Last Update : 19-August-2012, Sunday

 
સેંકડો શ્રદ્ધાળુઓના જાન લેતી અમરનાથ યાત્રાને સલામત અને સગવડદાયક બનાવો
 
- અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓના વધી રહેલા મરણાંકથી હાલ સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. ત્યારે પિરામલ ગુ્રપે એક એફિડેવીટ સુપરત કરી છે જેમાં એવું જણાવ્યું છે કે તે આ યાત્રા દરમિયાન સમસ્યાઓનો સામનો કરી રહેલા યાત્રાળુઓના કલ્યાણ માટે મદદ કરવા ઈચ્છે છે

જ્યાં સૂરજ આથમે પછી દિવસ શરૃ થાય છે. એવા શ્રીનગરથી ૯૦ કિ.મી. દૂર આવેલા પહેલગામમાં જુન-જુલાઈ મહિનામાં ભારતના ખૂણે ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે. આ બધાનો ધ્યેય એક જ હોય છે. પહેલગામથી આશરે ૪૭ કિલોમીટરના અંતરે સમુદ્ર સપાટીથી ૩૮૮૦ મીટરની ઊંચાઈએ (૧૪૫૦૦ ફૂટ) આવેલી અમરનાથની ગુફા સુધી પહોંચવું અને બર્ફિલા શિવલિંગના દર્શન કરવા.
'બમ બમ ભોલે' જય બાબા અમરનાથ અને હર હર મહાદેવના ગગનભેદી નારા જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન દક્ષિણ કાશ્મીરમાં ચારેકોર સંભળાય છે. આ વરસે પણ આશરે લાખેક શિવભક્તો, સાહસિકો અમરનાથની યાત્રાએ નીકળી પડયા હતા. પ્રારંભના અમુક બેચ તો શિવલિંગના અલૌકિક દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગયા હતાં. પરંતુ છેલ્લાં એક સપ્તાહમાં અમરનાથ યાત્રાનો દુર્ગમ પહાડી પ્રદેશ વટાવતા આગળ વાધી રહેલાં યાત્રિકોએ ઘણી મુસીબતો વેઠવી પડી હતી. ખરાબ હવામાન અને નાના-મોટા અકસ્માતને કારણે આશરે ૧૦૦ યાત્રીઓએ જાન ગુમાવ્યા હતા.
રાજતરંગિણીમાં ઉલ્લેખ છે કે અમરનાથ યાત્રા ઈ. સ. પૂર્વે ૧૦૦૦ વર્ષ પહેલાંથી શરૃ થઈ છે. ત્યારાથી આજ સુધી યાત્રાનું ધાર્મિક મહત્ત્વ એકાધાર્યું વાધતું ગયું છે. વિષમ આબોહવા હોય કે આતંકવાદી હુમલાનો ખોફ હોય, ગમે તેવા પડકારો વચ્ચે પણ દર વર્ષે યાત્રિકોની સંખ્યામાં વાધારો થતો જાય છે. અમરનાથના દર્શનની જેમ યાત્રાના રૃટ પર આવેલા સૃથળોનું ધાર્મિક મહત્ત્વ વાધતું જાય છે. દર વર્ષે આશરે બે લાખ લોકો અમરનાથ યાત્રામાં સામેલ થવા ઇચ્છે છે. પરંતુ સેનગુપ્ત સમિતિની ભલામણ મુજબ વધુમાં વધુ ૮૦,૦૦૦ થી એક લાખ લોકોને જ અમરનાથ જવાની પરવાનગી વહીવટીતંત્ર આપે છે.
આ વર્ષે જોકે અમરનાથની યાત્રા દરમિયાન મૃત્યુ પામનારા લોકોનો આંકડો ખાસ્સો વાધી ગયો. તેથી સૌ કોઈ ચિંતિત હતા જ. એવામાં સુપ્રીમ કોર્ટના આદરણીય જજ સાહેબોએ પણ યાત્રાળુઓના મોત બાબત ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી. એટલું જ નહીં અમરનાથ યાત્રીઓના મૃત્યુના વધી રહેલા આંક પર આઘાત વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે જમ્મુ અને કાશ્મીર સરકારને તબીબી સહાય ટીમો તહેનાત કરવા જણાવ્યું હતું.
છેલ્લાં કેટલાક વર્ષાથી અમરનાથની યાત્રા પર બેવડા ભય ચકરાવો લઈ રહ્યા છે. અલબત્ત, આતંકવાદી ભયની આ યાત્રા પર એટલી બાધી અસર પડી નાથી, પરંતુ કુદરતી ભયને લીધે આ યાત્રા જોખમી બની ગઈ છે. બંને પ્રકારના ખતરા કોઈ રીતે કમ નાથી. એક તરફ આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી યાત્રામાં જોડાતા હજારો યાત્રાળુઓ અસલામતીની લાગણી અનુભવે છે.અગાઉ અમરનાથની યાત્રા દરમિયાન ત્રાસવાદીઓની ધમકીને પગલે મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવી દેવાતા હતા. બીજી બાજુ કુદરતી સંકટ કે ભય વધુ સતાવી રહ્યો છે. અચાનક હવામાન ખરાબ થઈ જાય તો વારંવાર યાત્રા સૃથગિત કરવી પડે છે.
અચાનક ખૂબ વરસાદ પડે, પવન ફૂંકાય ત્યારે અધિકારીઓ યાત્રાળુઓને ઉધામપુરમાં અટકાવી દે છે. એનું કારણ એ છે કે પહલગામ થઈને ૧૪૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી અમરનાથની ગુફા સુધીના ૪૫ કિ.મી.ની લાંબા માર્ગ પર સતત વરસાદ પડવાથી લપસી પડવાનો ભય રહે છે. યાત્રાળુઓ અલગ અલગ ઠેકાણે અટકી પડે છે અને ગિરદી પણ બહુ જામે છે.
ઘણીવાર તો હવામાનની પરિસિથતિ ક્યારે સુધરશે તેનો અંદાજ મળતો નાથી. હિમવર્ષા પણ થઈ શકે છે.
આમ તો આ યાત્રા બીજી ઑગસ્ટે પૂરી થઈ ગઈ. પરંતુ તેના અઠવાડિયા પૂર્વે એકાએક જજસાહેબોએ એકસો થી વધુ સંખ્યામાં યાત્રાળુઓ જાન ગુમાવતા હોવાથી ચિંતિત થઈને સરકારને સૂચનો કરવા પડયા હતા. ન્યાયમૂર્તિઓ બી.એસ.ચૌહાણ અને સ્વતંત્ર કુમારની બનેલી બેન્ચે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે આવશ્યક તબીબી સહાય ટીમ માટે જરૃર પડયે તેઓ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર આથવા પંજાબ સરકારની મદદ લઈ શકે છે.
''આ હુકમ જારી કર્યો એ પછીના ત્રણ દિવસ દરમિયાન વધુ તેર યાત્રીઓના મૃત્યુ થયા હતા.'' બેન્ચે અમરનાથ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા જુદી જુદી વય જૂથના લોકો પ્રત્યે નિર્દેશ કરતા જણાવ્યું હતું. ''અમે ચિંતિત છીએ અને એ ખાતરી માગીએ છીએ કે વધુ મૃત્યુ ન નીપજે.'' બેન્ચે જણાવ્યું હતું.
''અમરનાથ માર્ગ અને પવિત્ર ગુફાની આસપાસ આવશ્યક સગવડોના અભાવ ને યાત્રીઓના જીવના જોખમને લઇને વર્તમાનપત્રોમાં વ્યાપકપણે પ્રસિદ્ધ થયેલા અમુક બનાવોએ અમને આ ન્યાયિક તપાસ માટે પ્રેર્યા છે.''તેમ બેન્ચે જણાવ્યું હતું.
તસવીરો પણ એ દર્શાવે છે કે પવિત્ર ગુફાની આસપાસ યાત્રીઓ માટે ભાગ્યે જ કોઇ સગવડ ઉપલબૃધ છે. દર્શન માટે હજારો યાત્રાળુઓએ કલાકો અને દિવસો સુધી રાહ જોવી પડે છે.''
સર્વોચ્ચ અદાલતે પોતે સૃથાપેલી ઉચ્ચ સત્તા સમિતિને પવિત્ર સૃથળ નજીકના લોખંડના દરવાજાને પણ દૂર કરવાનું વિચારવા કહ્યું હતું. આ દરવાજો યાત્રાળુઓ માટે પ્રતિકૂળ છે અને તેના કારણે બરફ પણ પીગળે છે. તેમણે ફાઈબરનો દરવાજો મૂકવાનું સૂચન કર્યું હતું. ગત જૂલાઈ ૨૦મીએ સર્વોચ્ચ અદાલતે અમરનાથ યાત્રીઓના મૃત્યુના વધી રહેલા બનાવો અટકાવવા ધારા ધોરણો નક્કી કરવા એક સમિતિની રચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા બનાવો હવે કાયમી સમસ્યા જેવા બની ચૂક્યા છે.
યોગ્ય સગવડો અને તબીબી સહાયના અભાવે અમરનાથ યાત્રીઓના મૃત્યુના બનાવો વાધી રહ્યા છે એવા મીડીયાના અહેવાલોના આધારે સર્વોચ્ચ અદાલતે સુઓ મોટો નોંધ દાખલ કરી હતી. અને સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં પર્યાવરણ અને વનખાતું, ગૃહખાતું, આરોગ્ય અને બાળ કલ્યાણ ખાતું જેવા વિવિધ ખાતાઓના સચિવોની સાથે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અદાલતે સમિતિને પવિત્ર સૃથળની મુલાકાત લેવાની અને એ અંગેનો અહેવાલ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલને સુપરત કરવા હુકમ કર્યો હતો. ગવર્નર વાર્ષિક અમરનાથ યાત્રાનું આયોજન સંભાળતા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન પણ છે.
આ સમિતિ રાજ્ય પોલીસના વડાઓ, સીઆરપીએફ અને બીએસએફ જેવા આર્ધ લશ્કરી દળો, સીમા માર્ગ સંસૃથા ઉપરાંત શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય વહીવટર્તા અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ દ્વારા નિર્દેશિત પર્યાવરણ શાસ્ત્રીનો પણ સમાવેશ કરી શકે છે.સમિતિએ માર્ગની પહોળાઈ વાધારવી, યાત્રાળુઓના સ્વાસૃથની તપાસ કરવી, તબીબી સુવિધાઓ પુરી પાડવી, યોગ્ય સલામતી કર્મચારીઓની નિમણૂક કરવી અને પર્યાવરણકીય અસરોનું મૂલ્યાંકન કરવું જેવા વિવિધ મુદ્દાઓનું અવલોકન કરીને અહેવાલ આપવાનો હતો.
અગાઉ સર્વોચ્ચ અદાલતે પવિત્ર અમરનાથ યાત્રાના માર્ગે વાધી રહેલા મૃત્યુના બનાવો સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો હતો અને યાત્રીઓને મળતી સુવિધાઓની વિગતો જણાવવા હુકમ કર્યો હતો અદાલતે એવું પણ નોંધ્યુ હતું કે અમરનાથની પવિત્ર ગુફા અને ત્યાં પહોચવાના માર્ગ યાત્રાળુઓએ દિવસો સુધી આસપાસ કોઈ સગવડો અને યોગ્ય તબીબી સારવાર વિના હિમનદી પર રોકાઈ રહેવું પડે છે.
છેલ્લે મળતા અહેવાલો મુજબ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોરાએ અમરનાથ શ્રાઈન બોર્ડના ઉચ્ચ અધિકારીઓને આગામી વર્ષની અમરનાથ યાત્રાના આયોજન માટે જડબેસલાક યોજના ઘડી કાઢવા જણાવ્યું હતું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલ વોરાએ ગઈકાલે પહેલગામ નજીકના નૂનવાન બેઝકેમ્પ ખાતે આકસ્મિક મુલાકાત લઈને તબીબી સહાય, સ્વચ્છતા, સલામતી અને બીજી ગોઠવણોનું અવલોકન કર્યું હતું. એમણે તબીબો અને અન્ય સ્ટાફ સાથે વાત કરીને સૂચના આપી હતી કે તબીબી સહાય કેન્દ્ર પર આવતા દરેક યાત્રીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને આગળ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે.
રાજ્યપાલે મુખ્ય વહીવટી અધિકારીને ૨ ઓગસ્ટે અમરનાથ યાત્રા સમાપ્ત થઈ એ પછી તરત જ ૨૦૧૩ની યાત્રા માટે એકશન પ્લાન ઘડી કાઢવાની સૂચના આપી હતી.
અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓના વાધી રહેલા મરણાંકાૃથી હાલ સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. ત્યારે પિરામલ ગુ્રપે એક એફિડેવીટ સુપરત કરી છે જેમાં એવું જણાવ્યું છે કે તે આ યાત્રા દરમિયાન સમસ્યાઓનો સામનો કરી રહેલા યાત્રાળુઓના કલ્યાણ માટે મદદ કરવા ઈચ્છે છે.
પિરામલ ગુ્રપ પંચતરણીથી પવિત્ર ગુફા સુધીના છ કિલોમીટરના કઠિન માર્ગ પર એન્ટિ સ્કીડ ટ્રેક બાંધશે. આ માર્ગ પર યાત્રાળુઓના વધુ મોત થઈ રહ્યાં છે. વિષમ હવામાનને કારણે થતાં અકસ્માતો અને જાનહાનિને ટાળવા પિરામલ ગુ્રપે તબીબી સુવિધાઓ પૂરી પાડવાની તેમ જ તમામ પ્રકારના હવામાનમાં રક્ષણ પૂરું પાડે એવા આશ્રયસૃથાનો (ઓલ વેધર શેલ્ટર્સ) પૂરા પાડવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
આ સત્કાર્ય હાથમાં લેવા સુપ્રીમ કોર્ટની પરવાનગી ઈચ્છતી એફીડેવીટમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે યાત્રાળુઓને મદદરૃપ થવાનો આ એક સ્વૈચ્છિક પ્રયાસ છે. અરજદાર રાજ્ય પાસેથી કોઈ નાણાકીય મદદ મેળવવાની ઈચ્છા રાખતો નાથી.
આ એક માનવતાભર્યું કાર્ય છે. આ યોજનાનો અમલ કરવામાં ત્રણ મહિના લાગશે. સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ આ કાર્ય પાર પાડવાનો અમે પ્રયાસ કરીશું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ માર્ગ પર 'સેન્ટ્રલ હિટિંગ' સાથે દર ૫૦૦ મીટરના અંતરે આશ્રયસૃથાનો બાંધવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આમ હવે અમરનાથ યાત્રાને સલામત બનાવવા ચોતરફાથી પ્રયાસ થઈ રહ્યા છે. આશા રાખીએ કે આવતા વર્ષે જૂન મહિનામાં ફરી એકવાર બરફના શિવલીંગને નિહાળવા શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૃ થાય તે પૂર્વે તેમની સલામતીના સચોટ પગલા લેવાઈ ચૂક્યા હોય.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved