Last Update : 19-August-2012, Sunday

 

ભવિષ્ય નિર્માણમાં મદદરૃપ થાય એવી સાત બાબતો કઈ?

એક જ દે ચિનગારી - શશિન્
- દુનિયા બદલાવાની નથી તો પછી હું શું કામ બદલાઉં, એમ વિચારવું એ પરાજયની પ્રથમ સીડી છે

એક યુવાનને પોતાની નોકરી ગુમાવવાની ચિંતા સતત સતાવી રહી હતી. પોતે આજ સુધી માત્ર કારકૂની જ કરી છે, એટલે બીજે સારી નોકરી નહીં મળે તો પોતાના કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરી શકશે, એની કલ્પના માત્રથી એ ધૂ્રજી ઊઠતો હતો.
એની સાથેનો બીજો યુવન સદાય હસતો રહેતો. એ વારંવાર કહેતો કે આપણી કાલને ઉજાળવા માટે વિવિધ પ્રકારનાં કૌશલ્યોના શસ્ત્રો સજાવી રાખવાં પડે છે. ભગવાન પોતે પણ એક સરખાં 'મોડેલો'નું સર્જન ક્યાં કરે છે? પીટર ડ્રકરની એક વાત હું હંમેશાં નજર સમક્ષ રાખું છું કે 'એક કૌશલ્ય ભવિષ્યમાં પણ ક્યારેય ખતમ થવાનું નથી, અને તે છે નવું કૌશલ્ય શીખવાનું કૌશલ્ય. જાતને નિરંતર ઘડતા રહેવા તત્પર રહે તે યુવાન.'
મોટા ભાગના માણસોને પાણી પહેલાં પાળ બાંધવાનો વિચાર જ નથી આવતો. એટલે તેમનું જીવન ઘરેડનો પર્યાય બની જાય છે. પરિણામે જિજ્ઞાાસા, પ્રયોગો, નવું શીખવાની તમન્ના અને આવનાર પડકારો ઝિલવા અને તેમને પહોંચી વળવાની પૂર્વ સજ્જતાનો તેઓ વિચાર જ કરવા તૈયાર નથી હોતા. 'તમારી વર્તમાન નોકરી ચાલી જાય' તો તમે શું કરશો? - 'શું કરશો'નું ચિત્ર તમારા દિમાગમાં સુસ્પષ્ટ હશે તો તમે નિર્ભયપણે અને નિશ્ચિંત રીતે જીવી શકશો. સંભવિત ઘટનાઓનું સમાધાન આગોતરું વિચારી રાખવું એ જીવનપથ પર સલામત રીતે ચાલવાની પૂર્વશરત છે. ખુશ રહેવા માટેનું કોઈ માપકયંત્ર નથી હોતું, તમે એટલા જ ખુશ રહી શકશો, જેટલા ખુશ રહેવાનું ધારશો.
સિગ્મોઈડ કર્વનું મંતવ્ય છે કે જીવન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. પ્રથમ તબક્કામાં માણસ સંઘર્ષ અને વધુ પરિશ્રમનું મહત્ત્વ સમજે છે અને પોતાનું સ્થાન મજબૂત કરવાને મહત્ત્વ આપે છે. આ વાત માત્ર નોકરી, નવા કારોબાર, સંબંધી અથવા કોઈ પ્રકારના નવા ઉત્પાદનને પણ એટલી જ લાગુ પડે છે.
આમ પ્રથમ તબક્કામાં માણસ મહત્ત્વપૂર્વ બધી જ બાબતો શીખવાની કોશિશ કરે છે ત્યાર બાદ બીજો તબક્કો શરૃ થાય છે, જ્યારે માણસ ઉન્નતિ કરે છે, સારાં પરિણામો હાંસલ કરે છે. વેપાર કે કારોબાર ભરપૂર રીતે ખીલી ઉઠે છે. ઉત્પાદિત કરેલી ચીજવસ્તુઓની બજારમાં પુષ્કળ માગ રહે છે. કારકિર્દી હરણફાળે આગળ વધતી ભાસે છે. સંબંધો પણ વધુ મજબૂત અને પરિપકવ થએલા જણાય છે.
પછી શરૃ થાય છે ત્રીજો તબક્કો, એને ઓટનો તબક્કો કહો, અણધાર્યાં પરિવર્તનનો તબક્કો કહો કે પતનનો તબક્કો કહો. આ સ્થિતિમાં આત્મબળ, હિંમત અને આત્મશ્રધ્ધાની કસોટી થાય છે. જીવન અને સંબંધોમાં એક પ્રકારની નિરાશાનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. ક્યારેક કંપની કે કારોબારનું અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ મુશ્કેલ જણાય છે.
આ એક કટોકટીની ક્ષણ છે. એટલે જીવનની દિશા અને દશા સુધારવા તમે શું કરશો, એ મહત્ત્વનું છે. પલાયન કરવાનું ઉચિત નથી જ નથી. વાસ્તવિકતાને ન સ્વીકારવી એ સમસ્યાઓને બેવડાવવાનો જોખમી પ્રયત્ન છે. એટલે સહન કર્યા સિવાય બીજો છૂટકો જ ન હોય તો સહન કરીને જીવનની દિશા અને દશા સુધારવાના સન્નિષ્ઠ પ્રયત્નમાં જોતરાઈ જવું જોઈએ. પરિણામે તમે ત્રીજા ભયાનક તબક્કામાંથી ઉગરી બીજા સલામત અને આનંદદાયક તબક્કામાં સરી શકશો.
માણસ ગુસ્સાની ગરમી ટકાવી શકે છે પણ જુસ્સાની ગરમજોશી ટકાવવામાં ઊણો ઉતરે છે. વિશેષતઃ આ વાત યુવાનોને ખાસ લાગુ પડશે. યુવાનના શબ્દકોશમાં બે શબ્દોને સ્થાન નથી ઃ ''ચાલશે'' અને ''નાનમ''
'શરણાગતિ' અને 'પલાયનવાદ' બન્નેને યુવાશક્તિએ ઉપેક્ષાની નજરે જોવાં જોઈએ. યુવાન કાં તો જીતશે અથવા લાગણીપૂર્વક સમર્પણ કરશે. યૌવન તો સૌંદર્યનું ઉપાસના સ્થળ છે. સૌંદર્યનો ઉપાસક યુવાન કે યુવતી કોઈ પણ કામને અસુંદર નજરે નહીં જુએ. માર્ટિન લ્યૂથર કિંગના આ શબ્દો દરેક યુવક માટે પ્રેરક બની શકે તેમ છે. આપણા જીવનકાર્યને ઉત્કૃષ્ટ બનાવવા માટે અથાકપણે કામ કરતા રહેવાનો પડકાર આપણને દરેક બાજુએથી થઈ રહ્યો છે. પરંતુ બધા જ માણસો ખાસ પ્રકારનાં ધંધાકીય કામો કરી શકતા નથી. કળા અને વિજ્ઞાાનના ક્ષેત્રોમાં બુદ્ધિ-શક્તિની ઊંચી સિધ્ધિઓ સુધી પહોંચવાની તકો તો એથીયે ઓછાને મળે છે. ઘણાં લોકોને કારખાનાં, ખેતરો અને શેરીઓમાં મજૂરીનાં જ કામો મળે છે. પરંતુ યાદ રાખજો કે કોઈ પણ કામ નજીવું કે બિનમહત્ત્વનું નથી. માનવ જાતિને ઉંચે લઈ જનારાં તમામ પ્રકારનાં કામોમાં ગૌરવ અને તેનું મહત્ત્વ રહેલું છે. એટલે તે બધાં જ કામો ઉત્તમ રીતે થાય એ રીતે શ્રમ લઈને નિષ્ઠાપૂર્વક કરવાં જોઈએ.
સ્વપ્ન જોવા માટે આંખ જોઈએ, પણ ઉડ્ડયન માટે પાંખ જોઈએ. લક્ષ્યસિદ્ધિ માટે સંકલ્પ, દ્રષ્ટિ અને પરિશ્રમ ત્રણનો સમન્વય જોઈએ. કેવળ સ્વપ્ન જુએ તે તરંગી, પરંતુ સ્વપ્નો સાકાર કરવા સતત બેચેની અનુભવતો રહે અને એ પરિપૂર્ણ ન થાય, ત્યાં સુધી જંપે નહીં તે વિજયની વરમાળાને લાયક ઠરી શકે. આશાભીના અરૃણ પ્રભાત માટે ઝંખનાશીલ રહે તેનું નામ તરુણ. માણસે પોતાનું ભવિષ્ય નિર્માણ કેવી રીતે કરવું એ માટેની કેટલીક ટીપ્સ 'ચેઈન્જ યોર થિકિંગ ચેઈન્જ યોર લાઈફ'માં બ્રાયન ટ્રેસીએ આપી છે, જે યાદ રાખવા જેવી છે, એટલું જ નહીં અજમાવવા જેવી છે.
૧. તમે પ્રતિજ્ઞાા કરો કે તૂટવાને બદલે તમે ફરીથી ઊભા થશો. અત્યારે તો તમારે તમારી જીંદગીની સૌથી મોટી નિષ્ફળતાને શોધી કાઢવાની છે અને પછી જુઓ કે તેમાંથી તમે શો બોધપાઠ લઈ શકો છો, શો લાભ ઉઠાવી શકો છો.
૨. તમારી સૌથી મોટી ચિંતા કે સમસ્યા અત્યારે, આ ક્ષણે જ નોખી તારવો અને એ વાત શોધી કાઢો કે તમે તેમાંથી શો બોધપાઠ લઈ પ્રગતિ કરી શકો છો? તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ બોધપાઠ શો છે?
૩. જીવનની બાબતમાં (વૈજ્ઞાાનિક) એડીસનનો ઉપાય અજમાવી જુઓ ઃ શાન્ત ચિત્તે એ વાતનો સ્વીકાર કરો કે જીવનમાં પ્રત્યેક નિષ્ફળતા હકીકતમાં એક એવો માર્ગ જાણવાની કસરત છે જે સફળતા તરફ નથી જતો, પરંતુ એક પ્રકારની સફળતા જ છે.
૪. આવનારા દિવસોમાં તમારી સાથે ઘટિત થનાર ત્રણ અવાંછનીય વાતોની કલ્પના કરો અને વિચારો કે તમારી પાસે એવી આવાંછનીય બાબતોને દૂર કરવાની કે તેના નકારાત્મક પ્રભાવને દૂર કરવાની શી યોજના છે?
૫. ભલે ગમે તે થાય, પણ તમારા ધ્યેય અને તેને હાંસલ કરવા માટે તમારા દ્વારા લેવાનાર પગલાંનો વિચાર કરો અને કાર્યમાં પરોવાઈ જાઓ.
૬. તમારા કાર્યક્ષેત્રમાં આવનાર બદલાવો ઉપર (ચાંપતી) નજર રાખો. બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે? જો બધું આ જ રીતે ચાલતું રહ્યું તો તમારે કેવા નિર્ણયો લેવા પડશે અને કેવો બદલાવ લાવવો પડશે?
૭. તમારા પોતાના તાજેતરના અને મહત્ત્વપૂર્ણ અનુભવો સંદર્ભે તમારી જાતને બે સવાલ પૂછો ઃ તમે જે કર્યું છે તે સાચું હતું? હવે પછીથી તમે કઈ જુદી રીતે તે કરવા માગો છો? દરેક નિષ્ફળતા અને મુશ્કેલીમાંથી કોઈ ને કોઈ બોધપાઠ ગ્રહણ કરવાનો સંકલ્પ કરો.
દુનિયા બદલાવાની નથી, તો પછી હું શું કામ બદલાઉં, એમ વિચારવું એ પરાજયની પ્રથમ સીડી છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved