Last Update : 19-August-2012, Sunday

 

પાનીના પરસેવાને સુકવતી 'ક્લાઈમાકુલ ટેકનોલોજી'

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

 

ડોક્ટરે તમને સારી ગુણવત્તાવાળા બુટ પહેરીને ૪૦ મિનિટ વૉક લેવા માટે કે દોડવા માટે કહ્યું હોય તો તમે શું કરશો? તમે દોડો છો અને પરસેવે રેબઝેબ થઈ જાઓ છો. તમારા પગની પાની પરસેવાવાળી થઈ લપસવા માંડે છે અને તમે કમ્ફર્ટ લેવલ ગુમાવો છો. વળી બુટમાંથી ગંધ, આવવા માંડે છે અને તમારો વ્યાયામનો ઉત્સાહ ધીમે ધીમે ઓસરવા માંડે છે.
પરસેવાને ઝડપથી વરાળમાં ફેરવી દેતી ટેકનોલોજીવાળા શૂઝની તમને જરૃર છે. એક અગ્રગણ્ય કંપનીએ ૩૬૦ ડિગ્રી વેન્ટિલેશન ચેનલવાળા સ્પોર્ટ્સ શૂઝ તૈયાર કર્યા છે. આ શૂઝથી થર્મલ સ્ટ્રેસ ઘટે છે અને તમારો પરસેવો પણ સુકાઈ જાય છે. કલાઈમાકુલ ટેકનોલોજીવાળા શૂઝ તેની ફરતેની હવાને ઝડપી લે છે અને તે હવાને એરોડાયનેમિક એર ચેનલમાં મોકલી પાનીને શીતળ બનાવે છે. જેઓએ 'વૉક' અને 'રન'ને પોતાની જીવનશૈલીમાં ગોઠવી દીધા છે. તેમણે આ ટેકનોલોજીનો અનુભવ કરવા જેવો છે.

 

તમારે આ પણ 'ફેઈસ' કરવું પડશે

 

પિડિઆટ્રીક્સની અમેરિકન સોસાયટીએ મા-બાપોને તેમના બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે તે બાબતે ચંચુપાત કરવાની ભલામણ કરી છે. ફેઈસબુક અને ટ્વીટર જેવા સોશ્યલ મિડિયા પણ મુસીબતો ઉભી કરે છે. સોશ્યલ મિડિયાથી જ્ઞાાન વધે છે, વાતચીતમાં ચતુરાઈ આવે છે. ટેકનિકલ કોમ્પીટન્સી પણ આવે છે. સોશ્યલ ઈન્ટરએક્શન વધે છે પરંતુ ઢાલની બીજી બાજુ જુઓ તો તેનાથી સાઈબર બુલિંગ, ઓનલાઈન હેરાનગતિ, 'ફેઈસબુક ડિપ્રેશન', 'સેક્ટિંગ' (મોબાઈલ ફોનથી) અને અયોગ્ય કન્ટેન્ટ તરફ ફોકસ વધે છે. સાઈબર હેરાનગતિથી આત્મહત્યા સુધી લોકો પહોંચી જાય છે. 'ફેઈસબુક' ડિપ્રેસન નવો રોગ છે, જે ભવિષ્યની નોકરી કે કોલેજના અભ્યાસકાળને અસર કરે છે. ૨૫ ટકાથી વધુ ટિનેજરો દિવસમાં ૧૦થી વધુ વખત સોશ્યલ મિડિયા પર જાય છે.

 

 

 

 

તમારી ટેવ એજ તમારી મર્યાદા...!

 

આર્કિવ ઓફ જનરલ સાઈકિએટ્રીના તારણ પ્રમાણે ચોકલેટ અને મેરીજુઆના કેટલાક લોકોમાં એકસરખી અસર ઉત્પન્ન કરે છે.
મિલ્કશૅક લેતી વ્યક્તિઓના મગજમાં વધુ સક્રિયતા જણાય છે. આ જ વ્યક્તિ આઈસક્રીમ ખાય તો તેમ બનતું નથી. એટલે કે ખોરાકની ટેવ જ તમને ઉત્તેજના આપે છે.
ટૂંકમાં, કોઈપણ ચોક્કસ આહારની ટેવ તમને અન્ય આહારથી દૂર રાખે છે એટલે ખોરાકમાં 'વેરિએશન' આવતું નથી, જે અયોગ્ય છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved