Last Update : 19-August-2012, Sunday

 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

૧. ડૉક્ટરો આપણા શ્વાસ ઘડીકમાં ઊંડા અને ઘડીમાં છોડવાનું કહે છે... મતલબ ?
- કાયમ માટે છોડાઈ દેવાનું એમના જ હાથમાં હોય છે!
(ડૉ. સતીશ એમ. નાયક, વલસાડ)

 

૨. કન્યાના સંસ્કાર જોવા સારા કે એના ફાધરનું બેન્ક-બેલેન્સ?
- એનો આધાર તમે કઈ જ્ઞાતિમાં જન્મ લીધો છે, એની ઉપર છે.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

 

૩. પોલીસ ગૂન્હેગારોના મોંઢે પડદો રાખીને શેને માટે ટીવી સમક્ષ બતાવે છે?
- મોટા ભાગના કેસોમાં, દેખાવમાં પોલીસ કરતા ગૂન્હેગારો વઘુ સજ્જન લાગતા હોય છે, માટે!
(ડૉ. પ્રદ્યુમ્ન ડી. વ્યાસ, અમદાવાદ)

 

૪. હાસ્યલેખકનું જીવન આનંદમય હોય છે કે કરૂણાભર્યું ?
- બીજો હાસ્યલેખક વઘુ સફળ થતો હોય તો કરૂણાભર્યું !
(ડી.એ. માંડવીયા, પોરબંદર)

 

૫. આપણા દેશમાં દેશને બદલે ધર્મને કેમ વઘુ મોટો ગણવામાં આવે છે?
- કારણ કે, આપણે કૂતરાં નથી. કૂતરો જેનું ખાતો હોય, એને તો ન જ કરડે.
(અજય બારૈયા, વાદીપરા-કોટડા સાંગાણી)

 

૬. એકતા કપૂરો તો સમજ્યા... ‘દૂરદર્શન’વાળા ય સાસુ-વહુની સીરિયલો પર કેમ ચઢી ગયા છે?
- હજી એવી જ બેવકૂફ સીરિયલો નિયમિત જોનારી બેવકૂફ સાસુ-વહુઓ ઘરેઘરે મોજુદ છે, માટે.
(ડૉ. દિનેશ પાઠક, રાજકોટ)

 

૭. અન્ના હજારેની હવા નીકળી ગઈ... સુઉં કિયો છો ?
- આ માણસ ફ્રોડ છે, એવું આખા દેશમાંથી સૌથી પહેલું આ કોલમમાં કહેવાયું હતું.
(નટવર પી. પ્રજાપતિ, શાપુર)

 

૮. ‘મૂંગી પત્ની ને બહેરો ગોરધન’, એ આજના યુગનું સર્વોત્તમ કપલ કહેવાય કે નહિ ?
- તમે બન્ને કોઈ સારા ડૉક્ટરને બતાવો જ!
(વિભૂત આર. જોશી, સુરત)

 

૯. ‘માનો તો ગંગા માતા, નહિ તો બહેતા પાની...’ તમે શું માનો છો?
- દેશની તમામ નદીઓને પ્રજાએ ગંદીગોબરી કરી મૂકી છે... આ સાયન્સના જમાનામાં શેની માતા-બાતા ? નદીઓમાં નાહીં-ધોઇને સાલાઓ માંદા પડીને દેશને વધારે નુકસાન પહોંચાડે છે.. !
(નસીમા એફ. બારીયાવાલા, ગોધરા)

 

૧૦. આ ડીસેમ્બરમાં સહુએ ઉપર જવાનું ની જ છે, તો અશોકજી... આપે આપની બેગ તૈયાર કરી લીધી ?
- હું પહેલા જોઈ લઈશ કે, બધા ગયા કે નહિ... ! કોઈનું કાંઈ રહી જતું હો તો મેં ‘કુ... લેતો આવું !’
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

 

૧૧. મુન્ની ઝંડુ બામ થઈ ગઈ હોય, તો દવાના દરેક સ્ટોરમાંથી મળશે ખરી ?
- બધાના શરીરે વપરાયેલો બામ ચોપડીને તમારે શું કામ છે?
(કનુ જે. પટેલ, સંધાણા)

 

૧૨. શું સલમાનખાને હવે પરણી જવું જોઈએ? એની બા નહિ ખીજાતા હોય?
- ખીજાવાનું તો જેની સાથે એ પરણવાનો હશે, એની બાએ હોય... !
(સીમા એચ. ચૌહાણ, અમદાવાદ)

 

૧૩. પડોસીને પ્રેમ કરવાનો મતલબ એવો થોડો થાય કે, એની વિધવાને પ્રેમ કરવો ?
- સાચી વાત છે બેન તમારી. પ્રેમ કરવા માટે કોઈના વિધવા થવાની રાહો થોડી જોવાય ? આ તો એક વાત થાય છે.
(મંજુલા પરમાર, ગાંધીનગર)

 

૧૪. પહેલાના રાજા-મહારાજાઓને અનેક પત્નીઓ હતી... આજે એવી સગવડો કેમ નથી?
- ઘરની બહાર નીકળ્યા પછી, આજના રાજાઓ અનેક ચક્ષુ-વિવાહો કરીને ખુશ થાય છે.
(દિગ્વિજયસંિહ ગોહિલ, જામનગર)

 

૧૫. નરદમ જુઠ્ઠું બોલવામાં પુરૂષો કરતા સ્ત્રીઓ વઘુ પાવરધી હોય છે... સુઉં કિયો છો?
- જુઠ્ઠી સ્ત્રીઓ અલ વગરની પણ હોય છે... પોતાના અનુભવો, સમજ અને બુદ્ધિને બદલે બીજાની બુદ્ધિ પર એમને વઘુ ભરોસો હોય છે.
(ગૌરી વી. કાચા, અમદાવાદ)

 

૧૬. બેસણું, સાદડી, બારમું-તેરમું, ઉઠમણું, પઘડી... આ બધાની સમજ આપશો ?
- બહુ નાની ઉંમરે તમને આવા સવાલો થવા માંડ્યા, નહિ ?
(નિમિષ કે. મહેતા, જૂનાગઢ)

 

૧૭. તમારા વાઈફ અને ડિમ્પલ કાપડીયા વચ્ચે કોઈ દોસ્તી-ફોસ્તી બંધાય એવું નથી ?
- ડિમ્પુને ક્યાં ખબર છે કે, હું પરણેલો છું... !
(હિરલ સવજાણી, જૂનાગઢ)

 

૧૮. સની દેઓલની આગામી ફિલ્મમાં એ તમને હીરોનો રોલ ઓફર કરે તો?
- સોરી... હાલમાં સ્ટીવન સ્પીલબર્ગ મારા ઘરના ધા ખાઈ રહ્યા છે!
(આરતી સવજાણી, જૂનાગઢ)

 

૧૯. ‘મહાપુરૂષો’ હોય, તો ‘મહાસ્ત્રીઓ’ કેમ નહિ ?
- સોરી... આ પ્રશ્ન તમે ‘મહાબાળક’ને પૂછ્‌યો છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

 

૨૦. મલ્લિકા શેરાવત સ્વયંવર યોજે, તો નંબર લાગે?
- એને તમારી પાસે જ બોલાવી લો ને... ! ‘સ્વયંપત્ની સ્વયંવર’ ગોઠવો.
(મુકેશ/ઝવેરભાઈ/દેવાભાઈ, ભાવનગર જીલ્લા જેલ)

 

૨૧. ખેતઉત્પાદન વધારવા ખેડૂતોએ શું કરવું જોઈએ?
- બળદને ‘હળી’ વધારે કરવી જોઈએ... !
(ભરત એચ. કપાડા, ખીચા-ધારી)

 

૨૨. ડૉ. મનમોહનસંિઘ સવારને બદલે સાંજે ચાલવા કેમ જાય છે?
- જેવો માઈનો આદેશ!
(બમન પી. તાડીવાલા, વડોદરા)

 

૨૩. આજના યુવાનો મળે ત્યારે ‘જયશ્રી કૃષ્ણ’ કે ‘જયશ્રીરામ’ને બદલે ‘હાય-હેલ્લો’ કેમ કરે છે?
- ‘હાય-હેલ્લો’ ‘જયશ્રી કૃષ્ણ’નો અનુવાદ જ છે.
(ઉદય ખત્રી, ભાવનગર)

 

૨૪. ગોલ કર્યા બાદ ફૂટબોલના ખેલાડીઓ કૂદકા કેમ મારે છે ?
- ત્યાં પાણીના હોજમાં ના તરાય, માટે.
(આરતી દોશી, જૂનાગઢ)

 

૨૫. ખુદ રાજેશ ખન્ના કહેતો ગયો છે કે, ‘દિલ કો દેખો, ચેહરા ન દેખો’... છતાં આપે આપની વાઇફનું દિલ જોવાને બદલે, ડિમ્પલનો ચેહરો જ કેમ જોયો ?
- જેનામાં જે જોવા જેવું લાગ્યું, એ મેં જોયું... હવે પંખો ચાલુ કરૂં ?
(નાનાસાહેબ ઈંગળે, સુરત)

 

૨૬. આજકાલ યુવાનો પણ વૃદ્ધ કેમ દેખાઈ રહ્યા છે ?
- આપનો ફોટો મોકલશો.
(ચેતન રાજાણી, રાજકોટ)

 

૨૭. જીંદગી પણ એક શિક્ષક છે, પણ શિક્ષકથી વઘુ સખ્ત કેમ છે?
- રોજ રાત્રે સૂતી વખતે ત્રિફળા લેવાથી બઘું ઠીક થઈ જશે.
(સુરેશ પી. મહેતા, વડોદરા)

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved