Last Update : 19-August-2012, Sunday

 
તુલાના શનિ-રાહુને કારણે આવનાર
એક વર્ષનો ગાળો ઇઝરાયેલ માટે તોફાની

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

- ઓગસ્ટથી ડિસેમ્બરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય

વિષ્વના આઝાદ થયેલા દેશોને પોતાની આઝાદી-સ્વતંત્રતા અનેક બલીદાનો અને સંઘર્ષો પછી જ પ્રાપ્ત થઈ છે. આ બધામાં આઝાદી, પોતાના દેશની ભૂમિ પ્રાપ્ત કરવા માટે ઇઝરાયેલનો જંગ અતિ કપરો-કરૂણ અને લાખ્ખો બલિદાનોથી છવાયેલો છે. જર્મનીમાં તાનાશાહ હીટલરના ૧૫ વર્ષના શાસન દરમિયાન યહુદીઓ ઉપરના અત્યંત કરૂણ અને રાક્ષસોના પણ દીલ પીગળાવી દે તેવા ક્રૂર હત્યાકાંડ, સભ્ય માનવ-સમાજના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. જર્મનીના ક્રૂર તાનાશાહ હીટલરે બીજા વિશ્વયુદ્ધના ગાળામાં ૫૦ થી ૬૦ લાખ નિર્દોષ યહુદીઓની બેરહમ કત્લેઆમ કરી નાખી. આ દેશના નાગરીકોને આઝાદીની ચૂકવવી પડેલી કપરી કંિમતની પુરેપુરી જાણ છે માટે જ પોતાની ચારેબાજુ પોતાના કટ્ટર વિરોધીઓ એવા આરબ રાજ્યો વચ્ચે સ્વમાનભેર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના સ્થાપના કાળથી જ સતત અવિરત સંઘર્ષ ખેલતા રહ્યા છે.
ઇઝરાયેલની તુલા લગ્નની સ્થાપના કુંડળી ઉપર નજર નાંખતા જ તેને કેટલી કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો છે તેનો ખ્યાલ આવી જાય છે.
ઇઝરાયેલની તુલા લગ્નની કુંડળીમાં લગ્ન અને સાતમું સ્થાન રાહુ અને કેતુથી ઘેરાયેલું છે. આ સાથે વધારામાં કર્ક રાશિનો શનિ સાથે આ કેતુ રાહુ અશુભ કેન્દ્ર યોગ કરે છે. રાહુ-કેતુ અને શનિના આ અશુભ યોગના લીધે આ દેશને કદાચ બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધારે અને આકરા જંગ લડવાનું આવ્યું છે.
ઇઝરાયેલની કુંડળીના ચોથા સુખ-સ્થાનમાં સ્વગ્રહી કર્કના ચંદ્ર ઉપર શનિની અશુભ દ્રષ્ટિ અને રાહુ-કેતુનો અશુભ કેન્દ્રયોગ છે. આના કારણે પોતાની બુદ્ધિશક્તિ અને અથાગ પરિશ્રમથી મેળવેલી સમૃદ્ધિ સુખ-શાંતિ આ દેશની પ્રજા ભાગ્યે જ ભોગવી શકી છે.
આની સામે આ જન્મકુંડળીનો લગ્નેશ શુક્ર ભાગ્યસ્થાનમાં મિથુન રાશિનો બળવાન થઈને પડ્યો છે અને આ લગ્નેશ શુક્ર ઉપર ત્રીજા સ્થાનમાં રહેલા ધનરાશિના સ્વગૃહી ગુરૂની અત્યંત શુભ એવી દ્રષ્ટિ છે. ઇઝરાયેલની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં રહેલા ધન રાશિના સ્વગૃહી ગુરૂએ કુંડળીને ઘણું બળ પુરૂું પાડ્યું છે. સ્વગૃહી ગુરૂની ભાગ્યસ્થાન તથા લાભસ્થાન ઉપર અનુક્રમે શુક્ર-મંગળ ઉપર શુભ દ્રષ્ટિએ તેના ભાગ્ય અને લાભને ઘણું મજબુત બનાવ્યું છે.
‘નાનકડા પણ રઈના દાણા’ જેવા આ દેશ એ પોતાનાથી અત્યંત બળવાન અને પેટ્રોલની આવકથી છલકાતા આરબ દેશોને બિચારા બનાવી દીધા છે.
હવે આવનાર ભાવિના સંબંધમાં ગ્રહોની ચાલ જોઈએ તો આ દેશ માટે વિપરીત સંજોગોનો ઇશારો કરે છે. તા. ૧૫-૧૧-૨૦૧૧થી ગ્રહમંડળનો અશુભ અને પરિણામો આપવામાં અત્યંત ક્રૂર એવા શનિ તુલા રાશિમાં લગભગ ૨-૧/૨ વર્ષ ભ્રમણ કરવાનો છે. આ શનિ ઇઝરાયેલની તુલા લગ્નની કુંડળીમાં રહેલા રાહુ-કેતુ સામેથી પસાર થવાનો છે અને જન્મના ચંદ્ર અને શનિ સાથે અશુભ કેન્દ્રયોગ કરવાનો છે. તુલાના આ શનિનો સમય આ દેશ માટે ભારે પ્રતિકુળતાવાળો-કસોટીજનક અને ફરજિયાત યુદ્ધમાં ઉતરવું જ પડે તેવા સંજોગો ઉભા કરવાનો છે.
ઇઝરાયેલનું કટ્ટર દુશ્મન ઇરાન પેટ્રો-સંપત્તિના જોરે અને ઇઝરાયેલના પરમ મિત્ર અમેરિકા સાથેના વૈમનસ્યના કારણે અણુ ટેકનોલોજીમાં લગભગ સફળ થઈ ગયું છે અને તેણે મીસાઈલ્સ ટેકનોલોજી વિકસાવી અણુબોંબ બનાવી દીધા છે. ઇઝરાયેલ માટે આ વાત ‘લડાઈ આંગણામાં ઉભી રહી’ તેવો ઘાટ થયો છે.
વઘુમાં ૧૪-૮-૨૦૧૨ થી ૨૮-૯-૨૦૧૨ સુધી ગોચરનો લડાયક ગ્રહ મંગળ પણ તુલા રાશિમાં ભ્રમણ કરવાનો છે. આ વાત ઇઝરાયેલ માટે આગમાં ઘી નાખવા જેવી સ્ફોટક બની જાય તેમ લાગે છે.
તા. ૨૩-૧૨-૨૦૧૨થી તુલા રાશિમાં ગ્રહમંડળનો ક્રૂર અશુભ ગ્રહ રાહુ પણ દોઢ વર્ષ માટે તુલા રાશિમાં ભ્રમણ કરવાનો છે. આમ તુલા રાશિના રાહુ-શનિ આ દેશની અને પ્રજાની આકરી કસોટી કરવાના છે.
આ વર્ષના જુન માસથી-૨૦૧૩ના મે માસ સુધીમાં ઇઝરાયેલને ન છૂટકે પણ યુદ્ધ અથડામણનો સામનો કરવો જ પડશે અને આ યુદ્ધ ઇઝરાયેલ માટે પહેલાં કરતાં વઘુ આકરું અને આકરી કંિમત માગનારું બની રહેશે તેમ તેના ગ્રહો સંકેત આપી રહ્યા છે.

 

સૂર્યનું મિથુન રાશિમાં ભ્રમણ

તા. ૧૪-૬-૨૦૧૨થી ૧૬-૭-૨૦૧૨ સુધી ગ્રહમંડળનો રાજા એવો સૂર્ય બુધના ઘરની મિથુન રાશિમાં ભ્રમણ કરશે.
પ્રકાશ-ઉર્જા-ચૈતન્યનો કારક એવા સૂર્યનું મિથુન રાશિના ભ્રમણની અસરો અત્યંત ટુંકમાં તપાસીએ.
ભારતની વૃષભ લગ્નની કુંડળીમાં બીજા સ્થાનમાં રહેલા મિથુનના મંગળ ઉપર સૂર્યનું ભ્રમણ નવી આર્થિક નીતિઓનું સૂચન કરે છે. નાણાંભીડમાં વધારો, મોંઘવારી, ભાવવધારો, આર્થિક કટોકટીના એંધાણ ગણાય.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધી માટે રાહતજનક. સોનિયાગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ માટે ઉત્સાહમાં વધારો કરનાર.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ આ મિથુનનો સૂર્ય જોમ-જુસ્સો આપનારો નિવડે.
રાશિવાર જોઈએ તો મેષ, મિથુન, સંિહ રાશિ માટે શુભ ફળ દાયક જણાય.
વૃષભ, ધન, મકર રાશિ માટે કષ્ટદાયક ગણાય. બાકી રાશિઓ માટે મઘ્યમ ફળદાયક ગણાય.
જે જાતકોની જન્મ કુંડળીમાં મિથુન રાશિનો ગુરૂ હોય તેમના માટે વિશેષ શુભ નિવડે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved