Last Update : 19-August-2012, Sunday

 

મિત્ર બનવાનો મરમ

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

હે, મિત્ર !
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે, પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડયા કરે છે એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે...
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શક્યા હોત એના કરતાં તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
- અનામ
મિત્ર એક એવી વ્યક્તિ છે જે આપણી ગરજે કે એની ગરજે આપણને નથી મળતો. એ તો સંબંધો વિનાનો સંબંધ છે. જ્યાં મળવાનું અગત્યનું નથી છતાં મળવાનું વારંવાર મન થાય છે એવો ખૂણો છે મૈત્રી અને મિત્ર ! જેની પાસે હૈયાને ફૂલોની પાંખડીઓની જેમ ઊઘડવાનું મન થાય છે. હળવા થવાનું જેને સરનામું નથી પૂછવું પડતું પણ જેનાથી હળવા થવાનું સરનામું શરૃ થાય છે તે મિત્ર છે. આપણે જેવા છીએ એવા સ્વીકારી લેવાનું જેને વારંવાર માફક આવે છે તે મિત્ર છે. મૈત્રીમાં સ્પર્ધા નથી હોતી ! મૈત્રીમાં ઘનિષ્ટતાનો પુરાવો કે સાબિતી આપવાની નથી હોતી ! મૈત્રીમાં કોઈ નાનો કે મોટો કે ફૈંઁ નથી હોતો ! મૈત્રીમાં બોલવાનું ઓછું અને વહેવાનું વધારે હોય છે. મૈત્રીમાં તાણવાનું વધારે અને તણાઈ જવાનું ઓછું હોય છે. મિત્ર જાણેઅજાણે શિલ્પીની જેમ આપણને ઘડતો હોય છે. એના ટાંકણામાં પ્રેમનું અન્નજળ હોય છે. એ સૌથી વધારે આપણને જોઈને ખુશ થનારો માણસ છે.
મિત્ર પબ્લિક ફિગર નથી. મિત્ર એકાંતનો માણિગર છે. જ્યાંથી આપણે આપણને મઝા પડે એ રીતે દુનિયાને જોવા માટે ટેવાયેલા હોઈએ છીએ. મિત્ર આપણા પ્રેમને સમજે છે, આપણી વફાદારીને જે સંબંધોના નિયમોમાં તોળીને જોખીને સરવાળા બાદબાકી નથી કરતો ! માત્ર એક સંપ્રદાયે જે કામ કરવાનું હતું તે મિત્ર આપણને 'માણસ' બનાવીને કરતો હોય છે. ઇશ્વર આપણને સુખી કરવા મિત્રો મોકલે છે. જે સવાર જેવા ખુશનુમા અને તરોતાજા જીવનભર હોય છે. મિત્રનો ધરમ એ જ કે જયાંથી દુનિયા સરહદોમાં હોવા છતાં સરહદો ભૂલીને જીવવાનું શરૃ કરે છે, જ્યાંથી સંપ્રદાયો ભાગલા માંથી છૂટા પડીને શૂન્ય જેવી નિઃસીમ શાંતિ અનુભવે છે, જ્યાંથી સુખ નામની રેસિપી પ્રયોગશાળા વગર સિદ્ધ થવા માંડે છે, જેને જોતાં વેત અંદેશો અને જેના અવાજમાંથી સચ્ચાઈનો સંદેશો મળે છે તે મિત્ર છે. મિત્ર પાસવર્ડ ઉમેર્યા પછી દબાવવાની 'એન્ટર'ની 'કી' જેવો ખડખડાટ હસતો રમતો આપણો અંશ છે.
'અનામી'નું આ કાવ્ય દરેક મિત્રોએ પોતાના મિત્રને કહેવા જેવું અને વંચાવવા જેવું છે. ઓગસ્ટ મહિનો 'ફ્રેન્ડશિપ'નો મહિનો છે. મિત્રોને ઊજવવાના દિવસોનો મહિનો છે. મિત્રો આપણા 'હોવાની' દીવાલો વગરનાં બારણાં અને બારી છે. આ સાથે 'મિત્રો' વિશેની એક બીજી ગઝલ માણતાં જીવનના હકારને મિત્રતાના દિવસોમાં ઊજવીએ.
સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો
ઈશ્વર સ્વરૃપે અવતર્યું વરદાન છે મિત્રો
મક્કમ રહેલી વાત ઉપર છેક છેવટે-, સોંસરવું ઊતરી જાય એ ફરમાન છે મિત્રો
જ્યારે તમે હળવા થઈને હોંશમાં હશો, ત્યારે બચેલી આબરૃનું ભાન છે મિત્રો
એવા ને એવા આપણે સુદામા થઈ જીવ્યા
એવા ને એવા આંખ, હૈયું કાન છે મિત્રો
અમથી નવાબી હોય ના સંબંધની કદી-,
મળ્યાને તે દિવસથી જાજરમાન છે મિત્રો...

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved