Last Update : 19-August-2012, Sunday

 
 
ડાર્લિંગ ડાર્લિંગ
- વિભાવરી વર્મા

 

‘‘મનીષા, બનાવટી આઘુનિકતાનો ચંચળો ઓઢવા જતાં આપણે આપણી
જાતને કાર્ટૂન બનાવી બેઠાં.’’
‘‘લંડનના છોકરાઓ કંઇ છોકરીઓને કંકુ- ચોખા લઇને ડાન્સ માટે નોતરું
મૂકવા આવતા હોય છે ?’’
માનસીની માસીએ મોકલેલી લકઝુરિયસ શોફર-ડ્રિવન ‘શેવરોલે’ કાર ખ્યાતનામ ડિસ્કોથેક ‘સ્ટુડિયો-નાઈન્ટીન’ તરફ પાણીના રેલાની જેમ આગળ વધી રહી હતી.
પરંતુ કારમાં માનસીની બાજુમાં બેઠેલી એની ખાસ બહેનપણી મનીષાનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. મનીષા સ્વભાવથી ભલે ગમે એટલી બિન્દાસ હોય પણ આ રીતે અતિશય મોંઘા ડિસ્કોથેકમાં જવાનો પહેલો પ્રસંગ હતો. વળી મનીષાની નર્વસનેસ ડિસ્કોથેકના કારણે નહિ પણ એણે પહેરેલા ડ્રેસને કારણે હતી. ધારોકે આવા સ્વરૂપમાં આ જગાએ એના કોઈ સગાવહાલા એને જોઈ જાય તો ? મનીષા વિશે એ લોકો શું ધારી બેસે ?
કાર બ્રેક મારીને ઊભી રહી. મનીષાની વિચારોની શૃંખલા તૂટી. શોફરે આવીને દરવાજો ખોલ્યો. એ બહાર નીકળી ત્યારે નજર ઝૂકાવીને ઊભેલો સોફર હકીકતમાં તો મનીષાના દેહ પર સરસરતી નજર દોડાવી રહ્યો હતો. અને કેમ ન દોડાવે ? મનીષાની વેશભૂષા જ કેટલી ઉત્તેજક હતી !
માનસીએ એની કોલેજના એન્યુઅલ ડે ના ‘પ્રોમ’માં માત્ર એક જ વાર, એની બહેનપણીઓના આગ્રહથી પહેરેલો આ પાર્ટી કોસ્ચ્યુમ, ભલભલી આઈટમ સોંગની ડાન્સરોને છક્કા ખવડાવી દે એવો હતો.
લાઈટ પિન્ક કલરનું ટોપ માનસીની સાઈઝનું હોવાને કારણે મનીષાના વક્ષસ્થળને વધારે પડતો ઊભાર મળી રહ્યો હતો. ખભા તો બન્ને ઉઘાડા જ હતાં. બાકી હોય તેમ ઉઘાડી પીઠ ગુલાબી રેશમી દોરીઓ વડે બંધાયેલી હતી. કમરને ચપોચપ બેસતા ટોપની નીચે માત્ર અડધી જાંઘ સુધીની એકદમ ફીટીંગ શાઈની શોર્ટસ હતી. એ શોર્ટસની ઉપર મીની સ્ટાઈલમાં અર્ધપારદર્શક સફેદ રંગનું પ્લીટસવાળું જે સ્કર્ટ હતું તેમાં પાતળી પ્લાસ્ટીકની દાંડીઓ એ રીતે મૂકવામાં આવેલી હતી જેથી સ્કર્ટ હંમેશા છત્રીની જેમ ખુલેલું જ રહે. એની પગની પંિડીઓ પર ગુલાબી રેશમી દોરીઓની ક્રીસ-ક્રોસ ગોઠવણી હાઈ હિલ્સના પિન્ક સેન્ડલ્સ સાથે જોડાયેલી હતી.
કારની બહાર નીકળીને બે ચાર ડગલાં ચાલતાં જ મનીષાને જાણે તમ્મર આવી ગયાં. એ ઊભી રહી ગઈ.
‘શું થયું ?’ માનસીએ પ્યોર વ્હાઈટ ટી શર્ટ અને કોર્ડઝનું ટ્રાઉઝર પહેર્યું હતું.
‘નર્વસ છું યાર..’ મનીષાએ માંડ માંડ જવાબ આપ્યો.
‘ડોન્ટ વરી, હું તારી સાથે છું ને ?’
‘ચલ એય,’ મનીષા એના અસલી રંગમાં આવી ગઈ. ‘તારી સેવિયર હું છું સમજીને ?’
‘હં...’ માનસી હસી. ‘એમ જરા ટણીથી વાત કરને ?’
મોટેભાગના ડિસ્કોથેકમાં હોય છે તેમ સ્ટુડિયો-નાઈન્ટીનનું પ્રવેશદ્વાર સાવ ગેરેજના દરવાજા જેવું હતું. આસપાસ મોંઘી મોંઘી કારો અને બાઈકો પાર્ક થયેલી હતી. માનસીએ ઇન્ટરનેટ વડે બુક થયેલી ઈ-એન્ટ્રન્સની કોપી બતાડીને મનીષાને અંદર દોરી. પ્રવેશતાં જ ચારેબાજુ ગાઢ અંધકાર હતો. એક ટનલ જેવા રસ્તામાંથી આગળ વધવાનું હતું. જેના બીજા છેડેથી અજવાળું દેખાઈ રહ્યું હતું. આટલા બધા દિવસોમાં પહેલી જ વાર માનસી મનીષાનો હાથ પકડીને આગળ ચાલી રહી હતી.
ટનલ પુરી થતાં જ કાચનો દરવાજો હતો. એની નજીક પહોંચતાં જ દરવાજાઓ એની મેળે બન્ને તરફ ખસી ગયા અત્યંત તીવ્ર અવાજે વાગતા ‘વેસ્ટર્ન મ્યુઝિક’ને નામે ઓળખાતાં કર્કશ ઘોઘાટનું એક પ્રચંડ મોજું મનીષાના કાનો પર અથડાયું. અવાજના આઘાતની કળ વળે ત્યાં એના નાકમાં સિગારેટ અને ચરસના ઘૂમાડાનું આક્રમણ થયું. મનીષાની આંખો ચચરવા લાગી. ગળામાં બળતરા થવા લાગી. બે ઘડી થયું કે ખાડામાં જાય એ ડિસ્કોથેક અને ખાડામાં જાય માનસીનું એરેન્જ મેરેજ !
પણ એ જ ક્ષણે એને એક જાણીતો અવાજ સંભળાયો, ‘હાય મનીષા !’
એ સુનીલ ઉર્ફે સમીર હતો. પહોળાં જડબાંવાળા સુનીલે બદન પર કાળી જાળીવાળું બનિયાન જેવું વસ્ત્ર પહેર્યું હતું. જેના કારણે એના સ્નાયુબદ્ધ બાવડાં ઊડીને આંખે વળગતા હતા. નીચે એણે ચળકાટવાળું ચપોચપ ટ્રાઉઝર પહેર્યું હતું. કાંડા ઉપર કંઈ જાતજાતની મેટલની માળાઓ બાંધી હતી અને ચહેરા પર જાડી ફ્રેમવાળા ગુલાબી કાચના ચશ્માની દાંડી પરથી એક ગોલ્ડન ચેઈન લટકતી હતી.
મનીષા સુનીલનું આ રૂપ જોતી જ રહી ગઈ ! ગમે તેમ હોય, આજે આ દેશી જુનવાણી એનઆરઆઈમાં કંઈક ઝમકદાર વાત હતી. બીજી તરફ સુનીલ તો માનસીનું દેહપ્રદર્શન જોઈને લગભગ સ્તબ્ધ જ થઈ ગયો હતો.
‘હાય માનસી, હું સુનીલ છું. સમીરનો દોસ્ત.’ સુનીલની બાજુમાં ઊભેલા બંધ ગળાનું ફૂલ સ્લીવ ડિસન્ટ લાઈટ ગ્રે ટી-શર્ટ અને કોઈ મોંઘી વિદેશી કંપનીનું ફેડેડ-જીન્સ પહેરેલા સોહામણા દેખાતા યુવાને હાથ લંબાવ્યા.
‘ઓહ, આઈ એમ માનસી એન્ડ શી ઈઝ માય ફ્રેન્ડ મનીષા ફ્રોમ ન્યુયોર્ક.’ મનીષાએ માનસીની ઓળખાણ કરાવી.
‘ન્યુયોર્ક ?’ સોહામણા યુવાનનું સ્મિત પણ એટલું જ આકર્ષક હતું. ‘આઈ એમ ફ્રોમ ટોરોન્ટો...’
બન્ને જણા એકબીજાના જેન્યુઈન ફોરેન ઉચ્ચાર ઓળખી જતાં જ સાથે જ વાતે વળગ્યા. ‘વોટ યુ ડુ ઈન ટોરોન્ટો અને વોટ યુ ડુ ઈન એનવાય...’ થી શરૂ થઈને એમની વાતો આગળ ચાલવા માંડી.
એવામાં સુનીલે મનીષાનો હાથ પકડીને કહ્યું, ‘કમ ઓન ! લેટ્‌સ ડાન્સ !’
મનીષા જરા અચકાઈને ઊભી રહી. મ્યુઝિક એકદમ ફાસ્ટ હતું. ડાન્સ ફલોર પર નાચનારીઓની જબરદસ્ત ભીડ હતી. સામેની તરફ બિયર-વ્હીસ્કી-વાઈન વગેરેનો બાર હતો...
‘કમ ઓન માનસી.’ માનસીએ મનીષાનો હાથ પકડ્યો. ‘લેટ્‌સ શેઈક અવર લેગ્સ !’
હવે માનસીની પાછળ મનીષાએ ખેંચાયા વિના છૂટકો નહોતો. સુનીલ તો ઓલરેડી આડાઈના મૂડમાં હતો એટલે એણે મનીષાના બે ખભા પકડીને રીતસર ડાન્સફલોરમાં ધકેલી દીધી.
‘ડોન્ટ પુશ મિ !’ મનીષાએ છણકો કર્યો.
‘કેમ ? લંડનના છોકરાઓ ડાન્સ માટે કંકુ-ચોખા લઈને નોતરાં મૂકવા આવે છે ? કે પછી ડાન્સ-બાન્સ જેવું કંઈ આવડતું જ નથી !’
‘તારા ઊંટ-ગધેડા જેવા સ્ટેપ્સ કરતાં તો સારું આવડે છે !’ મનીષાએ ચોપડાવી.
‘અચ્છા ? જરા જોઈએ તો ખરા ?’ સુનીલ જડથાની જેમ તેને ડાન્સ કરતા યુવાનોના ટોળામાં ખેંચી ગયો. અંદર પહોંચ્યા પછી મનીષા તો હજી કંઈક ઠીક-ઠાક નાચી રહી હતી પણ સુનીલ દર બે મીનીટે આજુબાજુના કોઈ સાથે ઇડિયટની જેમ ભિટકાઈ પડતો હતો.
ડાન્સ ફલોરની ઉપર તરફ જતાં પગથિયાં ચડીને સમીર-માનસી એ બન્ને જણાને જોતાં રહ્યાં. માનસીના ચહેરા પર હળવું હાસ્ય હતું. સમીર પણ સ્મિત કરી રહ્યો હતો.
‘ઇન્ટ્રસ્ટીંગ કપલ, નો ?’ સમીરે કહ્યું.
‘યાહ, બોથ ટિપીકલ એનઆરઆઈઝ...’ માનસીએ ટાપસી પૂરી.
‘ઈસ ધિસ સમ કાઈન્ડ ઓફ ટિપિકલ ઇન્ડિયન ટપોરી-ડિસ્કો ડાન્સ ?’ સમીરે કોમેન્ટ કરતા હોય એવા અંદાજમાં પૂછ્‌યું.
‘આઈ ડોન્ટ નો, આસ્ક યોર ગેંગસ્ટર ફ્રેડ !’ માનસીએ હસીને જવાબ આપ્યો.
‘હિ ઈઝ નોટ અ ગેન્ગસ્ટર !’ સમીર બોલ્યો. ‘એની વે, વુડ યુ કેર ફોર અ ડાન્સ ?’
‘નોટ રિયલી.’ માનસીએ બ્રિટીશ ઇંગ્લીશમાં જવાબ વાળ્યો. ‘હું ફાસ્ટ બિટ્‌સ પર ડાન્સ નથી કરી શકતી. અને સ્લો બિટ્‌સની અહીં આશા કરવી વ્યર્થ છે.’
‘મને પણ એમ જ લાગે છે. હકીકતમાં મને આ ઘૂમાડામાંથી તકલીફ થાય છે. આપણે બહાર જઈએ તો કેવું ? અહીં પાછળ ખુલ્લી લોન છે..’
‘રિયલી !’ માનસીનો ચહેરો ચમકી ઊઠ્યો.
બીજી જ ક્ષણે બન્ને એકબીજાનો હાથ પકડી ભીડમાંથી રસ્તો કરતા પાછળના ભાગે આવેલી લોન તરફ ચાલવા માંડ્યા.
આ તરફ મનીષા અને સુનીલ અડધો-પોણો કલાક નાચ્યા પછી થાક્યા. સુનીલ તો એના ઊંટ-કૂદકાઓ મારીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મનીષાએ લાગ જોઈને એને પૂછ્‌યું ઃ
‘યુ વાના ડ્રીન્ક ?’
‘હેં ?’ સુનીલે ઘોંઘાટમાં બરોબર સાંભળ્યું નહિ.
‘હું એમ કહું છું દેશી મુન્નાભાઈજી, કે તમે ડિસ્કોમાં તો બહુ સારા ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ઠેકડા માર્યા, હવે સોમરસનું પાન કરવાના ખરા ? કે પછી દારૂ-બારૂ પીતાં આવડતું જ નથી ?’
‘કોણે કહ્યું નથી આવડતું ?’ હકીકતમાં સુનીલની નર્વસનેસ દૂર કરવા માટે સમીરે એને અગાઉથી જ બે પેગ પીવડાવી રાખ્યા હતા. (એટલે જ આટલો બેફિકર થઈને કૂદકા મારતો હતો !)
‘તમે શું પીઓ છો ?’
‘બઘું જ !’ સુનીલે ફાંકો માર્યો.
‘તો ચાલો ?’ મનીષા એને બિયર-દારૂના બાર તરફ દોરી ગઈ. સુનીલે અહીં વ્હીસ્કીની આખી બોટલ જ ઓર્ડર કરી.
‘ફૂલ બોટલ ?’ મનીષા જાણે પ્રભાવિત થઈ ગઈ હોય યે રીતે બોલી.
‘અફ કોર્સ !’ સુનીલ ચગ્યો ‘મને તો સોડાની એ જરૂર પડતી નથી !’
‘વાઉ !’
મનીષાના ‘વાઉ’થી જાણે વાંદરાને નીસરણી મળી. સુનીલે ઢાંકણું ખોલીને સીધી બોટલ મોઢે માંડી. ઘટક ઘટક ચાર ધૂંટ ભર્યા પછી એનું મોં કડવું થઈ ગયું. છતાં એણે એક સ્માઈલ આપ્યા પછી બીજા ચાર ધૂંટ ભર્યા.
મ્યુઝિક ઓર તેજ થઈ ગયું હતું.
‘બસ ? આટલી જ પીવાઈ ?’ મનીષાએ જરાય ઇમ્પ્રેસ થયા વિના પૂછ્‌યું.
મનીષાની ચેલેન્જથી ઉશ્કેરાઈને સુનીલે બાકીની બોતલ મોઢે માંડી દીધી. બબ્બે ધૂંટડા કરતાં કરતાં સુનીલે ખરેખર આખી બોતલ પતાવી ગયો ! મનીષા અંદરખાને ખરેખર ગભરાઈ રહી હતી કે આ ડફોળને ક્યાંક કંઈ થઈ તો નહિ જાય ને ?
પણ સુનીલના પગ હજી સ્થિર હતા.
એણે મનીષાનો હાથ ખેંચ્યો. બન્ને ડાન્સ ફલોર પર ફરી ઉતર્યા. નવાઈ લાગે એવી વાત હતી પણ સુનીલ હવે ઊંટની જેમ કૂદકા મારવાને બદલે કંઈક સરખી રીતે ડાન્સ કરી રહ્યો હતો.
મનીષા પણ એનો સાથ આપતાં નાચી રહી હતી. મનીષાના મનમાં આ વખતે કંઈ બીજા જ વિચારો ચાલતા હતા. ‘જે હોય તે... દેશી જુનવાણી લાગતા આ ઓસ્ટ્રેલિયન એનઆરઆઈમાં દમ તો છે. આખેઆખી બોટલ પેટમાં ઉતારી ગયો છતાં મારો બેટો પથ્થરની જેમ સોલિડ ઊભો છે.’
સુનીલના મનમાં પણ કંઈક એવા જ વિચારો ચાલી રહ્યા હતા. ‘આ લંડનવાળી માનસી દેખાવે ભલે ઊઘાડી અને નફ્‌ફટ દેખાતી હોય પણ મારી બેટી છે બહુ જબરી ! બાકી એની જોડે એન્ગેજમેન્ટની વાત ચાલતી હોય જેની આગળ આવાં કપડાં પહેરીને આવી જગાએ આવીને આટલી નિખાલસતાથી વર્તવાની કઇ ઇન્ડિયન છોકરી હંિમત કરે ? અને એ જ્યારે જ્યારે મારા ભારતીયપણાને ચેલેન્જ કરે છે ત્યારે હકીકતમાં તો એ ઇન્ડિયન કલ્ચરને કેટલું ઊંડાણથી અને કોઈનાય પ્રભાવમાં આવ્યા વિના સમજી શકે છે એનો ખ્યાલ આવે છે... પણ યાર, હું આવા સિરીયસ સિરીયસ વિચારો શા માટે કરી રહ્યો છું....’
મગજમાં ચડેલી વિચારોની ચાકીની ઘૂનમાં સુનીલ યંત્રવત્‌ નાચી રહ્યો હતો. પણ એને ખબર નહોતી કે આખી બાટલી પેટમાં ગઈ એની અસર હવે ધીમે ધીમે થઈ રહી હતી.
ફલોર પર કોઈ ભૂવાની જેમ ઘૂણી રહેલો સુનીલ અચાનક બેલેન્સ ગુમાવીને ચત્તોપાટ પડ્યો !
આજુબાજુ હલચલ મચી ગઈ.
જોકે મનીષાએ જરાય સ્વસ્થતા ગુમાવ્યા વિના સુનીલના બન્ને હાથ પકડીને એને બેઠો કર્યો. સુનીલ સંપૂર્ણપણે સમતુલા ગુમાવી ચૂક્યો હતો. તેના આખા ઘડનું વજન મનીષાના ખભા પર હતું. મનીષા તેને ઘસડતી બાર તરફ લઈ જવા લાગી.
બાર બાજુથી ચાર-પાંચ યુવાનો આ તરફ આવી રહ્યા હતા. એમને ટીખળ સુઝી. એ લોકો પણ જાણે સખત પીધેલા હોય તેમ સામે ડાબે જમણે ડોલવા લાગ્યા !
મનીષા સુનીલને ડાબી બાજુ લઈ જાય તો પેલાઓ એ તરફ લૂડકે અને જમણી બાજુ લઈ જાય તો પેલાઓ ત્યાં રસ્તો આડો કરીને ઊભા રહે. છતાં મનીષા સુનીલને ખભા વડે ઘસડતી રહી. આખરે પેલી બાજુથી ચાર જુવાન અને આ બાજુથી સુનીલ-મનીષા સામસામા આવી ગયા. નટખટ યુવાનો ટક્કર મારવાની અણી પર જ હતા ત્યાં સુનીલના પેટમાં આંચકી આવી !
મનીષા સમજી ગઈ. તેણે ઝડપથી બૂમ પાડી ‘મૂ...વ !’ પોતાના હાથ વડે સામેના યુવાનોને બાજુએ હડસેલ્યા ના હડસેલ્યા ત્યાં તો સુનીલના પેટમાંથી મોં વાટે જબરદસ્ત ઉલટીનો ફૂવારો છૂટ્યો !
‘ઓ... શ્શીટ !!’ ચારે બાજુ ઉદ્‌ગારો થયા.
નર્વસ મનીષા આજુબાજુ જોઈને બે ક્ષણ માટે ‘સોરી’ કહેવા થોભી ત્યાં તો સુનીલ તેની પક્કડમાંથી છૂટી ગયો અને જઈને ઊંધે માથે પોતાની જ ઉલટીમાં ઊંધે માથે પટકાયો.
‘ઓહ ગોડ...’ મનીષા બોલી ઊઠી. ‘આ તેં શું કર્યું સમીર ?’
સુનીલને પોતાની જ વોમિટમાં રગદોળાયેલો જોઈને ડિસ્કોથેકનું ક્રાઉડ તિરસ્કારની નજરે એમની તરફ જોઈ રહ્યું. બે ચાર જણાએ કોમેન્ટો કરી ઃ
‘મફતના એન્ટ્રી પાસ લઈને કોઈ મિડલ-ક્લાસિયા ધૂસી ગયા લાગે છે...’
‘દારૂ પણ મફતનો જ પીધો લાગે છે જાણે જીંદગીમાં કદી પીવા જ ના મળવાનો હોય...’
‘બ્લડી બેગર્સ...’
મનીષા આ કોમેન્ટોથી સમસમી ઊઠી. પણ સુનીલે જે દશા કરી હતી એમાં કંઈ બોલાય એવું હતું જ નહિ. તેણે જેમતેમ કરીને સુનીલને બેઠો કરતાં આજુબાજુના વેઈટરોને વિનંતી કરી. ‘વુડ યુ પ્લીઝ, ક્લીન ધીસ ? આઈ એમ સો સોરી...’
બિચારા વેઈટરોને તો એમની નોકરી કરવાની હોય. એ કામે લાગ્યા. પણ હવે આ ઉલટીથી રગદોળાયેલાં કપડાંનું શું કરવું ?
મનીષાએ તરત નિર્ણય લીધો. તેણે સુનીલના બન્ને ખભા નીચે પોતાના હાથ ભરાવીને ખેંચવા માંડ્યો. આગળ જતાં કોઈને પૂછ્‌યું, ‘વ્હેર ઈઝ ધ વૉશ રૂમ ?’
જે દિશા બતાડી તે તરફ મનીષા સુનીલને રીતસર ઢસડીને લઈ ગઈ. ‘મેન્સ ટોઈલેટ’નો દરવાજો પોતાની પીઠ વડે ધકેલતાં મનીષા સુનીલને સીધી એક લેવેટોરીમાં લઈ ગઈ. અહીં સૌથી પહેલાં તો ‘પૂંઠ’ ધોવાની પાઈપ વડે સુનીલના આખા શરીર પર ફૂવારો ચલાવીને વોમિટ ધોવા માંડી. નીચે પહેરેલું ચળકતું પ્લાસ્ટિક ટાઈપનું ટ્રાઉઝર લીસ્સું હતું એટલે એના પરથી તો ગંદકી ઝડપથી દૂર થઈ ગઈ પરંતુ જાળીવાળા બનિયાન ટાઈપના વસ્ત્રમાં હજી ઉલટીના થપેડા ફસાયેલા હતા.
મનીષાએ તરત જ નિર્ણય લઈને સુનીલનું જાળીદાર બ્લેક બનિયાન પોતે જ ઉતારી નાંખ્યું પછી એની પીઠ પર, છાતી પર, પેટ પર, ખભા, ગરદન, વાળ... જ્યાં પણ ઉલટીના અવશેષો હતા તે બઘું ધોવા માંડ્યું.
સુનીલ આ દરમિયાન લગભગ બેહોશીમાં જ હતો. પાણીના ફૂવારાને કારણે મનીષા પણ લગભગ આખી પલળી ચૂકી હતી. સુનીલનું શરીર સાફ થઈ ચૂક્યું હતું પણ હવે એને લૂછવું શેનાથી ?
ટોઈલેટ સિન્ક પાસે કોઈ ટુવાલ હશે એમ વિચારીને મનીષાએ જ્યાં બારણાની બહાર નજર કરી ત્યાં પેલા ચારેય જુવાન તદ્દન લોલૂપ નજરે એની તરફ જોઈ રહ્યા હતા.
એક જણ હોઠ પર જીભ ફેરવતો બોલ્યો, ‘હાય બેબી, આઈ ઓલ્સો નીડ અ બાથ.’
‘હા જીગર ! મને પણ ‘બાથ’માં લે ને ?’ બીજાએ ગુજરાતીમાં શ્વ્લેષ કર્યો.
ત્રીજાએ આગળ વધીને પોતાનું ટી-શર્ટ કાઢવા માંડ્યું. ‘ડિયર, હાઉ અબાઉટ અ ટ્‌વીન બાથ ?’
ચોથાએ આગળ આવીને મનીષાને પકડી લીધી. ‘કમ ઓન ડાર્લંિગ, મુઝે ભી ઉલટી હોનેવાલી હૈ !’
થોડી જ ક્ષણોમાં એ ચારે જણા મનીષાને ઘેરી વળ્યા. મનીષા બે ક્ષણ માટે ઘુ્રજી ગઈ. એ હજી કંઈ સમજે વિચારે એ પહેલાં યુવાનોના આઠ હાથ એની આસપાસ વીંટળાઈ ચૂક્યા હતા. અચાનક આવા આક્રમણથી મનીષા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે એના ગળામાંથી ચીસ પણ ના નીકળી શકી.
પરંતુ બે ક્ષણ પછી એક યુવાન લથડીયું ખાઈને એના પગ પાસે ઢળી પડ્યો. બીજી જ ક્ષણે એની બાજુનો યુવાન એક ચીસ સાથે દૂર ફંગોળાયો. ત્રીજી ક્ષણે મનીષાએ જોયું કે સુનિલના સ્નાયુબદ્ધ બાવડામાં બાકીના બે યુવાનોની ગરદનો હતી અને ચોથી ક્ષણે એમના પેટમાં સુનીલની લાતો પડી ચૂકી હતી...
આસપાસ પડીને કરાંજી રહેલા યુવાનોમાંથી એક બે જણા ઊભા થાય એ પહેલાં બહારથી બે ઊંચા કદાવર પહેલવાનો જેવા ‘બાઉન્સરો’ આવી પહોંચ્યા.
‘વોટ્‌સ ધ ટ્રબલ હિયર ?’ એક બોલ્યો.
‘ટ્રબલ ઈઝ ઓન ધ ફલોર !’ મનીષાએ રોકડું પરખાવતાં કહ્યું. ‘નાવ વિલ યુ એક્સક્યુઝ અસ ?’
‘મેડમ, આપ દોનોં કો ભી યે ડિસ્કોથેક સે બાહર જાના પડેગા.’
‘યહાં રૂકના ભી કૌન ચાહતા હૈ ?’ સુનીલે પોતાનું ભીનું જાળીદાર બનિયાન ખભા પર નાંખતાં મનીષાનો હાથ પકડ્યો, ‘કમ, લેટ્‌સ ગો...’
બન્ને અંધારામાં માર્ગ શોધતા ડિસ્કોથેકની પાછળના ભાગે આવેલી લોનમાં નીકળ્યા. મનીષા હજી ગુસ્સાથી ઘૂ્રજી રહી હતી. સુનીલના ચહેરા પર ગજબની ઠંડક હતી.
મનીષા એ લોનમાં ગોઠવેલા એક બાંકડા પર પડતું મુકતાં કહ્યું, ‘આ બઘું જ પેલી માનસીને કારણે થયું છે !’
‘માનસી નહિ, પેલો સમીર !’ સુનીલથી બોલાઈ ગયું. પછી બન્ને એકબીજા સામે જોઈ રહ્યા.
‘યુ મિન... તું સમીર નથી ?’
‘એ છોડ, તું માનસી નથી ?’
‘અફ કોર્સ નોટ !’ મનીષા હસવા લાગી. ‘એ ઇડિયટ છોકરીમાં કંઈ અક્કલ જ નથી. મને કહે છે કે બસ, મારે એરેન્જ મેરેજ નથી કરવું. એટલે એની જગાએ હું ધૂસી ગઈ.’
‘અરે, સેઈમ સ્ટોરી હિયર ઓલ્સો !’ સુનીલ હસવા લાગ્યો. ‘મારો ગધેડા નંબર વન જેવો દોસ્ત સમીરનો પણ એ જ પ્રોબ્લેમ છે. પણ તને એક વાત કરું ? તારી માનસી એક નંબરની મુરખ છે.’
‘કેમ ?’
‘કેમ શું ?’ સુનીલે કહ્યું. ‘અરે, સમીર જેવો સંસ્કારી જવાબદાર અને ડિસન્ટ છોકરો એને આખી દુનિયામાં નહિ મળે.’
‘સેઈમ હિયર !’ માનસી બોલી ઊઠી, ‘તારો સમીર પણ મુરખાઓનો સરદાર છે કારણ કે માનસી જેવી ભોળી, નિર્દોષ અને પ્રેમાળ છોકરી એને દુનિયામાં તો શું, આખા બ્રહ્માંડમાં નહિ મળે !’
‘મળી ગઈ છે !’ પાછળથી એક અવાજ આવ્યો. મનીષા અને સુનીલે જોયું તો સમીર અને માનસી ખડખડાટ હસતાં ઊભા હતા.
‘મનીઈઈઈ...’ માનસી દોડીને મનીષાને બાઝી પડી. ‘સમીર ઈઝ સો નાઈસ... સો નાઈસ... સો નાઈસ...’
‘કયા સમીરની વાત કરે છે તું ?’ મનીષાએ બનાવટી ગંભીરતાથી પૂછ્‌યું. ‘આ ડબલ જડબાવાળા દેશીની ?’
સુનીલ નિખાલસપણે હસવા લાગ્યો ‘‘મનીષા, ભૂલ આપણી જ હતી. બનાવટી આઘુનિકતાનો ઢોંગ કરવા જતાં આપણે આપણી જાતને કાર્ટૂન બનાવી બેઠાં. બાકી, હું તો ઇન્ડિયા છોડીને ક્યાંય જવાનો જ નથી.’’
‘‘સેઇમ હિયર. હું પણ ઇન્ડિયાની તમામ ઇન્ડિયનનેસને ચાહું છું.’’
‘પણ સાચું કહેજે મની, તને આ દેશી ગમે છે ને !’ માનસીએ મનીષાને કોણી મારી.
ચારેયનાં અટ્ટહાસ્યો ગુંજી ઊઠ્યાં.
***
મહિના પછી જ્યારે માનસીના લગ્ન વખતે એના હાથમાં મનીષા મહેંદી મુકી રહી હતી ત્યારે સમીરનો ફોન આવ્યો ઃ
‘હલો માનસી, તારો દોસ્ત સુનીલ કહે છે કે મનીષાને જરા પૂછી જો ને, ભારતીય પંચાંગ શાસ્ત્ર મુજબ નજીકના દિવસોમાં કોઈ સારું સગાઈનું મુહૂર્ત છે કે નહિ !’
(સમાપ્ત)

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved