Last Update : 19-August-2012, Sunday

 

હોટમેલની જગ્યાએ આઉટલુક

નેટોલોજી

ઇન્ટરનેટ ક્ષેત્રની શરૃઆત હતી ત્યારથી લોકપ્રિય બનેલું હોટમેલ અદ્રશ્ય થયું છે અને તેની જગ્યાએ બહુ સવલતોવાળું આઉટલુક આવી રહ્યું છે. હોટમેલ પાસે વિશ્વભરના ૩૨૪ મીલીયન યુઝર્સ હતા. ઇ-મેલ સર્વીસ પ્રોવાઇડરોની સ્પર્ધામાં હોટમેલ પાછળ પડી જતું લાગતું હતું. જી-મેલ માત્ર છ વર્ષ જુનું છે પરંતુ તેના ૨૭૮ મીલીયન વપરાશકારો હતા. હોટમેલ ખરીદનાર માઈક્રોસોફટ ઇન્ટરનેટ ક્ષેત્રે ગુગલની સ્પર્ધામાં છે. શરૃઆતની ઇ-મેલ સિસ્ટમ અને હાલની ઇ-મેલ સિસ્ટમમાં ઘણો ફર્ક છે. હોટમેલ નવી સિસ્ટમ સાથે દોડી ના શકતાં તેની આગળ અન્ય ઇ-મેલ સર્વિસ નીકળવા તૈયાર બની ગઈ હતી. એટલે જ માઈક્રોસોફટે હોટમેલના પાટીયા પાડી દીધા છે અને તેની જગ્યાએ આઉટલુકને મુકવા સેટઅપ ઉભો કરી દીધો છે. હોટમેલે તેના છેલ્લા વર્ષોમાં સિકયોરીટી સિસ્ટમ ગુમાવી દીધી હતી. હેકર્સ માટે તે આદર્શ સાઇટ બની ગઈ હતી. ઇ-મેલ પ્રોવાઇડર્સની સ્પર્ધામાં લોકો હોટમેલને ભૂલવા લાગ્યા હતા. માઈક્રોસોફટે શરૃ કરેલ આુટલુકમાં ૩૦૦ મેગાબાઈટની ફાઇલ મોકલી શકાય છે. માઇક્રોસોફટની સ્કાય ડ્રાઈવ સર્વિસ ૭ ગીગા બાઈટ જેટલી ઓનલાઇન સ્પેસ ફ્રી આપે છે. આઉટલુક અનેક ફેરફારો લાવશે અને ગુગલના જી-મેલ સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે.

 

ઇન્ટરનેટ ૨૧ વર્ષનું થયું...

 

ઇન્ટરનેટને ૨૧ વર્ષ થયા છે. CERN લેબોરેટરીએ શેરીંગ ઇન્ફોર્મેશન માટે કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ ટીમોથી બર્નસલીએ તે સિસ્ટમ તૈયાર કરી હતી. ૬ ઓગસ્ટ ૧૯૯૧ના દિવસે વેબપેજ મુકવામાં આવ્યું હતું. શરૃઆતનો આ ખર્ચાળ પ્રોજકેટ જોત-જોતામાં વિશ્વભરમાં છવાઈ ગયો હતો. છેલ્લા ૨૦ વર્ષમાં તેનો વ્યાપ એટલો બધો વધ્યો છે કે વિશ્વના અંદાજે ત્રણ અબજ લોકોને કવર કરે છે. ઇન્ટરનેટની શરૃઆતના દિવસોમાં કનેકશન અને સ્પીડના ધાંધીયા હતા પરંતુ હવે ઇન્ટરનેટની સ્પીડ આપવાના ક્ષેત્રે પણ સ્પર્ધા જોવા મળે છે. ઇ-કોમર્સ અને સોશ્યલ વેબસાઇટે વપરાશકારોમાં વધારો કર્યો છે. ઇન્ટરનેટ એક સમયે ઇ-મેલ જોવા વપરાતું હતું. આજે તેના લોકોપયોગી ઉપયોગોમાં વધારો થયો છે.
વિચારો કે છેલ્લા ૨૦ વર્ષમાં ઇન્ટરનેટ સિસ્ટમ દરેક ક્ષેત્રે છવાઈ ગઈ છે તો આગામી ૨૦ વર્ષમાં તેણે કેટલી પ્રગતિ કરી હશે ?

 

બ્રોડબેન્ડના વપરાશકારો

 

લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનમાં બ્રોડબેન્ડના ૧૨૬.૩ મીલીયન વપરાશકારો છે જયારે અમેરિકામાં ૮૫.૭ મીલીયન વપરાશકારો છે. ભારતમાં ૧૧ મીલીયન, જાપાનમાં ૩૪ મીલીયન, દક્ષિણ કોરિયામાં ૧૭.૨ મીલીયન, ઓસ્ટ્રેલિયામાં ૫.૪ મીલીયન, તાઇવાનમાં ૫.૩ મીલીયન, રશિયામાં ૧૫.૭ મીલીયન, જર્મનીમાં ૨૬.૧ મીલીયન, ફ્રાન્સમાં ૨૧.૩ મીલીયન, બ્રાઝીલમાં ૧૩.૩ મીલીયન, ઇટાલીમાં ૧૩.૩, મેકસીકોમાં ૧૧.૩, પોલેન્ડમાં ૫.૦ મીલીયન વપરાશકારો છે.
આ આંકડા જોતા ખ્યાલ આવશે કે ચીનમાં સૌથી વધુ બ્રોડબેન્ડ વપરાશકારો છે, ત્યારબાદ અમેરિકાનો વારો આવે છે.

 

હેકર્સનો ત્રાસ વર્તાય છે

 

હેકર્સ કયારેય ત્રાટકી શકે નહીં એવું વચન આપવા કોઇ ઇન્ટરનેટ સિકયોરીટી પ્રોવાઇડર તૈયાર નથી. તાજેતરમાં લોકોમાં પ્રિય એવી વીકીપીડીયા પર હેકર્સ ત્રાટકયા હતા. ભારતની વેબસાઇટો પર પાકિસ્તાનના હેકર્સ ત્રાટકવાનો ડર રહે છે. ફિલ્મોની વેબસાઇટ, સોંગની વેબસાઇટ વગેરે હેકર્સ માટે આસાન ટાર્ગેટ બની ગયા છે. હેકર્સના ત્રાસ સામે ઇન્ટરનેટ વપરાશકારની સતર્કતા વધુ કામ આવે છે. પરંતુ સર્ફીંગ કરતા લોકો થોડા બેધ્યાન થાય છે ત્યારે હેકર્સની ઝપટમાં આવી જાય છે. પાસવર્ડ ખાનગી રાખવો, તેને વારંવાર બદલવો, અજાણ્યા મેલ ડીલીટ કરવા, લોટરી જેવા છેતરપીંડી સાથે સંકળાયેલા મેલને ડીલીટ કરવા, નિયમિત રીતે ઇન-બોકસ ખાલી કરવું, જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે તો હેકીંગથી બચી શકાય છે. હેકર્સ તમારા ટ્રાન્ઝેકશનને નુકશાન ભલે ના કરે પરંતુ તમારા કોમ્પ્યુટર્સને નુકશાન કરી શકે છે.

 

સ્પીડ-સ્પેસ સ્ટોરેજ

 

ઇન્ટરનેટને ૨૧ વર્ષ થયા છે ત્યારે માત્ર તેની સ્પીડ અને ઉપયોગોની વાતો કરવાના બદલે તેનો ઉપયોગ આસાન બનાવતા લેપટોપ, નેટટોપ, મોબાઈલ, ટેબલેટ વગેરે લોકોમાં મોટા પાયે છવાઈ ગયા છે. ઇન્ટરનેટના કારણે સવલતો ઉભી થઇ છે પરંતુ તેના માધ્યમ માટેના નવા ઉપકરણોએ સમગ્ર દુનિયને હાથના પંજામાં લાવીને મુકી દીધી છે.
ઇન્ટરનેટની સાથે સ્પીડ, સ્પેસ, સ્ટોરેજ, સિસ્ટમ દરેકમાં ઉપયોગી પરિવર્તન આવ્યું છે. સોશ્યલ નેટવર્કીંગ, માઇક્રો બ્લોગીંગ વગેરેએ ચમત્કાર સર્જયો છે.
ભારત સરકારે પણ ઇન્ટરનેટનો વ્યાપ વધારવા પ્રયાસ કર્યા છે. એજયુકેશન ક્ષેત્રે ધો. ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સરકારે આકાશ ટેબલેટ તૈયાર કર્યું હતું. હવે આકાશ- ટુ પણ તૈયાર કરાયું છે. ઓનલાઇન શિક્ષણની વાતની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ટેબલેટ દ્વારા પોતાનું લેશન મેળવે અને લેશન કરે જેવા કોન્સેપ્ટ તૈયાર કરાયા છે. રાજકીય પક્ષો પણ મફત ટેબલેટ આપવાની જાહેરાત કરીને મતદારોને આકર્ષી રહ્યા છે. અંતે તો લાભ ઇન્ટરનેટના વ્યાપને જ થવાનો છે.

 

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved