Last Update : 19-August-2012, Sunday

 

ઇદ મુબારક

દોબારા દોબારા - અલતાફ પટેલ

લોગ કહેતે હે ઈદ આઈ હૈ,
તુમ આ જાઓ તો યકીં આ જાએ... મહેબુબ

 

એ વાત સાચી જ છે કે પ્રિયજન સાથે ન હોય તો રાતે આકાશમાં ચાંદ-તારાઓની અનુપસ્થિતિથી વાતાવરણ અંધકારમય, ઉદાસીન લાગે છે એવી જ મનોદશા ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ભલે લોકો ઈદના આનંદમાં ગરકાવ હોય પણ કોઈકની ગેરહાજરી જરી પણ હૃદયને સાંત્વન કે શાંતિ અર્પી શકતી નથી. એમનું આગમન એટલે જ ઈદનું શુભાગમન. એ સિવાય એમને વિશ્વાસ (યકીં) જ નથી આવતો કે ઈદ છે.

 

જો ખો ગયે હે હમસે અંધેરી રાતોંમે,
ઉસ્કો ઢુંઢકે લાઓ કે ઈદ આઈ હે...

 

શાયરને પ્રિયજન વગર આખું નગર સૂનું, બોઝીલ ભાસે છે. એ એટલા તો બેબાકળા, બેચેન બની ગયા છે કે સૌ કોઈને કરગરે છે. અંધારી રાતોમાં ચિરાગ બનીને રહેતા વ્હાલા સાથીઓની ખોટથી એમના આનંદમાં એવી ઓટ આવી ગઈ છે કે તેમને કાંઈ રુચતું કે સૂઝતું નથી.

 

હમને તો તુમ્હે દેખા નહીં ક્યા ઈદ મનાએં,
જીસ્ને તુમ્હે દેખા ઉસે ઈદમુબારક...

 

પ્રિયજનો સાથે હોય ત્યારે તો ઈદ મનાવવાની મજા કાંઈ અનેરી જ હોવાની અને ન હોય તો એ મજા સજાથી કમ નથી. લાચાર શાયર એમના દિદાર જેમણે જેમણે કર્યા એ ભાગ્યશાળીઓને ઈદ મુબારક પાઠવી મનને વાળવા પ્રયત્ન કરે છે. કેટલાક હળવો મિજાજ ધરાવતા દિવાનાઓ ઈદની લિજ્જત એમ કહેતા માણે છે કે ઃ-

 

યે ઈદકે પકવાન કા કુછ ઐસા અસર હે,
મહેબુબ કી ઝુલ્ફેં ભી લગતી હે સેવૈયાં...

 

શકીલ બદાયુની કહે છે ઃ ઈદ મીલ જાકે દિલકા મીટે ગમ,
અગલે બરસ હમ હો ન હો હમ, કુછ ભરોસા નહી જીંદગી કા.

 

ખુશીની ક્ષણો જીવનમાં ક્યારેક ક્યારેક અનોખું રૃપ ધારણ કરીને સમગ્ર રણ જેવા શુષ્ક વાતાવરણમાં તાજગી ને અનોખો પ્રકાશ પાથરી દે છે. ક્ષણભંગુર જીવનને અંગુર જેવા ખાટા-મીઠા પ્રસંગોને નિરાશાથી નહીં પણ જે હોય તેમનાથી, તેટલાથી સંતોષ માની ખેલદિલીથી માણી લેવામાં આવે તો તેનાથી વિશેષ આનંદ શું હોઈ શકે?

 

ઈદ મુબારક હો યેહી સબ કહેતે હે,
મહોબ્બત કા ઈસે મતલબ કહેતે હે
દુશ્મની તર્ક કરદી બહોત ખુબ અલતાફ
ઈસીકો તો યકીનન મઝહબ કહેતે હે...

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved