Last Update : 19-August-2012, Sunday

 
અનોખા વ્યવસાયમાં ઝંપલાવીને આગવી કારકિર્દી ઘડતા આજના યંગસ્ટર્સ
 
- શોખ,આવડત અને પ્રતિબધ્ધતાના ત્રિવેણી સંગમ દ્વારા ચીલો ચાતરી પ્રગતિ કરવાની ધગશ જ તેમને બનાવે છે અન્યોથી નોખા

આજકાલ સંતાનો દસમા કે બારમામાં આવતાં જ તેમના પ્રોફેશન અંગેનો નિર્ણય લેવાઇ જાય છે .તે અનુરપ તેઓ આગળ અભ્યાસ કરે છે અને કારકિર્દી ઘડે છે. સામાન્ય રીતે તો વાલી પોતાનો દીકરો કે દીકરી ડોકટર ,એન્જિનિયર,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ,કંપની સેક્રેટરી જેવા વ્યવસાયમાં જાય એમ ઇચ્છતાં હોય છે. તે જ પ્રમાણે સંતાનો સુધ્ધાં પોતાના શોખને વ્યવસાયમાં તબદીલ કરવાને બદલે દેખાદેખી કે માતા પિતાની સલાહને અનુસરીને આવા જઅભ્યાસક્રમમાં પ્રવેશ લે છે તથા આગળ વધે છે .જો કે કેટલાક એવા હોય છે જે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પણ પોતાના વ્યવસાયથી અસંતુષ્ટ હોય છે અને છેવટે લોભામણી નોકરી છોડીને અનોખી કેડી કંડારે છે. આવા યુવક અને યુવતીઓને કારણે આજે આપણે ત્યાં કયારેય કલ્પના પણ ન કરી હોય તેવી સેવા મળે છે અને તેની સામે યુવકોને કંઇક અનોખું કર્યાના આત્મસંતાષ સાથે લાખો રપિયાની આવક પણ થાયછે.
સામાન્ય રીતે શ્વાનને પાળનારા તેને ફરવા માટે લઇ જતાં હોય છે .સવાર અને સાંજ શ્વાનને ફરવા લઇ જવામાં કે તેને નવડાવીને તૈયાર કરવામાં ઘણો સમય જતો હોય છે પરંતુ શ્વાનને પોતાના સંતાન માનનારા કેટલાય એવા હોય છે જે આ કામ હોંશેહોંશે કરતાં હોય છે. જો કે કેટલાક વધધો એવા હોય છે કે જે પોતાના પેટને ફરવા લઇ જઇ શકવા અસમર્થ હોય છે. આવા લોકોની વહારે આવે છે પ્રોફ્રેશનલ ડોગ વૉકર.જાણીને નવાઇ લાગી ને!હા, પ્રોફેશનલ ડૉગ વૉકર તમારા પ્રિય કૂતરાને દિવસમાં બે વખત ૩૦ મિનિટ માટે ફરવા લઇ જાય છે અને તેનું ગુ્રમીંગ પણ કરે છે. આ માટે માસિક ર. ચાર હજારનો ચાર્જ લે છે. આ વ્યવસાયનો આરંભ પણ શ્વાન માટેના પ્રેમમાંથી જ થયો છે. દિલ્હીમાં રહેતા રાજેશ ભટ્ટે જોખમ ખેડીને આ અકલ્પનીય વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને તેમને અણધારી સફળતા મળી છે.
રાજેશની જેમ જ આજે ઘણા યુવકો તેમની શૈક્ષણિક કારકિર્દીને અલવિદા કરીને કંઇક અનોખા પ્રોફેશનમાં ઝંપલાવી રહ્યા છે. પ્રાણીપ્રેમીઓ પાળતૂ પ્રાણીના માલિકોને જરરી સેવા આપીને પોતાની ઇચ્છા સંતોષી રહ્યા છે તો સર્જનાત્મક વિચારો ધરાવતાં કેટલાક નવયુવાનો તેમાંથી વેગળુ કરી રહ્યા છે. ફરવાનો શોખ ધરાવનારા શોખની પૂર્તિ સાથે અન્યોને પણ તેમાંથી લાભ થાય તેનો પ્રયાસ કરી પોતાનો નિર્વાહ થાય તેની વ્યવસથા પણ કરી રહ્યા છે. તો અન્ય કેટલાક ઉચ્ચ હોદ્દો છોડીને ઓર્ગેનિક ખેતી સાથ ે સંકળાઇને પર્યાવરણની રક્ષા કરવા પ્રતિબધધ જોવા મળે છે.
નવતર પ્રોફેશનમાં જોડાવા ઇચ્છનારા માટે તક ઓછી નથી. હવે અન્યોને ડ્રેસ અપ કરીને પણ મહિને હજારો રપિયાની આવક રળી શકાય છે .પ્રસંગ અનુરપ વસ્ત્રો પહેરવાની આગવી સુઝ અને જુદીજુદી ડિઝાઇનના કપડાં કોના પર શોભે તેની સમજ હોય તો તમે ડ્રેસીંગ અપ પ્રોફેશનલ બની શકો છો. આજે લોકો પાસે પૈસા વધી ગયા છે પણ પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે કે વિદેશમાં પ્રવાસ કરતી વેળા કેવા પરિધાન પહેરવા તેની ઝાઝીસમજ હોતી નથી. આવઆ સંજોગોમાં ડ્રેસીંગ અપ પ્રોફેશનલની માગ વધી રહી છે. આ વ્યવસાયમાં આવનારાને લેટેસ્ટ ફેશનની સમજ હોવી જોઇએ તથા સામેની વ્યક્તિના વિચારો જાણીને તે અનુરપ તેની સાથે ખરીદી કરવાની સમજ પણ હોવી જોઇએ. ડ્રેસીંગ અપ પ્રોફેશનલ કલાક દીઢ ચાર્જ લે છે અને તેમને કમાવવાની સારી તક મળે છે. વેપાર આર્થે વિદેશ જતાં વેપારીઓ પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે આવા પ્રોફેશનલોની સલાહ લે છે.
આજકાલ ઓર્ગેનિક ફાર્મીંગમાં લોકોનો રસ વધતો જાય છે. જે લોકો પાસે જગ્યા હોય છે તેમને આ રીતનું ફાર્મીંગ કરવાની ઇચ્છા હોય છે પરંતુ માહિતી અને આવડતના અભાવે તેઓ પોતાનું સપનું પૂરું કરી શકતા નથી. હવે આ સપનું સાકાર કરવા માટે પણ પ્રોફેશનલો તૈયાર છે. ૨૭ વર્ષના વૈભવ ડુગ્ગરે ટેલિકમ્યુનિકેસન એન્જિનિયર તરીકેની નોકરી છોડીને લોકોના ઘરમાં ઓર્ગેનિક ગાર્ડન પેચીઝ અને વેજીટેબલ ફાર્મ વિકસાવ્યા છે. વાસ્તવમાં વૈભવ દાર્જિલિંગમાં ભણતો હતો ત્યારે ત્યાંની હરિયાળી તેના મનમાં વસી ગઇ હતી. શહેરમાં વધતાં જતાં પ્રદૂષણને જોઇને તેને દુઃખ થતું હતું અને પર્યાવરણની જાળવણીમાં પ્રદાન કરવાની તમન્ના તેને રહેતી હતી. આથી તેણે પોતાની નોકરી છોડીને જીવન આ દિશામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું. વૈભવે પુસ્તકો વાંચીને અને ઇન્ટરનેટ પર સર્ચ કરીને ઓર્ગેનિક કષિનું પાયાનું જ્ઞાાન મેળવ્યું .અને ૩૦૦ ચો. ફૂ. ના કિચન ગાર્ડનમાં પાલક ,ટમેટા અને ગાજર ઉગાડયા હતા. આ પ્રકલ્પમાં સફળતા મળતાં તેણે છેલ્લા એક વર્ષમાં આવા ૧૭ બગીચા બનાવ્યા છે. તે પ્રોજેકટ દીઠ ર. ૫૦ હજારનો ચાર્જ લે છે. આ દ્વારા તેને રસાયણ વગરના વિશ્વમાં રહેવા મળે છે અને પર્યાવરણની પણ જાળવણી થાય છે તેનો આનંદ છે.
મુંબઇ શહેરમાં દેશ વિદેશથી અનેક લોકો કામસર આવે છે. તેમની પાસે સમય ઓછો હોય છે અને કામ પતાવવા સાથે મુબઇમાં ફરવાની ઇચ્છા પણ તેઓ ધરાવતાં હોય છે. આવા લોકોની મદદે આવે છે નમસ્તે સિટી ટૂર જેવી ટૂર . આવી ટૂરમાં ટૂરિસ્ટોને બસ કે ગાડી આથવા તેમને શોખ હોય તો ચાલતાં લઇ જઇને શહેરની ગલીઓમાં પ્રવાસ કરાવવામાં આવે છે. મોટા ભાગના બિઝનેસ ટ્રાવેલર્સ આવી ટૂરમાં મુંબઇ જોવાનું પસંદ કરે છે. ટૂર કંપની પણ પોતાના કલાયન્ટના વિચારો તથાતેમની પાસે રહેલો સમય ધ્યાનમાં લઇને ટૂરનું આયોજન કરે છે. ફરવાનો શોખ ધરાવતાં યુવાનો આમાં પોતાની કારકિર્દી ઘડીને સારી એવી કમાણી પણ કરે છે.
કારકિર્દી ઘડવા માટે ઉચ્ચ શિક્ષણ જરરી છે એવું નથી. કલાના શોખીનો પોતાની આવડતથી પોતાનો આગવો વ્યવસાય ઊભો કરી શકે છે. અનુપમા ચૌધરી આનું ઉત્તમ ઉદાહરણ છે. મેનેજમેન્ટનું ભણેલી અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગની તાલીમ લીધેલી અનુપમાં ૧૦ વર્ષ સુધી પિતાની જહાજની જાળવણી કરતી કંપનીમાં કામ કરતી હતી. હૈદરાબાદ ખાતે રહેતી બે સંતાનોની માતા અનુપમા અત્યારે સ્ક્રેપ બુક બનાવે છે. ગયા વર્ષે તેણે જુની તસવીરોને ગોઠવીને બનાવેલી ફ્રેમોનું એક પ્રદર્શન રાખ્યું હતું. આ પ્રદર્શનને ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને તેને આવી ફ્રેમ કે સ્ક્રેપ બુક બનાવવાની અનેક ઓફર મળી હતી. ઘણા લોકોએ પોતાના સંતાનો ,પતિ કે પત્ની આથવા માતા પિતા માટે સ્ક્રેપ બુક બનાવવાનું અનુપમાએ કહ્યું હતું. પહેલાં તો તેણે આ ઓફર ઠુકરાવી હતી પણ પછી છેવટે બધાના દબાણને વશ થઇને તેણે આ કામ હાથમાં લીધું હતું. આજે અનુપમા પ્રોફેશનલી સ્ક્રેપ બુક બનાવે છે અને તેને તેમાં ખૂબ આનંદ આવે છે.
અનુપમા કહે છે કે આ બાંધી આવકનો સ્રોત નથી પણ મને ક્રિએટીવ સંતોષ મળે છે .માર માટે આ સંતોષ જ મહત્ત્વનો છે.
ઓફબીટ પ્રોફેશનની વાત કરતાં હોઇએ તો તેમાં સબા અને તેના પતિ સાદિક ગઝીયાનીનું નામ તો અવશ્ય જ આવવું જોઇએ. આ દંપતીએ ફૂડ સ્ટાઇલીંગમાં કાર્કિર્દી ઘડી છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં રહેલી મોટી મોટી કંપની તેમની કલાયન્ટ છે. તેઓ વિજ્ઞાાપન અને ફોટોશૂટ માટે ખાદ્યપદાર્થને ગોઠવી આપે છે. કયારેક તો પરફેકટ સનડે શૂટ માટે આઇસક્રીમના ૧૫૦ સ્કૂપની જરર પડે છે.તેઓ કહે છે કે આવ્યવસાય તદ્ન નવો છે અને હાલમાં અહીં સ્પર્ધા જોવા મળતી નથી.
જો કે ઝાઝી સ્પર્ધા નહોય તેવા વ્યવસાયને તો સી. સુધાકરે પણ પસંદ કર્યો છે. એક તામિલ સામયિકમાં સુધાકરે ચીનાઓ તેમના પાળતૂ શ્વાનની રુંવાટીને ડાય કરાવે છે તેવો લેખ વાંચ્યો હતો અને તેમને 'પેટ પાર્લર' (પાળતૂ પ્રાણીઓ માટે પાર્લર) શર કરવાનો વિચાર આવ્યો હતો. આજે તેમના પાર્લરમાં ફિલ્મમેકર સૌંદર્યા રજનીકાંત , અભિનેતા વિજયકાંત તથા અનેક બિઝનેસમેનના શ્વાન ગુ્રમિંગ માટે આવે છે.
આ વાંચીને એમ નથી લાગતું કે ચીલાચાલુ કે પરંપરાથી અલગ કરવા ઇચ્છુકો માટે 'સ્કાય ઇઝ ધ લિમિટ' છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નહિ ગણાય !

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved