Last Update : 19-August-2012, Sunday

 

જર્મનીમાં કામદારો દુનિયામાં સૌથી વધુ પગાર અને સગવડો મેળવે છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા
 

જર્મનીએ બજારવાદને સમાજવાદમાં ફેરવવા નવી યુક્તિ કરી છે. મુક્ત બજારો ચાલુ રાખવા પરંતુ શ્રમિકોને પુષ્કળ ઊંચી મજૂરી અને અન્ય સવલતો તથા નોકરીની સુરક્ષા આપવી, જર્મન કંપનીઓમાં કામદારો અને મેનેજરો ઊંચા પગાર અને ઘણી સવલતો ભોગવે છે. યુરોપિયન યુનિયનમાં જે સભ્યો છે તેમાં જર્મન અર્થકારણ સૌથી વધુ મોટું છે. આપણો દેશ અમેરિકા, બ્રિટન અને હવે ચીન પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ જર્મની તરફ તેનુ ધ્યાન ઓછું છે. ઉપરના ત્રણ દેશોની સરખામણીમાં જર્મનીની ઘણી ઓછી કંપનીઓ ભારતમાં કાર્યરત છે. જર્મનીની વસતી ૮.૨ કરોડ છે અને તેની માથાદીઠ આવક ૪૩,૩૩૦ ડોલર્સ છે. તેની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક ૧૩૪૦ ડોલર્સ અને યુ.કે.ની ૩૮૫૪૦ ડોલર્સ અને અમેરિકાની ૪૭૧૪૦ ડોલર્સ છે. માથાદીઠ આવકની રીતે ઉપરના ત્રણે દેશો આપણાથી ઘણા આગળ છે. જર્મનીની વસતીઘટાડાનો (વધારાનો નહીં ઘટાડાનો) દર ૧ ટકા છે. અમેરિકા અને યુરોપના દેશો શાણા છે. તેમણે પોતાની વસતીવધારાનો દર એક ટકાથી ઓછો કરી નાંખ્યો છે. ભારતે વસતીવધારાની સમસ્યાની ચર્ચા કરવાની જ બંધ કરી દીધી છે. આને આપણે ર્ભહજૅૈચિબઅ ર્ક જૈનીહબી કહીએ છીએ. જર્મનીનાં નાગરિકનો સરાસરી જીવનઆવરદા ૮૦ વર્ષથી વધુ છે અને ત્યાં સાક્ષરતાનો દર ૧૦૦ ટકા છે. તેની રાષ્ટ્રીય આવકમાં ખેતીવાડી-પશુપાલનનો ફાળો એક ટકા છે અને સેવાઓ (બેંકીંગ, વીમો, તબીબી સારવાર, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વ્યાપાર, શિક્ષણ, મનોરંજન, રેસ્ટોરાં, હોટેલ, ટુરીઝમ વગેરે)નો ફાળો ૭૩ ટકા છે અને ઉદ્યોગોનો ફાળો ૨૬ ટકા છે. યાદ રહે કે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની સખત હાર થઈ હતી અને આખો દેશ બેહાલ થઈ ગયો હતો. જર્મનીને બેઠું થતાં બે દાયકાથી પણ ઓછો સમય લાગ્યો હતો. આજે તે યુરોપનું સૌથી સત્તાશાળી રાજ્ય છે.
પશ્ચિમ યુરોપના તમામ દેશોની જેમ જર્મનીએ પણ મુક્ત બજારને ચાલુ રાખીને સમાજકલ્યાણની યોજનાઓ અમલમાં મુકી છે. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોમાં કેસીનો કેપીટાલીઝમ ધરાવતા અમેરિકા કરતાં ઘણી વધારે સામાજિક જવાબદારી નિભાવવાની નીતિ છે. સામાજિક જવાબદારી નિભાવવાની આ નીતિમાં સ્વીડન, ડેન્માર્ક, ર્નોવે, ફીનલેંડ સૌથી આગળ છે તો જર્મની તેમનાથી બહુ પાછળ નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને તે દરમિયાન જર્મન અર્થકારણમાં નાઝી સરકાર અને ખાનગી સાહસો વચ્ચે યુદ્ધનું અર્થકારણ ઊભું કરવા માટે ઘણા ગાઢ સંબંધો હતા. પરંતુ ૧૯૪૫ પછી સ્વતંત્ર જર્મનીએ તોડયા. ઇજારો ધરાવતી 'કોર્ટેલો'ની સત્તા તોડી. આ કાર્ટેલો ખરેખર કંપનીઓ વચ્ચેનું એક કાવતરું હતું, જેમાં તેઓ પરસ્પર હળીમળીને ભાવોનું અને ઉત્પાદનનું નિયમન કરતી હતી અને ગ્રાહકોને લૂંટતી હતી. આ કાર્ટેલોને પણ જર્મન સરકારે (ઇ.સ. ૧૯૪૫ પછી) તોડી. જર્મનીએ નાઝી સમયે (૧૯૩૩ થી ૧૯૪૫) દાખલ કરેલા બજારપરનાં નિયંત્રણો હટાવી દીધા જેમ મનમોહન સિંઘે ઈ.સ. ૧૯૯૧માં અને તે બાદ લાઈસન્સ-ક્વોટાનું રાજ્ય ખતમ કર્યું હતું. તેનાથી પણ વધુ ઊંડા પગલા જર્મનીની સરકારે બજારને મુક્ત કરવા લીધા. એકબાજુ જર્મનીએ બજારને ઉત્તેજન આપ્યું તો બીજી બાજુ તેણે સામાજીક કલ્યાણની નીતિઓ પણ ઘડી અને તેનો અમલ કર્યો. આ જર્મન આર્થિક સીસ્ટમને 'સોશીઅલ માર્કેટ' કહે છે.
જર્મનીને એકદમ આક્રમક અને બેકાબુ એંગ્લો-અમેરિકન મૂડીવાદી પ્રથા માટે ઘણી સૂગ છે. જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ બાદ જે પોતાની રીતે જ વિકાસ સાધ્યો તેને આર્થિક ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. સરકાર એમ માને છે કે જેમની પાસે નોકરી કે અન્ય આવક નથી એવા દરેક જર્મન નાગરીકને પણ વ્યવસ્થિત (ડીસન્ટ) જીવન જીવવાનો અધિકાર છે. તેમને સારું જીવવાની સવલતો મળવી જ જોઈએ અને તે સરકારે પૂરી પાડવી જોઈએ.
જર્મનીના કામદારોએ મજૂરીના દરમાં વધારા માટે તથા કામ કરવાની વધારે સારી સવલતો (વર્કીંગ કન્ડીશન્સ) માટે સરકાર પર સતત દબાણ કર્યું છે અને જર્મનીમાં આર્થિક ચમત્કારને લીધે કંપનીઓ પણ તેમ કરવા તૈયાર રહી છે. આ કારણે જર્મનીમાં શ્રમિકો અને કંપની મેનેજમેન્ટ વચ્ચે સારા સંબંધો રહ્યા છે. ૧૯૯૦ના દાયકામાં અને તે બાદ જર્મનીના મજૂરીના દર જગતમાં સૌથી ઊંચા રહ્યા છે એટલું જ નહીં પરંતુ ત્યાંના શ્રમિકોને નોકરી પર પુષ્કળ લાભો મળે છે. જર્મનીમાં સહનિર્ણય (કોડીટરમીનેશન)ની પ્રથા હેઠળ કામદારો કંપની સુપરવાઇઝરી બોર્ડના અડધોઅડધ ડાયરેકેટર્સને નીમે છે જેથી કંપનીના નીતિનિયમોનાં ઘડતરમાં તેમનો મોટો ફાળો હોય છે. જર્મનીમાં અઠવાડિયાના કામના કલાકો ૩૭ છે અને દર વર્ષે દરેક કામદારને વર્ષ દરમિયાન ૬ અઠવાડિયાની પગાર સાથે રજા મળે છે. દરેક સ્ત્રી કામદારને પ્રસૂતિ માટેની ત્રણ મહિના પગાર સાથે રજા મળે છે અને બાળકની સંભાળ માટે તેમને (જો તેને લેવી હોય તો) પગારવિનાની રજા મળે છે. ત્રણ વર્ષ પછી તે સ્ત્રી કામદાર કે સ્ત્રી મેનેજર જૂની નોકરી પર હાજર થઈ શકે છે. જર્મનીમાં માંદગીની રજા ચાલુ પગારે મળે છે. જર્મનીના કામદારો માંદગીની રજા લેવામાં વિશ્વમાં મોખરે છે. પગાર કપાતો ના હોય તો તેઓ શું કરવા માંદગીની રજા ના લે ? ત્યાં નિવૃત્તિની વય ૬૫ વર્ષ છે પરંતુ અડધોઅડધ કામદારો ૬૫ વર્ષ પહેલાં નિવૃત્તિ લે છે કારણ કે તેમને તગડા પેન્શન મળે છે. કામદારોને ક્રીસમસનું બોનસ પણ મળે છે. કામદારને તબીબી સારવાર મફત (વીમા યોજના હેઠળ) મળે છે અને તે શ્રેષ્ઠ હોય છે. સરકારી નિયંત્રણોને કારણે કામદારોની નોકરીની સુરક્ષિતતા (જોબ સીક્યુરીટી) બહુ ઊંચી છે. કંપની કામદારને કાઢી મુકવાની હિંમત કરતી નથી. અન્ય ઔદ્યોગિક દેશો કરતાં જર્મનીનો કામદાર વધુ નોકરીની સલામતી સાથે નિશ્ચિત રીતે કામ કરે છે. અલબત્ત જાપાનની જેમ જર્મનીમાં જીવનભરની નોકરીની સુરક્ષિતતા હોતી નથી પરંતુ જાપાનમાં માત્ર મોટી મોટી કંપનીઓમાં જ જીવનભરની નોકરીની સુરક્ષિતતા હોય છે. જ્યારે જર્મનીમાં ભલે લાઇફટાઇમ નોકરીની ગેરંટી ના હોય પરંતુ ત્યાં લાંબાગાળાની નોકરીની સુરક્ષિતતા નાના-મોટા દરેક ઉદ્યોગોમાં છે. જર્મનીમાં બેકાર કામદારને ૬ થી ૩૨ મહિના પગારના ૬૭ ટકા બેકારી ભથ્થુ મળે છે. તે પછી પણ શ્રમિક બેકાર રહે તો તેની આવકના ૫૭ ટકા સુધીની મદદ અનિશ્ચિત મુદત સુધી સરકાર કરે છે. પરંતુ આ બધાનું એક અનિચ્છનીય પરિણામ એ આવ્યું છે કે જર્મન કંપનીઓની લેબર કોસ્ટ જબરજસ્ત વધી ગઈ છે. અમેરિકા અને જાપાન કરતાં પણ જર્મનીમાં શ્રમિકોનો પગાર ૫૦ ટકા વધારે છે કારણ કે અન્ય સવલતોનો ખર્ચા પગારના ૮૦ ટકા જેટલો ઊંચો થઈ જાય છે. આને કારણે જર્મનીમાં બેકારી વધી છે. કંપનીઓ પાર્ટ-ટાઇમ કામદારોને લેવાનું વધુ પસંદ કરે છે જેમને જલદીથી છૂટા કરી શકાય. વળી જ્યારે વધુ કામદારોની જરૃર હોય તો હયાત કામદારોના જ કામના કલાકો વધારી તેમને ઓવર ટાઇમ આપવામાં આવે છે જેથી નવા કારીગરો કે કામદારો લેવા ના પડે. જેઓ કામ પર છે તેઓ સમૃદ્ધિમાં જીવે છે પણ જેઓ પાસે કામ નથી તેમને કામ મેળવવામાં તકલીફ પડે છે. અલબત્ત બેકારોને પણ સારું ભથ્થુ મળે છે. તેમ છતાં તેમને કામ તો કરવું જ છે પણ મળતું નથી. આ બધાને કારણે જર્મનીમાં બેકારીનો દર ઘણો ઊંચો રહે છે. ૧૯૯૮માં તે ૧૧.૨ ટકા હતો. અમેરિકા અત્યારે આર્થિક કટોકટીમાં છે છતાં ત્યાં બેકારીનો દર નવ ટકા જ છે. પુષ્કળ ઊંચા મજૂરી દરને કારણે જર્મનીએ ઘણા ક્ષેત્રોમાં હરીફ લાભ ગુમાવી દીધો છે. આટલા ઊંચા મજૂરીદરને કારણે જર્મનીમાં અન્ય દેશો માટે મેન્યુફેકચરીંગ થાણું નાખવું કે સંયુક્ત સાહસ ઊભું કરવું મુશ્કેલ છે. ભારતમાં અમેરિકા, બ્રિટન, કોરિયા, જાપાન વગેરેના ઘણાં સંયુક્ત સાહસો જોવા મળે છે. પરંતુ જર્મની સાથેના સંયુક્ત સાહસો બહુ જોવા મળતા નથી. જર્મનીના દાખલા પરથી એમ કહી શકાય કે ભારતમાં ખાનગી કંપનીઓ જો સામાજીક જવાબદારીનો ખ્યાલ કેળવે તો કામદારોનું શોષણ અટકે.

 

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved