Last Update : 19-August-2012, Sunday

 
 

અગાઉ એવું મનાતું હતુ કે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી બાદ વિદાય લેશે
લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

યુવા ખેલાડીઓને ન્યુઝીલેન્ડના બિનઅનુભવી આક્રમણ સામે પ્રતિભા સાબિત કરવાની તક આપવા માંગું છું ઃ લક્ષ્મણ

 

બેંગ્લોર,તા.૧૮
ભારતીય ક્રિકેટના આધારભૂત બેટ્સમેન લક્ષ્મણે અચાનક જ તત્કાળ અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેતા ચાહકોએ આંચકા સાથે આશ્ચર્ય અનુભવ્યું હતુ. બેંગ્લોરમાં નિવૃત્તિની જાહેરાત કરતાં ભાવુક બનેલા લક્ષ્મણે કહ્યું હતુ કે, હું ઇચ્છું છું કે ન્યુઝીલેન્ડના બિનઅનુભવી બોલિંગ આક્રમણ સામે ભારતના યુવા ખેલાડીઓને તક મળે અને તેના કારણે હું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું.


અગાઉ મનાતુ હતુ કે, લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામે શરૃ થઇ રહેલી બે ટેસ્ટની શ્રેણી બાદ નિવૃત્તિ લેશે. જો કે લક્ષ્મણે અચાનક જ વિદાય લેતા તેના સાથી ખેલાડીઓએ પણ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતુ.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતને અત્યંત કપરી અને મુશ્કેલ પરિસ્થિતીઓમાં ઉગારવા માટે જાણીતા લક્ષ્મણે ભારે હૈયે નિવૃત્તિ જાહેર કરતાં કહ્યું હતુ કે, મે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો તેને ૧૬ વર્ષ થઇ ચુક્યા છે. મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. યુવાવયે મેં ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું સ્વપ્ન સેવ્યું હતુ અને આટલી લાંબી કારકિર્દી મારા માટે ગૌરવપ્રદ રહી.
યુવા ખેલાડીને તેની પ્રતિભા દર્શાવવાની તક મળે તેમ હું ઇચ્છું છુ અને ક્રિકેટ અંગેના મારા તમામ સપના સાકાર કરવા બદલ હું ભગવાનનો આભાર માનું છું. હું ઇચ્છું છું કે મુશ્કેલ સિઝન અગાઉ યુવા ખેલાડીઓને સારી પ્રેક્ટિસ મળે અને મેં હંમેશા વ્યક્તિગત સફળતા કરતાં દેશની સિધ્ધિને પ્રાથમિકતા આપી છે.
મેં મારો નિર્ણય બીસીસીઆઇને જણાવ્યો છે. છેલ્લા ચાર-પાંચ કલાક ખુબ જ ભાવુક રહ્યા. મે મારા સાથીઓ અને મિત્રોને મારા નિર્ણયની જાણ કરી હતી.આ અગેની વાતચીત ખુબ જ ભાવુક અને લાગણીસભર રહી હતી. ધોની સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હોય છે અને હું તેનો સંપર્ક સાધી શક્યો નથી.
લક્ષ્મણે ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે ડરબન ટેસ્ટમાં રમેલી ૯૬ રનની ઇનિંગને કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ ગણાવી હતી. જેમાં ભારત જીત્યું હતુ.

 

 

 

લક્ષ્મણ ફેક્ટ ફાઈલ
આખુ નામ ઃ વાંગીપુરાપ્પુ વેંકટ સાંઈ લક્ષ્મણ
જન્મ તારીખ ઃ ૧લી નવેમ્બર, ૧૯૭૪
જન્મ સ્થળ ઃ હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
નીક નેમ ઃ વેરી વેરી સ્પેશિયલ
બેટિંગ સ્ટાઈલ ઃ રાઈટ હેન્ડ બેટ
બોલિંગ સ્ટાઈલ ઃ રાઈટ આર્મ ઓફ બ્રેક

 

પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિષ્નનનો વંશજ
ભારત જ નહીં વિશ્વ ક્રિકેટમાં જોરદાર બેટિંગના કારણે જાણીતો બનેલો લક્ષ્મણ આઝાદ ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિષ્નનનો વંશજ છે. લક્ષ્મણના દાદા ના દાદા રાધાક્રિષ્નન હતા. રાધાક્રિષ્નના પુત્ર અથવા પુત્રીઓના (પિતરાઇ)ભાઇ-બહેનોના બાળકો તેમના ભત્રીજો-ભત્રીજી કહેવાય અન તેમના પુત્ર-પુત્રીના પુત્ર-પુત્રીને ગ્રેટ ગ્રાન્ડ નેપ્યુ કે નીસ કહેવાય. આમ, લક્ષ્મણ એ ર્ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનો ગ્રેટ ગ્રાન્ડ નેપ્યુ થાય.

 

લક્ષ્મણની કારકિર્દી

-

મેચ

 ઇનિંગ

નો.આ.

રન

શ્રેષ્ઠ

સરેરાશ

૫૦-૧૦૦

ટેસ્ટ

૧૩૪

૨૨૫

૩૪

૮૭૮૧

૨૮૧

૪૫.૯૭

૫૬-૧૭

વન-ડે

૮૬

૮૩

૦૭

૨૩૩૮

૧૩૧

૩૦.૭૬

૧૦.૬

પ્રથમ ટેસ્ટ ઃ વિ.સાઉથ આફ્રિકા, અમદાવાદમાં ૨૦-૨૩ નવેમ્બર ૧૯૯૬
આખરી ટેસ્ટ ઃ વિ. ઓસ્ટ્રેલિયા, એડીમેડ, ૨૪-૨૮ જાન્યુઆરી ૨૦૧૨
પ્રથમ વન-ડે ઃ વિ.ઝિમ્બાબ્વે, કટક, ૯ એપ્રિલ ૧૯૯૮
આખરી વન-ડે ઃ વિ.સાઉથ આફ્રિકા, સેન્ચુરિયન, ૩ ડિસેમ્બર ૨૦૦૬

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved