડી શકાય નહીં. કોઇપણ નોન-પોલીટકલ ચળવળમાં રાજકારણમાં ટકવા ઝઝુમતા લોકો, નિવૃત્ત અધિકારીઓ વગેરે આકર્ષાય છે પરંતુ જયારે તે રાજકીય ચળવળમાં ફેરવાય છે ત્યારે કોઇ આવતું નથી. સામાજીક ચળવળમાં ભાગ લેનારા મોટાભાગના લોકો નૈતિક ટેકો આપીને થોડી મુશ્કેલી વેઠીને ટેકો આપે છે પરંતુ તે બહુ લાંબુ ચાલતું નથી હોતું.
બાબા રામદેવ વહેલા મોડા રાજકીય સ્ટેજ પર પ્રવેશશે અથવા ભાજપને ટેકો આપશે. આ યોગગુરુ વર્ષોથી દેશભરમાં પ્રવાસ કરી ચૂકયા છે અને લોકોના ટોળાં પણ ભેગા કરી શકે છે પરંતુ તે સાથે સાથે બિઝનેસમેન પણ છે. પરંતુ તેમના પૈસાનો કલર કોઈને ખબર નથી. તે વ્હાઈટ છે, બ્લેક છે, યલો છે કે પરપલ છે ?? તેમનો નાણાકીય વ્યવહાર તપાસ હેઠળ છે અને તેમણે ઘણી આવક ગુપ્ત રાખેલી છે, જયાં કોઇ પહોંચી ના શકે.
અણ્ણા હજારેની ટીમ લોકોને બુદ્ધિના જોરે અને ભાવિ પ્લાન બતાવીને આકર્ષયા હતા. આમિરખાન પણ સ્ટેજ પર આવ્યો હતો. તેની ઇમેજ સારી છે. તેનામાં સારી ઇમેજ અને ક્ષમતાનું મિશ્રણ છે. આમીરખાનની ટીવી સીરિયલ તેમાં ચર્ચાતા સામાજીક પ્રશ્નો વગેરને જોરદાર સફળતા મળી રહી છે પરંતુ સમાચાર માઘ્યમોમાં તેનો બહુ ઉલ્લેખ કરાતો નથી.
અનુપમ ખેરનું પણ આવું જ વ્યક્તિત્વ છે. તેમણે તેમના વતન રાજ્ય જમ્મુ-કાશ્મીરના પ્રશ્નોની રજૂઆત કરી છે. દુઃખની વાત છે કે જમ્મુ-કાશ્મીરમાં લધુમતી એવી હંિદુ કોમ પોતાના દેશમાં નિરાશ્રિત બની ગઈ છે. આ બઘું છેલ્લા ૫૦ વર્ષમાં બન્યું છે. તેમણે પણ ટીમ અણ્ણા સાથે જમ્મુમાં ચૂંટણીનું પાણી માપવું જોઈએ. આપણી પાસે ચેતન ભગત નામના લેખક છે. મારે એ સ્વીકારવું જોઈએ કે મેં તેમની કોઈ ચોપડી વાંચી નથી પરંતુ જો સલમાન રશદી ઘ્યાન દોરેલી નેગેટીવ રીમાર્ક પર પણ ચેતન ભગતે ઘ્યાન આપવું જોઇએ. તેમનામાં બુદ્ધિ અને ક્ષમતા છે. તેમણે ચૂંટણી લડવી જોઈએ. રાજકારણ એ પાર્ટ ટાઇમ વ્યવસાય નથી, તેનાથી અંતર રાખવું આસાન છે, પરંતુ આ ક્ષેત્રે ફેરફારની અસર માટે હંિમત જોઈએ.
આજની તાતી જરૂરીયાત કોઇ લોકશાહી સંસ્થાને તોડી પાડવાની નથી, પરંતુ સારી કામગીરી અને અસરકારક વહિવટ આપવાની છે. જો દિલ્હીમાં શીલા દીક્ષિત, બિહારમાં નીતીશકુમાર, ગુજરાતમાં નરેન્દ્ર મોદી, કે છત્તીસગઢમાં રમનસંિહ અસરકારક સરકાર ચલાવી રહ્યા છે તો પછી અન્ય રાજયોમાં કેમ આવું થતું નથી ?! યુપીએ-વન સરકારે ઘણું સારું કામ કર્યું હતું. ૨૦૦૯ની શરૂઆત હકારાત્મક વાતાવરણમાં હતી એટલે જ તેમને હકારાત્મક મત મળ્યા હતા. જો કે યુપીએ-ટુ આ લાભ ઉઠાવી ના શકી અને તેને છિન્ન-ભિન્ન કરી નાખ્યા હતા. હવે મઘ્ય સત્ર ચૂંટણીની વાતો થઇ રહી છે. જો કે હજુ ૧૮ મહિના બાકી છે. હવે આ બાકીના સમયમાં અગાઉ ગુમાવેલી ઇમેજ ફરી પાછી મેળવવી પડશે. રાજકીય સિસ્ટમ તમામ સ્તરે વઘુ બુદ્ધિમતા ધરાવતી બની છે. હું કોઇ તડકા-છાંયડીવાળા સિન્ડ્રોમમાં નથી માનતો પરંતુ જયારે વૈશ્વિક મંદી ડોકાઈ રહી છે ત્યારે તેમાંથી આપણને શું લાભ મળે છે તે પણ જોવું જોઈએ. ચૂંટણીથી ભરેલી લોકશાહીમાં રાજકીય યુદ્ધો થતા રહેવાના છે. આપણે સખત રીતે ખેલાયેલા ચૂંટણી જંગ જોયા છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ દરેકને તેમની રાજકીય બુદ્ધિમત્તા બતાવવાનો ચાન્સ લઇને આવશે.
સમય બદલાઈ રહ્યો છે. આપણે જે રીતે ચૂંટણીઓને જોતા આવ્યા છે તેમાં ફેરફાર કરવો પડશે. કેમ કે ધર્મ અને જ્ઞાતિનો રોલ નિર્ણાયક બની રહેશે એમ સારો વહિવટ પણ વઘુ મત ખેંચી લાવશે. આપણે જોયું છે કે હકારાત્મક ચુકાદા સાથે યુપીએ ટુ- સત્તા પર આવી હતી. તેમજ જે મુખ્ય પ્રધાનો બીજી- ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે તે બધા પોલીટીકલ સુપર સ્ટાર બની ગયા છે. જયાં સુધી ગુજરાતની ચૂંટણીઓના પરિણામો ના આવે ત્યાં સુધી હું કોઇ રાજકીય આગાહી કરવાનો નથી. કેમ કે મને લાગે છે કે, કોંગ્રેસ, ભાજપ અને પ્રાદેશિક પક્ષોને સરખા ચાન્સ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોએ ઉભી કરેલી અવઢવ જોતા લાગે છે કે આપણે ચૂંટણી ટ્રેન્ડને બારીકાઈથી નિહાળવો પડશે. મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસે લીધેલું સ્ટેન્ડ વ્યાજબી હતું. ટીએમસી અને કોંગ્રેસનું જોડાણ ચાલુ રહેશે, તો એનસીપી અને કોંગ્રેસે પણ સમજદારીભર્યું પગલું ભર્યું છે. શરદ પવારે ભવિષ્ય બાબતનો સંકેત પણ આપી દીધો છે. કોંગ્રેસે સારી કામગીરી કરી છે, તો ભાજપે સુધારો કર્યા છે જયારે પ્રાદેશિક પક્ષો જૈસે-થેની સ્થિતિમાં રહ્યા છે. મને લાગે છે કે ૨૦૧૨ના અંતમાં જયારે ગુજરાતની ચૂંટણીઓ પુરી થશે પછી જ કોઇ રાજકીય ચહલ પહલ જોવા મળશે.
આપણે ઓલિમ્પિકસની ઉજવણી કરી છે. કેટલીક રમતોમાં ભારતે ભાગ લીધ ોહતો, જેમણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે તેમાં ભાગ લેવો એ પણ એક પ્રકારના વિજય સમાન વાત છે. બીજી તરફ શ્રીલંકા સામે ભારતની ક્રિકેટ ટીમે ૪-૧ થી વિજય મેળવ્યો તે પ્રશંસાજનક છે. જયારે વિરાટ કોહલી અને સુરેશ રાઇનાએ ટીમમાં મજબૂત સ્થાન બનાવી દીઘું છે. ગૌતમ ગંભીર અને એમએસ ધોનીએ તેમનું કૌવત બતાવ્યું હતું. આપણે યુવરાજ સંિહ જેવી ટેલન્ટ પાછી ફરે તેની રાહ જોઈએ છીએ અને ભવિષ્યમાં એક વીનીંગ ટીમ બને તેની રાહ જોઈએ છીએ.
આપણે ચોમસાાની ઘટનાની વાત કરી રહ્યા છીએ. શું કોઇ થોડું સંશોધન કરીને રાજય પ્રમાણેની વરસાદની પેટર્ન, તેની પાક પર અસર, અંદાજીત ઉત્પાદન, વપરાશની પેટર્ન અને તેની સાથે અનામત જથ્થો તેમજ તેના સ્ટોરેજ માટેની સવલત વગેરેનો ચાર્ટ તૈયાર કરે તે જરૂરી છે. ૧૯૮૭, ૨૦૦૨, ૨૦૦૯માં આપણે સખત દુકાળનો સામનો કર્યો હતો પરંતુ શું આપણને યાદ છે કે ત્રણ વર્ષ પહેલાં શું થયું હતું ? સખત વરસાદ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં પૂરથી ઘણી જાનહાની થઇ છે. હું કોઇ નિષ્ણાત નથી પણ જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થઇ શકે છે. અછતનો સામનો કરવો આપણા હાથની વાત છે પરંતુ શું સારો વહિવટ હોય તો આ સામનો ના થઇ શકે ?!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 

 

 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved