Last Update : 19-August-2012, Sunday

 

ધાર્યું ના ગોઠવાય તો બીજે ગોઠવાઇ જવું પડે!

ફિલ્લમ ફિલ્લમ

'એક થા ટાઇગર' સ્વાભાવિક રીતે જ ફર્સ્ટ વીક એન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. પંદરમી ઓગસ્ટ- ઈદ અને ટીકિટના દરમાં વધારા જેવા પરિબળોના કારણે એકસો સત્તર કરોડની કહેવાતી આ ફિલ્મ થોડા સમય પછી 'દબંગ' જાહેર કરવામાં આવશે.
થોડા સમયમાં સૌથી વધુ પૈસા ઉસેડી લેવા માટે ફિલ્મ વિશે સતત ચર્ચા ચાલવી અનિવાર્ય છે. અને એટલે જ ફિલ્મની રીલિઝ પહેલાંથી જ ફિલ્મ- તેના કલાકારો અને કલાકારોની હરકતો અંગે આપણા સુધી ચટપટી ખબરો પહોંચતી રહે છે.
જેમ કે, 'એક થા ટાઇગર'ના એક ગીતમાં કેટરીના કૈફે પહેરેલા કોસ્ચ્યુમ અંગે સલમાને વાંધો પાડયો હોવાની જાણ આપણને પણ કરવામાં આવી હતી. વાંધાનું કારણ પણ સરસ આપવામાં આવ્યું હતું. કેટરીનાનો એ કોસ્ચ્યુમ કેટરીનાના અંગપ્રદર્શનની એક ચોક્કસ હદથી આગળનું દર્શન કરાવતો હોવાથી સલમાનનો પિત્તો ગયો હતો. સરસ વાત છે નહીં? આ ઉપરાંત કોઇ રિઆલીટી શૉમાં 'દેવદાસ'ના ગીત અંગે ભળતી જ કોમેન્ટ કરીને પોતે એ ફિલ્મ જોઇ સુધ્ધાં નથી એવું સહજતાથી જાહેર કર્યાની ઘટના પણ આપણને તરત જ જાણવા મળી હતી.
સલમાનનું નામ પડે અને થોડું આમ-તેમ વિચારો તે સાથે જ વિવેક નામનો ઓબેરોય ટપકી પડે. આ ભાઇને એશથી છૂટા પડયા પછી જાણે કરિયરથી પણ ફારગતિ મળી ગઇ હોય એવી પરિસ્થિતિ થઇ ગઇ છે. શરૃઆતમાં તો કોઇ તેને ફિલ્મ જ ન્હોતું આપતું અને પછી માંડ-માંડ મળવા લાગી ત્યારે તેનું નામ ચાલતું બંધ થઇ ગયું હોય તેમ કોઇ જોવા જ ન્હોતું જતું.
સફળતા માટે બેબાકળા થયેલા વિવેક ઓબેરોયે હમણાં પોતાની આગામી ફિલ્મ માટે મલ્લીકા શેરાવતની સાથે એક જ ટીશર્ટમાં પૂરાઇને ફોટો પડાવ્યો છે. આ તસવીર તો આપણે સૌએ જોઇ કાઢી, પરંતુ તેની ફિલ્મ જોવા કેટલા જશે એ અટકળનો જ વિષય છે.
વિવેક ઓબેરોય માટે એટલું કહી શકાય કે તે સ્ટાર મટિરીયલ બનવાની તક ચૂકી ગયો. અને મલ્લિકા શેરાવતે હવે પ્રેક્ષકો શોધવાના બદલે કોઇ યોગ્ય મુરતીયો શોધવાની જરૃર છે. કારણ કે હવે તે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવી શક્યતાઓ ઘટતી જાય છે. (આમ તો શૂન્ય જ કહેવાય.) આ બન્નેની ફિલ્મનું નામ કિસ્મત, લવ, પૈસા, દીલ્લી છે. જે જાણવા માટે નેટ ખોલવું પડયું. મતલબ કે ટીશર્ટવાળી નૌટંકી પછી પણ તેમની ફિલ્મનું નામ યાદ નથી રહેતું.
ખરેખર તો કેટલાક કલાકારોએ સ્વેચ્છાએ નિવૃતિ લઇને ફિલ્મો સાથે સંકળાયેલ અન્ય કોઇ પ્રવૃતિ તરફ વળી જવું જોઇએ. સલમાનના બન્ને ભાઇઓ અને બનેવી આ વાત સમજી ચૂક્યા છે એટલે એકટીંગના ધખારા છોડીને પ્રોડકશન-ડાયરેકશન ક્ષેત્રે આગળ વધ્યા છે.
સલમાનની સફળતા જોઇને બોલીવુડમાં પ્રવેશેલા સોહેલે અઢી ડઝન ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવ્યા પછી પણ લોકો તેને સલમાનના ભાઇ તરીકે ઓળખી કાઢે તેટલી જ સફળતા મળવી છે. તેણે ડાયરેકટર તરીકે પણ હાથ અજમાવ્યો છે. પરંતુ તેણે ડાયરેક્ટ કરેલી ફિલ્મો ચાલી નહીં હોવાથી તેનું નામ ડાયરેકટર તરીકે પણ ચાલ્યું નથી. પ્રોડયુસર તરીકે તે માફકસરની કમાણી કરી શક્યો છે. અને અરબાઝને લોકો મલાઇકાના પતિ તરીકે વધારે ઓળખે છે. સાવ એવું પણ નથી કે તેણે પ્રયત્નો નથી કર્યાં. અત્યારે તેના નામે સાડા ત્રણ ડઝન ફિલ્મો બોલે છે અને તે પણ બતૌર એકટર. જો કે, તેને તેના જીવનની યાદગાર સફળતા પ્રોડયુસર તરીકે મળી છે. 'દબંગ'ના કારણે અરબાઝનું બેન્ક બેલેન્સ તગડું થવાની સાથે તેની આગવી ઓળખ પણ બનવા લાગી છે.
સલમાનના ભાઇઓની માફક તેના બનેવી અતુલ અગ્નિહોત્રીએ પણ એક્ટિંગના ભૂતને ખીંટીએ ટાંગી દીધું છે અને સલમાનની મદદથી ફિલ્મો પ્રોડયુસ કરવાનું ઘણા સમયથી ચાલુ કરી દીધું છે.
સલમાનના નામ ઉપરાંત આ લોકોને યોગ્ય ઉંમરે પોતાની અભિનય કરવાની ક્ષમતા ઓછી હોવાનો અહેસાસ થઇ જવાથી થોડા વહેલા પોતાની દિશા નક્કી કરી શક્યા છે. સરવાળે તેમને અને પ્રેક્ષકોને બન્નેને ફાયદો થયો છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved