Last Update : 19-August-2012, Sunday

 

જંતુ જગત તો સિદ્ધાંતવાદી છે ! કારણ વગર કરડવાનું તો માણસને આવડે, ભ્રમરોને નહિ !!

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- કાળી, સમયસર તે કાઢી આપેલા સાડલા આગળ મારી આ સાડીની કોઈ કિંમત નથી ! લઈ લે. પ્રેમથી આપું છું ! - પાલખ

'ઓ મા ! કરડયો રે કરડયો !'
ચીસાચીસ
ચીસ પર ચીસ
અવાજ બાર વરસના કનૈયાનો હતો... પાલખ પૂળા ગણવામાં તલ્લીન થઈ ગઈ હતી. પણ કનૈયાની ચીસ સાંભળતાં જ એ ઘાંઘી બની ગઈ ! એનાથી રહેવાયું નહિ ! એણે બૂમ મારી ઃ 'ભાથી, ઓ ભાથી. દોડ મારા દીકરાને સાપ કરડયો લાગે છે !'
ભાથીના હાથમાં કઢીમાં બોળેલું રોટલાનું છેલ્લું બટકં હતું. ત્યાં જ ચીસ સાંભળી એકું કનૈયાની ! પટયોલના છોરાની ! એ ય ઓછું હોય તેમ પાલખ ભાભીએ પુનઃ બુમ મારી ઃ 'દોડ ભાથી, દોડ. મારા દીકરાને સાપ કરડયો લાગે છે !'
બટકું ફેંકી દીધું ભાથીએ.
કાળીનું મન પણ કારમી વેદના અનુભવી રહ્યું.
બટકું ફેંકીને ઉભો થઈ ગયો ભાથી... એણે જોયું તો છોકરાથી લગભગ દસેક ફૂટ દૂર ઉંચે ભમરાઓનું મોટું ઝૂંડ ઘુમરાઈ રહ્યું હતું. ચાર- પાંચ ભમરા કનૈયાની આસપાસ ચકરાવો લેતા હતા.
ભાથી ચકોર હતો.
તે આખી વાત સમજી ગયો.
ખેતરના શેઢે રમતા કનૈયાએ જરૃર મધપૂડા ઉપર ઢેખાળો નાખ્યો હશે. તો જ ભમરા ઉડે ! અને જો ભમરાઓનું આ આખું ય ઝુંડ છોકરાને વળગશે તો ફોલી ખાતા વાર નહિ લાગે !
ભાથી દોડયો.
કાળી દોડી
પાલખ પણ દોડી.
કનૈયો પણ સામે આવવા દોડયો. ઉપર ભ્રમર ટોળું ગોળ ગોળ ઘુમરાતું ધસી આવતું હતું ! ભમરા ખિજાય પછી છોડે નહિ. બે-ચાર ભમરા કનૈયાના શરીર પર ચોંટીં પડયા.
ડંખ પર ડંખ
ડંખ પર ડંખ
કનૈયાની પીડા વધતી જતી હતી. એની ચીસો પણ વધતી જતી હતી ઃ 'બચાવો, કોઈ બચાવો ! ઓ મા, મને બચાવ ! ઓ ભાથીકાકા, મને બચાવો !'
હૈયું વલોવી નાખે એવી ચીસો, કાળજું કંપાવી દે તેવી ચીસો. એની કાળઝા વાઢતલ ચીસો સાંભળીને પાલખ ભાથીને કરગરતી હતી ઃ 'ભાથી, બચાવ... બચાવ મારા દીકરાને ! કંઈક કર ભાથી, કંઈક કર ! નહિતર કોપાયમાન થયેલા ભમરા એને ભરખી જશે. '
ભાથીએ જોયું તો પાલખે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. એને નવા જમાનનો વા લાગી ગયો હતો ! શું થાય ? એટલે ભાથીએ કાળીને બૂમ પાડી ઃ 'કાળી, લાવ તારો સાડલો ઝટ કર...' કાળીએ સહેજ પણ અચકાયા- ખચકાયા વગર ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શરીર ઉપરથી સાડલો કાઢી નાખ્યો ને ભાથીના હાથમાં મૂક્યો ઃ 'લો સાડલો !'
ભાથીએ બુદ્ધિને કામે લગાડી દીધી. તત્કાળ નિર્ણય લઈ નાખ્યો. કનૈયાના શરીર પર સાડલો નાખીને એને નીચે સુવાડી દીધો ! ત્યાં સુધીમાં તો ભમરાઓનું આખું ટોળું નીચે આવી ગયું હતું. છોકરાની ઉપર ગોળ ગોળ ઘુમરાઈ રહ્યું હતું ભ્રમર ટોળું.
છોકરા પર ગિન્નાયા હતા ભમરા ! એણે ઢેખાળો ફેંકવાનો ગુનો કર્યો હતો... ભમરા કારણ વગર કરડતા નથી. કાં તો મધપૂડો ખેંચો અથવા એના પર ઢેખાળો નાખો... બસ, પછી તો થઈ રહ્યું.
ચિઢાઈ જાય ભમરા.
ખિજાઈને કરડવા દોડે... ભમરા ! કનૈયા પર ચિઢાઈ ગયા હતા... એને સબક શીખવાડવા માગતા હતા ને સબક શીખવાડવા માટે એમની પાસે એક જ વિકલ્પ હતો ઃ 'કરડો... ડંખ લગાવો ! ગુનેગારને જ કરડે ! માત્ર કનૈયાને જ ડંખ મારતા હતા ભમરા... બાકીના ત્રણેયને તેમણે એક પણ ડંખ માર્યો નહોતો ! જંતુ જગત ન્યાયી છે. એ કોઈને કારણ વગર કરડતું નથી !'
છોકરો રાડો નાખતો હતો ઃ 'બચાવો, રે, બચાવો !'
એની ચીસોથી ગભરાઈ ગયેલી પાલખ વલોપાત કરવા લાગી હતી... કાળી પણ ગભરાઈ ગઈ હતી.
પણ નહોતો ગભરાયો ભાથી...
ભડ થઈને ખડો હતો.
એ જાણતો હતો કે વગડામાં ભમરાઓને મહાત કરવા હોય તો એક જ ઉપાય છે ઃ આગના ભડકા ! આગ જોઈને ભાગી જાય છે ભમરા ! પણ અહીં આગ લગાડવી શી રીતે ?
ભાથીનું દિમાગ જોરશોરથી ચાલવા લાગ્યું. એણે સુક્કા પૂળાનો ઢગલો કનૈયાની નજીક કરી નાખ્યો. પછી બોલ્યો ઃ 'ભાભી, લાવો બીડીની ઝુકી અને બાકસ.'
'લો.'
ઝડપથી પાલખે બીડી - બાકસ ભાથીના હાથમાં મૂકી દીધા ભાથીએ ક્ષણની ય વાર લગાડયા વગર બીડી પરના રેપરનો કાગળ દીવાસળી ચાંપીને સળગાવ્યો ને નાખ્યો પૂળા ઉપર. સુક્કા પૂળામાં આગ પકડાતા વાર ન લાગી. સળગેલી આગમાં ત્રણેય જણે એક એક બીજો પૂળો હાથમાં લઈને સળગાવ્યો ને મશાલની જેમ હાથમાં પકડીને પૂળાને ચારે બાજુ ઘુમાવવા લાગ્યા.
ભમરા પાછા પડતા ગયા.
ત્રણે આગળ વધવા લાગ્યા.
ત્રણેની આગેકૂચ.
ભમરાઓની પીછેહઠ
કેટલાક ભમરા તો આગની જ્વાળામાં જલીને ખાક થઈ ગયા.
ભમરા હટી ગયા.
ભાથીએ કનૈયાના શરીર પરથી સાડલો ખેંચી લીધો. એણે અંદર જોયું છોકરાના શરીર ઉપર જેટલા ડંખ ખેંચાય એટલા ખેંચી નાખ્યા. પછી ભાથીએ કહ્યું ઃ 'પાલખ ભાભી ! કાળી ! તમે ચાર- પાંચ પૂળા લઈને ચાલો મારી સાથે, કદાચ રસ્તામાં ભમરા હોય તો આગ લગાડીને ભગાડી શકાય.'
આટલું કહીને ભાથીએ કનૈયાને ફરીથી સાડલામાં લપેટી લીધો... એને પોતાના ખભે નાખ્યો ને ત્રણેય ગામ ભણી દોડવા લાગ્યા.
ગામ આવતાં જ પૂળા નીચે નાખી દીધા. ગામલોકો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કનૈયાને ખભે લઈને દોડતો ભાથી, રોકકળ કરતી જનેતા પાલખ અને માત્ર ચણિયા-કબજાભેર દોડી રહેલી જોગમાયા જેવી લાગતી કાળી !
ગામલોકોને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. આગળ દોડતા જતા ત્રણેય જણા અને ભાથીના ખભા ઉપર ઉંચકાયેલો છોકરો. પાછળ ગામટોળું... બધાં ય ઝડપથી પહોંચી ગયા, દવાખાને... ભાથીએ જઈને ડોક્ટરના ટેબલ ઉપર કનૈયાને સુવડાવી દીધો.
ડોક્ટરે ડોક્ટરનું કામ શરુ કરી દીધું. ચેક અપ કરીને તરત જ બે ઇન્જેક્શન લગાવી દીધા. જ્યાં જ્યાં ડંખ હતા ત્યાં પેસ્ટલ લગાવી ડો. શાહે કહ્યું ઃ 'જુઓ, ગભરાવાની જરૃર નથી, ચિંતા ન કરશો. આઠ- દસ ભમરા કરડયા છે એટલે ડંખ દુઃખશે ત્યાં સુધી રડશે પણ દવાની અસર થતા ધીમે ધીમે સારું થઈ જશે... સોજો પણ ઉતરી જશે !' આટલું કહીને ડો. શાહે છોકરા પાસે પડેલો સાડલો આંખો નીચી કરીને કાળી તરફ ફેંક્યો ઃ 'લો કાળીબહેન, સાડલો પહેરી લો.'
કાળીને પ્રથમવાર જ ભાન થયું કે, પોતે માત્ર ચણિયા અને કબજાભેર જ બધા વચ્ચે ઉભી છે, એને સંકોચ પણ થયો ને પછી અંદરના રૃમમાં જઈ સાડલો પહેરી તે બહાર આવી.
હવે ?
ભાથીએ કનૈયાને ફરીથી ખભે નાખી દીધો... ને ત્રણેય જણા ઘર તરફ ચાલવા લાગ્યા. ઘેર આવીને છોકરાને ખાટલા પર સુવાડી દીધો ઃ 'બચી ગયો, ભાભી કનૈયો બચી ગયો !' પોતાના દીકરા પરથી ઘાત ટળી ગઈ હોવાથી હળવાશ અનુભવી રહેલી પાલખ બોલી ઃ 'ભાથી ભાઈ ! બે ય જણા બેસો !'
'કેમ ?'
'ચા પીધા વગર ઓછું જ જવાય છે ? હું તમારા માટે ચા બનાવી દઉં !'
ચા પીવાઈ ગઈ.
પાલખ અંદર ગઈ. એક નવી નકોર મોંઘા ભાવની સાડી એણે કાળીને આપી ઃ 'લે કાળી, આ તારા માટે ! '
'પણ ભાભી ! આટલી મોંઘી સાડી.. શી જરૃર છે ?'
'કાળી ! સમયસર તે કાઢી આપેલા તારા સાડલા આગળ મારી આ સાડીની કોઈ જ કિંમત નથી. લઈ લે, પ્રેમથી આપું છું.'
ભાથી બોલ્યો ઃ 'ભાભી, તમે તો મને બીડી બાકસ આપવા તૈયાર જ નહોતાં. હવે તો પી નાંખું ને બીડી ?'
'ભલે પી લે... પણ છેલ્લી વખત !' સમાચાર મળતાં સાયકલ પર ઘેર આવી પહોંચેલા નમને કહ્યું ઃ 'હા, આ આખરી વાર છે. તેં આપેલા વચનને પૂરો એક મહિનો થઈ ગયો. આજે છેલ્લી તારીખ છે ને તારા માટે ય છેલ્લી બીડી છે... હવેથી પાલખ નહિ, હું કહું છું કે, તારે બીડી પીને શરીર બગાડવાનું નથી. પી લે... પી લે... છેલ્લીવાર દમ મારી લે.'
ને આંગણામાં ઉભેલા ચારેય જણા ખડખડાટ હસી પડયા...!!
(કથાબીજ ઃ ગોવિંદભાઈ પ્ર. પટેલ)

 

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved