Last Update : 19-August-2012, Sunday

 

રાજકારણીઓ માટે ગુસ્સો 'શસ્ત્ર' પણ છે અને 'ઢાલ' પણ છે

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય
- સોનિયા ગાંધીએ અડવાણી પર જેટલો ગુસ્સો કાઢ્યો તેનાથી અડધો ગુસ્સો આસામના મુખ્ય પ્રધાન પર કાઢવા જેવો હતો
- વર્ષોથી પ્રજાને મૂરખ બનાવતા રાજકારણીઓ હવે કંઈ પણ લાગણીવશ કરે છે ત્યારે પ્રજા તેને ડ્રામાબાજી કહે છેત સંસદનું 'લાઈવ ટીવી' કારણભૂત રાજકારણીઓ જુસ્સા અને ગુસ્સા વચ્ચેનો ભેદ સમજે છે ઃ ઘણાં રાજકારણીઓના ચાબખા સાંભળવા પ્રજા સમય ફાળવે છે ઃ મનમોહનસિંહને ગુસ્સો નથી આવતો....

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો ગુસ્સાવાળો લાલઘૂમ ચહેરો પ્રથમવાર જોવા મળ્યો છે. સંસદમાં આસામના પ્રશ્ને ભાજપના નેતા એલ. કે. અડવાણીએ કરેલી યુપીએ સરકારની ટીકાના મામલે સોનિયા ગાંધી છંછેડાયા હતા એવું લોકો માને છે પરંતુ હકીકત એ છે કે અડવાણીનો વિરોધ કરવા ઉભા થયેલા ગૃહપ્રધાન સુશીલકુમાર શીંદેની ઢીલી રજૂઆતથી સોનિયા ગાંધી છંછેડાયા હતા. સોનિયા ગાંધીનો લાલઘૂમ ચહેરો સમાચાર જગતમાં છવાઈ ગયો હતો પરંતુ ઠરેલ રાજકારણીઓ કહે છે કે આસામ હિંસાચાર બાબતે અડવાણીના નિવેદન પર જેટલો ગુસ્સો સોનિયા ગાંધીએ કાઢયો તેનાથી અડધો ગુસ્સો પણ કાઢીને આસામના મુખ્ય પ્રધાન તરૃણ ગોગાઇને ખખડાવ્યા હોત તો આસામમાં પરિસ્થિતિ શાંત બની હોત !!
ભારતના રાજકારણીઓ બહુરૃપીયા જેવા છે. પ્રજાની સમક્ષ તે મુઠ્ઠી ઉછાળીને બોલે છે, વિપક્ષ સામે કચકચાવીને આક્ષેપ કરે છે, આંદોલનમાં પથ્થર ઉગામતા ખચકાતા નથી, આક્ષેપોનો તેજાબી મારો કરે છે પરંતુ પક્ષની બેઠકમાં ડાહ્યા ડમરાં બની જાય છે. પૈસાની લેતી-દેતીના વ્યવહાર તે ઇશારાથી બતાવે છે. પોતાના પક્ષના કૌભાંડો પર તે મૌન રાખે છે જયારે વિપક્ષના કૌભાંડોને ગાઈ-વગાડીને કહે છે. સોનિયા ગાંધીનો ગુસ્સો આસામના મુદ્દે વ્યાજબી હોઇ શકે છે પરંતુ દેશના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ૨ય્ ટેલિકોમ કૌભાંડ આચરાયું ત્યારે તેમણે સાથી પક્ષ ડીએમકે પર કોઇ ગુસ્સો નહોતો કર્યો !
ભારતના રાજકારણીઓ હકીકતે તો બોલીવુડના એકટરને ઝાંખા પાડી દે એવા હોય છે, સામાન્ય પ્રજા તેમની એકટીંગનો ભોગ બને છે જયારે બુધ્ધીશાળી વર્ગ તેમની એકટીંગને ડ્રામાબાજીમાં ખપાવે છે. સોનિયા ગાંધી એ જે ગુસ્સો કર્યો તે આસામમાં ચાર લાખ બેઘર લોકો સમક્ષ કર્યો હોત તો તેમની વાહ વાહ થઇ જાત. તાજેતરમાં લોકસભા - રાજયસભાના લાઇવ ટેલિકાસ્ટ કરનારાઓએ કહ્યું હતું કે જયારથી લાઇવ ટેલિકાસ્ટ શરૃ થયું છે ત્યારથી સાંસદો પોતાના મતદારોનું ધ્યાન ખેંચવા ઉગ્ર રોષ સાથે હાથ લાંબા કરી-કરીને બોલે છે. આ વાત સાથે ઘણાં વાચકો સંમત થશે. ઘણીવાર સાંસદો અધ્યક્ષની વિનંતી છતાં બેસતા નથી.
જોકે બધા માટે આ બંધ બેસતું નથી. સંસદના લાઈવ ટેલિકાસ્ટના કારણે મહત્વના મુદ્દે રાજકીય પક્ષોના વિચારો જોવા મળે છે. દરેક નેતાની વાકછટા જોવા મળે છે. પ્રતિ સ્પર્ધીને તોલી-તોલીને જવાબ આપતા નેતાઓને સાંભળવા લોકો ખાસ સમય ફાળવે છે.
સંસદમાં ગુસ્સા સાથે બોલતા અનેક નેતાઓ છે. કોંગ્રેસમાં નેતાઓ થોડા સંયમી છે પરંતુ પ્રણવ મુખરજી લોકસભાના નેતા હતા ત્યારે વારંવાર ઉશ્કેરાઇ જતા હતા. જયારે ભાજપમાં તો ઝનૂનથી બોલતા નેતાઓની વણઝાર છે. સુષ્મા સ્વરાજ, યશવંતસિંહા, અડવાણી વગેરે ચાબખા વાણી બોલે છે. અન્ય રાજકીય પક્ષોમાં લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ, શરદ યાદવ વગેરેનો આ કેટેગરીમાં સમાવેશ થાય છે. સંસદ શરૃ થતા પહેલાં જ રાજકીય પક્ષો પોતાનો વ્યૂહ તૈયાર કરે છે. ફ્રન્ટ એટેક કોણ કરશે અને બેક-અપમાં કોણ રહેશે તે પણ નક્કી હોય છે. બિચ્ચારા પ્રજાજનોને અંદરની આ વાતોની ખબર નથી હોતી એટલે પોતાને ગમતા નેતાઓને સાંભળીને મલકાયા કરે છે. ઘણા બધા મુદ્દે આ રાજકીય પક્ષો એક મત થઈ જાય છે. પોતાને મળતા લાભ કે કોઇ કોર્પોરેટ કંપનીને અપાતા લાભ અંગે બધું ચૂપચાપ પસાર થઇ જાય છે તે દર્શાવે છે કે બધા અંદર એકના એક છે અને વિરોધ તો દેખાડો માત્ર છે.
જો કે બધું જ આ રીતે મપાતું નથી. અણ્ણા હજારેએ જયારે રાજકીય નેતાઓ અંગે બેફામ નિવેદનો કરવાનું શરૃ કર્યું ત્યારે બધા પક્ષોએ સંસદમાં તેમની ઝાટકણી કાઢી હતી. આ સાંસદો હોંશિયાર છે. સમયને ઓળખનારાઓ છે.
રાજકારણીઓની કમનસીબી એ છે કે તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી. આઝાદીના સાડા છ દાયકા સુધી તેમણે પ્રજાને છેતર્યા કરી છે. એટલે જ તેમનો ગુસ્સો, તેમની નૈતિક રજૂઆતો, તેમની હૈયાવરાળ, તેમની ગમગીની બધું જ ડ્રામાબાજીમાં ખપાવવામાં આવી છે. જેવું બોલે છે એવું જ વર્તતો રાજકારણી શોધવો મુશ્કેલ છે. એટલે જ હવે પ્રજા તેમના પ્રતિભાવોને મગરના આંસુ અને શો બાજી કહે છે.
રાજકારણમાં એંગર મેનેજમેન્ટના કલાસ રાખવાની જરૃર છે. પ્રજાને બતાવવા માટે કરાતા ગુસ્સાના બદલે પ્રજાના સળગતા પ્રશ્નોના મુદ્દે ગુસ્સો કરવો વ્યાજબી છે અને તેનાથી પ્રજાનો પ્રેમ પણ જીતી શકાય છે.
દરેક રાજકીય પક્ષ દુઃખતી નસ ધરાવે છે. રાજકારણી ટીવી ઇન્ટરવ્યૂ આપતા પહેલાં પક્ષના કેટલાંક આંતરીક મુદ્દા નહીં ઉખાળવા જણાવે છે. કોંગ્રેસ નેતાઓ જેમ ગાંધી પરિવાર કે સક્રિય નહીં એવા રાહુલ ગાંધીનો પ્રશ્નનો જવાબ આપવા તૈયાર નથી હોતા તો ભાજપના નેતાઓ બાબરી-મસ્જીદ, રામજન્મભૂમિના પ્રશ્ને ભડકે છે. જેમ આ નેતાઓ કેટલાક પ્રશ્નો બાબતે બ્લેક આઉટ ઇચ્છે છે તો દેશના ભાવિ વડાપ્રધાન અંગેનો મુદ્દો ચ્યુંઇગમની જેમ ચગળે છે.
રોજ રાત્રે ટીવી ચેનલો પર કરંટ ટોપીકસ પર આવતી ચર્ચા 'વૉર ઑફ વર્ડસ' સમાન બની ગઈ છે. ભાગ લેનાર દરેક પોતાના પક્ષનો બચાવ કર્યા કરે છે, હોંશિયાર એંકર પાયા વિનાના પ્રશ્નો પૂછયા કરે છે અને એમ સમય પસાર કર્યા કરે છે.
કેટલાક અખબારો પાંચ-છ પત્રકારોની ટીમ રાજકારણીને પ્રશ્નો પૂછવા મોકલે છે. તેમાંય એડીટીંગ થાય છે અને વિવિધ મુદ્દાઓ આગળ ધરીને મહત્વના ભાગો પર કાતર ફેરવવામાં આવે છે. આ કાતરની સૂચના ઇન્ટરવ્યૂ આપનાર રાજકારણીઓ આપતા હોય છે. અહીં વાત છે ગુસ્સાની !! પ્રિન્ટ માધ્યમોમાં જવાબની સ્ટાઇલ પરથી ગુસ્સો જોવા મળે છે જયારે ટીવી માધ્યમોમાં તો તે દર્શકોની આંખે પકડાઈ જાય છે.
રાજય વિધાનસભાઓમાં વિધાનસભ્યો દ્વારા થતા તોફાનોની પ્રજા સાક્ષી છે. ધોતીયું ઘૂંટણ સુધી ઊંચે ચઢાવીને દોડીને અધ્યક્ષની ખુરશી ખેંચવાની ઘટના પણ બનેલી છે અને છુટ્ટા હાથની મારામારી પણ ચોપડે નોંધાયેલી છે. પ્રજાના આ સેવકો ટીવી સ્ક્રીન જોઈને વધુ ભૂરાંટા થાય છે કેમ કે તેમના મતદારો અને પક્ષના નેતાઓ આગળ તે પોતાના માર્ક વધારવા માગે છે.
ચૂંટણી પ્રચાર સભાઓમાં તો નેતાઓ વધુ એગ્રેસીવ હોય છે. તાજેતરમાં પસાર થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં એગ્રેસીવ પ્રચાર કરવાની લ્હાયમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં એક રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેરમાં ફાડી નાખ્યો હતો. તેમનું આ પગલું ખૂબ પ્રશંસા મેળવી ગયું હતું પરંતુ મતદારોએ કોઇ પ્રતિભાવ નહોતો આપ્યો. પરિણામો વાચકો જાણે છે. ચૂંટણી પ્રચારમાં પ્રતિસ્પર્ધી ગુસ્સે ભરાય એવા નિવેદનો આપવા વિશેષ ટીમ હોય છે. ઘણી વાર આવા નિવેદનો બૂમરેંગ પણ સાબિત થતા હોય છે.
અખબારોમાં 'ગુસ્સા ક્યોં આતા હૈ' જેવા હેડીંગોને એગ્રેસીવ જર્નાલીઝમ કહેવામાં આવે છે. હકીકતે તો આ ગુસ્સો ચઢે એવું હેડીંગ હોય છે. રાજકારણીઓના ગુસ્સા પાછળ પ્રજાનું ધ્યાન ખેંચવાનો મુદ્દો છુપાયો હોય છે. એવી જ રીતે તડ-ફડ કરી નાખવી તડાતડી બોલાવવી વગેરે પણ ગુસ્સાની કેટેગરીનો એક ભાગ છે. ઘણીવાર આવા લોકો ઘાંટા પાડીને બોલે છે તે ગુસ્સો નથી હોતો પરંતુ સામેવાળાને ડરાવવા માટે હોય છે.
એંગર મેનેજમેન્ટ કહે છે ગુસ્સો કાઢનારા સમક્ષ મૌન રહેવું, તે થાકે પછી તેનો વારો કાઢવો...
આસામ જેવા સળગતા પ્રશ્ને આ રાજકીય પક્ષો સાસુ-વહુની જેમ લડે છે ત્યારે પ્રજાને આઘાત લાગે છે. મુદ્દો ત્યાંનો ત્યાં જ રહે છે, પ્રજા પીસાયા કરે છે અને સંસદ સમરાંગણ બની જાય છે. પોતાના પગાર વધારવાનો મુદ્દો આવે ત્યારે બધા સાંસદો જેમ એક થઇ જાય છે એમ દેશને દઝાડતા પ્રશ્નો અંગે તે એક થતા નથી કેમ કે દરેકને પોતે સાચા છે અને સામેવાળો પક્ષ ખોટો છે એમ સાબિત કરવું છે.
સમાચાર માધ્યમો, એક જ એવું પરિબળ છે કે જે આ રાજકારણીઓને કાબુમાં રાખી શકે છે અને તેમની ડ્રામાબાજી સામે અરીસો ધરી શકે છે.
મને એક રાજકીય નેતાએ ગુસ્સા બાબતે કહ્યું હતું કે આખરે તો અમે એક માણસ છીએ. રાજકારણમાં પ્રવેશેલાઓ જાડી ચામડીના હોય છે એટલે પ્રજામાં પ્રસરેલી સંવેદનશીલતા તેમને સ્પર્શતી નથી. કોઇ પણ સામાન્ય માણસ ગુસ્સે ભરાય તે સમજી શકાય છે. પરંતુ પ્રજાની સેવા માટે નીકળેલા રાજકીય નેતાઓએ સંયમથી વર્તવાની જરૃર હોય છે. દરેક પક્ષ તેમના નેતાઓને આવી સલાહ આપે છે પણ એક વાર માઇક હાથમાં આવી ગયા પછી 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો ઘાટ થાય છે.
રાજકારણમાં ગુસ્સો એક 'શસ્ત્ર' બની ગયું છે. ગુસ્સા અને જુસ્સામાં રહેલો ભેદ આ રાજકારણીઓ જાણે છે. પ્રજા વચ્ચે તે જુસ્સાભેર પ્રવચન કરે છે, પક્ષના કાર્યકરો આગળ તે ગુસ્સાભેર પ્રવચન કરે છે, પ્રજા વચ્ચે તે લાલ લાઇટવાળી ગાડીમાં ઠસ્સાભેર ફરે છે, પરંતુ પક્ષના વ્હીપ (આદેશ) આગળ તે ગૂંગો બની જાય છે.
ભારતના રાજકારણમાં ગુસ્સા વિનાનો રાજકારણી શોધવો મુશ્કેલ છે. જો કે વડાપ્રધાન મનમોહન સિંહને કોઈએ ગુસ્સામાં જોયા નથી.
આઇપીએલના ક્રિકેટ જંગ દરમ્યાન શાહરૃખખાને કરેલી દાદીગીરી અને ગુસ્સાને લોકોએ નહોતી સ્વીકારી એટલે જ શાહરૃખે સોરી કહીને મામલો દબાવી દીધો હતો. લાલકૃષ્ણ અડવાણીએ પણ સોરી કહીને નિવેદનમાં સુધારો કરી લીધો હતો પરંતુ ત્યાર પછીના પ્રત્યાઘાતમાં કપિલ સિબ્બલે નર્યું ઝેર ઓકયું હતું. કપિલ સિબ્બલ ગાંધી પરિવારને ખુશ કરવા માગતા હતા. ગુસ્સો કરીને રાજકીય લાભ ઉઠાવનારની ગણત્રીમાં કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ, દિગ્વીજયસિંહ વગેરે મોખરે આવે છે.
ગુસ્સો થૂંકી નાખવો એવું કહેવું સહેલું છે પરંતુ જાહેર જીવનમાં પડેલાઓ બહુ-બોલકા હોય છે, આવા બોલકાઓ ગુસ્સે પણ વહેલા થાય છે. ગુસ્સો ચઢે ત્યારે ભણેલા-ગણેલા અને અભણ વગેરે એકજ વેવલેન્થમાં આવી જાય છે. એટલે જ એક તત્વજ્ઞાાનીએ લખ્યું છે કે, 'ઉકળતા પાણીમાં આપણું મોં સ્પષ્ટ જોઇ શકાતું નથી.'
ઘણાં લોકો પોતાની જાતને 'અન-પ્રીડીકટેબલ' દર્શાવે છે એટલે તે ગમે ત્યારે ગુસ્સો કરે છે અને બધાથી અતડાં પણ થઇ જાય છે.
ગુસ્સા અંગે ભગવાન બુધ્ધે કહ્યું છે કે...
'ગુસ્સો કરતી વ્યકિતને, ખુદ તેનો ગુસ્સો જ ખાઇ જાય છે.'
જો કે રાજકારણ તકવાદીઓથી છલકાય છે અહીં દરેકનું પોતાનું ગણિત હોય છે અને દરેક પોતાના સિદ્ધાંતો સમય સાથે બદલે છે. કયારેક તે ગુસ્સાને 'શસ્ત્ર' બનાવે છે તો કયારેક તેને 'ઢાલ' બનાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved