Last Update : 19-August-2012, Sunday

 

અમેરિકાના ગુરૃદ્વારા પરના મોતના તાંડવ પાછળનો ખતરનાક ચહેરો
Hate Group

હોરાઇઝન - ભવેન કચ્છી
- અમેરિકામાં ૧૦૦૦થી વધુ 'હેટ ગુ્રપ' કાર્યરત ઃ તેટલા જ બંડખોર વ્યક્તિઓ ગમે ત્યારે આડેધડ ગોળીબાર કરી શકે તેમ છે
- સરકારની નીતિ, અમેરિકામાં જ સ્થાયી થઇને સધ્ધર બની રહેલી અન્ય દેશની પ્રજા, મંદી, બેરોજગારી તેમજ વસ્તી અંગેના રીપોર્ટને પગલે 'હેટ ગુ્રપ'નું વધતું જતું પ્રમાણ

અમેરિકાની ટીવી ચેનલોમાં આજકાલ ''હેટ ગુ્રપ્સ''ની ભયજનક વધી રહેલી સંખ્યા અને ''અમેરિકાનું વિશ્વના સંદર્ભમાં ભાવિ'' અંગે જુદા જુદા ક્ષેત્રોના વિવેચકો, વિશ્લેષકો દ્વારા ગંભીર વિચાર-વિમર્શ આવરતા 'ટોક શો' પ્રત્યે નાગરિકો ભારે દિલચશ્પી લઇ રહ્યા છે.
'ધ ડીઆને રેહ્મ' સંચાલિત ટોક શોમાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ કેરે સ્કુલ ઓફ લોના પ્રોફેસર માઇકલ ગ્રીન બર્જર, સીએટલની જગવિખ્યાત એચએલએસ ગ્લોબલ કન્સલટિંગના ડેવિડ ગોમેઝ તેમજ સધર્ન પોવર્ટી લો સેન્ટરના માર્ક પોટોક જેવા અભ્યાસુ સમાજશાસ્ત્રીએ તેમના જે વિચારો વ્યક્ત કર્યા તે વિશ્વભર માટે ચોંકાવનારા છે.
'હેટ ગુ્રપ' વિષય પરની તાજી ચર્ચાનો અમેરિકાના પ્રસારણ માધ્યમોમાં જે સિલસિલો જામ્યો છે તેનું કારણ થોડા દિવસો પહેલા અમેરિકાના વિસ્કોન્સીન સ્થિત ગુરુદ્વારામાં એક મગજ ફરેલ બંડખોર વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરીને મોતનું તાંડવ ખેલ્યું તેના પગલે છે.
આમ તો અમેરિકા અને વિશ્વના નાગરિકો માટે 'હેટ ગુ્રપ' શબ્દ અને તેનો અર્થ કંઇ નવીનવી બાબત નથી. સરકારની નીતિ, કોઇ ધર્મ, જાતિ, પ્રજા સમૂહ, સિધ્ધાંત, માન્યતા, તત્વજ્ઞાાનના વિરોધી જુથો 'હેટ ગુ્રપ' અંતર્ગત સુવ્યવસ્થિત, સુઆયોજીત રીતેે ભૂગર્ભમાં કાર્યરત હોય છે. તેમના સભ્યોનો એક વર્ગ તેમના વિચારો કે જેમની સામે દ્રોહ હોય તેમનું ઉગ્ર ખંડન કરતો ઝેરી પ્રચાર કરે છે. જ્યારે હિંસક સભ્યો જુથમાં કે એકલા તક મળે ત્યારે તેમનો ખોફ ફેલાવવા નિર્દોષ પર કે ટાર્ગેટ જનસમુદાય પર જીવલેણ હૂમલા કરે છે. 'હેટ ગુ્રપ' હંમશા આતંકવાદી ના કહી શકાય.
વસ્તી ગણતરીની સંસ્થાના તાજેતરના અહેવાલને ટાંકીને અમેરિકામાં એવો પ્રચાર થઇ રહ્યો છે કે ૨૦૫૦ સુધીમાં મૂળ અમેરિકાની પ્રજા લઘુમતિમાં મૂકાઇ જશે. અમેરિકામાં જે હદે બિન નિવાસી- બહારના વિશ્વની પ્રજા મોટેપાયે સ્થાયી થઇ રહી છે તેના લીધે 'હેટ ગુ્રપ્સ'ની સંખ્યા વધતી જાય છે.
પ્રોફેસર ગ્રીનબર્જરના જણાવ્યા પ્રમાણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હૂમલા પછી અમેરિકામાં 'હેટ ગુ્રપ્સ'ની સંખ્યા બમણી થઇ ગઇ છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ૧,૧૦૦થી વધુ નાના-મોટા 'હેટ ગુ્રપ' છે. જ્યોર્જ બુશે જે રીતે ઈરાક, અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોમાં અમેરિકાની સેના દ્વારા કૃત્ય કરાવ્યું તેની સામે અમેરિકાના જ ગોરી પ્રજા ધરાવતા 'હેટ ગુ્રપ્સ' ઊભા થયા છે તો કેટલાક આવા ગુ્રપ ઓબામા અમેરિકાના પ્રમુખ બનતા નિર્માણ પામ્યા છે. આ જુથો અશ્વેતો અને તેના કરતા પણ વિશેષ તો ઓબામા અમેરિકી પ્રમુખ બનતા સંગઠીત થયા છે. છેલ્લા વર્ષોમાં ભારતીયો, ચીનાઓ, લેટિનો, પાકિસ્તાનીઓ તેમજ અન્ય દેશોની પ્રજા જે હદે અમેરિકાનું નાગરિકત્વ મેળવીને આર્થિક પ્રગતિ કરી રહ્યા છે તેમજ રોજગારીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા થયા છે તે જોઇને વિશેષ કરીને મંદીનું મોજું અને નોકરીમાંથી ગોરાઓની છટણીઓ થઇ રહી છે તેની હતાશા પણ આવા 'હેટ ગુ્રપ'ને જન્મ આપે છે કે બળવત્તર બનાવે છે.
આ 'હેટ ગુ્રપ' તેમની ઓળખ દેશભક્ત જુથ તરીકે આપે છે. આવા જુથ જીહાદી નથી.
ખતરનાક ટ્રેન્ડ એ છે કે 'હેટ ગુ્રપ'માં સામેલ ના હોય પણ એક વ્યક્તિ તેની પોતાની રીતે જ કોઇને કોઇ બંડખોર વિચારસરણીને માનતો હોઇ તેના હાથમાં કાયદો લઇ લે કે આત્મઘાતી હૂમલા કરે તેવું પણ બનવાનું જ. એક વ્યક્તિ જ્યાં સુધી કૃત્ય ના કરે ત્યાં સુધી તેને કઇ રીતે પકડી શકાય? વળી આડેધડ મોતની હોળી ખેલી આવી વ્યક્તિ શરણાગતિ સ્વીકારે તો પણ પછીથી શું અર્થ સરવાનો? અમેરિકામાં શીખોની ધર્મ સ્થાને હત્યા કરનાર વ્યક્તિ પણ કોઇ 'હેટ ગુ્રપ'નો સભ્ય નહોતો. અલબત્ત તે આવા જુથની માન્યતાનો સમર્થક હોઇ શકે પણ તેનું કાર્ય તો પોતિકી રીતે જ પાર પાડયું હતું. આવા જુથના સભ્યો મોટેભાગે માથે ચળકતું મુંડન રાખતા હોઇ 'સ્કીન હેડ' કહેવાય છે. તેમની શરીર પર જે તે જુથનો ઓળખ સમાન આંકડા કે સંકેતોના ટેટ્ટુ હોય છે.
ઓકલોહોમા શહેરમાં ટીમોથી મેકવેઇ નામના અમેરિકી નાગરિકે જ ટ્રક બોંબથી પંદરેક વર્ષ પહેલા તેના જ દેશના નિર્દોષ નાગરિકોના મોત નિપજાવ્યા હતા. તેણે પણ અમેરિકાની સરકારની આંતરરાષ્ટ્રીય નીતિ સામે 'હેટ ગુ્રપ' અંતર્ગત હૂમલો કર્યો હતો.
અમેરિકાના વિસ્કોન્સીન સ્થિત ગુરુદ્વારામાં થયેલી હિંસા આમ તો એક મગજ ફરેલ વિકૃતે આડેધડ ગોળીબાર કરીને આચરી હતી તેના કરતા પણ લોહિયાળ કૃત્યની નોર્વેમાં ગયા વર્ષે આવા જ વિકૃતે કમકમાટી જન્માવીને વિશ્વભરમાં હાહાકાર જન્માવ્યો હતો.
અમેરિકામાં અને યુરોપિયન દેશોમાં 'નીઓ નાઝી'ની માન્યતા હેઠળ હેટ ગુ્રપ આકાર પામી રહ્યા છે તેનાં પરથી ભાવિ દુનિયાની કલ્પના કરો. આ દેશોમાં અમુક પોપ મ્યુઝિકલ બેન્ડ 'હેટ ગુ્રપ'ના સભ્ય બનીને તેમના શ્વેત-ચાહકોમાં બંડ ગીતો થકી ઉત્તેજના અને રોષનું કલ્ચર પણ જન્માવે છે. આવા સંગીત જલસાનું ફંડ 'હેટ ગુ્રપ'માં જમા થાય છે. બીજું, પોપ સંગીતથી નવી પેઢીને વિચારધારામાં સામેલ કરી શકાય કે સ્લોગન સાથેના ટી શર્ટની ફેશનથી પણ પ્રભાવ જમાવાય.
'હેટ ગુ્રપ' આફ્રિકો-અમેરિકન, યહુદી (જ્યુ), મુસ્લીમ, હિન્દુ, શીખ કે જે પણ પ્રજા પરંપરાગત ગોરા વંશીય જૂથ (વ્હાઇટ કોકેશિયન)માં ના આવતી હોય તેની સામે ભારે ઘૃણા ધરાવે છે અને ફેલાવવાનો ધ્યેય રાખે છે. આ હેટ ગુ્રપને આ પ્રજા આંખના કણાની જેમ ખૂંચે છે.
તો સામે એવા અશ્વેત જુથો પણ 'હેટ ગુ્રપ' બનાવી ચૂક્યા છે જેઓનો મોરચો ગોરી પ્રજા સામે છે. આવી 'ન્યુ બ્લેક પેન્થર પાર્ટી'નું નામ અમેરિકામાં ખાસ્સુ ચર્ચામાં છે.
એફબીઆઇને આવા 'હેટ ગુ્રપ' અંગે માહિતી પણ છે જ પણ જ્યાં સુદી તેઓ કાયદો હાથમાં ના લે ત્યાં સુદી તેઓ લાચાર છે કેમ કે 'હેટ ગુ્રપ' અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે તેમની વિચારસરણીનો ખુલ્લેઆમ પ્રચાર કરી શકે છે. ગીત-સંગીત, ઈન્ટરનેટ, બ્લોગ, ફેસબુક જેવા માધ્યમો દ્વારા તેઓ વિચારોનો પ્રચાર તો કરે જ છે પણ 'ટાર્ગેટ જુથ'ને ઉશ્કેરે છે. બદનામી અને ઝેર પેદા કરે છે.
કાયદો એમ કહે છે કે તમને કોઇના વિચારો ગમતા ના હોય એટલે તમે તેઓને જેલમાં ના પુરી દઇ શકો. અમેરિકામાં નાગરિકોને અપાતી વિશેષ સ્વતંત્રતા અને ગન લાયસન્સની મુક્ત નીતિ પણ ખાસ્સી ચર્ચામાં છે.
અમેરિકામાં બહોળી સંખ્યામાં સંતાનો છૂટાછેડા, મદ્યપાનમાં ગળાડુબ માતા-પિતા દ્વારા ઉછેર પામ્યા છે. જાતિય શોષણ સાથેનું શોષણ પણ ખરૃ. આ જ સંતાનો આગળ જતા કુટુંબ અને સમાજવ્યવસ્થા સામે બંડ પોકારતા 'હેટ ગુ્રપ'ના હાથા બને છે.
છેક ૨૦૦૯માં અમેરિકાની હોમલેન્ડ સીક્યોરીટીએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાની સલામતિને સૌથી મોટો ખતરો ઈસ્લામ પ્રેરિત આતંકવાદથી નહીં હોય પણ અમેરિકાના જ ગોરા જુથો (વ્હાઇટ સુપરમેસિસ્ટ) તેમના જ નાગરિકો પર હિંસક, જીવલેણ હૂમલા કરશે.

 

'ટ્રીપલ K 'અને 'નીઓ નાઝી'ની વધતી જતી ધાક

 

* કુ ક્લુક્સ ક્લાન (ટ્રીપલ કે) જેની બાવન વેબસાઇટ અને ૧૮૨ ગુ્રપ સાથે અમેરિકામાં કાર્યરત છે. આ ઉપરાંત ૧૯૬ નીઓ નાઝી ગુ્રપ અને ૮૯ વેબસાઈટ, ૧૧૨ બ્રાન્ચ વ્હાઇટ નેશનાલિસ્ટની અને તેની ૧૯૦ની વેબસાઇટ, ૯૮ બ્રાન્ચજૂથ વ્હાઇટ સ્કીન હેડ-૨૫ વેબસાઇટ, ક્રીશ્ચીયન આઇડેન્ટીટી ૩૯ બ્રાન્ચ અને ૩૭ વેબસાઇટ, નીઓ કોન્ફેડરેશન ૯૩ બ્રાન્ચ અને ૩૭ વેબસાઇટ, ૧૧૩ બ્રાન્ચ સાથે બ્લેક સેપરારિસ્ટ અને તેની ૪૦ વેબસાઇટ, ૧૫૯ બ્રાન્ચ પેટ્રોઇટ મુવમેન્ટની, અને તેઓની ૯૦ વેબસાઇટ સતત ઝેર ઓકે છે અથવા તેમના સભ્યોને ટાર્ગેટ સામે ઉશ્કેરે છે. આ ઉપરાંત એન્ટી ગે, એન્ટી ઇમીગ્રન્ટ્સ, હોલોકોસ્ટ, ડીનાયલ રેસિસ્ટ, મ્યુઝિક વગેરે જૂથો છે.

 

* છેલ્લા બે વર્ષમં ૮૨૦૦થી વધુ નાના મોટા હેટક્રાઇમ વિશ્વભરમાં નોંધાયા છે જેમાં એન્ટી વ્હાઇટ, એન્ટી જ્યુ, એન્ટી ઇસ્લામ, એન્ટી હિસ્પાનિક, એન્ટી બ્લેક, એન્ટી હોમો- લેસ્બીયન મુખ્ય છે.

 

* કુ ક્લુક્સ ક્લાન (ટ્રીપલ કે), વ્હાઇટ આર્યન રેસિટેન્સ જેવા હેટ ગુ્રપ હિંસા અને હથિયારના ઉપયોગ માટે કુખ્યાત છે.

 

* એફબીઆઇ આવા ગુ્રપની યાદી જાહેર નથી કરતું.

 

* છેલ્લા ૧૦ વર્ષમાં આવા ગુ્રપની સંખ્યા બેવડી થઈ છે.

 

* ઓબામા હેટ ગુ્રપના રિપોર્ટ પણ વહેતા થયા છે.

 

* પ્રત્યેક 'હેટ ગુ્રપ' હિંસક જ હોય એવું નથી તેઓ તેમના વિચારો ફેલાવીને વૈમનસ્ય ઉભું કતા હોય છે કે મંતવ્યનો પ્રભાવ વધારવા કાર્યશીલ હોય છે.

 

* અમેરિકામાં 'હેટ ગુ્રપ' પર નજર રાખવા માટે 'એન્ટી ડીફેમેશન લીગ' (એડીએલ) અને સધર્ન પોવર્ટી લો સેન્ટરને અલાયદી કાર્યરત કરવામાં આવી છે.

 

* 'હેટ ગુ્રપ' કે આવી વ્યક્તિ ૧૦,૦૦૦થી વધુ ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો તેમના કટ્ટર વિચારો ફેલાવવા ભરતી કરવા, ટાર્ગેટ જૂથને હલકા બતાવવા માટે મહત્તમ કાર્યરત છે. સેમિનારો અને કોન્ફરન્સ પણ યોજે છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved