Last Update : 19-August-2012, Sunday

 

સચિન તેંડુલકરના રાજકીય ગુરુ

રાજકીય ગપસપ

સંસદનું કવરેજ કરતા પત્રકારોને પહેલાં કોંગ્રેસ અને ભાજપની બીટ સોંપવામાં આવતી હતી પરંતુ જ્યારથી સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા જેવા સેલિબ્રીટી સંસદમાં આવતા થયા છે ત્યારથી દરેક સેલિબ્રીટી પાછળ એક પત્રકારને મુકી દેવામાં આવે છે. અર્થાત્ પક્ષ પ્રમાણે નહીં પણ વ્યક્તિ પ્રમાણે બીટ સોંપવામાં આવે છે. જેમને સચિન તેંડુલકરની બીટ સોંપવામાં આવે છે. જેમને સચિન તેંડુલકરની બીટ સોંપવામાં આવી છે તે સચિનની પત્નિ અંજલિ તેંડુલકરને નથી પૂછતાં કે સચિન ક્યાં છે પરંતુ કોંગી નેતા રાજીવ શુક્લાને પૂછે છે કે સચિન ક્યાં છે ? આ વાત પણ સાચી છે કેમ કે સચિનને સોનિયા ગાંધી પાસે લઈ જનાર રાજીવ શુક્લા હતા અને સચિનને રાષ્ટ્રપતિ પાસે લઈ જનાર પણ રાજીવ શુક્લા હતા. સચિન રાજીવ શુકલાને પૂછી-પૂછીને જ આગળ વધે છે. કમનસીબી તો એવી થઈ છે કે અંજલિ તેંડુલકરને સચિન ક્યાં છે તે શોધવું હોયતો રાજીવ શુક્લાને પૂછવું પડે છે !! અર્થાત્ શુક્લા, સચિનના રાજકીય ગુરુ બની ગયા છે...

 

તમિળનાડુમાં વરસાદ માટે જાપ...

 

ગુજરાતમાં પડતો વરસાદ અને છલકાતો નર્મદા ડેમ જોઈને વાચકોને સંતોષ થતો હશે પરંતુ ઘણાં રાજ્યો પર હજુ મેઘરાજાની કૃપા વરસી નથી. કર્ણાટકે વરસાદ માટે પૂજા-અર્ચનમાં ૧૪ કરોડ રૃપિયા વાપરી નાખ્યા છે. એકતરફ કર્ણાટકની ટીકા ચાલતી હતી ત્યારે તમિળનાડુમાં જયલલિયાએ પણ કર્ણાટકવાળી કરી છે. તમિળનાડુમાં વરસાદની સખત જરૃર છે. તમિળનાડુમાં દરેક સરકારી પ્રોગ્રામ તો ઠીક પણ પ્રાઈવેટ પ્રોગ્રામમાં પણ શરૃઆતમાં મેઘરાજા માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમિળનાડુના પ્રધાનો પણ જયલલિયાના નામનું રટણ કરવાના બદલે 'વરૃણ' નામનું રટણ કરે છે (વરૃણ એટલે મેઘરાજા). તાજેતરમાં તમિળનાડુના બે પ્રધાનોએ પંદર સંતોને સાથે રાખીને 'વરૃણ'ના નામનો જાપ ૫૦ હજાર વાર કર્યો હતો. તેનું ખર્ચ ૫૦ હજાર રૃપિયા આવ્યું હતું. કહે છે કે મુખ્ય પ્રધાન જયલલિથાએ તે માટે આદેશ આપ્યો હતો.

 

પંજાબમાં વરસાદ માટે 'પેગ-પ્રસાદ'

 

મેઘરાજાને મનાવવામાં કર્ણાટકની જેમ તમિળનાડુએ કર્યું છે અને એવું જ પંજાબમાં થયું છે. મેઘરાજાને મનાવવાની દરેકની અલગ-અલગ રીતરસમ અને ધાર્મિક ક્રિયા હોય છે. કર્ણાટકમાં પૂજા-અર્ચન થયાં, તમિળનાડુમાં જાપ થયા પરંતુ પંજાબમાં તો મેઘરાજાને મનાવવા 'પેગ-પ્રસાદ' કરાયો અર્થાત્ મેઘરાજાને વાઈન-દારૃનો પ્રસાદ ચઢાવાયો. થયું એવું કે પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ પણ કેન્દ્ર પાસે દુકાળ રાહતની સહાય લેવા જવાના હતા. પરંતુ કોઈએ કહ્યું કે દુકાળ ગંભીર છે એમ ત્યારે ખબર પડે કે તમે મેઘરાજાને વીનવવા પ્રયાસ કરો. ગુરદાસપુર જિલ્લાના ગામોમાં મેઘરાજાને વીનવવા ભોગ ધરાવાયો, પૂજન-અર્ચન થયાં, મેઘરાજા માટે પૈસાની બોલી બોલાવાઈ છતાં મેઘરાજા ના માનતા તેમને વાઈન-દારૃની ઓફર કરી હતી. આ સમયે હાજર સૌને પેગ-પ્રસાદી આપવામાં આવી હતી. પેગ પ્રસાદ લેનાર સૌ 'બલ્લે-બલ્લે' બોલી ઉઠયા હતા... જો કે મેઘરાજાના રીસામણા ચાલુ છે...

 

રાષ્ટ્રપતિના ઘેરપણ સીરિયલનો ક્રેઝ

 

દરેક કુટુંબમાં એક ટીવી સીરિયલ પ્રિય હોય છે. જેમ કે ગુજરાતમાં 'મહાદેવ' પ્રિય છે. સીરિયલની પસંદગીમાં રાજકીય હોદ્દો જોવાતો નથી. નવા વરાયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પત્નિ સૂવ્રા મુખરજીને સંગીત આધારીત બંગાળી સીરિયલ ખુબ પ્રિય છે. રાષ્ટ્રપતિ ભવનના મૂળ મકાનનું સમારકામ ચાલતું હોઈ પ્રણવ અને સૂવ્રા મુખરજીને ગેસ્ટ વીંગમાં રહેવું પડે છે. ત્યાં ડીટીએમ કનેક્શન લેવાનું છે. તેમાં ઈંગલશીન, હિંદી, મરાઠી ચેનલ આવે છે પણ બંગાળી ચેનલ નથી આવતી. વહિવટકારોએ ઘણો પ્રયાસ કર્યો પણ સૂવ્રા પોતાની પ્રિય સીરિયલનો એપિસોડ જોઈ શક્યા નહોતા, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ગુસ્સાવાળા સ્વભાવથી સૌ પરિચિત હોઈ સુવ્રા એ કોઈ ફરીયાદના કરી પણ રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફે પ્રોમીસ આપ્યું છે કે તમારી પ્રિય સીરિયલનો હવે પછીનો એપિસોડ તમને જોવા મળશે!!

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved