Last Update : 19-August-2012, Sunday

 
 

જેમના અંતરમાંથી આખા અસ્તિત્વ પ્રત્યે શુભાશિષની વર્ષા ચાલુ હોય, એજ સાચા સંત

સ્પાર્ક - વત્સલ વસાણી

 

એક અતિ સુંદર કથા છે ઃ
આવી કથાઓ માત્ર લખવા કે વાંચી જવા માટે નથી હોતી. સમજે એમના માટે એ જીવન રુપાન્તરણની ચાવી છે. લખનાર અને વાંચનાર બન્નેને ધન્ય કરી શકે એટલી મીઠી રસધાર આ કથાઓના માધ્યમથી વહે છે. ઓશોએ આવી અસંખ્ય શાશ્વત કથા આપણને આપી છે, કદાચ એ આશા એને કરૃણા સાથે કે ક્યારેક કોઈના જીવનમાં એ ક્રાન્તિનું બીજ બની શકે.
બુદ્ધકાલીન એ કથા આ પ્રમાણે છે ઃ
એક સુંદર સવારે સુદાસ નામનો એક ચમાર પોતાના ઘર પછવાડે આવેલ તળાવડીના કિનારે જઈને જુએ છે તો અચંબાનો પાર નથી રહેતો. તળાવમાં કમળનું એક સુંદર ફુલ ખીલેલું છે. વર્ષોથી, જ્યારથી એ અહીં રહે છે ત્યારથી જાણે છે કે કમળના ફુલને ખીલવાની એક ખાસ મોસમ હોય છે. જેમ મોગરા દરેક મોસમમાં નથી ખીલતા, પારિજાતક દરેક મોસમમાં નથી ખીલતા તેમ કમળ પણ એક ખાસ મોસમમાં ખીલે છે, અને એટલે જ આશ્ચર્ય થયું કે તળાવમાં એક 'બે મોસમનું ફુલ' ખીલેલું છે. ફુલ એણે તોડી લીધું. ક્ષણભર મનમાં વિચાર આવ્યો કે આ ફૂલ હું કોને આપું ? બે-મોસમના ફૂલની કદર કોણ કરે અને એની મોં માગી કિંમત કોણ આપે ? તરત એને થયું કે આજે તો આ ફૂલ હું રાજાને આપીશ. જરૃર એ મને ખુશ થઈને એવું કશુંક આપશે જેનાથી મારી દીનતા દૂર થશે.
ફૂલ લઈને વહેલી સવારે એ રાજમહેલ તરફ થઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એને એક રથ આવતો દેખાય છે ઃ રથ વજીરનો હતો. આ ગરીબ માણસના હાથમાં કમળનું કમોસમી ફૂલ જોઈ વજીરને પણ આશ્ચર્ય થયું. એણે રથ ઊભો રખાવ્યો અને સુદાસને પૂછ્યુ કે આ ફુલ તું મને આપીશ ?... બોલ, કેટલા પૈસા લેવા છે ?... એ જાણતો હતો કે મોસમ હોય તો આ કમળની ખાસ કોઈ કીંમત ન આવે. પણ આ તો બે-મોસમી ફૂલ હતું. અને અતિશય સુંદર હતું એટલે સાહસ કરીને એણે કહી દીધું કે સો રૃપિયા આપજો. વજીરે કહ્યું ઃ 'સો નહીં હજાર આપીશ. પણ ફૂલ તું મને આપી દે.'
અચાનક આટલી કિંમત મળતી જોઈને સુદાસ વિચારમાં પડી ગયો. એને થયું કે આતો વજીર છે. જો વજીર આટલા પૈસા આપવા તૈયાર થતો હોય તો સમ્રાટ જરૃર એનાથી વધારે આપશે. આમ સસ્તામાં સોદો પતાવી દેવા જેવો નથી. આથી એણે વજીરને કહ્યું કે ના, હવે ફૂલ મારે વેચવું નથી. વજીરને થયું કે આ ગરીબ ચમારને પૈસા ઓછા પડે છે અને એટલે એણે કહ્યું કે દસ હજાર આપીશ, પણ ફૂલ તું મને આપી દે. જેમ જેમ સુદાસ ના પાડતો ગયો, વજીર કિંમત વધારતો ગયો. છેલ્લે સુદાસે કહ્યું કે ફૂલ મારે કોઈપણ કિંમતે નથી આપવું. અને એ રાજમહેલના રસ્તે આગળ વધી ગયો. થોડોક આગળ ગયો ત્યાં ઝગમજતો એક સુવર્ણરથ સામે મળ્યો. રથ રાજાનો હતો. રાજાને પણ આ ગરીબ માણસના હાથમાં કમોસમી કમળ પુષ્પ જોઈને આશ્ચર્ય થયું. એમણે રથ થંભાવી દીધો. ગરીબ સુદાસને પાસે બોલાવી કહ્યું કે લાવ... કમળ તું મને આપી દે. તું માગીશ તેનાથી દસ ગણી કિંમત આપીશ. પણ કમળ તું મને આપી દે.
સુદાસને આશ્ચર્ય થયું. એક ફૂલની આટલી બધી કિંમત ? માગું તેનાથી દસ ગણું ધન મળશે. દસ હજાર માગું તો લાખ અને દસ લાખ માગું તો કરોડ. પોતાનું જિંદગીભરનું દળદર ટળી જશે. પણ આજ ક્ષણે એક વિચાર એને એવો પણ આવ્યો કે આટલી વહેલી સવારે આ બધા જાય છે ક્યાં ? અને શા માટે માગું તેનાથી દસ ગણી કિંમત આપીને ફૂલ ખરીદી લેવા માગે છે ? એટલે એણે સમ્રાટને પૂછ્યું કે મહારાજ ! માફ કરજો. હું તો એક ગરીબ માણસ છું. મારું જિંદગીભરનું દળદર દૂર થાય એટલું ધન આપવા આપ તૈયાર છો. થોડીવાર પહેલા વજીરનો રથ પણ આજ રસ્તેથી ગયો. એણે મને ઊભો રાખી પૂછ્યું ત્યારે મને કશો ખ્યાલ ન હતો. વધુમાં વધુ આ ફૂલની કિંમત કેટલી ?... એટલે મેં માંડ સો રૃપિયા માંગ્યા પણ એણે તો કહ્યું કે હજાર આપીશ. હું એ ફુલ આપવા તૈયાર ન થયો કેમ કે મને મનમાં આપનો વિચાર આવ્યો. જો વજીર આટલા પૈસા આપે તો સમ્રાટ જરૃર એનાથી વધુ આપશે. એટલે મેં ના પાડી તો એણે દસ હજાર અને એથી પણ વધુ ધન આપીને ફૂલ ખરીદવાની તૈયારી બતાવી. આપ પણ માગું તેનાથી દસ ગણું ધન આપવા તૈયાર થયા છો તો આ ફૂલનું આપ કરશો શું ! આટલી મોટી કિંમત આપીને આ ફૂલ આપ કોને આપવા ઈચ્છો છો ?
રાજાએ કહ્યું, 'તને ખબર નથી ? આપણી રાજધાનીમાં બુદ્ધનું આગમન થયું છે. અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ. એમના દર્શનનો આ સમય છે. તને ખ્યાલ નથી સુદાસ, પણ મને તો લાગે છે કે એમના આગમનના કારણે જ આ કમોસમી ફૂલ ખિલ્યું છે. એમના પ્રભાવનું આ પરિણામ છે. જો ફૂલ પણ એમના આગમનથી કમોસમમાં ખીલી શકતું હોય તો એમના દર્શનથી માણસનું હૃદય કેમ ન ખીલે...? ફૂલ મારે કોઈપણ ભોગે અને કોઈ પણ કિંમતથી જોઈએ. હું એને બુદ્ધના ચરણમાં સમર્પિત કરવા ઈચ્છું છું ? તું કોઈપણ કિંમત માગી લે. લોકો મોસમી કમળ તો એમના ચરણમાં કાયમ ચઢાવતા હશે પણ આવું કમસમી ફૂલ ચઢાવવાનું સૌભાગ્ય આજે મને જ મળ્યું છે.'
સુદાસ ચમાર હતો. એકદમ ગરીબ અને બિલકુલ અભણ હતો પણ સમજણ એની સહેજેય ઓછી નહતી. સમ્રાટ પણ એને ખરીદી ન શકે એટલી ઊંચી અમીરી એના અંતરમાં હતી. પૈસા અને પરમાત્મા વચ્ચેનું અંતર એ જાણતો હતો. પંડિતાઈ એની પાસે ન હતી પણ પ્રજ્ઞાા જરૃર હશે. નહીં તો સાત પેઢીનું દળદર ફીટી જાય એટલું ધન મળતું હોય ત્યારે શા માટે એ એવું વિચારે કે હવે કોઈ પણ કિંમત પર ફૂલ વેચવું નથી. એણે રાજાના ચરણમાં નમન કરી વિનંતી કરી કે- 'પ્રભુ ! મને માફ કરી દો. આપ સમ્રાટ છો. અન્નદાતા અને અમારા પાલનહાર છો. આપને ના પાડવી એ નાના મોઢે મોટી વાત છે. પણ હવે તો આ ફૂલ હું કોઈ પણ કિંમતમાં આપવા તૈયાર નથી. હું ગરીબ છું તો ગરીબ રહીશ. પણ જે ચરણમાં ફૂલ ચઢાવવા આપ કોઈ પણ કિંમત આપવા તૈયાર છો તે ચરણમાં આ ફૂલ હું જાતેજ ચઢાવીશ.

મારી સામે હવે આ ફૂલનું નહીં, એ ચરણનું મૂલ્ય છે. હું પણ કેવો વિચિત્ર માણસ છું, ફૂલ વેચવા નીકળેલો ! નગરમાં જો ભગવાનનું આગમન થયું છે તો આ ફુલ હવે હું જાતેજ ચઢાવીશ. એ ફૂલ હવે મારાથી વેચી નહીં શકાય. એમના જ પ્રભાવનું આ પરિણામ છે. તો ફૂલની સાથે હું મારું હૃદય પણ એમના ચરણમાં ધરી દઈશ.'
ઓશો કહે છે ઃ પૈસા કરતાંય પરમાત્મા તમારા માટે મૂલ્યવાન બની જાય ત્યારે તમારા માટે એ ક્રાન્તિની પળ છે. એ પળનો જે સદુપયોગ કરી શકો તો તમે જે આપો છો તેનાથી અનંત ગણું મળે છે. બુદ્ધ એ ગરીબ ચમારના સમર્પણને જરૃર જાણી ગયા હશે. અને એનું હૃદય કમળ ખીલી જાય એટલા શુભાશીષ પણ વર્ષાવ્યા હશે. સંતોનું જીવન આમેય આખા સૃષ્ટિ માટે શુભાશીષ જેવું હોય છે. એમના અસ્તિત્વમાંથી શુભાશીષની વર્ષા સતત ચાલુ જ હોય છે. જેમનું અંતર અંજલિબદ્ધ થઈને એ શુભાશીષને જીલી શકે છે તે ધન્ય છે.
ક્રાન્તિબીજ
સ્વયંને અને પરમાત્માને પામ્યા વિના જીવવું ને છેવટે મરી જવું એ કમોતે મરવા બરાબર છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved