Last Update : 19-August-2012, Sunday

 
 

લક્ષ્મણની યાદગાર ઇનિંગ

 

લક્ષ્મણ ૨૮૧ ઃ ફોલોઓન થયેલા ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
લક્ષ્મણની ૫૯ અને ૨૮૧ રનની ઐતિહાસિક સિમાચિન્હરૃપ ઇનિંગને સહારે ભારતે માર્ચ, ૨૦૦૧માં કોલકાત સામેની ટેસ્ટમાં ફોલોઓન થયા બાદ ઇતિહાસ રચતાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.લક્ષ્મણની ક્લાસિક ઇનિંગ અને દ્રવિડના જોરદાર પ્રયાસને સહારે ભારતે સ્ટીવ વોની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની પાવરફૂલ ટીમને આંચકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ૪૪૫ સામે ભારત માત્ર ૧૧૭માં ખખડી ગયુ હતુ અને ફોલોઓન થયું હતુ. જ્યારેબીજી ઇનિંગમાં ક્રિઝ પર ઇતિહાસ રચવાના ઇરાદા સાથે ૬૩૧ મિનિટ અડીખમ ઉભા રહીને લક્ષ્મણે ે૨૮૧ રન ફટકારીને ભારતની વર્લ્ડ નંબર વનની પ્રતિભાનો ચમકારો દેખાડયો હતો. આશરે ૧૧ કલાક ક્રિઝ પર ઉભા રહેલા લક્ષ્મણે ઓસ્ટ્રેલિયાની હારનો તખ્તો તૈયાર કર્યો હતો અને તેમની અજેય કૂચ પર બ્રેક મારી હતી. આ ઇનિંગે લક્ષ્મણને ક્રિકેટ વિશ્વના સુપરસ્ટાર બેટ્સમેન તરીકે ગૌરવ અપાવ્યું હતુ.
ભારત એક વિકેટથી જીત્યુ ઃ લક્ષ્મણ ૭૯*
ઓક્ટોબર,૨૦૧૦માં રમાયેલી મોહાલી ટેસ્ટમાં લક્ષ્મણની બીજી ઇનિંગની અણનમ ૭૯ રનની ઇનિંગને સહારે ભારત એક વિકેટથી ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતુ.પ્રથમ ઇનિંગમાં બે રને આઉટ થનારો લક્ષ્મણ બીજી ઇનિંગમાં ભારતની ૧૨૪માં ૮ વિકેટ પડી જવા છતાં ક્રિઝ પર હતો અને સંઘર્ષ કરતો હતો. મોહાલીની મુશ્કેલ પીચ પર વધુ બે કલાક ગાળીનેતેણે ભારતને જીત સુધી પહોંચાડયું હતુ. ત્યારે સામેના છેડે પ્રજ્ઞાાન ઓઝા હતો.
અણનમ સદી સાથે શ્રીંલંકા સામે ભારતને જીતાડયું
વિદેશની ધરતી પર હોમગ્રાઉન્ડ જેવો દેખાવ કરવા માટે જાણીતા લક્ષ્મણે ઓગસ્ટ,૨૦૧૦માં કોલંબો ટેસ્ટમાં ૫૬ અને અણનમ ૧૦૩ રનની ઇનિંગ સાથે ભારતને શ્રીલંકા સામે ૫ વિકેટથી વિજય અપાવ્યો હતો. જીતવા માટે આખરી દિવસે ૨૫૯ રનના પડકારનો પીછો કરવો મુરલી જેવા બોલરની હાજરીમાં પડકારરૃપ હતો. ભારતે એક તબક્કે ૪ વિકેટ તો ૬૨ રનમાં જ ગુમાવી હતી. ત્યારે તેંડુલકર અને લક્ષ્મણે બાજી સંભાળી. તેંડુલકર આઉટ થયો ત્યારે ભારતનોસ્કોર ૧૭૧ રને પાંચ વિકેટ થયો. જે પછી લક્ષ્મણે જોરદાર દેખાવ કરતાં સદી ફટકારીને ભારતને યાદગાર વિજય અપાવતા શ્રેણી ડ્રો કરી.
પ્રથમ મેચમા જ સાઉથ આફ્રિકાને ભારે પડયો
અમદાવાદમાં નવેમ્બર,૧૯૯૬માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં લક્ષ્મણને સૌપ્રથમ વખત ઇન્ડિયા કેપ અપાઇ. તે મેચમાં લક્ષ્મણની અડધી સદી નિર્ણાયક સાબિત થઇ અને ભારત જીત્યું હતુ. ડોનાલ્ડના નેતૃત્વ હેઠળના સાઉથ આફ્રિકાના આક્રમણ સામે ભારત સંઘર્ષ કરતું રહ્યું હતુ.ભારતના ૨૨૩ સામે સાઉથ આફ્રિકાએ ૨૪૪ રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર ૪ વિકેટે ૮૨ રન થઇ ગયો ત્યારે લક્ષ્મણ ક્રિઝ પર આવ્યો અને તેણે ૫૧ રનની શાનદાર ઇનિંગ રમતાં ભારતને ૧૯૦ ના સ્કોર સુધી પહોંચાડયું હતુ અને આખરે જવાગલ શ્રીનાથ એન્ડ કંપનીએ સાઉથ આફ્રિકાને ૧૦૫ રનમાં ખખડાવી ભારતને જીત અપાવી હતી.
ભારતે બે વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
લક્ષ્મણની ૬૫ અને ૬૬ રનની ઇનિંગ્સને સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની માર્ચ, ૨૦૦૧માં ચેન્નઇ સામે રમાયેલી ટેસ્ટમાં બે વિકેટથી વિજય મેળવ્યો હતો. કોલકાતાના ચમત્કારિક વિજય બાદ રમાયેલી મેચમાં ફરી લક્ષ્મણે ઓસ્ટ્રેલિયાને બતાવ્યુ હતુ કે હવે તેમના દિવસો ગયા.મેચ અને શ્રેણી જીતવા માટે ૧૫૬ રનના પડકારનો પીછો કરતાં ભારત વિકેટ ગુમાવતુ રહ્યું હતુ છતાં લક્ષ્મણે એક છેડો પકડી રાખતા લડત આપી હતી.તેણે ભારતને છેક વિજયના દરવાજે પહોંચાડીને વિકેટ ગુમાવી હતી અને પુંછડિયા બેટ્સમેનોએ લક્ષ્મણના નિર્ણાયક પ્રયાસને યાદગાર અંત આપ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved